• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /બોલીવુડ
  • /કેવી છે ઈમરાન-જેનેલિયાની ફિલ્મ Gunmaaster G9, વાંચો ફિલ્મ જોઈ લોકોએ શું કહ્યું ?

કેવી છે ઈમરાન-જેનેલિયાની ફિલ્મ Gunmaaster G9, વાંચો ફિલ્મ જોઈ લોકોએ શું કહ્યું ?

આજે બોક્સ ઓફિસ પર ઈમરાન હાશ્મી અને જેનેલિયા દેશમુખની ફિલ્મ ગનમાસ્ટર જી9 રિલીઝ થઈ છે. આ ફિલ્મ લોકોને પસંદ પડી છે. ફિલ્મ વિશે લોકોનું શું કહેવું છે ચાલો જાણીએ પબ્લીક રીવ્યુ.

Written ByKrupa Shah
Published: Nov 27, 2026, 12:40 IST|Updated: Nov 27, 2026, 12:43 IST
joinshare
કેવી છે ઈમરાન-જેનેલિયાની ફિલ્મ Gunmaaster G9, વાંચો ફિલ્મ જોઈ લોકોએ શું કહ્યું ?

About the Author

Krupa Shah

Krupa Shah

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
કેવી છે ઈમરાન-જેનેલિયાની ફિલ્મ Gunmaaster G9, વાંચો ફિલ્મ જોઈ લોકોએ શું કહ્યું ?

કેવી છે ઈમરાન-જેનેલિયાની ફિલ્મ Gunmaaster G9, વાંચો ફિલ્મ જોઈ લોકોએ શું કહ્યું ?

2

મોમોની લારી જેવી ચટાકેદાર લાલ ચટણી ઘરે બનાવવાની રીત

3

'સારે બિલ કે દરવાજે બંધ કર દૂંગા', વરુણ પટેલની સૂચક પોસ્ટ બાદ ZEE 24 કલાક પર મોટો ધડાકો; કહ્યું- 'હું અને દિનેશ બાંભણિયા એક ટીમમાં, હાર્દિક અમારી સાથે નથી'

4

પરિસીમન બિલ મુદ્દે મોદી સરકારની 'તાકાત'માં થયો વધારો! દક્ષિણની આ પાર્ટી કરશે સપોર્ટ પણ એક શરતે

5

શિરડી સાંઈ બાબા મંદિરમાં કરોડોનું ગુપ્ત દાન, સોનાનો 1 કિલો વજનનો હીરાજડિત હાર અને 2 કિલો ચાંદીના બિસ્કીટ અર્પણ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

આજે બોક્સ ઓફિસ પર ઇમરાન હાશ્મીની ફિલ્મ ગનમાસ્ટર જી9 રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મમાં પહેલી વખત જેનેલિયા દેશમુખ અને ઇમરાન હાશ્મીની જોડી જોવા મળશે. ઇમરાન હાશ્મીની ફિલ્મ ગનમાસ્ટર જી9 એક્શન થ્રીલર ફિલ્મ છે. આ ફિલ્મમાં અપાર શક્તિ ખુરાના પણ મહત્વના રોલમાં છે. આ ફિલ્મ દર્શકોને કેવી લાગી તેના રિવ્યુ પણ સોશિયલ મીડિયા પર સામે આવવા લાગ્યા છે. તો ચાલો જાણીએ ઇમરાન હાશ્મીની નવી ફિલ્મ જોવા જેવી છે કે નહીં.

કોઈપણ ફિલ્મ બોક્સ ઓફિસ પર રિલીઝ થાય તો તેમાં સૌથી વધારે મહત્વનું હોય છે પબ્લિક રીવ્યુ. એટલે કે ફિલ્મ લોકોને કેવી લાગે છે. ઘણી ફિલ્મોમાં કરોડોનો ખર્ચો કરવામાં આવે પણ ફિલ્મ લોકોને પસંદ પડતી નથી. જ્યારે કેટલીક ફિલ્મ ઓછા ખર્ચે બની હોય પણ બોક્સ ઓફિસ પર કમાણીના રેકોર્ડ તોડી નાખે છે. આ બધું જ થાય છે જનતા જનાર્દનના કારણે. તેવામાં આજે રિલીઝ થયેલી ઇમરાન હાશ્મીની ફિલ્મ કઈ કેટેગરીમાં આવે છે તે તો આવનારા દિવસોમાં ખબર પડશે.

આ પણ વાંચો: પાકિસ્તાની વેબ સીરીઝને લઈ સરકારનો નેટફ્લિક્સને આદેશ, ભારતમાં નહીં થાય રિલીઝ

કેવી છે ગનમાસ્ટર જી9 ફિલ્મ ?

ગનમાસ્ટર જી9 અંગે ફિલ્મ સમીક્ષકોનું કહેવું છે કે આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ શકે છે. ફિલ્મ ક્રિટિક્સને ઇમરાન હાશ્મીની ફિલ્મ પસંદ પડી રહી છે. અલગ અલગ ફિલ્મ ક્રિટીકસે આ ફિલ્મને 3 અને 3.5 સ્ટાર આપ્યા છે. આ સિવાય ફિલ્મ જોઈ ચૂકેલા દર્શકો પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોતાના રીવ્યુ શેર કરી રહ્યા છે. લોકોનું શું કહેવું છે ચાલો જાણીએ.

ગનમાસ્ટર જી9 પબ્લિક રીવ્યુ

ફિલ્મ જોઈ ચૂકેલા દર્શકોના એક્સ પર શેર કરેલા રીવ્યુ પર નજર કરીએ તો મોટાભાગના લોકોને આ ફિલ્મ પસંદ પડી રહી છે. ઘણા યુઝર્સ એક્સ પર પોસ્ટ કરીને કહી રહ્યા છે કે ઇમરાન હાશ્મીની આ ફિલ્મ બ્લોકબસ્ટર ફિલ્મ હશે. કેટલાક યુઝર એ તો ફિલ્મને 4 અને 5 સ્ટાર આપી દીધા છે. દર્શકોને આ ફિલ્મમાં એક્શન અને મુખ્ય કલાકારોની એક્ટિંગ ખૂબ જ પસંદ પડી છે.

આ પણ વાંચો: આજે બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ 2 નવી ફિલ્મો, ગનમાસ્ટર જી9, યે પ્રેમ મોલ લિયા રામાયણને આપશે ટક્કર

ફિલ્મ જોઈ ચુકેલા દર્શકો અને ફિલ્મ ક્રિટીક્સ ફિલ્મમાં જે સરપ્રાઈઝ એલિમેન્ટ આવે છે તેના ખૂબ વખાણ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે ફિલ્મમાં કંઈક ખાસ અને સરપ્રાઈઝિંગ થાય છે જે ટ્વીસ્ટ સૌથી વધુ ચોંકાવનારો છે.

ઈમરાન-જેનેલિયાની જોડી

સોશિયલ મીડિયા પર લોકોએ શેર કરેલા રિવ્યૂ અનુસાર ગનમાસ્ટર જી9 ફિલ્મ મનોરંજનથી ભરેલી ફિલ્મ છે. લોકોનું કહેવું છે કે આ ફિલ્મ જોતાં જોતાં દર્શકો બોર નહીં થાય. દર્શકોનું કહેવું છે કે ફિલ્મમાં એક્શન અને સરપ્રાઈઝ દમદાર છે. લોકોને જેનેલિયા દેશમુખ અને ઇમરાન હાશ્મીની કેમેસ્ટ્રી પણ ગમી રહી છે.  

શોર્ટ એન્ડ સ્વીટ વાત એ છે કે ઇમરાન હાશ્મીની ગનમાસ્ટર જી9 ફિલ્મ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવે તેવી છે. જો તમે આ વિકેન્ડમાં ફ્રી છો તો ફિલ્મ જોવાનો પ્લાન બનાવી શકો છો. જે પ્રકારે લોકોના રીવ્યુ છે તે અનુસાર ફિલ્મ જોઈને તમારા પૈસા અને સમય બંને વસુલ થશે. 
 

Add Zee News as a Preferred Source
TAGS:
bollywood news