• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /અમદાવાદ
  • /ઈન્ટિરિયરના નામે ઠગાઈ: સિંધુભવન રોડના 'સ્ટાઈલિંગ સ્ટુડિયો'ની માલિક મિતા ચાંદક સામે ફરિયાદ, રિલ્સ જોઈ ભોળવાતા નહીં

ઈન્ટિરિયરના નામે ઠગાઈ: સિંધુભવન રોડના 'સ્ટાઈલિંગ સ્ટુડિયો'ની માલિક મિતા ચાંદક સામે ફરિયાદ, રિલ્સ જોઈ ભોળવાતા નહીં

Nine Project Styling Studio : હાલ જ્યાં જોવા ત્યાં દિવાળીની રોનક છવાઈ છે. ઘરથી લઈને છેક જાહેર જગ્યાઓ પર પણ રોશની ઝળહળી રહી છે ત્યારે ઘરને ઉર્જાવાન બનાવવા માટે લોકો ઈન્ટિરિયર ડિઝાઈનરનો પણ સંપર્ક કરી રહ્યા છે પરંતુ રૂપિયા આપીને લેવાતી સર્વિસ પણ હવે દગાબાજો માટે નવું હથિયાર સાબિત થયું છે. કારણ કે પાટણના હારીજમાં બન્યો છે ઠગબાજીનો એક એવો કિસ્સો. જેમાં ગ્રાહકે રૂપિયા તો આપી દીધા પણ જોઈતી સર્વિસ ન મળતા આખરે નોંધાઈ છે પોલીસ ફરિયાદ. ત્યારે શું છે સમગ્ર કિસ્સો જોઈએ આ અહેવાલમાં...

Edited ByKaran Rajput
Published: Oct 24, 2026, 04:02 PM IST|Updated: Oct 24, 2026, 04:43 PM IST
joinshare
ઈન્ટિરિયરના નામે ઠગાઈ: સિંધુભવન રોડના 'સ્ટાઈલિંગ સ્ટુડિયો'ની માલિક મિતા ચાંદક સામે ફરિયાદ, રિલ્સ જોઈ ભોળવાતા નહીં
Image Credit: Ai Image

About the Author

Karan Rajput

Karan Rajput

કરણ રાજપૂત ગુજરાતના અગ્રણી અને પ્રતિષ્ઠિત પત્રકારો તથા ડિજિટલ મીડિયા લીડર્સમાં ગણાય છે. પત્રકારત્વ ક્ષેત્રે તેમને ૨3 વર્ષોથી વધુનો સમૃદ્ધ અને દીર્ઘ અનુભવ છે. પોતાની લાંબી અને સફળ કારકિર્દી દરમિયાન તેમણે પ્રિન્ટ અને ડિજિટલ એમ બંને માધ્યમોમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે.વર્તમાનમાં તેઓ Zee 24 Kalak માં ડિજિટલ લીડ (Digital Lead) તરીકે સેવા આપી રહ્યા છે. આ પદ પર રહીને તેઓ ડિજિટલ કન્ટેન્ટ સ્ટ્રેટેજી, ન્યૂઝરૂમના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને હાયપર-લોકલ ટ્રાફિકને નોંધપાત્ર રીતે વધારવાની રણનીતિનું સફળ નેતૃત્વ કરી રહ્યા છે. ડેટા-ડ્રિવન કન્ટેન્ટ અને આધુનિક ટેકનોલોજીના પ્રયોગો દ્વારા ન્યૂઝરૂમને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં તેમને વિશેષ મહારત છે. મર્યાદિત અને ઓછા સ્ટાફ સાથે પણ શ્રેષ્ઠ પરિણામો આપવાની તેમની ક્ષમતા તેમને એક સક્ષમ સંપાદક બનાવે છે. ગુજરાતના અગ્રણી અખબારો જેમ કે ગુજરાત સમાચાર, સંદેશ અને દિવ્ય ભાસ્કરમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે. આ સિવાય તેઓ ગુજરાત સમાચારની ચેનલ GSTVના તેઓ ડિજિટલ એડિટર રહી ચૂકયા છે.એગ્રીકલ્ચર (કૃષિ) ક્ષેત્રે ઉત્કૃષ્ટ પત્રકારત્વ માટે તેમને બે રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. પડકારોને તકમાં બદલવાની સૂઝબૂઝ, સાહસિક નિર્ણયો અને સતત નવીન કન્ટેન્ટ પ્રયોગો (Content Experiments) થકી તેમણે મીડિયા જગતમાં એક આગવી અને મજબૂત ઓળખ બનાવી છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
82ના ઈશ્યૂ પ્રાઈસ સાથે આવી રહ્યો છે આ કંપનીનો મેઈનબોર્ડ IPO, ગ્રે માર્કેટમાં અત્યારથી તેજી, જાણો

82ના ઈશ્યૂ પ્રાઈસ સાથે આવી રહ્યો છે આ કંપનીનો મેઈનબોર્ડ IPO, ગ્રે માર્કેટમાં અત્યારથી તેજી, જાણો

2

IND vs NZ: રોમાંચક મુકાબલામાં અંતે ભારતે ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવ્યું, તિલક વર્માએ પલટી બાજી

3

ઈન્ટિરિયરના નામે ઠગાઈ: સિંધુભવન રોડના 'સ્ટાઈલિંગ સ્ટુડિયો'ની માલિક મિતા ચાંદક સામે ફરિયાદ, રિલ્સ જોઈ ભોળવાતા નહીં

4

ફિલિપાઈન્સમાં મોટી દુર્ઘટના, એરફોર્સના 2 વિમાન ટ્રેનિંગ દરમિયાન આકાશમાં અથડાયા, 4 પાયલટ્સના દર્દનાક મોત

5

રડાર પણ માત ખાશે! ભારતની Agni-6 મિસાઈલના ડરે ચીન-પાકિસ્તાનનું બીપી વધાર્યું, એશિયા બહાર પણ વાગશે ભારતનો ડંકો

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

આજના જમાનામાં સોશિયલ મીડિયા એ બેધારી તલવાર જેવું કામકાજ કરે છે. એક તરફ સાયબર ઠગબાજો ગુનાને અંજામ આપવા સોશિયલ મીડિયા વાપરે છે. તો બીજી તરફ સર્વિસના નામે રૂપિયા પડાવતા અને મોટી મોટી વાતો કરીને પણ કશું કામ ન કરતા તત્વો સોશિયલ મીડિયાનો ઉપયોગ પોતાના ફાયદા માટે કરે છે. આવી જ રીતે સોશિયલ મીડિયામાં સારું કામ કર્યા હોવાનું બતાડીને એક મહિલાએ પાટણના હારીજમાં રહેતા વેપારી પાસેથી પડાવ્યા છે લાખો રૂપિયા.

  • શું તમારે પણ ઘરનું રિનોવેશન કરવું છે?
  • ઘરમાં ઈન્ટિરિયર કામકાજ કરાવવું છે?
  • શું તમે ઘરમાં ફેરફાર માટે યોગ્ય ખર્ચ કરી શકશો?

 


વીડિયો જોઈના કામ આપવાની ઉતાવળ ના કરતા

અમદાવાદ શહેરના સિંધુભવન રોડ પર આવેલું છે નાઈન પ્રોજેક્ટ એટલે કે સ્ટાઈલિંગ સ્ટુડિયો. જેના માલિક છે મિતા પવનકુમાર ચાંદક. જેેઓ પોતાના ઈન્ટિરિયર ડિઝાઈનર હોવાના વ્યવસાયને સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ કરે છે. 
 


મિતા ચાંદકના સોશિયલ મીડિયામાં ફોલોઅર્સ અને વીડિયોની ક્વોલિટી તેમજ રિલ્સમાં તેમનું કામ જોઈને પાટણના હારીજમાં રહેતા દેવાંગ નામના વેપારી પ્રભાવિત થયા  હતા અને મિતા ચાંદકને આપી બેઠા લાખો રૂપિયા હતા. જોકે, મિતા ચાંદકે આ કામ ન પૂરું ન કર્યા હોવાના આક્ષેપો ફરિયાદમાં છે. સિંઘુ ભવન રોડ પર આવેલો આ ડિઝાઈનર સ્ટુડિયો એ ફેમસ છે. 

મિતા ચાંદક એન્ડ કંપનીને 16 લોકોએ ફટકારી છે લિગલ નોટિસ

ફરિયાદી દેવાંગ ઠક્કરે પોતાના અમદાવાદ ખાતે ભાડજ વિસ્તારમાં આવેલા મકાન માટે મીતા ચાંદકનો સંપર્ક કર્યો હતો. જો કે, શરૂઆતમાં સારી-સારી વાતો કર્યા બાદ રૂપિયા પડાવીને મિતા એન્ડ કંપનીએ સંપર્ક જ તોડી નાખ્યો હતો. જો કે, એવા પણ આરોપો છે કે આ પહેલી ફરિયાદ નથી મિતા ચાંદક એન્ડ કંપની સામે આ પહેલાં પણ 16 લોકોએે લીગલ નોટિસ ફટકારી છે...

64 લાખ રૂપિયા એડવાન્સ લીધા બાદ મીતા એન્ડ કંપનીએ કામ અધૂરું છોડી દેતાં હારીજના વેપારીએ ચૂનો ચોપડનારી મિતા ચાંદક એન્ડ કંપની સામે હારીજ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદના આધારે કાર્યવાહી શરુ થઈ ચૂકી છે. બીજી તરફ અન્ય ભોગ બનનારાઓ પણ સામે આવી રહ્યા છે. આ સંખ્યામાં વધારો પણ થઈ શકે છે. સાથે જ છેતરપિંડીની રકમમાં પણ વધારો થવાની આશંકા છે ત્યારે મિતા ચાંદકની પૂછપરછમાં જ ચોંકાવનારા ખુલાસા થશે.જોકે, આ તમામ આક્ષેપો છે સત્ય શું છે એ તો પોલીસ તપાસ બાદ જ બહાર આવશે. 

 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News