• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /જેતપુરમાં કરોડોના ખર્ચે બનેલો નવો રોડ કલાકોમાં જ ઓગળ્યો; ચંપલ અને વાહનોના ટાયર ચોંટી જતાં લોકો મુશ્કેલીમાં, ભ્રષ્ટાચારના આક્ષેપ

જેતપુરમાં કરોડોના ખર્ચે બનેલો નવો રોડ કલાકોમાં જ ઓગળ્યો; ચંપલ અને વાહનોના ટાયર ચોંટી જતાં લોકો મુશ્કેલીમાં, ભ્રષ્ટાચારના આક્ષેપ

રાજકોટ જિલ્લાના જેતપુરમાં તંત્રની લાલીયાવાડીનો નમૂનો સામે આવ્યો છે. અહીં કરોડો રૂપિયાનો રોડ બનાવવામાં આવ્યો પરંતુ ગણતરીની કલાકોમાં ડામર ઓગળવા લાગ્યો હતો. તેવામાં રોડના કામમાં ભ્રષ્ટાચાર અંગે સવાલો ઉભા થઈ રહ્યાં છે.

Written ByGokani Dhaval
Published: Oct 30, 2026, 07:16 PM IST|Updated: Oct 30, 2026, 07:19 PM IST
joinshare
જેતપુરમાં કરોડોના ખર્ચે બનેલો નવો રોડ કલાકોમાં જ ઓગળ્યો; ચંપલ અને વાહનોના ટાયર ચોંટી જતાં લોકો મુશ્કેલીમાં, ભ્રષ્ટાચારના આક્ષેપ

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
10 અને 20 રૂપિયાની નોટો પર મોટું અપડેટ, RBIએ બનાવ્યો મેગા પ્લાન!

10 અને 20 રૂપિયાની નોટો પર મોટું અપડેટ, RBIએ બનાવ્યો મેગા પ્લાન!

2

1 નવેમ્બરે દિલ્હીમાં કોંગ્રેસની ‘વોટ બચાવો, દેશ બચાવો’ રેલી પહેલાં રાજકીય ઘમાસાણ; રામલીલા મેદાન 14 સુરક્ષા ઝોનમાં વિભાજિત, વેપારીઓનો વિરોધ

3

જેતપુરમાં કરોડોના ખર્ચે બનેલો નવો રોડ કલાકોમાં જ ઓગળ્યો; ચંપલ અને વાહનોના ટાયર ચોંટી જતાં લોકો મુશ્કેલીમાં, ભ્રષ્ટાચારના આક્ષેપ

4

Zee Entertainmentની મોટી જાહેરાત, સંગીતા શેટ્ટી બન્યા નવા ચીફ કમ્પ્લાયન્સ ઓફિસર અને કંપની સેક્રેટરી

5

સોનું ખરીદવાનો ગોલ્ડન ચાન્સ: ₹40000 ઘટ્યું સોનું, દિવાળી પહેલા હજી ઘટશે ભાવ? ડિસેમ્બર બાદ બદલાશે સોના-ચાંદીનો ખેલ !

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

રાજકોટ જિલ્લાના જેતપુરમાં તંત્રના લોટ પાણી ને લાકડા જેવા કામના કારણે જનતાને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. શહેરના મુખ્ય અમરનગર રોડ અને જૂનાગઢ રોડ પર કરોડોના ખર્ચે રોડ બન્યો, પરંતુ ગણતરીના કલાકોમાં જ રસ્તા પરનો ડામર ઓગળવા લાગ્યો. જેના કારણે લોકોના ચપ્પલો તો ચોટ્યાં, વાહન ચાલકો ઉપર પણ અકસ્માતનું જોખમ ઉભું થયું. ત્યારે સવાલ એ છે કે શું આ કાળઝાળ ગરમીની અસર છે કે પછી રસ્તાના નિર્માણમાં થયેલા ભ્રષ્ટાચારનું પરિણામ?

તંત્રના પાપે ઓગળ્યો રોડ

જેતપુર શહેરના મુખ્ય માર્ગો પર હાઈવે ઓથોરિટી દ્વારા બનાવવામાં આવેલો રસ્તો હવે તંત્રની પોલ ખોલી રહ્યો છે. સરદાર ચોકથી લઈને માર્કેટ યાર્ડ અને ચાંપરાજપુર સુધીના અમરનગર અને જૂનાગઢ રોડ પર ડામર નથી પીગળ્યો, પરંતુ તંત્રની બેદરકારી અને કોન્ટ્રાક્ટરની હલકી કામગીરી પીગળી છે.

સ્થિતિ એટલી હદે ભયાનક છે કે રોડ પરથી પસાર થતા ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનોના ટાયર રસ્તા સાથે ચોંટી રહ્યા છે, જેના કારણે લપસી પડવાનો અને અકસ્માત થવાનો મોટો ભય ઊભો થયો છે. વાહનચાલકો તો ઠીક, પગપાળા ચાલતા રાહદારીઓના ચંપલ પણ આ ઓગળેલા ડામરમાં ચોંટી જતાં લોકોને ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે.

આ પણ વાંચોઃ બળદને આશ્રમમાં મૂકતાં ચોંધાર આંસુએ રડનાર જામનગરના વાવડી ગામે ખેડૂતે જીવન ટૂંકાવ્યું

પ્રજાની આ હાલાકી જોઈને સફાળા જાગેલા તંત્રએ કાયમી અને વૈજ્ઞાનિક ઉકેલ લાવવાને બદલે બુદ્ધિનું પ્રદર્શન કર્યું. જેમાં પીગળેલા ડામર પર ધૂળ અને ડસ્ટ નાખી દેવાતા મુશ્કેલી ઘટવાને બદલે વધી ગઈ. રસ્તા પરથી વાહનો પસાર થાય એટલે ધૂળની એવી ડમરીઓ ઊડે રહી છે. તો રસ્તા આસપાસ દુકાનો ધરાવતા વેપારીઓનો માલસામાન ધૂળથી ભરાઈ રહ્યો છે. એક તરફ ચીકણા ડામરનો ત્રાસ અને બીજી તરફ ધૂળનું દૂષણ—જેતપુરની જનતા માટે માથાનો દૂખાવો બન્યું છે!

દિવાળીમાં વતન જનારાઓ માટે ખુશખબર: અમદાવાદ ST વિભાગ દોડાવશે 350+ વધારાની બસો! #Ahmedabad #STBuses #DiwaliSpecialBuses #Gujarat #viralvideo #viral #viralshort #trending #trendingshorts #trendingvideo #SHORT https://t.co/MnB3RL6jMv

— Zee 24 Kalak (@Zee24Kalak) October 30, 2026

 રસ્તો બન્યાના ટૂંકા જ ગાળામાં ડામર ઓગળી જવાની ઘટનાએ હાઈવે ઓથોરિટી અને કોન્ટ્રાક્ટરની મિલીભગત સામે આંગળી ચિંધી છે. કોના પાપે નવો નક્કોર રોડ પર ડામર પીગળ્યો, શું રસ્તો બનાવતી વખતે હલકી ગુણવત્તાની  સામગ્રી વપરાઈ છે? હલકી ગુણવત્તાનો ડામર બનાવી કોણ પાસ કરાવી ગયું કરોડો રૂપિયાનું બિલ? ત્યારે શું તંત્ર કટકી ચોર કોન્ટ્રાક્ટરને ફટકારશે દંડ?

 

જેતપુરના મુખ્ય માર્ગો પર સર્જાયેલી આ આફતે તંત્રની નબળી કામગીરીની ચાડી ખાઈ રહી છે. વાહનો લપસવાની અને ગંભીર અકસ્માતો સર્જાવાની ભીતિ વચ્ચે જનતા હવે ઉચ્ચ સ્તરીય તપાસની માગ કરી રહી છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે કુંભકર્ણની નિંદ્રામાં રહેતું તંત્ર ક્યારે જાગે છે અને ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો સામે પગલાં ભરીને જનતાને ક્યારે આ હાલાકીમાંથી મુક્તિ અપાવે છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarat News