હાઈ બ્લડ પ્રેશરને સાઇલેન્ટ કિલર પણ કહેવામાં આવે છે. કારણ કે આ સમસ્યા કોઈપણ પ્રકારના લક્ષણ વિના પણ વ્યક્તિને શિકાર બનાવી શકે છે. સામાન્ય રીતે લોકો ડાયાબિટીસ હાર્ટ અટેક સહિતની હાર્ટ પ્રોબ્લેમને ગંભીર તકલીફો માને છે. પરંતુ આ બધી જ સમસ્યાનું કારણ બની શકે તેવા હાઈ બ્લડ પ્રેશરને ઇગ્નોર કરે છે. હાઈ બ્લડ પ્રેશર ને ઇગ્નોર કરવાનું સૌથી મોટું કારણ છે કે ઘણી વખત આ સમસ્યામાં વર્ષો સુધી સંકેત જોવા મળતા નથી. કોઈપણ પ્રકારના લક્ષણ વિના હાઈ બ્લડ પ્રેશર ની સમસ્યા થઈ શકે છે અને તેના કારણે અચાનક ગંભીર તકલીફ સર્જાઇ શકે છે.
ડોક્ટરના જણાવ્યા અનુસાર લક્ષણો ન દેખાતા હોય તો પણ હાઈ બ્લડ પ્રેશર વિશે જાણવું જરૂરી છે કારણ કે વધેલું બીપી પગથી માથા સુધીના અંગોને ખરાબ રીતે અસર કરી શકે છે. હાઈ બ્લડ પ્રેશરના કારણે મગજની નસો ડેમેજ થઈ શકે છે અને બ્રેન હેમરેજ પણ થઈ શકે છે. હાઈ બ્લડ પ્રેશરના કારણે મગજની નસો ફાટી પણ શકે છે. હાઈ બ્લડ પ્રેશરના કારણે હાર્ટ એટેક પણ આવી શકે છે અને હાર્ટ ફેલ પણ થઈ શકે. હાઈ બ્લડ પ્રેશર કિડનીને પણ અસર કરે છે. લાંબા સમય સુધી હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિ હોય તો કીડની પણ ફેલ થઈ શકે છે અને વ્યક્તિને ડાયાલીસીસ કરાવવું પડે. હાઈ બ્લડ પ્રેશરના કારણે પગની નસો બ્લોક થઈ શકે છે જેના કારણે ગેંગરીન થઈ શકે છે. અને ગેંગરીન એવી તકલીફ છે જે મટી શકતું નથી. ગેંગરીન શરીરમાં ઝડપથી ફેલાઈ શકે છે અને તેને વધતું અટકાવવા માટે શરીરનું અંગ કાપવાની સ્થિતિ આવી શકે છે.
Who ની રિપોર્ટ અનુસાર આજના સમયમાં મોટી સંખ્યામાં લોકો હાઈ બ્લડ પ્રેશરનો શિકાર થઈ રહ્યા છે તેના માટે જવાબદાર કારણો અલગ અલગ હોય છે. કેટલાક કારણો એવા છે જેના પર વ્યક્તિ કંટ્રોલ કરી શકે છે અને કેટલાક કારણો અને આદતો પર કંટ્રોલ ના કરી શકાય. હાઈ બ્લડ પ્રેશર થવાના મુખ્ય છ કારણો છે. જેમાં વધતી ઉંમર, અનુવાંશિક કારણ, વધેલું વજન, બેઠાડું જીવન શૈલી, વધારે પડતું મીઠું ખાવું અને દારૂ જેવા વ્યસન જવાબદાર બની શકે છે. આ કારણોમાંથી વધતી ઉંમર અને આનુવંશિક કારણો પણ વ્યક્તિનો કંટ્રોલ નથી બાકી અન્ય ચાર વસ્તુ પર વ્યક્તિ કંટ્રોલ કરી શકે છે.
ડોક્ટરના જણાવ્યા અનુસાર હાઈ બીપીની સ્થિતિથી બચવું હોય તો નિયમિત એક્સરસાઇઝ કરવી જોઈએ. જે લોકોની જીવનશૈલી બેઠાડું હોય તેમણે રોજ 30 મિનિટ કોઈપણ ફિઝિકલ એક્ટિવિટી કરવી. જે લોકોનું વજન વધારે હોય તેમણે વજન ઓછું કરવાની શરૂઆત કરી દેવી. જેમ શરીરના અન્ય ટેસ્ટ કરાવવામાં આવે છે તેમ બ્લડપ્રેશર માટે પણ નિયમિત ટેસ્ટ કરાવવા જો પ્રેશર વધારે રહેતું હોય તો ડોક્ટર જણાવે તે દવાનું સેવન શરૂ કરી દેવું અને નિયમિત દવા લેવી.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)