ઘણા લોકો સાથે એવું થાય કે સવારે જાગે એટલે એક પછી એક ઘણી છીંકો આવવા લાગે અને શરદી થઈ હોય તેમ નાકમાંથી પાણી નીકળવા લાગે અને નાકમાં સતત ખંજવાળ આવે. આ સમસ્યા મોટાભાગે મિશ્ર ઋતુ દરમિયાન વધારે જોવા મળે છે. શરદી વિના આવતી છીંકની સમસ્યાનું કારણ એલર્જિક રાઈનાઈટિસ હોય શકે છે. આવી સમસ્યા ખાસ જગ્યાએ જવાથી કે ખાસ પ્રકારના વાતાવરણમાં વધી જાય છે. આવું શા માટે થાય છે ચાલો જાણીએ
એલર્જિક રાઈનાઈટિસને સામાન્ય ભાષામાં નાકની એલર્જી પણ કહી શકાય છે. આ સમસ્યા નાકની અંદરની લેયરમાં થતી એલર્જીની સમસ્યા છે. જ્યારે નાકની અંદરની લેયર સુધી ધૂળ, પાલતૂ પ્રાણીમાંથી નીકળતા કણ કે પરાગકણ પહોંચી જાય છે તો સતત છીંકો આવવા લાગે, નાકની અંદર ખંજવાળ આવે અને નાકમાંથી પાણી નીકળવા લાગે છે.
એલર્જિક રાઈનાઈટિસના કારણે છીંક આવવાની શરુઆત સવારે શા માટે થાય છે ? આવો પ્રશ્ન તમને પણ હોય તો ચાલો તમને જણાવીએ તેનું કારણ. આપણા બેડરુમમાં, બેડશીટ પર, ઓશિકા પર પણ નરી આંખે ન જોઈ શકાય તેવા ડસ્ટ માઈટ્સ હોય છે. સુતી વખતે આ ડસ્ટ શ્વાસ સાથે નાકમાં પહોંચી જાય છે. જ્યારે સવારે જાગો ત્યારે નાકની લેયરમાં ડસ્ટના કારણે ખંજવાળ શરુ થાય છે અને છીંક આવવા લાગે છે.
આ ઘરેલુ ઈલાજ પછી પણ તકલીફથી રાહત ન મળે અને એલર્જીની સમસ્યા વધતી જણાય તો ડોક્ટરનો સંપર્ક કરી સમસ્યાનું યોગ્ય નિદાન કરાવી સારવાર લેવી.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)