Mosquito Net Cleaning: મચ્છર જાળી સાફ કરવાની સરળ રીત, ઝીણામાં ઝીણી જાળી પણ એકવારમાં ક્લીન થઈ જશે
Mosquito Net Cleaning: ઘરના બારી દરવાજામાં લગાવેલી મચ્છર જાળી સાફ કરવાની જોરદાર રીત જાણી લો. આ રીતે સફાઈ કરશો તો ઝીણામાં ઝીણી જાળી પણ એકવારમાં ચોખ્ખી થઈ જશે. આ રીતે સફાઈ કરશો તો જાળી ફાટશે પણ નહીં.
Mosquito Net Cleaning: ઘરના બારી-દરવાજા ખુલ્લા રહે તો પણ ઘરમાં મચ્છર સહિતના જીવજંતુ ઘરમાં ન આવે તે માટે બારી-દરવાજામાં મચ્છરજાળી લગાડવામાં આવે છે. મચ્છર જાળીના કારણે ઘરમાં જીવજંતુ તો આવતા અટકે છે પણ આ જાળી ધુળના કારણે ગંદી ઝડપથી થઈ જાય છે. ખરાબ થયેલી મચ્છર જાળીને સાફ કઈ રીતે કરવી ચાલો તમને જણાવીએ.
દિવાળીને ગણતરીના દિવસોની વાર છે ત્યારે ઘરમાં સફાઈ અભિયાન જોરશોરથી શરુ થઈ જાય છે. દિવાળીની સફાઈ દરમિયાન મચ્છરજાળી પણ ક્લીન કરવી જરૂરી છે. આ જરૂરી કામ સરળતાથી અને જાળી તુટે નહીં તે રીતે કરવું હોય તો તેનો સરળ અને અસરકારક નુસખો તમને જણાવીએ. સફાઈ કરવાની આ રીત અપનાવશો તો ઝીણામાં ઝીણી જાળી પણ ક્લીન થઈ જશે.
આ પણ વાંચો: Diwali Diya Hack: ઓછા તેલમાં પણ આખી રાત ચાલશે દીવો, દિવાળી પર ટ્રાય કરવા જેવો છે આ નુસખો
સૌથી પહેલા ધુળ હટાવો
મચ્છર જાળીની સફાઈ કરવાની શરુઆત ડસ્ટિંગથી કરો. જાળીમાં ફસાયેલી ધુળ સાફ કરવા માટે કપડાનો ઉપયોગ ન કરવો. કપડાથી જાળીનું ડસ્ટિંગ કરશો તો જાળી તુટવાનું કે ઢીલી પડી જવાનું જોખમ રહે છે. તેથી જાળીમાં બ્લોઅર કે વેક્યુમ ક્લીનર ફેરવો. તેનો સકશન પાવર ઓછો રાખવો.
જાળી સાફ કરવાનું પાણી
જાળી સાફ કરવા માટે એક સ્પ્રે બોટલમાં પાણી ભરો અને તેમાં લિક્વીડ ડિટર્જન્ટ ઉમેરો. આ પાણીને મચ્છર જાળીમાં છાંટો. જાળીમાં ઉપરના ભાગથી પાણી છાંટવાનું શરુ કરવું. જેમ જેમ પાણી છાંટશો તેમ તેમ જાળીની ગંદકી નીકળવા લાગશે.
આ પણ વાંચો: Cleaning Hack: બારી-દરવાજાના સ્લાઇડિંગ ટ્રેકની સફાઈ કરવાનો સૌથી સરળ રસ્તો, તમે પણ કરી જુઓ ટ્રાય
સ્પંજ અને પાણીથી સફાઈ કરો
પાણી છાંટ્યા પછી જાળી પર હળવા હાથે સ્પંજ ઘસો. જેથી જાળીમાં જામેલી ધુળ પણ નીકળી જાય. ત્યારબાદ તુરંત જાળીમાં નોર્મલ પાણી છાંટો. સ્પંજ ઘસ્યા પછી જાળી સુકાશે તો ધુળ ફરીથી જામી જશે. એટલે સ્પંજ ઘસ્યા પછી નોર્મલ પાણી જાળીમાં છાંટવું એટલે ગંદકી પાણી સાથે ટપકી જાય.
મચ્છર જાળીની સફાઈમાં એક વાતનું ધ્યાન રાખવું કે પાણી જાળીના ઉપરના ભાગથી જ રેડવું જેથી જાળી સાફ કરવામાં વધારે મહેનત ન કરવી પડે. એકવાર સાફ પાણીથી જાળી સાફ થઈ જાય તો પછી બારી દરવાજા ખુલ્લા રાખી જાળીને બરાબર સુકાઈ જવા દેવી.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)