• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /રાષ્ટ્રીય
  • /પરિસીમન બિલ શું છે? કેમ તેને પાસ કરાવવા ઈચ્છે છે સરકાર, સમજો મહિલા અનામત સાથે તેનું કનેક્શન

પરિસીમન બિલ શું છે? કેમ તેને પાસ કરાવવા ઈચ્છે છે સરકાર, સમજો મહિલા અનામત સાથે તેનું કનેક્શન

મહિલા અનામત સાથે કઈ રીતે જોડાયેલું છે પરિસીમન? 2023ના નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભા અને વિધાસભાઓમાં 33 ટકા મહિલા અનામત આપે છે. પરંતુ શરત હતી કે જનગણના બાદ થનાર પરિસીમન બાદ જ લાગૂ થશે. જનગણનામાં વિલંબથી કોટા અટકી ગયો છે. સરકારનો તર્ક છે કે 2011ના આંકડા પર પરિસીમન કરાવી તેને જલ્દી લાગૂ કરવામાં આવે.

Written ByGokani Dhaval
Published: Nov 27, 2026, 14:26 IST|Updated: Nov 27, 2026, 14:29 IST
joinshare
પરિસીમન બિલ શું છે? કેમ તેને પાસ કરાવવા ઈચ્છે છે સરકાર, સમજો મહિલા અનામત સાથે તેનું કનેક્શન

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
પરિસીમન અને મહિલા અનામત બિલને મોદી કેબિનેટની મંજૂરી, 50% વધશે સીટો

પરિસીમન અને મહિલા અનામત બિલને મોદી કેબિનેટની મંજૂરી, 50% વધશે સીટો

2

પરિસીમન બિલ શું છે? કેમ તેને પાસ કરાવવા ઈચ્છે છે સરકાર, સમજો મહિલા અનામત સાથે તેનું કનેક્શન

3

મોટા ઘટસ્ફોટ: વડોદરા એરફોર્સ સ્ટેશન ઉડાવવાનું કાવતરું ફેલ, AK-47 સાથે જૈશનો આતંકી ઝડપાયો, હુમલો કરી પાકિસ્તાન ભાગવાનો હતો પ્લાન!

4

આ 6 કારણો પત્ની પર પડે ભારે, ડિવોર્સ પછી પતિ પાસેથી ન મળે ભરણપોષણ

5

Gold Rate Today: એક ઝટકે સોના-ચાંદીના ભાવમાં મસમોટો વધારો, અચાનક કેમ વધી ગયા ભાવ? સોનાના દાગીના-લગડીના ભાવ જાણો

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

What is delimitation bill : આઠ મહિના પહેલા લોકસભામાં મળેલી હાર બાદ સરકાર ફરી તે મુદ્દા પર આવી ગઈ છે. લોકસભા 30 નવેમ્બરથી અને રાજ્યસભાની બેઠક 2 ડિસેમ્બરથી થશે, અને આ બેઠકોમાં પ્રશ્નકાળ, શૂન્યકાળ અને બિન-સરકારી કામકાજ થશે નહીં. ઔપચારિક એજન્ડા જાહેર થયો નથી, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે પરિસીમન અને મહિલા અનામત સાથે જોડાયેલું બંધારણ સંશોધન વિધેયક રજૂ કરવામાં આવશે. સવાલ એક જ છેઃ શું આ વખતે સરકાર બે-તૃતીયાંશનો આંકડો મેળવી શકશો?

શું છે પરિસીમન બિલ?

પરિસીમનનો મતલબ છે કે જનસંખ્યાના આધાર પર સીટોની સંખ્યા અને સરહદો બીજીવાર નક્કી કરવી. એપ્રિલમાં રજૂ 131મું બંધારણીય સંશોધન બિલ લોકસભાની મહત્તમ સંખ્યા વધારી 850 કરવાની જોગવાઈ હતી, એટલે કે રાજ્યોમાં 815 અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 35 સભ્યો. સાથે પરિસીમન વિધેયલ સુપ્રીમ કોર્ટના જજની અધ્યક્ષતામાં પંચ બને, જે સીટોની વહેંચણી અને SC, ST તથા મહિલાઓ માટે અનામત સીટોનું કામ જોત. નવી જનગણનાની પ્રતીક્ષા કર્યા વગર લેટેસ્ટ પ્રકાશિત જનગણના, એટલે કે 2011ના આંકડા આધાર બન્યા હોત.

મહિલા અનામત સાથે કઈ રીતે જોડાયેલું છે પરિસીમન?

2023નું નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભા અને વિધાનસભામાં 33 ટકા અનામત આપે છે. પરંતુ શરત હતી કે તે જનગણના બાદ થનાર પરિસીમન બાદ લાગૂ થશે. જનગણનામાં વિલંબથી કોટા અટકેલો છે. સરકારનો તર્ક છે કે 2011ના આંકડા પર પરિસીમન કરાવી તેને જલ્દી લાગૂ કરવામાં આવે. તેથી બંનેને એક પેકેજમાં રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ પરિસીમન બિલ મુદ્દે મોદી સરકારની 'તાકાત'માં થયો વધારો! દક્ષિણની આ પાર્ટી કરશે સપોર્ટ પણ એક શરતે

સરકાર તેને કેમ પસાર કરાવવા ઈચ્છે છે?

સરકાર ઈચ્છે છે કે કોટા 2029ની સામાન્ય ચૂંટણી પહેલા લાગૂ થાય. પ્રધાનમંત્રી મોદી કહી ચૂક્યા છે કે મહિલાઓને ન્યાય અપાવતા કોઈ તાકાત ન રોકી શકે, એપ્રિલની હાર માટે તેમણે એક વિપક્ષી દળને જવાબદાર ઠેરવ્યો હતો. રાજકીય સંદેશ સ્પષ્ટ છેઃ મહિલા મતદાતાઓની સામે વિપક્ષને કોટાની સામે વિઘ્ન બનતો દેખાડવો.

એપ્રિલમાં કેમ પાસ ન થયું બિલ?

17 એપ્રિલે સંસોધન વિધેયકના પક્ષમાં 298 અને વિરોધમાં 230 મત પડ્યા, જ્યારે જરૂર 352ની હતી. આ મોદી કાર્યકાળમાં પ્રથમવાર હતું જ્યારે કોઈ બંધારણીય સંશોધન બિલ પડી ગયું. ત્યારબાદ સરકારે પરિસીમન બિલ અને કેન્દ્રશાસિત પ્રદેશ કાયદો (સંશોધન) વિધેયક પરત લઈ લીધા હતા.

શું સરકારની પાસે બે-તૃતીયાંશ આંકડો છે?

હજુ નહીં, પરંતુ અંતર ઓછું થયું છે. બંધારણીય સંશોધન બિલ પસાર કરાવવા માટે સંસદના બંને ગૃહમાં બે-તૃતીયાંશ બહુમતની જરૂર હોય છે. લોકસભામાં હજુ જેટલા સાંસદ છે તે પ્રમાણે બે-તૃતીયાંશ બહુમત માટે 360 સાંસદોનું સમર્થન જોઈએ. આ સંખ્યા ગેરહાજર અને મતદાન કરનાર સભ્યો પર નિર્ભર કરે છે. રિપોર્ટ પ્રમાણે ટીએમસીના 20 સાસંદ એનડીએ સાથે આવી ગયા છે અને શિવસેના (UBT) ના 6 સાંસદ શિંદે સાથે જતા રહ્યાં છે. એનડીએની પાસે અત્યારે 326 સાંસદ છે, જ્યારે ડીએમકે તથા અન્ય દળોને જોડી આ આંકડો 356 પર પહોંચી ગાય છે. બંધારણીય સંશોધન બિલ પાસ કરવા માટે સરકારને 360 મતની જરૂર છે. એટલે કે બે-તૃતીયાંશ માટે ચાર મત ઓછા છે. રાજ્યસભામાં મુશ્કેલી મોટી છે. 245 સભ્યોના ગૃહમાં એનડીએના 142 સાંસદ છે, જ્યારે 161 જોઈએ. એટલે અહીં 19 મત ઓછા છે.

અચાનક સંસદનું બોલાવાયું સત્ર! 30 નવેમ્બરે લોકસભા અને 2 ડિસેમ્બરે રાજ્યસભા બેઠક, કયા મોટા બિલની તૈયાર?

વિપક્ષ વિરોધ કેમ કરે છે?

મુખ્ય ડર દક્ષિણના રાજ્યોનો છે. માત્ર 2011ની વસ્તી પર વિભાજન થયું તો દક્ષિણની ભાગીદારી 24.3 ટકાથી ઘટી 20.7 ટકા રહી જશે, જ્યારે યુપી, બિહાર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને દિલ્હીની ભાગીદારી 33.33 ટકાથી વધી 38.35 ટકા થઈ જશે. દક્ષિણના રાજ્યોનું કહેવું છે કે તેને જનસંખ્યા નિયંત્રણની સજા મળી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ ખડગે તેને રાજનીતિથી પ્રેરિત ગણાવ્યું હતું અને વિપક્ષની દલીલ છે કે તેઓ કોટાના નહીં, પરિસીમન સાથે જોડવાની વિરુદ્ધ છે. સરકારનું આશ્વાસન છે કે રાજ્યોનો વર્તમાન ગુણોત્તર બદલાશે નહીં. અમિત શાહે કહ્યુ કે તમિલનાડુની સીટો 59 થઈ જશે, પરંતુ DMK સાંસદ કનિમોઝીએ પૂછ્યું કે શું તે પરિસીમન આયોગ પર બાધ્યકારી હશે. તેમનું કહેવું છે કે કાયદાકીય ગેરંટી હોવી જોઈએ. વિપક્ષનો આરોપ છે કે સરકાર પક્ષપલટો અને વિલયના સહારે સુપર-ટેન્ટેડ બે-તૃતીયાંશ બહુમત બનાવી રહી છે. સપા પ્રમુખ અખિલેશ યાદવે તેને ભાજપની સૌથી મોટી રાજકીય ભૂલ ગણાવ્યું છે.

વિશેષ સત્રમાં કોણ સરકારનો સાથ આપી શકે છે?

DMK: લોકસભામાં 22 અને રાજ્યસભામાં 8 સાંસદ. પાર્ટીના બે વરિષ્ઠ નેતાઓ પ્રમાણે જો તમિલનાડુની આશરે 7.18 ટકા ભાગીદારી સુરક્ષિત રહી તો તે સીટો વધારવાનું સમર્થન કરી શકે છે.

NCP (શરદ પવાર): લોકસભામાં 8 અને રાજ્યસભામાં 1 સાંસદ. સુપ્રિયા સુલે કહી ચુક્યા છે કે તેઓ ડ્રાફ્ટ જોઈ નિર્ણય લેશે. પાર્ટીએ સંકેત આપ્યો છે કે તમામ રાજ્યોમાં 50 ટકા વધારા લેખિતમાં આપવામાં આવે તો તે પુનર્વિચાર કરી શકે છે.

YSRCP: પાછલા બિલનું સમર્થન કર્યું હતું, પરંતુ રાજ્યોના પ્રતિનિધિત્વ માટે કાયદાકીય સુરક્ષાની માંગ કરી હતી.
 

Add Zee News as a Preferred Source
TAGS:
India News