• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /આંતરરાષ્ટ્રીય
  • /UAEના રાષ્ટ્રપતિ કેપ્ટન સ્મિત મચ્છરને ભેટી પડ્યા, 'ઓર્ડર ઓફ ઝાયદ II'થી કર્યા સન્માનિત

UAEના રાષ્ટ્રપતિ કેપ્ટન સ્મિત મચ્છરને ભેટી પડ્યા, 'ઓર્ડર ઓફ ઝાયદ II'થી કર્યા સન્માનિત

Captain Smit Machchhar: દુબઈથી ઈઝરાયેલના તેલઅવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઈટને ક્રેશ થતી બચાવનારા ગુજરાતી કેપ્ટન સ્મિત મચ્છરને યુએઈના રાષ્ટ્રપતિએ સર્વોચ્ચ સન્માનથી નવાજ્યા છે. આ ફ્લાઈટમાં 174 મુસાફરો અને ક્રૂસભ્યો હતા જેમના જીવ તેમના શૌર્યના કારણે બચ્યા હતા.

Written ByViral Raval
Published: Oct 28, 2026, 10:04 AM IST|Updated: Oct 28, 2026, 10:09 AM IST
joinshare
UAEના રાષ્ટ્રપતિ કેપ્ટન સ્મિત મચ્છરને ભેટી પડ્યા, 'ઓર્ડર ઓફ ઝાયદ II'થી કર્યા સન્માનિત

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
ચા-નાસ્તાની દુકાનની ભાગીદારીમાં મનદુઃખ રાખી ભાગીદારે જ કરી પાર્ટનરની હત્યા, પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો

ચા-નાસ્તાની દુકાનની ભાગીદારીમાં મનદુઃખ રાખી ભાગીદારે જ કરી પાર્ટનરની હત્યા, પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો

2

Diwali Diya Hack: ઓછા તેલમાં પણ આખી રાત ચાલશે દીવો, દિવાળી પર ટ્રાય કરવા જેવો છે આ નુસખો

3

UAEના રાષ્ટ્રપતિ કેપ્ટન સ્મિત મચ્છરને ભેટી પડ્યા, 'ઓર્ડર ઓફ ઝાયદ II'થી કર્યા સન્માનિત

4

ભીષણ વાવાઝોડું અર્નબ આંધ્રના દરિયાકાંઠે ત્રાટક્યું, ઘરોમાં ઘૂસ્યું પાણી, આ રાજ્યો સુધી તોફાનની અસર

5

ગુજરાત પોલીસની મોટી સફળતા: ગુમ થયેલા મોબાઈલ શોધવામાં ગુજરાત દેશમાં બીજા નંબરે, રિકવરી રેટ 50%ને પાર!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

30 સપ્ટેમ્બર 2026ના રોજ દુબઈથી તેલઅવીવ ઉડેલી ફ્લાયદુબઈની ફ્લાઈટમાં કોપાયલોટે અચાનક કેપ્ટન સ્મિત મચ્છર પર હુમલો કરી નાખતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને મરણતોલ ઘા પડ્યા છતાં તેમણે અદમ્ય સાહસ દાખવીને કોકપિટનો દરવાજો ખોલ્યો અને મુસાફરોને અંદર આવવાનો રસ્તો મોકળો  કરતા વિમાન જે ક્રેશ થવા તરફ જઈ રહ્યું હતું તે બચ્યું અને અનેક લોકોના જીવ બચ્યા. કેપ્ટન સ્મિતના આ સાહસને પગલે તેમને દુબઈના પ્રતિષ્ઠિત સન્માન ઓર્ડર ઓફ ઝાયદ દ્વિતિય, ફર્સ્ટ ક્લાસથી નવાજવામાં આવ્યા છે.

આ સમારોહમાં જ્યારે તેઓ ઘાયલ અવસ્થામાં હાથમાં બ્રેસ પહેરીને ક્રૂ સાથે પહોંચ્યા તો દરેકની આંખ આ અસલી હીરોના જૂનૂન અને સમર્પણને જોઈને ગર્વ અને સન્માનથી ગદગદ થઈ હતી.

Russia Ukraine: રશિયા યુક્રેન વચ્ચે શરુ થયું સીઝફાયર, મેલાનિયા ટ્રંપ એ આપી જાણકારી

કેપ્ટન સ્મિતને મળ્યું સર્વોચ્ચ સન્માન

સંયુક્ત આરબ અમીરાત (UAE)ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાને કેપ્ટન સ્મિતને પહેલા તો ભેટી પડ્યા. આ અવસરે દુબઈના શાસક શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મક્તૂમ અને બંને અમીરાતના શાહી પરિવારોના સભ્યો પણ હાજર રહ્યા હતા. આ અવસરે ફ્લાઈદુબઈના જાંબાઝ કેપ્ટન સ્મિત મચ્છર અને સાથે સાથે ક્રૂ મેમ્બર્સને પણ સન્માનિત કરાયા.

Terror was met with courage. Courage was met with honour. President Sheikh Mohamed bin Zayed embraces Captain Smit Machchhar, hero of flydubai Flight FZ1073, honoured with the Order of Zayed II. In the UAE, bravery knows no nationality. Heroes are treated as heroes. 🇦🇪🇮🇳 https://t.co/338raPFbyZ

— Mona Alhmoudi، منى الحمودي (@monaalhmoudi) October 27, 2026

દુબઈનો સર્વોચ્ચ પુરસ્કર ઓર્ડર ઓફ ઝાયેદ II

  • ગુજરાતી કેપ્ટન સ્મિત મચ્છરને દુબઈએ જે સન્માનિત પુરસ્કાર ઓર્ડર ઓફ ઝાયેદ IIથી નવાજ્યા તેના વિશે પણ જાણવા જેવું છે. 
  • ઓર્ડર ઓફ ઝાયેદ II એ યુએઈનો એક પ્રતિષ્ઠિત નાગરિક અને સૈન્ય સન્માન છે. 
  • આ પુરસ્કાર દેશ અને સમાજ માટે અસાધારણ, સાહસિક અને ઉત્કૃષ્ટ યોગદાન આપનારી  હસ્તીઓને આપવામાં આવે છે. 
  • દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદન બિન મોહમ્મદે ક્રૂ સભ્યોને આપતા કહ્યું કે સંકટના સમયે  તેમના સાહસ, જવાબદારીનો અહેસાસ અને તરત નિર્ણય લેવાની ક્ષમતા યુએઈના વિમાનન ક્ષેત્રના ઉત્કૃષ્ટ માપદંડો દર્શાવે  છે.

વડોદરાના લાલનો કેનેડામાં ડંકો! 5 વર્ષની ઉંમરે 3,000 પુસ્તકો વાંચ્યા, IQ 141! કેનેડિયન PM પણ બન્યા ફેન!

અદમ્ય સાહસથી બચ્યા હતા 174 લોકોના જીવ

અત્રે જણાવવાનું કે 30 ઓક્ટોબરના રોજ દુબઈથી તેલ અવીવ જતી ફ્લાયદુબઈની ફ્લાઈટમાં કેપ્ટન તરીકે સ્મિત મચ્છર અને કો પાયલટ તરીકે ઓમાની પાયલટ હમ્મામ અલ હમ્મામ હતો. જેણે વધુ લોકોના જીવ લેવાના હેતુથી કોકપિટમાં અચાનક કેપ્ટન પર હુમલો કર્યો હતો અને આ  ભયાનક અને ડરામણી સ્થિતિમાં પણ ભારતીય કેપ્ટન સ્મિત મચ્છરે ગંભીર અને જીવલેણ ઘા  પડ્યા છતાં અદમ્ય સાહસ અને શૌર્યનો પરિચય કરાવ્યો અને દર્દથી કણસવા છતાં કોકપિટનો દરવાજો ખોલ્યો અને લોકોએ અંદર આવીને આ હુમલાખોર કો પાયલટને કાબૂમાં કર્યો.

ત્યારબાદ UAEના એટોર્ની જનરલ ડો. સૈફ અલ શમ્સીએ 9 ઓક્ટોબરના રોજ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ ઘટનાના આરોપી ઓમાની સહ પાયલટનો ઈરાદો વધુમાં વધુ લોકોને નુકસાન પહોંચાડવાનો હતો.

ઈઝરાયેલે પણ આપ્યું છે આમંત્રણ

જે ઈઝરાયેલીઓને કેપ્ટન સ્મિતના સાહસે  બચાવ્યા તેનો આભાર વ્યક્ત કરવા માટે ઈઝરાયેલે પણ પીએમ મોદી અને કેપ્ટન સ્મિત મચ્છરને ઈઝરાયેલ તરફથી  આમંત્રણ આપ્યું છે. ઈઝરાયેલી પ્રધાનમંત્રી બેન્જામીન નેતન્યાહૂએ ફોન કરીને પીએમ મોદી અને કેપ્ટન સ્મિત મચ્છરને સ્વતંત્રતા દિવસ પર મશાલ પ્રજ્વલિત કરવા માટે આમંત્રણ આપ્યું છે. 
 

Add Zee News as a Preferred Source
TAGS:
Captain Smit Machchhar