તિરુપતિ બાલાજી મંદિર આંધ્રપ્રદેશનું પ્રખ્યાત મંદિર છે. અહીં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા પહોંચતા હોય છે. તિરુપતિ બાલાજી મંદિર તરફથી મંગળવારે એ જાણકારી સામે આવી કે હવેથી તિરુપતિ બાલાજી મંદિરના પરિસરમાં રીલ્સ બનાવવા અને ફિલ્મી ગીતો પર ડાન્સ કરીને વિડીયો બનાવતા લોકો વિરોધ કાયદેસરની કાર્યવાહી શરુ કરવામાં આવી છે. મંદિરમાં રીલ્સ બનાવી વીડિયો અપલોડ કરનાર વિરુદ્ધ કાર્યવાહી થઈ હોવાનું કહેવાય છે. જાણવા મળતી માહિતી અનુસાર મંદિર પરિસરમાં રીલ્સ શૂટ થઈ રહી હતી તે જોયા પછી પણ મંદિરના કર્મચારીઓએ તેમને રોક્યા નહીં. તેને લઈને કર્મચારીઓને પણ ડ્યુટી પરથી હટાવી દેવામાં આવ્યા છે.
કન્ટેન્ટ ક્રિએશનના નામે લોકો મંદિર પરિસરમાં પણ રિલ્સ બનાવતા અને ફિલ્મી ગીતો ડાન્સ કરતા નજરે પડે છે. આવું એક નહીં અનેક જગ્યાએ જોવા મળે છે. તિરુપતિ બાલાજી મંદિર પરિસરમાં પણ વિડીયો બનાવવા અને રિલ્સ બનાવવાની મનાઈ છે તેમ છતાં કેટલાક લોકો નિયમને ઇગ્નોર કરીને મંદિરની સામે જ ફિલ્મી ગીતો પર ડાન્સ કરતા વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર અપલોડ કરે છે. જે વાતને હવે મંદિર પ્રસાશન એ ગંભીરતાથી લીધી છે અને વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરનાર લોકો વિરોધ પોલીસ ફરિયાદ કરવાની શરૂઆત કરી છે.
આ તકે મંદિર ટ્રસ્ટ તરફથી શ્રદ્ધાળુઓને પણ અપીલ કરવામાં આવી છે કે તિરૂપતિ બાલાજી મંદિર પવિત્ર તીર્થ સ્થળ છે, અહીંની ગરિમા અને પવિત્રતા જળવાઈ રહે તેમાં લોકો પણ સહયોગ કરે. મંદિર પ્રશાસન તરફથી કહેવામાં આવ્યું છે કે ધાર્મિક સ્થળના કેટલાક નિયમો હોય છે જેનું પાલન કરવું દરેક વ્યક્તિની જવાબદારી હોય છે. જો લોકો પોતાની જવાબદારીનું પાલન નહીં કરે એટલે કે તિરુપતિ બાલાજી મંદિરના નિયમનો ભંગ કરશે તો તેના વિરોધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
તિરુપતિ બાલાજી મંદિર વિશ્વભરમાં પ્રખ્યાત મંદિરમાંથી એક છે. અહીં મોટી સંખ્યામાં ભારતમાં જ નહીં દુનિયાભરમાંથી દર્શન કરવા ભક્તો આવે છે. મંદિરનું વાતાવરણ શાંત અને પવિત્ર હોય છે. કહેવામાં લોકો મંદિર પરિસરમાં ફિલ્મી ગીતો વગાડી ડાન્સ કરે અને મનોરંજન માટે રિલ્સ બનાવે તે મંદિરની મર્યાદાને અને ગરીમાને પ્રભાવિત કરી શકે છે. તે વાતને લઈને તિરૂપતિ બાલાજી મંદિર ટ્રસ્ટ હવે એક્શન મોડમાં આવી ગયું છે.