• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /લાઇફસ્ટાઇલ
  • /Diwali Diya Hack: ઓછા તેલમાં પણ આખી રાત ચાલશે દીવો, દિવાળી પર ટ્રાય કરવા જેવો છે આ નુસખો

Diwali Diya Hack: ઓછા તેલમાં પણ આખી રાત ચાલશે દીવો, દિવાળી પર ટ્રાય કરવા જેવો છે આ નુસખો

Diwali Diya Hack: આજે તમને દિવાળીમાં કામ લાગે એવો નુસખો જણાવીએ. આ નુસખો એવો છે જેની મદદથી ઓછા તેલમાં પણ આખી રાત ઘરની બહાર રાખેલા દીવા ચાલતા રહેશે. તો ફટાફટ જાણી લો આ જબરદસ્ત નુસખો.

Written ByKrupa Shah
Published: Oct 28, 2026, 10:58 AM IST|Updated: Oct 28, 2026, 11:01 AM IST
joinshare
Diwali Diya Hack: ઓછા તેલમાં પણ આખી રાત ચાલશે દીવો, દિવાળી પર ટ્રાય કરવા જેવો છે આ નુસખો

About the Author

Krupa Shah

Krupa Shah

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
ચા-નાસ્તાની દુકાનની ભાગીદારીમાં મનદુઃખ રાખી ભાગીદારે જ કરી પાર્ટનરની હત્યા, પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો

ચા-નાસ્તાની દુકાનની ભાગીદારીમાં મનદુઃખ રાખી ભાગીદારે જ કરી પાર્ટનરની હત્યા, પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો

2

Diwali Diya Hack: ઓછા તેલમાં પણ આખી રાત ચાલશે દીવો, દિવાળી પર ટ્રાય કરવા જેવો છે આ નુસખો

3

UAEના રાષ્ટ્રપતિ કેપ્ટન સ્મિત મચ્છરને ભેટી પડ્યા, 'ઓર્ડર ઓફ ઝાયદ II'થી કર્યા સન્માનિત

4

ભીષણ વાવાઝોડું અર્નબ આંધ્રના દરિયાકાંઠે ત્રાટક્યું, ઘરોમાં ઘૂસ્યું પાણી, આ રાજ્યો સુધી તોફાનની અસર

5

ગુજરાત પોલીસની મોટી સફળતા: ગુમ થયેલા મોબાઈલ શોધવામાં ગુજરાત દેશમાં બીજા નંબરે, રિકવરી રેટ 50%ને પાર!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Diwali Diya Hack: દરેક ઘરમાં દિવાળીના તહેવારની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. સાફ સફાઈ પછી દિવાળીમાં ડેકોરેશન અને દીવા કરવાની તૈયારીઓ કરવામાં આવે છે. દિવાળીની રાત્રે દરેક રંગબેરંગી રોશનીની સાથે દીવા કરવામાં આવે છે. દિવાળીની રાત્રે કરેલા દીવા આખી રાત ચાલે તેવા ઉપાય લોકો શોધતા હોય છે. જો તમે પણ એવો ઉપાય શોધી રહ્યા છો જેનાથી એકવાર કરેલો દીવો કલાકો સુધી ચાલે કે પછી આખી રાત ચાલે તો તેનો જોરદાર નુસખો અહીં જણાવેલો છે.

સોશિયલ મીડિયા પર કલાકો સુધી દીવો ચાલે તે માટેનો એક નુસખો વાયરલ થયો છે. આ નુસખાની મદદથી એક વાર કરેલો દીવો કલાકો સુધી ચાલશે તેવું કહેવામાં આવે છે. દીવો આખી રાત કે કલાકો સુધી ચાલે તે માટે તેમાં વારંવાર તેલ કે ઘી પણ ભરવું નહીં પડે. તેના માટે ઓછા તેલ અને ઘી ની મદદથી ખાસ દીવા તૈયાર કરવાના હોય છે. આખી રાત ચાલે તેવા ઓછા તેલ અને ઘીના દીવા તૈયાર કેવી રીતે કરવા ચાલો તમને જણાવીએ

આ પણ વાંચો: Cleaning Hack: બારી-દરવાજાના સ્લાઇડિંગ ટ્રેકની સફાઈ કરવાનો સૌથી સરળ રસ્તો, તમે પણ કરી જુઓ ટ્રાય

આખી રાત ચાલે તેવો દીવો તૈયાર કરવાની રીત

ઓછા ઘી અને તેલમાં પણ આખી રાત ચાલે તેવો દીવો તૈયાર કરવા માટે કેટલીક સામગ્રીની જરૂર પડશે. આ દીવા તૈયાર કરવા માટે માટીના નાના દીવા, 500 ml તેલ અથવા ઘી, બે મોટી મીણબત્તી, દીવા કરવા માટેની આડી વાટ, 10 થી 12 કપૂરના ટુકડા લેવા. આ સામગ્રીની મદદથી ખાસ દીવા તૈયાર કરવાના છે આ દિવા એવા હશે જેને દિવાળીની રાત્રે પ્રગટાવશો તો બીજા દિવસ સવાર સુધી દિવસ ચાલતા રહેશે.

દિવાળીના દીવા તૈયાર કરવાની રીત

- સૌથી પહેલા એક કડાઈમાં તેલ અથવા ઘી તમે જે પણ ઉપયોગમાં લેવાના હોય તેને ગરમ કરો. જ્યારે ઘી ઓગળી જાય કે તેલ થોડું ગરમ થાય એટલે તેમાં મીણબત્તી પલાળી દો.

- મીણબત્તી ઓગળવાની શરુઆત થાય એટલે તેમાં રહેલો દોરો કાઢી નાખો અને પછી તેમાં કપૂરના ટુકડા ઉમેરી દો. મીણબત્તીનું મીણ ઓગળી જાય અને તેમાં કપૂર ભળી જાય પછી ગેસ બંધ કરી દો.

આ પણ વાંચો: Ooty: દિવાળી વેકેશનમાં ફરવા જવાનો પ્લાન છે ? તો સુંદર હિલ સ્ટેશન વિશે જાણો, આ જગ્યા મિસ કરવા જેવી નથી

- ત્યાર પછી દિવાળી માટે તમે જેટલા દીવા લીધા હોય તેમાં રૂ ની આડી વાટ રાખો અને વાટ ઉપર એક કે બે ચમચી આ મિશ્રણ ઉમેરી દો.

- આ રીતે દિવાળી માટેના બધા જ દીવામાં વાટ અને દીવાનું મિશ્રણ ઉમેરી તૈયાર કરી લો. તૈયાર કરેલા દીવાને 2 કલાક સેટ થવા માટે રાખો. 2 કલાક સેટ થયા પછી આ દીવાને તમે ઉપયોગમાં લઈ શકો છો.

કલાકો સુધી ચાલે તેવા દીવા તમે અત્યારથી તૈયાર કરીને રાખી શકો છો. દિવાળીની રાત્રે આ દીવા એકવાર પ્રગટાવશો તો આખી રાત તમારા ઘરની બહાર દીવા ઝગમગતા રહેશે. આ રીતે તૈયાર કરેલા દીવામાં તેલ અને ઘીનો વપરાશ પણ ઓછો થાય છે. આ દીવામાં મીણનો ઉપયોગ થયો હોય છે જેથી દીવો ધીરે ધીરે આખી રાત ચાલતો રહે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

Add Zee News as a Preferred Source
TAGS:
Utility News