• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /વેપાર
  • /Gold Rate Today: રાતોરાત આ શું થયું? સોના-ચાંદીના ભાવમાં ધડાધડ થઈ ગયો મોટો વધારો, આજનો 22-24 કેરેટ સોનાનો ભાવ ખાસ જાણો

Gold Rate Today: રાતોરાત આ શું થયું? સોના-ચાંદીના ભાવમાં ધડાધડ થઈ ગયો મોટો વધારો, આજનો 22-24 કેરેટ સોનાનો ભાવ ખાસ જાણો

Gold-Silver Price Today: અમેરિકાથી આવેલા એક સમાચારે ધારણા કરતા ઉલ્ટી ગંગા જેવી સ્થિતિ સર્જી. કિંમતી ધાતુઓના ભાવ વૈશ્વિક બજારથી લઈને ઘરઆંગણે વધતા જોવા મળ્યા. બુધવારે કડાકા સાથે બંધ થયેલું સોનું આજે ઉછળ્યું, ચાંદીમાં પણ તેજી જોવા મળી છે.

Written ByViral Raval
Published: Nov 26, 2026, 13:32 IST|Updated: Nov 26, 2026, 13:47 IST
joinshare
Gold Rate Today: રાતોરાત આ શું થયું? સોના-ચાંદીના ભાવમાં ધડાધડ થઈ ગયો મોટો વધારો, આજનો 22-24 કેરેટ સોનાનો ભાવ ખાસ જાણો
Image Credit: AI Generated Image

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
હાઈ બ્લડ પ્રેશર લક્ષણ વિના પણ તમને બનાવી શકે છે શિકાર, આવા લોકો પર સૌથી વધારે જોખમ

હાઈ બ્લડ પ્રેશર લક્ષણ વિના પણ તમને બનાવી શકે છે શિકાર, આવા લોકો પર સૌથી વધારે જોખમ

2

IND vs NZ: ગુરનૂર કરશે ટેસ્ટ ડેબ્યૂ, સિરાજ રહેશે બહાર? ક્રાઇસ્ટચર્ચ ટેસ્ટ માટે આવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ XI

3

Gold Rate Today: રાતોરાત આ શું થયું? સોના-ચાંદીના ભાવમાં ધડાધડ થઈ ગયો મોટો વધારો, આજનો 22-24 કેરેટ સોનાનો ભાવ ખાસ જાણો

4

Budh Gochar 2026: 2 ડિસેમ્બરે બુધ બદલશે ચાલ, 5 રાશિઓની ચમકશે કિસ્મત અને ધન લાભના યોગ

5

Skin Cancer: શરીર પર વધુ તલ હોવા શું કેન્સરનો સંકેત છે? આ લક્ષણોને ભૂલથી પણ ન કરો નજરઅંદાજ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Gold-Silver Price Today: અમેરિકાથી આવેલા એક સમાચારે ધારણા કરતા ઉલ્ટી ગંગા જેવી સ્થિતિ સર્જી. કિંમતી ધાતુઓના ભાવ વૈશ્વિક બજારથી લઈને ઘરઆંગણે વધતા જોવા મળ્યા. બુધવારે કડાકા સાથે બંધ થયેલું સોનું આજે ઉછળ્યું, ચાંદીમાં પણ તેજી જોવા મળી છે.

ગઈ કાલે સોનું અને ચાંદી ઘટાડા સાથે બંધ થયા પરંતુ રાતોરાત કઈક એવું થયું કે આજે સોનું અને ચાંદી બંને વાયદા બજાર અને રિટેલ બજારમાં તેજીમાં જોવા મળી રહ્યા છે. સોનું આજે કૂદીને 1.22 લાખ પ્રતિ 10 ગ્રામ જ્યારે ચાંદી 1.46 લાખ પ્રતિ કિલો આસપાસ જોવા મળી છે. અત્રે જણાવવાનું કે અમેરિકામાં મોંઘવારીના ઊંડા આંકડા આવ્યા પરંતુ આમ છતાં સોના અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળી છે.

મુદ્રા લોન ભરવામાં 2.69 લાખ ગુજરાતીઓ નિષ્ફળ: 1,500 કરોડ NPA, પણ બેન્કોમાં 16 લાખ કરોડની તગડી ડિપોઝિટ

આજનો સોના અને ચાંદીનો ભાવ

IBJA પર આજે 10 ગ્રામ 24 કેરેટ સોનું 1944 રૂપિયા ઉછળીને 122982 રૂપિયાના સ્તરે ખુલ્યું છે જે કાલે ઘટીને 121038 પર બંધ થયું હતું. જ્યારે ચાંદીના ભાવમાં આજે 3988 રૂપિયાનો વધારો નોંધાયો છે અને ભાવ 146933 રૂપિયાના સ્તરે ખુલ્યો છે. જે  કાલે 142945 રૂપિયાના સ્તરે બંધ થઈ હતી.

અત્રે જણાવવાનું કે આ ભાવમાં મેકિંગ ચાર્જ અને જીએસટી સામેલ હોતા નથી. એસોસિએશન નવા ભાવ દિવસમાં બેવાર જાહેર કરે છે. શનિવારે અને રવિવારે તથા જાહેર રજાઓના દિવસે નવા ભાવ જાહેર કરવામાં આવતા નથી.

કેરેટ પ્રમાણે ભાવ

વાયદા બજારમાં ભાવ

MCX પર બપોરે એક વાગ્યાની આસપાસ 4 ડિસેમ્બરના વાયદાવાળી એક કિલો ચાંદી 2.62 ટકાના ઉછાળા સાથે 146254 રૂપિયાની સપાટીએ અને 4 ડિસેમ્બરના વાયદાવાળુ 10 ગ્રામ સોનું 1.15 ટકાના વધારા સાથે 122527 રૂપિયાના સ્તરે જોવા મળી રહ્યું છે.

વૈશ્વિક બજારમાં ભાવ

કોમેક્સ ગોલ્ડ જોઈએ તો  તેમાં પણ આજે તેજી જોવા મળી છે અને ભાવ 37.10 ડોલર ઉછળીને 3572.90 ડોલર આસપાસ જોવા મળ્યો. એક તબક્કે તો જો કે 3600 ડોલર પ્રતિ ઔંસની સપાટી પણ પાર કરી ગયો હતો. જ્યારે ચાંદી ઉછાળા સાથે 41.25 ડોલર પ્રતિ ઔંસની સપાટીએ જોવા મળી.

સોના અને ચાંદીમાં તેજી પાછળ શું કારણ

Tastylive ના ગ્લોબલ મેક્રો હેડ ઈલ્યા સ્પિવાકના જણાવ્યાં અનુસાર અમેરિકામાં રજા પહેલા રોકાણકારો શોર્ટ પોઝિશન કવર કરી રહ્યા છે. તેનાથી સોનાના ભાવને સપોર્ટ મળી રહ્યો છે. જો કે તેમનું એવું પણ કહેવું છે કે રિસ્કથી બચવાના માહોલ વચ્ચે કેશ ભેગી કરવા માટે સોનામાં વેચવાલીનો માહોલ રહી શકે છે.

બીજી બાજુ અમેરિકા  તરફથી ભારત સહિત 14 દેસો પર વધારાનો ટેરિફ લગાવવાના પ્રસ્તાવે પણ બજારમાં અનિશ્ચિતતા વધારી છે. જો કે ભારત સાથે વેપાર કરાર થાય તો તે 17 ટકા મર્યાદિત રાખવાની જોગવાઈ પણ રખાઈ છે.

રોકાણકારોએ શું કરવું જોઈએ?

કોમોડિટી માર્કેટ એક્સપર્ટ કેડિયા એડવાઈઝરીના અજય કેડિયાએ કહ્યું કે, જો પરિવારમાં લગ્ન નજીક આવતા હોય તો આ તમારા માટે તક બની શકે છે. તમે તેના માટે વધુ રાહ જોઈ શકો નહીં. પરંતુ જો તમે સોનામાં રોકાણ કરવાનો મૂડ બનાવતા હોવ તો તમારે એક સાથે પૈસા લગાવવાની જગ્યાએ સીપના ફોર્મેટમાં થોડું થોડું રોકાણ કરવું જોઈએ. અમેરિકામાં મોંઘવારીના આંકડા સામે આવ્યા બાદ એ તો સ્પષ્ટ છે કે યુએસમાં ઈન્ફ્લેશન 4 ટકાની આસપાસ રહેશે. જે નિર્ધારિત ટાર્ગેટથી વધુ છે. આવામાં સોનામાં વેચવાલીનો માહોલ રહી શકે છે અને બજારમાં ઉતાર ચડાવ રહી શકે છે. આવામાં એક સાથે રકમ રોકવા કરતા ધીરે ધીરે રોકાણ કરવું સારું રહે.

RBI MPC: ડિસેમ્બરમાં લોન મોંઘી થવાની પૂરી શક્યતા! RBI આપ્યો સંકેત, EMI પર વધી શકે છે બોજ

અમેરિકામાં મોંઘવારીના આંકડા આવ્યા

અત્રે જણાવવાનું કે અમેરિકામાં ઓક્ટોબર મહિનામાં કન્ઝ્યૂમર પ્રાઈસ ઈન્ડેક્સ (CPI)માં 0.4 ટકાનો વધારો થયો છે. આ ઉપરાંત 25 નવેમ્બરે બહાર પાડવામાં આવેલા PCI મોંઘવારી આંકડાથી એ સ્પષ્ટ થયું છે કે વાર્ષિક બેસ પર મોંઘવારી 3.8 ટકાની નજીક રહી છે. જે ફેડરલ રિઝર્વના 2 ટકાના ટાર્ગેટથી ઘણી ઉપર છે. આવામાં ફેડ રિઝર્વની આગામી મહિને થનારી બેઠક દરમિયાન વ્યાજ દર વધારવામાં આવે તેવી આશંકા રહે છે. વ્યાજ દર વધવાથી સોનાના ભાવમાં નબળાઈ આવી શકે છે.

(Disclaimer: સોના અને ચાંદીમાં રોકાણ એ જોખમને આધીન હોય છે. કોઈ પણ પ્રકારના રોકાણ પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અચૂક લો. Z 24 કલાક તરફથી કોઈ પણ દાવો કે રોકાણ-વેચવાલી સંલગ્ન કોઈ પણ સલાહ આપવામાં આવતી નથી)

 

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
Gold