• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /લાઇફસ્ટાઇલ
  • /રોજ 1 વાટકી બાફેલા શક્કરીયા ખાવાનું શરુ કરો, વધેલું પેટ ફટાફટ ઓછું કરવામાં મદદ મળશે

રોજ 1 વાટકી બાફેલા શક્કરીયા ખાવાનું શરુ કરો, વધેલું પેટ ફટાફટ ઓછું કરવામાં મદદ મળશે

બાફેલા શક્કરીયા રોજ મર્યાદિત માત્રામાં ખાવાથી શરીરની કાયાપલટ થઈ શકે છે. તેમાં પણ જે લોકો વજન ઝડપથી ઓછું કરવા માંગતા હોય તેમણે આ સમયે રોજ 1 વાટકી બાફેલા શક્કરીયા ખાવા જોઈએ.

Written ByKrupa Shah
Published: Nov 27, 2026, 13:23 IST|Updated: Nov 27, 2026, 13:25 IST
joinshare
રોજ 1 વાટકી બાફેલા શક્કરીયા ખાવાનું શરુ કરો, વધેલું પેટ ફટાફટ ઓછું કરવામાં મદદ મળશે

About the Author

Krupa Shah

Krupa Shah

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
આ 6 કારણો પત્ની પર પડે ભારે, ડિવોર્સ પછી પતિ પાસેથી ન મળે ભરણપોષણ

આ 6 કારણો પત્ની પર પડે ભારે, ડિવોર્સ પછી પતિ પાસેથી ન મળે ભરણપોષણ

2

Gold Rate Today: એક ઝટકે સોના-ચાંદીના ભાવમાં મસમોટો વધારો, અચાનક કેમ વધી ગયા ભાવ? સોનાના દાગીના-લગડીના ભાવ જાણો

3

રોજ 1 વાટકી બાફેલા શક્કરીયા ખાવાનું શરુ કરો, વધેલું પેટ ફટાફટ ઓછું કરવામાં મદદ મળશે

4

ધારાસભ્યોનું રિપોર્ટકાર્ડ: 'સેવાદૂત અભિયાન'ને નામે નેતાઓ 182 વિધાનસભા ખૂંદશે, આ જ રિપોર્ટ ફાઈનલ કરશે કે તમે રીપિટ થશો કે કપાશો?

5

કેવી છે ઈમરાન-જેનેલિયાની ફિલ્મ Gunmaaster G9, વાંચો ફિલ્મ જોઈ લોકોએ શું કહ્યું ?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

શિયાળો એટલે અલગ અલગ પ્રકારના શાકભાજી ખાવાની મોસમ. શિયાળામાં મળતા શાકભાજીમાંથી એક શક્કરિયા પણ છે. શક્કરિયાનો ઉપયોગ મોટાભાગે લોકો વ્રતમાં કરે છે. પણ આ શાકને જો તમે તમારા રોજના આહારમાં સામેલ કરો તો તેનાથી શરીરને ચોંકાવનારા ફાયદા થઈ શકે છે. ખાસ તો શક્કરિયા એવા લોકો માટે ફાયદાકારક છે જેવું વજન ઓછું કરવા માંગતા હોય.

આ પણ વાંચો: હાઈ બ્લડ પ્રેશર લક્ષણ વિના પણ તમને બનાવી શકે છે શિકાર, આવા લોકો પર સૌથી વધારે જોખમ

પોષકતત્વોથી ભરપુર શક્કરિયા

શક્કરિયા પોષક તત્વથી ભરપૂર હોય છે. શક્કરિયામાં ફાઇબર સૌથી વધારે હોય છે જે પેટ કલાકો સુધી ભરેલું રાખે છે. આ ગુણના કારણે જ શક્કરિયા એવા લોકો માટે વરદાન છે જેઓ વજન ઘટાડવાના પ્રયત્નો કરી રહ્યા હોય. જે લોકોને ઝડપથી વજન ઘટાડવું હોય તેમણે પોતાના આહારમાં શક્કરિયા સામેલ કરવા જોઈએ. રોજ એક વાટકી બાફેલા શક્કરિયા ખાવાથી શરીરને કેટલા પોષક તત્વો મળે અને શું ફાયદા થાય ચાલો જાણીએ. હેલ્થ એક્સપર્ટ અનુસાર શક્કરિયામાં ફાઇબર વિટામીન, મિનરલ્સ અને પ્રોટીન સારા પ્રમાણમાં હોય છે. 100 ગ્રામ શક્કરિયા ખાવાથી તમને 1.6 ગ્રામ જેટલું પ્રોટીન, 4 ગ્રામ જેટલું ફાઈબર, 28 ગ્રામ કાર્બોહાઈડ્રેટ મળી શકે છે. જોકે શક્કરિયામાં કેલેરી પણ વધારે હોય છે તેથી તેને મર્યાદિત માત્રામાં જ લેવા જોઈએ.

આ પણ વાંચો: શરદી વિના રોજ સવારે આવતી છીંકનું કારણ હોય શકે છે આ બીમારી, જાણો કારણ અને ઉપાય

પોસ્ટ વર્કઆઉટ મીલ

હેલ્થ એક્સપર્ટ અનુસાર શક્કરિયામાં રહેલા કાર્બોહાઈડ્રેટ અને કેલેરી શરીરને ઊર્જા આપવામાં મદદ કરે છે. જે લોકો વજન ઉતારવા માંગતા હોય તેમણે શક્કરિયા એક્સરસાઇઝ પછી ખાવા જોઈએ. બાફેલા શક્કરિયા પ્રોટીનથી ભરપૂર હોય છે અને તે બેસ્ટ પોસ્ટ વર્કઆઉટ મીલ સાબિત થઈ શકે છે.

શક્કરિયા ખાવાથી શરીરને પ્રોટીનની સાથે ફાઇબર પણ મળે છે. ફાઇબર પાચનતંત્ર માટે ખૂબ જ ઉપયોગી છે. શક્કરિયામાં રહેલું ફાઇબર આંતરડાને સપોર્ટ કરે છે. શક્કરિયા ને તમે બાફીને છાલ સહિતખાઈ શકો છો. શક્કરિયા એવી વસ્તુ છે જેને ખાધા પછી કલાકો સુધી ભૂખ લાગતી નથી આ ગુણના કારણે શક્કરિયા વેટ લોસમાં મદદ કરે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

Add Zee News as a Preferred Source
TAGS:
Health News