• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /રાષ્ટ્રીય
  • /1 નવેમ્બરે દિલ્હીમાં કોંગ્રેસની ‘વોટ બચાવો, દેશ બચાવો’ રેલી પહેલાં રાજકીય ઘમાસાણ; રામલીલા મેદાન 14 સુરક્ષા ઝોનમાં વિભાજિત, વેપારીઓનો વિરોધ

1 નવેમ્બરે દિલ્હીમાં કોંગ્રેસની ‘વોટ બચાવો, દેશ બચાવો’ રેલી પહેલાં રાજકીય ઘમાસાણ; રામલીલા મેદાન 14 સુરક્ષા ઝોનમાં વિભાજિત, વેપારીઓનો વિરોધ

INDIA Bloc Rally: લોકસભામાં નેપા વિપક્ષ રાહુલ ગાંધીએ દેશવાસીઓને રાષ્ટ્રીય રાજધાનીમાં એક નવેમ્બરે યોજાનાર રેલીમાં સામેલ થવાની અપીલ કરી છે. આ માર્ચ બાદ રામલીલા મેદાનમાં વિપક્ષી ગઠબંધનની રેલી યોજાશે. બીજીતરફ સ્થાનિક વેપારીઓ આ રેલી 10 નવેમ્બર બાદ યોજવાનું કહી રહ્યાં છે.

Written ByGokani Dhaval
Published: Oct 30, 2026, 08:08 PM IST|Updated: Oct 30, 2026, 08:13 PM IST
joinshare
1 નવેમ્બરે દિલ્હીમાં કોંગ્રેસની ‘વોટ બચાવો, દેશ બચાવો’ રેલી પહેલાં રાજકીય ઘમાસાણ; રામલીલા મેદાન 14 સુરક્ષા ઝોનમાં વિભાજિત, વેપારીઓનો વિરોધ

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Zee Entertainment Q2 Results: ઝી એન્ટરટેઈનમેન્ટની કમાણીમાં મોટો ઉછાળો, રેવેન્યુ 13% વધીને ₹2,224 કરોડ પહોંચી; ZEE5 નો દબદબો

Zee Entertainment Q2 Results: ઝી એન્ટરટેઈનમેન્ટની કમાણીમાં મોટો ઉછાળો, રેવેન્યુ 13% વધીને ₹2,224 કરોડ પહોંચી; ZEE5 નો દબદબો

2

10 અને 20 રૂપિયાની નોટો પર મોટું અપડેટ, RBIએ બનાવ્યો મેગા પ્લાન!

3

1 નવેમ્બરે દિલ્હીમાં કોંગ્રેસની ‘વોટ બચાવો, દેશ બચાવો’ રેલી પહેલાં રાજકીય ઘમાસાણ; રામલીલા મેદાન 14 સુરક્ષા ઝોનમાં વિભાજિત, વેપારીઓનો વિરોધ

4

જેતપુરમાં કરોડોના ખર્ચે બનેલો નવો રોડ કલાકોમાં જ ઓગળ્યો; ચંપલ અને વાહનોના ટાયર ચોંટી જતાં લોકો મુશ્કેલીમાં, ભ્રષ્ટાચારના આક્ષેપ

5

Zee Entertainmentની મોટી જાહેરાત, સંગીતા શેટ્ટી બન્યા નવા ચીફ કમ્પ્લાયન્સ ઓફિસર અને કંપની સેક્રેટરી

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

1 નવેમ્બરે દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાનારી કોંગ્રેસની ‘વોટ બચાવો, દેશ બચાવો’ રેલી પહેલાં રાજકીય ગરમાવો વધી ગયો છે... એક તરફ કોંગ્રેસ આ રેલીને શક્તિપ્રદર્શન બનાવવાની તૈયારી કરી રહી છે, તો બીજી તરફ સુરક્ષા એજન્સીઓ અને ટ્રાફિક પોલીસ પણ મોટા પાયે તૈયારીઓ કરી રહી છે...આ બધાની વચ્ચે વેપારીઓના સંગઠન CTIએ પણ રેલીના સમયને લઈને સવાલો ઉઠાવ્યા છે...આખરે સુરક્ષાની શું છે તૈયારીઓ અને શા માટે વધી રહ્યો છે રાજકીય ઘમાસાણ..

આ સુરક્ષાની તૈયારીઓ 1 નવેમ્બરે યોજાનારી કોંગ્રેસની ‘વોટ બચાવો, દેશ બચાવો’ રેલી માટે કરવામાં આવી રહી છે. SIRના મુદ્દે સરકારને ઘેરવા માટે આયોજિત આ રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડે તેવી શક્યતા છે. આ રેલીને ધ્યાનમાં રાખીને. રામલીલા મેદાનને 14 સુરક્ષા ઝોનમાં વહેંચવામાં આવ્યું છે. દરેક ઝોનની જવાબદારી ACP રેન્કના અધિકારીઓને સોંપાઈ છે. બે મહત્ત્વના ઝોનની દેખરેખ એડિશનલ DCP સ્તરના અધિકારીઓ કરશે. રેલીની સુરક્ષા માટે સાડા ત્રણ હજારથી વધુ જવાનો તૈનાત રહેશે. અર્ધલશ્કરી દળોની 10 કંપનીઓ પણ સુરક્ષામાં તૈનાત રહેશે. સમગ્ર રામલીલા મેદાન પર 200થી વધુ CCTV કેમેરાથી નજર રખાશે.

चलो दिल्ली: रामलीला मार्च ✊ 🗓️ तारीख: 1 नवंबर, 2026 🕛 समय: दोपहर 12 बजे 📍जगह: मिंटो रोड और कनॉट प्लेस के जंक्शन से शुरू होकर रामलीला मैदान तक

— Congress (@INCIndia) October 30, 2026

આ ઉપરાંત રેલીમાં હજારો વાહનો પહોંચે તેવી શક્યતા છે...જેને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે... બીજી તરફ રાહુલ ગાંધીની આ રેલીને લઈને સેન્ટ્રલ દિલ્હીના વેપારીઓમાં વિરોધનો સૂર જોવા મળી રહ્યો છે. આ વખતે ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રી એટલે કે CTIએ કોંગ્રેસ સંસદીય દળનાં અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખ્યો છે... અને INDIA ગઠબંધનની 1 નવેમ્બરે યોજાનારી રેલી દિવાળી બાદ યોજવા વિનંતી કરી છે.

CTIના જણાવ્યા અનુસાર આ રેલીને કારણે દિલ્હીના 20 લાખ વેપારીઓના ધંધાને મોટું નુકસાન થઈ શકે છે...દિવાળીની ખરીદીની પીક સિઝનમાં વેપારીઓની રોજીરોટી પર અસર થવાની ભીતિ છે. CTIનું કહેવું છે કે રામલીલા મેદાનના 5 કિલોમીટરના વિસ્તારમાં 20 મોટાં બજારો આવેલાં છે...ત્યારે રેલીમાં આવનારા 15થી 20 હજાર વાહનો ક્યાં પાર્ક થશે તે પણ મોટો સવાલ છે. વેપારીઓએ 10 નવેમ્બર બાદ રેલી યોજવાની માગ કરી છે.. વેપારીઓનું સ્પષ્ટ કહેવું છે કે આ રેલીને કારણે તેમને 10 હજાર કરોડ રૂપિયા સુધીનું નુકસાન થઈ શકે છે. એટલું જ નહીં... આ રેલીને કારણે રાજકીય તાપમાન પણ સતત વધી રહ્યું છે.

આ પણ વાંચોઃ બદ્રીનાથથી પરત ફરી રહેલું હેલિકોપ્ટર જોશીમઠ પાસે ક્રેશ થયું, પાયલટ સહિત 6 લોકો હતા સવાર

રાજકીય દ્રષ્ટિએ અત્યંત મહત્ત્વની ગણાતી આ રેલી પહેલાં કોંગ્રેસ પોતાની તાકાત બતાવવાની તૈયારીઓમાં લાગી છે...ત્યારે હવે સૌની નજર 1 નવેમ્બર પર ટકેલી છે...જ્યારે રામલીલા મેદાનમાંથી ઉઠનારો રાજકીય સંદેશ માત્ર દિલ્હી જ નહીં, પરંતુ દેશભરના રાજકારણ પર અસર કરી શકે છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:
India News