Gold Price Today 30 October: સોનું સસ્તું થઈ રહ્યું છે, ચાંદીનો ભાવ અડધાથી ઓછો થઈ ચુક્યો છે. જે લોકો સોના ચાંદીના ઘરેણા બનાવવા માંગે છે, તેઓ હાવ ખુશ છે, પણ જેમાં જેમને સોના-ચાંદીમાં રોકાણ કર્યું છે, તેમના મોઢા પડી ગયા છે, દિવાળી-ધનતેરસ પહેલા સોનામાં 20%થી વધારેનો ઘટાડો થઈ ચુક્યો છે. આજે 30 ઓક્ટોબરના રોજ પણ સોનાના ભાવમાં ઘટાડો થયો છે, લોકોના મનમાં એ જ સવાલ છે કે સોનું હજી સસ્તું થશે, કે ગોલ્ડ બાઉન્સબેક કરશે.
29 જાન્યુઆરી 2026ના રોજ ઘરેલૂ સર્રાફા માર્કેટમાં સોનાની કિંમત 1.79 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર હતી, ઓક્ટોબરના અંત આવતાની સાથે તે ઘટીને 1.40 લાખ રૂપિયાની આસપાસ પહોંચી ગઈ છે. 9 મહિનામાં સોનું 20 ટકાથી વધારે ઘટી ચુક્યું છે, ચાંદીની હાલત ખરાબ છે, જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયામાં 1 કિલો ચાંદીનો ભાવ 3.86 લાખ રૂપિયા હતો, આજે ચાંદી 60%થી વધારે ઘટીને 1.83 લાખ રૂપિપા પર પહોંચી ચુકી છે.
10 ગ્રામ સોનું 1.79 લાખથી ઘટીને 1.40 લાખ રૂપિયા એટલે કે 39000 રૂપિયા સસ્તું થઈ ચુક્યું છે.
1 કીલો ચાંદી 3.89 લાખ રૂપિયાથી ઘટીને 1.83 લાખ એટલે કે 206000 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.
ઈન્ટરનેશનલ માર્કેટમાં, આજે કોમેક્સ સોનાનો ભાવ 41 ડોલર ઘટીને 3,989 ડોલર પ્રતિ ઔંસ થયો છે. MCX પર સોનું 969 પૈસા ઘટીને 141,627 રૂપિયા પર પહોંચી ગયું છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ પર જાહેર કરાયેલ રેટ લિસ્ટ અનુસાર, આજે સોના અને ચાંદીના ભાવ નીચે મુજબ છે...
24 કેરેટ સોનાનો ભાવ 142,144 રૂપિયાથી ઘટીને 140,891 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે.
22 કેરેટ સોનાનો ભાવ 130,204 રૂપિયાથી ઘટીને 129,056 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે.
18 કેરેટ સોનાનો ભાવ 106,608 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે.
14 કેરેટ સોનાનો ભાવ 83,154 રૂપિયાથી ઘટીને 82,421 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ 190497 રૂપિયાથી ઘટીને 183800 રૂપિયા થઈ ગયો છે.
યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરની જાહેરાતને કારણે સોનાના ભાવમાં ઘટાડો થયો છે. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દર 3.50 ટકાથી 4.00% પર સ્થિર રાખવામાં આવ્યા છે. દર ઘટાડાના અભાવે ભારતીય સોનાના ખરીદદારોને રાહત મળી છે. રોકાણકારો સોના કરતાં બોન્ડમાં વધુ સારું વળતર જોઈ રહ્યા છે, જેના કારણે તેઓ સોનામાંથી પોતાનું રોકાણ પાછું ખેંચી રહ્યા છે અને બોન્ડમાં રોકાણ કરી રહ્યા છે. આના કારણે સોનાના ભાવમાં ઘટાડો થયો છે, જેના કારણે આગામી અઠવાડિયા સુધી ભાવ એક મર્યાદામાં રહી શકે છે.
ડિસેમ્બરમાં સોનું યુ-ટર્ન લઈ શકે છે. ફેડરલ રિઝર્વ ડિસેમ્બરમાં મળશે. ડિસેમ્બરની બેઠકમાં વ્યાજ દરમાં રાહતની આશા જાગી શકે છે. જો ગલ્ફ વોર સમાપ્ત થાય અથવા તેલ સંકટ ઓછું થાય, તો ફેડરલ રિઝર્વ વ્યાજ દર ઘટાડી શકે છે. જો આવું થાય, તો સોનાનું રોકાણ પાછું આવશે.
વૈશ્વિક બ્રોકરેજ ફર્મ JPMorganએ જૂન 2026માં એક અહેવાલ બહાર પાડ્યો હતો, જેમાં અંદાજ લગાવવામાં આવ્યો હતો કે વર્ષના અંત સુધીમાં સોનું $6,000 પ્રતિ ઔંસ અને 2027 સુધીમાં $6,300 પ્રતિ ઔંસ સુધી પહોંચી શકે છે. ભારતીય ચલણમાં રૂપાંતરિત, સોનું પ્રતિ 10 ગ્રામ 2.13 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે. યુએસ બોન્ડ યીલ્ડમાં ફેરફાર અને ડોલરની ગતિવિધિ સોનાના ભાવમાં વધારો કરી શકે છે.
Disclaimer: સોના-ચાંદીમાં રોકાણ કરવું જોખમી છે, રોકાણ પહેલા એક્સપર્ટની સલાહ લો. ZEE 24 કલાક ફક્ત જાણકારી આપે છે. આ રોકાણની સલાહ નથી.