SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

'રાજનીતિના બજારમાં વેપારીઓની મોહબ્બતની દુકાનો બંધ ન કરો', મહારેલી પહેલાં રાહુલ ગાંધીને વેપારીઓએ કરી અપીલ

1 નવેમ્બરના રોજ કોંગ્રેસ દિલ્હીના રામલીલા મેદાનમાં વોટચોરી, જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગણી સાથે મહારેલી કરી રહી છે જેમાં અન્ય વિપક્ષી દળોનું પણ સમર્થન છે. પરંતુ દિલ્હીના વેપારીઓ આ રેલીના કારણે ભારે ટેન્શનમાં છે કારણે દિવાળી ટાણે મોટો ફટકો પડવાની ભીતિ છે. અગાઉ રાહુલ ગાંધી, સોનિયા ગાંધીને પત્ર લખ્યો પણ કઈ ન વળ્યું તો હવે ફરીથી રાહુલ ગાંધીને વેપારીઓએ વિનંતી કરી છે. CTIએ રામલીલા આસપાસના બજારોમાં એક પોસ્ટર અભિયાન લોન્ચ કર્યું છે.

Written By Viral Raval
Published: Oct 31, 2026, 12:16 PM IST | Updated: Oct 31, 2026, 12:30 PM IST
Image Credit: AI Generated Image
Join

બરાબર દિવાળી ટાણે જ કોંગ્રેસ દ્વારા દિલ્હી ચલો રેલીનું આયોજન કરવામાં આવતા દિલ્હીના વેપારીઓનો ગુસ્સો ફાટી પડ્યો છે. કારણ કે હજારો કરોડના નુકસાનની આશંકા સેવાઈ રહી છે. અત્રે જણાવવાનું કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના આહ્વાન પર એક નવેમ્બરના રોજ દિલ્હી ચલો રેલીને કારણે વેપારીઓમાં ડર વધી રહ્યો છે. જેને પગલે ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રી એટલે કે CTIએ દિલ્હીના રામલીલા મેદાનની આસપાસના 20 બજારોમાં એક પોસ્ટર અભિયાન લોન્ચ કર્યું છે. વેપારીઓનું એવું પણ કહેવું છે કે વેપાર અને પોતાના કર્મચારીઓના હિતોને ધ્યાનમાં રાખતા તેમણે જે પણ કરવું પડશે તે કરશે અને પીછેહટ નહીં કરે. જે પોસ્ટર લોન્ચ કરાયું છે તેમાં લખ્યું છે કે 'રાજનીતિના બજારમાં મોહબ્બતની દુકાનો બંધ ન કરો'.

રાહુલ ગાંધીની રેલીથી દિલ્હીના વેપારીઓમાં ફફડાટ! સોનિયા ગાંધીને લખી ચિઠ્ઠી! 12 હજાર કરોડના વેપાર પર સંકટ

રાહુલ ગાંધીને અપીલ

આ પોસ્ટર અભિયાન દ્વારા વેપારી સંગઠન સાથે જોડાયેલા લોકોએ કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને અપીલ કરી છે કે 1 નવેમ્બર 2026ની રેલીથી દિવાળીની સીઝનના વેપાર પર કોઈ ખરાબ અસર ન પડે તેવું તેમણે સુનિશ્ચિત કરવું જોઈએ.

બજારો તાળાબંધ થવાનું જોખમ

સીટીઆઈ નેતા ગોયલે કહ્યું કે ચાંદની ચોકની પરાંઠાવાળી દુકાન, ખારી બાવલીના મસાલા, સદરની બંગડી-બિંદી, ચાંદની ચોકના ઘાઘરા ચોળી, દરિયાગંજના એસી, ચાવડી બજારની સેનેટરી, કરોલબાગની જાણીતી કુલ્ફી, આ બધુ મોહબ્બતની દુકાનો જ છે, જ્યાં દર એક દુકાનથી 10થી 20 લોકોનો પરિવાર  ચાલે છે. રામલીલા મેદાનની ચારેબાજુ બજારો છે. 10 લાખ લોકો અને 20 હજાર ગાડીઓ આવશે તો આ 20 બજારોને જ તાળા લાગશે.

1 નવેમ્બરે દિલ્હીમાં કોંગ્રેસની ‘વોટ બચાવો, દેશ બચાવો’ રેલી પહેલાં રાજકીય ઘમાસાણ; રામલીલા મેદાન 14 સુરક્ષા ઝોનમાં વિભાજિત, વેપારીઓનો વિરોધ

75 લાખ લોકોના હિતો ધ્યાનમાં લો!

અત્રે જણાવવાનું કે આ બધા પોસ્ટર રામલીલા મેદાનના 5 કિલોમીટરના દાયરામાં આવતા 20  જેટલા નાના મોટા મહત્વના બજારોમાં લાગવાના છે. સીટીઆઈના જણાવ્યાં મુજબ રેલીથી 20 લાખ વેપારીઓના કામકાજ પર અસર પડી શકે છે. એક અંદાજા મુજબ આ રેલીથી દિલ્હીના વેપારીઓનો લગભગ 10થી 12 હજાર કરોડનો વેપાર જોખમાય તેવી આશંકા છે. વેપારી સંગઠનના અનુમાન મુજબ જો દિવાળીની પીક સીઝન પર તેમને નુકસાન થયું તો લગભગ 75 લાખ લોકોની રોજીરોટી પર અસર પડી શકે છે.

એક નવેમ્બર વેપારીઓ માટે કેમ ખાસ?

અત્રે જણાવવાનું કે વેપારીઓ 1 નવેમ્બરે રેલીના કારણે એટલે ટેન્શનમાં છે કારણ કે 6 નવેમ્બરે ધન તેરસ છે અને 8 નવેમ્બરે દિવાળી છે. નોકરીયાતોના પગાર આવ્યા બાદ 1 નવેમ્બરનો દિવસ વેપારીરીઓ માટે ખુબ મહત્વનો ગણાઈ રહ્યો છે. તેમને એવું લાગે છે કે જો 1 નવેમ્બરે 10 લાખ લોકો અને 15થી 20  હજાર ગાડીઓ સેન્ટ્રલ દિલ્હીમાં આવશે તો રામલીલા મેદાનની આસપાસના 20 બજારોમાં કરોડો રૂપિયાનો વેપાર ઠપ્પ થઈ શકે છે.

SIR વિવાદ: વિપક્ષની રેલીથી વેપારને મોટો ફટકો? 25000 કરોડના નુકસાનની આશંકા, CTIએ રાહુલ ગાંધીને લખ્યો પત્ર

સોનિયા ગાંધીને લખ્યો હતો પત્ર, કઈ ન વળ્યું

આ અગાઉ વેપારી સંગઠને કોંગ્રેસ પાર્ટી હાઈ  કમાન સોનિયા ગાંધીને પણ પત્ર લખીને આ મામલે હસ્તક્ષેપ કરીને દિવાળી બાદ આ રેલીનું આયોજન કરવાની અપીલ કરી હતી. વેપારીઓએ આ રેલીનું આયોજન રામલીલા મેદાનની જગ્યાએ બુરાડીના મેદાનમાં કરવાનો આગ્રહ કર્યો હતો કારણ કે  ત્યાં લાખોની ભીડ ઉમટી પડે તો પૂરતી વ્યવસ્થા થઈ શકે તેમ છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

ZEENEWS TRENDING STORIES