જાણવા મળતી માહિતી અનુસાર ઓલેશ્કી શહેરમાં અસ્થાયી સીઝફાયર લાગું કરવામાં આવ્યું છે. આ સમજૂતી હેઠળ યુદ્ધ ગ્રસ્ત વિસ્તારમાં મદદ પહોંચાડવામાં, શહેરમાં ફસાયેલા નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવા માટે મિલિટરી એક્શન રોકવા પર સમજૂતી બની છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા વ્હાઈટ હાઉસ તરફથી કહેવામાં આવ્યું હતું કે લોકો સુધી રાહત સામગ્રી પહોંચાડવા અને નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવા માટે રસ્તો કાઢવામાં આવશે. જેના ભાગરુપે ઓલેશ્કીમાં અસ્થાયી સીઝફાયર થયું છે. આ સીઝફાયરમાં મેલાનિયા ટ્રંપના પ્રતિનિધિએ રશિયા અને યુક્રેન સાથે સીધી વાતચીત કરી હતી.
રશિયા અને યુક્રેન વચ્ચે જે ઓલેશ્કી શહેરમાં સીઝફાયર જાહેર થયું છે જે જગ્યાની સ્થિતિ ખરાબ છે. સંયુક્ત રાષ્ટ્રના જણાવ્યા અનુસાર ઓલેશ્કીમાં હજારો લોકો ફસાયેલા છે. આ વિસ્તારમાં થઈ રહેલા હુમલાના કારણે લોકો બહાર નીકળી શકે તેમ નથી અને અહીં દવા તેમજ ખોરાકની સપ્લાય પણ અટકી રહી છે. હવે આ જગ્યાએ સીઝફાયર થતા અનેક લોકોના જીવ બચી જશે.
રશિયા અને યુક્રેન વચ્ચે સાડા ચાર વર્ષથી યુદ્ધ ચાલે છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે. હવે આ યુદ્ધમાં પહેલીવાર કોઈ એક વિસ્તારને લઈને સીઝફાયર જાહેર કરવામાં આવ્યું છે. જણાવી દઈએ કે અમેરિકાની મધ્યસ્થામાં રશિયા અને યુક્રેન વચ્ચે આગામી મહિનામાં વાતચીત શરુ થવાની છે. તે પહેલા થયેલું આ સીઝફાયર મહત્વપૂર્ણ માનવામાં આવે છે.