• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /વેપાર
  • /Gold Rate Today: એક ઝટકે સોના-ચાંદીના ભાવમાં મસમોટો વધારો, અચાનક કેમ વધી ગયા ભાવ? સોનાના દાગીના-લગડીના ભાવ જાણો

Gold Rate Today: એક ઝટકે સોના-ચાંદીના ભાવમાં મસમોટો વધારો, અચાનક કેમ વધી ગયા ભાવ? સોનાના દાગીના-લગડીના ભાવ જાણો

Gold-Silver Price Today: કિંમતી ધાતુઓ સોના અને ચાંદીમાં આજે વૈશ્વિક બજારથી લઈને ઘર આંગણે MCX અને IBJA પર ભાવમાં તેજી જોવા મળી રહી છે. ગઈકાલની તેજી આજે પણ ચાલુ જોવા મળી રહી છે. સોનામાં એક ઝટકે 2600 રૂપિયાનો અને ચાંદીમાં લગભગ 6000 જેટલો વધારો જોવા મળ્યો છે.

Written ByViral Raval
Published: Nov 27, 2026, 13:24 IST|Updated: Nov 27, 2026, 13:49 IST
joinshare
Gold Rate Today: એક ઝટકે સોના-ચાંદીના ભાવમાં મસમોટો વધારો, અચાનક કેમ વધી ગયા ભાવ? સોનાના દાગીના-લગડીના ભાવ જાણો
Image Credit: AI Generated Image

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
આ 6 કારણો પત્ની પર પડે ભારે, ડિવોર્સ પછી પતિ પાસેથી ન મળે ભરણપોષણ

આ 6 કારણો પત્ની પર પડે ભારે, ડિવોર્સ પછી પતિ પાસેથી ન મળે ભરણપોષણ

2

Gold Rate Today: એક ઝટકે સોના-ચાંદીના ભાવમાં મસમોટો વધારો, અચાનક કેમ વધી ગયા ભાવ? સોનાના દાગીના-લગડીના ભાવ જાણો

3

રોજ 1 વાટકી બાફેલા શક્કરીયા ખાવાનું શરુ કરો, વધેલું પેટ ફટાફટ ઓછું કરવામાં મદદ મળશે

4

ધારાસભ્યોનું રિપોર્ટકાર્ડ: 'સેવાદૂત અભિયાન'ને નામે નેતાઓ 182 વિધાનસભા ખૂંદશે, આ જ રિપોર્ટ ફાઈનલ કરશે કે તમે રીપિટ થશો કે કપાશો?

5

કેવી છે ઈમરાન-જેનેલિયાની ફિલ્મ Gunmaaster G9, વાંચો ફિલ્મ જોઈ લોકોએ શું કહ્યું ?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

સોના અને ચાંદીમાં સતત બીજા દિવસે તેજી જોવા મળી રહી છે. IBJAની સાથે સાથે વાયદા બજાર MCX ઉપર પણ સોનું અને ચાંદી તેજીમાં જોવા મળ્યા છે. જ્યાં સોનું 1.25 લાખ અને ચાંદી 1.53 લાખની આસપાસ જોવા મળી રહ્યા છે. જે સોનું અને ચાંદી સતત પછડાઈ રહ્યા હતા તે હવે બે દિવસથી આકાશે આંબી રહ્યા છે.

આજનો સોના અને ચાંદીનો ભાવ

IBJA પર આજે 10 ગ્રામ 24 કેરેટ સોનું 2675 રૂપિયા ઉછળીને 125316 રૂપિયાના સ્તરે ખુલ્યું છે જે કાલે 122641 રૂપિયા પર બંધ થયું હતું. જ્યારે એક કિલો શુદ્ધ ચાંદી 5928 રૂપિયા કૂદીને 153275 રૂપિયાની સપાટીએ ખુલી જે કાલે 147347 રૂપિયા પર બંધ થઈ હતી.

અત્રે જણાવવાનું કે આ ભાવમાં મેકિંગ ચાર્જ અને જીએસટી સામેલ હોતા નથી. એસોસિએશન ભાવ દિવસમાં બેવાર જાહેર કરે છે. ખુલતા ભાવ અને બંધ ભાવ. શનિવારે અને રવિવારે તથા જાહેર રજાઓના દિવસે નવા ભાવ જાહેર કરવામાં નથી આવતા.

કેરેટ પ્રમાણે ભાવ

#indicative #Retail Selling #Rates for #Jewellery To get these rates on your phone give a missed call on - 8955664433 For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459 Follow us on Twitter : https://t.co/hRezuavL1o Follow us on Instagram : https://t.co/3vg1tjKycJ Follow us on Facebook : https://t.co/smodeFWGmO Follow us on Linkedin : https://t.co/dKUD95m2aj Subscribe to IBJA YouTube Channel : https://t.co/ORoJbQD75c Visit IBJA Website : https://t.co/HT1GRh50j4 Join Whatsapp Group : : https://t.co/heYoYimWvb Join IBJA Whatsapp Channel : https://t.co/G6oCST5wAY . . . #GoldRates #GoldJewellery #IBJA #BullionMarket #JewelleryRates #GoldPriceUpdate #GoldMarket #PreciousMetals #GoldTrading #JewelleryBusiness #IndianBullion #BullionIndustry #JewelleryIndustry #GoldInvestment #GoldNews #FinanceNews #MarketUpdate #InvestmentTips #GoldLovers #GoldDealer #GoldRates #GoldJewellery #BullionMarket #JewelleryBusiness #GoldPriceUpdate #GoldInvestment

— IBJA (@IBJA1919) November 27, 2026

MCX પર લેટેસ્ટ ભાવ

ભારતીય વાયદા બજાર MCX પર બપોરના એક વાગ્યાના આસપાસ 4 ડિસેમ્બરના વાયદાવાળું 10 ગ્રામ સોનું 2.39 ટકા ઉછળીને 125200 રૂપિયાની સપાટીએ ટ્રેડ થ તું જોવા મળ્યું. જ્યારે 4 ડિસેમ્બરના વાયદાવાળી એક કિલો ચાંદી 5.31 ટકાના વધારા સાથે 153580 રૂપિયાના સ્તરે જોવા મળી.

વૈશ્વિક બજારમાં ભાવ

વૈશ્વિક બજારમાં પણ સોનું અને ચાંદી ખુબ ઉછળ્યા છે. કોમેક્સ ગોલ્ડ 123.50 ડોલર ઉછળીને 3659.30 ડોલર પ્રતિ ઔંસની સપાટીએ જોવા મળ્યું જ્યારે કોમેક્સ ચાંદી ઉછળીને 44 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી. સોના અને ચાંદીમાં આ ઉછાળો સતત કડાકાના માહોલ બાદ જોવા મળ્યો છે. સોના અને ચાંદીમાં અચાનક કેમ તેજી જોવા મળી રહી છે તેના કારણો પણ જાણો.

સોના અને ચાંદીમાં તેજી પાછળ શું કારણો?

ઘટાડા બાદ વેલ્યુ બાઈંગ

છેલ્લા કેટલાક કારોબારી સત્રોમાં સોના અને ચાંદીમાં ભારે કડાકાનો માહોલ હતો. સોનું પોતાના રેકોર્ડ સ્તરથી ખુબ નીચે આવ્યું હતું. આવામાં ઓછા ભાવે ખરીદી કરવા માટે રોકાણકારો તૂટી પડ્યા.

શોર્ટ કવરિંગથી તેજીનો માહોલ

ભાવમાં સતત ઘટાડાના કારણે અનેક ટ્રેડર્સે મંદીના દાવ લગાવ્યા હતા. હવે ભાવમાં રિકવરી આવ્યા બાદ આ ટ્રેડર્સે પોતાની શોર્ટ પોઝીશન બંધ કરવાની શરૂ કરી છે. જેનાથી ખરીદારીનું દબાણ વધ્યું અને તેજીને સપોર્ટ મળ્યો.

ડોલરમાં નબળાઈ

અમેરિકી ડોલરમાં નરમાઈથી વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીને કેટલીક રાહત મળી છે. ડોલર નબળો થતા અન્ય કરન્સીવાળા રોકાણકારો માટે સોનું ખરીદવું સસ્તું થાય છે.

અમેરિકી બજારમાં સ્થિરતા

ટેક્નોલોજી અને એઆઈ કંપનીઓના શેરોમાં સ્થિરતા પાછી ફરતા વૈશ્વિક બજારોમાં વેચવાલીનું દબાણ ઘટ્યું છે. અગાઉ અન્ય રોકાણમાં નુકસાનની ભરપાઈ માટે સોનું અને ચાંદીમાં વેચવાલીનો માહોલ હતો. પરંતુ હવે આ દબાણ ઘટ્યું છે.

વૈશ્વિક બજારમાં પણ રિકવરી

વૈશ્વિક બજારમાં પણ સ્પોટ ગોલ્ડ અને સિલ્વર બંનેમાં તેજી જોવા મળી છે. જેની અસર ઘરેલુ બજારો પર પડી છે.

ક્યાં સુધી ટકશે આ તેજી?

રોકાણકારો માટે આ એક મોટો પડકાર છે કે તેજી ક્યાં સુધી  ટકશે. અમેરિકામાં મોંઘવારીના મજબૂત આંકડા બાદ ફેડરલ રિઝર્વ તરફથી વ્યાજ દરો વધારવાની આશંકા મજબૂત બની રહી છે. વ્યાજ દરો વધે તો સોના જેવા વગર વ્યાજના રોકાણનું આકર્ષણ ઘટી શકે છે. આથી વર્તમાન તેજી છતાં બજારમાં ઉતાર ચડાવનો માહોલ જોવા મળી શકે છે. 
 

Add Zee News as a Preferred Source
TAGS:
Gold