• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /ગુજરાત પોલીસની મોટી સફળતા: ગુમ થયેલા મોબાઈલ શોધવામાં ગુજરાત દેશમાં બીજા નંબરે, રિકવરી રેટ 50%ને પાર!

ગુજરાત પોલીસની મોટી સફળતા: ગુમ થયેલા મોબાઈલ શોધવામાં ગુજરાત દેશમાં બીજા નંબરે, રિકવરી રેટ 50%ને પાર!

Gandhinagar News: ગુમ કે ચોરાયેલા મોબાઈલને બ્લોક કરવા કે ટ્રેસ કરવામાં ૫૦.૭૫ ટકાના રિકવરી રેટ સાથે ગુજરાત દેશભરમાં બીજા ક્રમે. ગુજરાત પોલીસ અને DoT દ્વારા CEIR પોર્ટલના ઉત્કૃષ્ટ અમલીકરણ માટે શ્રેષ્ઠ નોડલ અધિકારીઓનું સન્માન. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ ૨,૩૮,૫૩૩ મોબાઈલ હેન્ડસેટ બ્લોક કરવામાં આવ્યા, જેમાંથી ૧,૪૭,૪૨૭ હેન્ડસેટ ટ્રેસ થયા છે અને ૭૪,૮૨૩ મોબાઈલ સફળતાપૂર્વક મૂળ માલિકોને પરત અપાવવામાં આવ્યા. નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ ના છ મહિનામાં ગુજરાતમાં આણંદ જિલ્લો પ્રથમ, ડાંગ જિલ્લો દ્વિતીય અને અમદાવાદ શહેર તૃતીય ક્રમે. ગુજરાત પોલીસ અને ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT) ના સંયુક્ત ઉપક્રમે યોજાયો સન્માન સમારોહ.

Written ByKinjal Patel
Published: Oct 28, 2026, 09:10 AM IST|Updated: Oct 28, 2026, 09:18 AM IST
joinshare
ગુજરાત પોલીસની મોટી સફળતા: ગુમ થયેલા મોબાઈલ શોધવામાં ગુજરાત દેશમાં બીજા નંબરે, રિકવરી રેટ 50%ને પાર!

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Diwali Diya Hack: ઓછા તેલમાં પણ આખી રાત ચાલશે દીવો, દિવાળી પર ટ્રાય કરવા જેવો છે આ નુસખો

Diwali Diya Hack: ઓછા તેલમાં પણ આખી રાત ચાલશે દીવો, દિવાળી પર ટ્રાય કરવા જેવો છે આ નુસખો

2

UAEના રાષ્ટ્રપતિ કેપ્ટન સ્મિત મચ્છરને ભેટી પડ્યા, 'ઓર્ડર ઓફ ઝાયદ II'થી કર્યા સન્માનિત

3

ભીષણ વાવાઝોડું અર્નબ આંધ્રના દરિયાકાંઠે ત્રાટક્યું, ઘરોમાં ઘૂસ્યું પાણી, આ રાજ્યો સુધી તોફાનની અસર

4

ગુજરાત પોલીસની મોટી સફળતા: ગુમ થયેલા મોબાઈલ શોધવામાં ગુજરાત દેશમાં બીજા નંબરે, રિકવરી રેટ 50%ને પાર!

5

Cleaning Hack: બારી-દરવાજાના સ્લાઇડિંગ ટ્રેકની સફાઈ કરવાનો સૌથી સરળ રસ્તો, તમે પણ કરી જુઓ ટ્રાય

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Gandhinagar News: ગુમ થયેલા કે ચોરાયેલા મોબાઈલ ફોનને બ્લોક કરવા અને તેને ઝડપથી શોધી કાઢવા માટે કાર્યરત 'સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટર' (CEIR) પોર્ટલના શ્રેષ્ઠ અમલીકરણ બદલ ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT), ગુજરાત લાયસન્સ સર્વિસ એરિયા (LSA) દ્વારા ગુજરાત પોલીસના સહયોગથી શ્રેષ્ઠ કામગીરી કરનાર જિલ્લાઓના નોડલ અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું છે. તા.૨૭ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ આયોજિત વિશેષ સમારોહમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ અધિકારીઓને શીલ્ડ તેમજ પ્રશંસાપત્ર એનાયત કરાયા હતા.

દિવાળી પહેલાં હવામાનમાં મોટો પલટો: 29 અને 30 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી

ડેટા મુજબ રાજ્યમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા જિલ્લાઓમાં આણંદ, ડાંગ અને અમદાવાદ

નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ ના તા.૧ એપ્રિલ ૨૦૨૬ થી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૬ ના પરફોર્મન્સ ડેટા મુજબ રાજ્યમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા જિલ્લાઓમાં આણંદ, ડાંગ અને અમદાવાદ શહેરની કામગીરી શ્રેષ્ઠ રહી છે. જેમાં પ્રથમ ક્રમમાં આણંદ જિલ્લાના સાયબર સેલ, પી.આઈ. જયમીન ડોડિયા, દ્વિતીય ક્રમમાં ડાંગ જિલ્લાના એલ.સી.બી. પી.એસ.આઈ. જે. જી. અનડકટ તેમજ તૃતીય ક્રમમાં અમદાવાદ શહેરના એ.એસ.આઈ. ભાવેશકુમાર વિષ્ણુપ્રસાદ અને પો.કો. હાર્દિકસિંહ જયંતીલાલ એ શ્રેષ્ઠ કામગીરી કરી છે. આ અધિકારીઓએ ટેકનોલોજી આધારિત અને સિટીઝન સેન્ટ્રીક પોલીસિંગ દ્વારા ગુમ કે ચોરાયેલા મોબાઈલ હેન્ડસેટ ટ્રેસ તેમજ રિકવર કરવામાં પ્રશંસનીય સિદ્ધિ મેળવી છે.

મોટા રાજ્યોમાં ૫૦.૭૫% રિકવરી રેટ સાથે ગુજરાત અગ્રેસર રહ્યું છે. 

તા. ૨૬ ઓક્ટોબર ૨૦૨૬ સુધીના ડેટા એનાલિસિસ મુજબ, સમગ્ર દેશમાં મોબાઈલ રિકવરીનો સરેરાશ દર ૩૭.૪% રહ્યો છે, જેની સરખામણીએ ગુજરાતે ૫૦.૭૫% નો ઊંચો રિકવરી રેટ હાંસલ કરીને દેશના મોટા રાજ્યોમાં બીજું સ્થાન જાળવી રાખ્યું છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ ૨,૩૮,૫૩૩ મોબાઈલ હેન્ડસેટ બ્લોક કરવામાં આવ્યા છે, જેમાંથી ૧,૪૭,૪૨૭ હેન્ડસેટ ટ્રેસ થયા છે અને ૭૪,૮૨૩ મોબાઈલ સફળતાપૂર્વક મૂળ માલિકોને પરત અપાવવામાં આવ્યા છે. ગત વર્ષે ઓક્ટોબર ૨૦૨૫ દરમિયાન ગુજરાતનો રિકવરી દર ૪૧% હતો, જેમાં આ વર્ષે ૯.૭૫ ટકાવારી પોઈન્ટનો નોંધપાત્ર વધારો આવ્યો છે.

રાજકોટમાં હાઈબ્રિડ ગાંજાના નેટવર્કનો પર્દાફાશ! સો.મીડિયા ઇન્ફ્લુએન્સર અંકિતા દવેના ભાઈનું નામ સામે આવતાં ખળભળાટ

સાયબર છેતરપિંડીના બનાવોને ડામવામાં અત્યંત અસરકારક સાબિત

આ એવોર્ડ વિતરણ સમારોહ સી.આઈ.ડી. ક્રાઈમ અને રેલવેઝના ડીજીપી ડૉ. કે. એલ. એન. રાવ તેમજ DoT ગુજરાત LSA ના એડિશનલ ડાયરેક્ટર જનરલ ગિરીશ કટારિયાની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાયો હતો. ગુજરાત પોલીસ અને DoT વચ્ચેનું મજબૂત સંકલન મોબાઈલ ઉપકરણોના દુરુપયોગને રોકવા, નાગરિકોના કિંમતી મોબાઈલ પરત મેળવવા તેમજ સાયબર છેતરપિંડીના બનાવોને ડામવામાં અત્યંત અસરકારક સાબિત થઈ રહ્યું છે.

 

 

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News