ડિવોર્સના કેસમાં ઘણા પત્ની પત્ની આપસી સમજૂતીથી અલગ થઈ જતા હોય છે અને બધું જ શાંતિથી પતી જતું હોય છે. જ્યારે ઘણા કેસ કોર્ટમાં લાંબા સમય સુધી ચાલે છે. આવા કેસમાં મુખ્ય કારણ ભરણપોષણની રકમ હોય શકે છે. ભરણપોષણ માટે પણ ઘણી પત્નીઓ કોર્ટના દરવાજા ખખડાવે છે. જો કે દર વખતે સ્ત્રી દ્વારા કરેલી માંગી પુરી થઈ શકતી નથી. કાયદામાં એવી 6 વાતોનો ઉલ્લેખ છે જેમાં પત્નીને ડિવોર્સ તો મળે પણ ભરણપોષણ ન મળે.
એવું માનવામાં આવે છે કે ડિવોર્સમાં પત્નીને ભરણપોષણ આપવું જ પડે. ઘણીવાર મસમોટી રકમની આપ લે પછી જ ડિવોર્સ પેપર સાઈન થતા હોય છે. પરંતુ દરેક કેસમાં ભરણપોષણ આપવું જ પડે એવું જરૂરી નથી હોતું. આ વાતની જાણકારી પણ હોવી જોઈએ. કાયદા અનુસાર એક, બે નહીં એવા 6 કારણો છે જે સાબિત થાય તો પુરુષ ભરણપોષણ આપવાનો ઈન્કાર કરી શકે અને કોર્ટ પણ તેની વાત માન્ય રાખે. આ 6 વાતોમાં કોર્ટમાં પત્ની ફસાઈ શકે છે.
જો પત્ની પોતાની મરજીથી કોઈ યોગ્ય કારણ વિના પતિનું ઘર છોડી દે છે તો તે ભરણપોષણ મેળવવા પાત્ર નથી રહેતી. પતિના ઘરમાં બધું બરાબર હોય તેમ છતા પત્ની સ્વેચ્છાએ પતિથી અલગ રહેવા લાગે તો આવા કેસમાં પત્નીને ખાધાખોરાકી ન મળી શકે.
જો પત્ની આત્મનિર્ભર હોય, તેની પાસે આવકના સ્ત્રોત હોય એટલે કે તે નોકરી કે પોતાનો વ્યવસાય ચલાવતી હોય તો આવા કેસમાં પણ પતિ માટે ભરણપોષણ ફરજિયાત હોતું નથી. કારણ કે પત્ની પોતાની ભરણપોષણ કરવા સક્ષણ હોય છે.
લગ્ન પછી પત્નીની વ્યભિચારમાં સંડોવણી હોય. આ વાત કોર્ટમાં પુરાવા વડે સાબિત થાય તો પણ પત્નીને ભરણપોષણ ન મળી શકે.
એક મુદ્દો એવો પણ છે કે જો કોર્ટમાં કરેલા સોગંદનામામાં પત્ની પોતાની આવક કે પોતાની સંપત્તિની વિગતો છુપાવે કે ખોટી વિગતો આપે અને આ વાત પણ કોર્ટમાં સાબિત થાય તો પત્ની ભરણપોષણનો હક ગુમાવી શકે છે.
આ એક મહત્વનો મુદ્દો છે. પતિથી અલગ થયા પછી પત્ની ધર્મ બદલે કે પછી બીજા સાથે લગ્ન કરે તો પણ તે ભરણપોષણનો હક ગુમાવે છે. આવા કિસ્સામાં પહેલા પતિએ ભરણપોષણ આપવું પડતું નથી.
જો પતિ પ્રત્યે પત્નીનું વર્તન ક્રૂરતાભર્યું હોય. પત્ની પોતાના પતિને શારીરિક માનસિક ત્રાસ આપતી હોય અને તે વાત કોર્ટમાં સાબિત થાય તો પણ પત્નીને ભરણપોષણ ન મળે તેવું બને.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)