• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /રાષ્ટ્રીય
  • /SIR વિવાદ: વિપક્ષની રેલીથી વેપારને મોટો ફટકો? 25000 કરોડના નુકસાનની આશંકા, CTIએ રાહુલ ગાંધીને લખ્યો પત્ર

SIR વિવાદ: વિપક્ષની રેલીથી વેપારને મોટો ફટકો? 25000 કરોડના નુકસાનની આશંકા, CTIએ રાહુલ ગાંધીને લખ્યો પત્ર

હાલ ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી કમિશનર સામે કોકરોચ જનતા પાર્ટી ઉપરાંત કોંગ્રેસ સહિત વિપક્ષી પાર્ટીઓ પણ મેદાને પડી છે. 1 નવેમ્બરે દિલ્હીના રામલીલા મેદાનમાં એક વિશાળ રેલી કોંગ્રેસ તરફથી યોજાઈ રહી છે. પરંતુ આ રેલી સામે વેપારીઓ ચિંતામાં મૂકાયા છે અને તેમણે સામી દીવાળીએ આ રેલીના કારણે નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરી છે અને રેલીને સ્થગિત કરવા પત્ર લખ્યો છે.

Written ByViral Raval
Published: Oct 24, 2026, 03:15 PM IST|Updated: Oct 24, 2026, 03:22 PM IST
joinshare
SIR વિવાદ: વિપક્ષની રેલીથી વેપારને મોટો ફટકો? 25000 કરોડના નુકસાનની આશંકા, CTIએ રાહુલ ગાંધીને લખ્યો પત્ર

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
IND vs NZ: રોમાંચક મુકાબલામાં અંતે ભારતે ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવ્યું, તિલક વર્માએ પલટી બાજી

IND vs NZ: રોમાંચક મુકાબલામાં અંતે ભારતે ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવ્યું, તિલક વર્માએ પલટી બાજી

2

ઈન્ટિરિયરના નામે ઠગાઈ: સિંધુભવન રોડના 'સ્ટાઈલિંગ સ્ટુડિયો'ની માલિક મિતા ચાંદક સામે ફરિયાદ, રિલ્સ જોઈ ભોળવાતા નહીં

3

ફિલિપાઈન્સમાં મોટી દુર્ઘટના, એરફોર્સના 2 વિમાન ટ્રેનિંગ દરમિયાન આકાશમાં અથડાયા, 4 પાયલટ્સના દર્દનાક મોત

4

રડાર પણ માત ખાશે! ભારતની Agni-6 મિસાઈલના ડરે ચીન-પાકિસ્તાનનું બીપી વધાર્યું, એશિયા બહાર પણ વાગશે ભારતનો ડંકો

5

SIR વિવાદ: વિપક્ષની રેલીથી વેપારને મોટો ફટકો? 25000 કરોડના નુકસાનની આશંકા, CTIએ રાહુલ ગાંધીને લખ્યો પત્ર

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

કોંગ્રેસ 1 નવેમ્બરના રોજ દિલ્હીના રામલીલા મેદાનમાં એક વિશાળ રેલીનું આયોજન કરી રહી છે. જેમાં ઈન્ડિયા બ્લોકના તમામ નેતાઓ પણ સામેલ થઈ શકે છે. આ રેલી દ્વારા SIR વિરુદ્ધ એકવાર ફરીથી મોરચો મજબૂત કરવામાં આવશે. જો કે  કોંગ્રેસની આ પ્રસ્તાવિત રેલીના કારણે દિલ્હીના વેપારીઓમાં ગભરાહટ છે. વેપારીઓનું માનવું છે કે દિવાળીની બરાબર પહેલા વિપક્ષી પાર્ટીઓની આ રેલીના આયોજનના કારણે તેમના વેપાર પર અસર પડી શકે છે. જેને કારણે વેપારીઓ અને ઉદ્યોગપતિઓના ટોચના સંગઠન ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રી (CTI)એ હવે રાહુલ ગાંધીને એક પત્ર લખ્યો છે. CTIએ રાહુલ ગાંધીને 1 નવેમ્બરે દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાનારાી રેલીને સ્થગિત કરવાની અપીલ કરી છે.

દિવાળી પહેલા શું ખરેખર ગુજરાતમાં છે મોટો ખતરો! બંગાળની ખાડીમાં 'અર્નબ' મચાવશે તબાહી! તાઈવાનમાં 'ચાંપી' એ વેર્યો વિનાશ

દિવાળી પછી યોજવાની અપીલ

CTIના ચેરમેન બૃજેશ ગોયલે પત્રમાં લખ્યું છે કે એવી જાણકારી મળી  છે  કે તમારી પાર્ટી તરફથી 1 નવેમ્બરના રોજ દિલ્હીના રામલીલા મેદાનમાં એક મહારેલીનું આયોજન થઈ રહ્યુ છે. તેમણે કોંગ્રેસ નેતાને આ રેલીને 10 નવેમ્બર બાદ આયોજિત કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે હાલ દિવાળી વેપાર પોતાની પીક સીઝન પર છે. જો દિવાળી પહેલા આ પ્રકારે રાજકીય કાર્યક્રમનું આયોજન થયું તો ધનતેરસ અને દિવાળીના વેપાર પર અસર પડશે. તેમણે રાહુલ ગાંધીને વેપારીઓના હિતનું વિચારીને 1 નવેમ્બરની જગ્યાએ 10 નવેમ્બર બાદ આ રેલીના આયોજન પર વિચાર કરવાની અપીલ કરી છે.

#WATCH | Delhi: Chamber of Trade & Industry (CTI) Chairman Brijesh Goyal says, "CTI has written a letter to Rahul Gandhi today concerning the Congress rally scheduled for November 1st at Ramlila Maidan. Our concern is that the venue—Ramlila Maidan—is surrounded by 20 of Delhi’s major markets, including Kashmere Gate, Mori Gate, Chandni Chowk, Bhagirath Palace, Naya Bazar, Khari Baoli, Lajpat Rai Market, Sadar Bazar, Chawri Bazar, Azad Market, Nabi Karim, Daryaganj, and Ajmeri Gate... If a large-scale rally takes place here, leading to police barricading, road closures, or the suspension of metro services, business will inevitably be impacted. With Dhanteras falling on November 6th, Diwali on November 8th, and Bhai Dooj on November 10th. On Dhanteras, we estimate trade across various sectors in Delhi to reach approximately ₹25,000 crore... Furthermore, a major concern is the proximity of the New Delhi and Old Delhi railway stations to Ramlila Maidan. If the hundreds of thousands of people—including traders arriving from outside Delhi for business or shopping—are unable to reach these areas, trade will certainly suffer. We have, therefore, requested that the rally be rescheduled for a date after Bhai Dooj (November 10th). Delhi’s trade sector has already incurred losses of approximately ₹3,000 crore due to recent protests. Should this rally go ahead, Delhi’s economy will undoubtedly falter..."

— ANI (@ANI) October 24, 2026

25 હજાર કરોડનો વેપાર દાવ પર

  • CTIના ચેરમેન બૃજેશ ગોયલે પોતાના પત્રમાં રેલીને સ્થગિત કરવાના અનેક કારણો જણાવ્યાં છે. 
  • તેમણે લખ્યું કે દિલ્હીમાં દિવાળી સીઝન પર 25 હજાર કરોડનો વેપાર થાય છે. આ વર્ષે 6 નવેમ્બરે ધનતેરસ છે. 
  • 8 નવેમ્બરે દિવાળી અને 10 નવેમ્બરે ભાઈબીજ છે. 
  • બૃજેશ ગોયલે લખ્યું છે કે એક અઠવાડિયા પહેલા જ ધનતેરસ અને દિવાળીની ખરીદી શરૂ થાય છે. 
  • ધનતેરસના દિવસે દિલ્હીમાં તમામ સેક્ટરો જેમ કે સોના-ચાંદી, વાસણો, ઈલેક્ટ્રોનિક્સ, કપડાં, ડ્રાયફ્રૂટ્સ, મીઠાઈઓ, ઓટોમોબાઈલ, પ્રોપર્ટી, ગાડીઓ, ગિફ્ટ્સ વગેરે સંબંધિત બજારોમાં લગભગ 25 હજાર કરોડ રૂપિયાનો વેપાર થાય છે. આ વેપાર દિલ્હીની અર્થવ્યવસ્થાની કરોડ છે.

3 હજાર કરોડનું નુકસાન થઈ ચૂક્યું છે

  • CTI ચેરમેન બૃજેશ ગોયલે રેલીને સ્થગિત કરવાનું  બીજુ કારણ જણાવતા કહ્યું કે ઓક્ટોબર મહિનામાં દિલ્હીમાં થયેલા વિરોધ પ્રદર્શનોના કારણે વેપારીઓને 3000 કરોડનું નુકસાન થઈ ચૂક્યું છે. 
  • ઓક્ટોબર મહિનામાં કર્નોટ પ્લેસ, ઈન્ડિયા ગેટ, અને સેન્ટ્રલ દિલ્હીમાં સતત રેલીઓ, માર્ચ અને રસ્તા  બંધ થવાના કારણે જથ્થાબંધ બજારોમાં બહારથી માલ આવવાનું બંધ થઈ ગયું હતું અને રિટેલમાં ગ્રાહકો પહોંચી શકતા નહતા. 
  • તેનાથી દિલ્હીના વેપારીઓને લગભગ 3 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થઈ ચૂક્યું છે.

બ્રિટાનિયા કંપનીની ઘઉંની બ્રેડ ખાતા લોકો સાવધાન, કંપનીને ઘઉંની બ્રેડ મામલે ફટકારાયો 1 લાખનો દંડ, કંપનીએ કરી ભેળસેળ

રામલીલા મેદાન આસપાસ 20 મોટા બજાર

  • રામલીલા મેદાનના 5 કિમીના દાયરામાં ચાંદની ચોક અને કર્નોટ પ્લેસ સહિત 8 મોટા બજારો છે. કુલ 20 મહત્વના બજારો છે.  
  • ચાવડી બજાર/અજમેરી ગેટ- 1 કિમી પીતળ, તાંબાનો સામાન, હાર્ડવેર અને  કાગળનો સામાન.
  • પહાડગંજ- 1 થી દોઢ કિમી સુધીના ગાળામાં સસ્તો સામાન મળે , હોટલ વેપાર
  • જામા મસ્જિદ/મીના બજાર- દોઢ કિલોમીટરનો વિસ્તાર સામાન્ય ખરીદી, તહેવારોનો સામાન વેચાય.
  • ચાંદની ચોક- 2થી અઢી કિલોમીટરના વિસ્તારમાં કપડાં, ઘરેણા, સોના-ચાંદી અને ઈલેક્ટ્રોક્સનો વેપાર
  • ભાગીરથ પેલેસ- 2 કિમી વીજળીનો સામાન અને લાઈટો, એશિયાના સૌથી મોટા બજારોમાંથી એક.
  • સદર બજાર- અઢીથી 3 કિમી ઘરના સામાનનો દિલ્હીનું સૌથી મોટું જથ્થાબંધ બજાર
  • કર્નોટ પ્લેસ- 3 કિમીના દાયરામાં બ્રાન્ડેડ દુકાનો, રિટલ ખરીદીનું બજાર
  • કરોલ બાગ- 5 કિમીના દાયરામાં રિટેલ અને જથ્થાબંધ દુકાનો
  • આ ઉપરાંત ખારી બાવલી, કાશ્મીરી  ગેટ, નયા બજાર, મોરી ગેટ, કિનારી બજાર, દરીબા, દરિયાગંજ, ઝંડેવાલાન, નબી કરીમ, આઝાદ માર્કેટ, લાજપતરાય માર્કેટ વગેરે દિલ્હીના સૌથી ઐતિહાસિક અને પ્રસિદ્ધ હોલસેલ અને રિટેલ બજાર છે.
  • આ બજારોથી સમગ્ર ભારતમાં માલ જાય છે. રેલીના કારણે ટ્રાફિક ડાયવર્ઝન, મેટ્રો સ્ટેશન બંધ અને બેરિકેડિંગથી આ બજારોનું કામ થપ્પ થઈ શકે છે.

કોંગ્રેસનું શું કહેવું છે રેલી અંગે?

બીજી બાજુ કોંગ્રેસના મહાસચિવ કે સી વેણુગોપાલે કહ્યું કે, 1 નવેમ્બરે ભારતની સૌથી મોટી રેલીઓમાંથી એક રેલી થવાની છે. જે રામલીલા મેદાનમાં આયોજિત થશે અને તેની સાથે એક માર્ચ પણ કાઢવામાં આવશે. તેમણે કહ્યું કે મોદી અને અમિત શાહ મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે જ્ઞાનેશકુમારના પદનો દુરઉપયોગ કરીને ચૂંટણી સંબંધિત મામલાઓમાં ગડબડી  કરી રહ્યા છે. હવે કેબિનેટ સચિવની નોટથી આ વાતની પુષ્ટિ થઈ ગઈ છે.

Add Zee News as a Preferred Source
TAGS:
India News