આમળા વિટામિન c થી ભરપૂર હોય છે. આ સિવાય આમળામાં એન્ટિ ઓક્સીડન્ટ અને અન્ય ઔષધીઓ ગુણ પણ હોય છે. આમળા શરીરને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ઉપયોગી છે. શિયાળાની શરૂઆતથી જ આમળાનો રસ પીવાનું શરૂ કરી દેવામાં આવે તો રોગપ્રતિકારક શક્તિ વધી જાય છે અને વારંવાર થતી વાયરલ સમસ્યાઓ થવાનું જોખમ ઓછું થઈ શકે છે. તો ચાલો તમને જણાવીએ રોજ સવારે આમળાનો રસ કેવી રીતે પીવો જોઈએ અને તેનાથી શરીરને કેવા ફાયદા થાય છે.
બે તાજા આમળાના ટુકડા કરી મિક્સચર જારમાં લો. તેમાં આદુનો નાનો ટુકડો ઉમેરો અને સાથે જ થોડો ગોળ ઉમેરો. જરૂર અનુસાર પાણી અને થોડું મીઠું ઉમેરીને આમળાની પેસ્ટ બનાવી લો. આમળાની પેસ્ટમાં એક ગ્લાસ પાણી ઉમેરો અને પછી બધી જ સામગ્રીને ગાળી લો. તૈયાર કરેલું આમળા, આદુ અને ગોળનું પાણી સવારે ખાલી પેટ પી લેવું.
1. રોજ સવારે આમળા આદુ અને ગોળનું પાણી પીવાથી રોગપ્રતિકારક ક્ષમતા વધે છે. આમળા અને આદુમાં એવા પોષક તત્વો હોય છે જે શરીરને શરદી, ઉધરસ અને વાયરલ બીમારીઓ સામે લડવાની શક્તિ આપે છે. એક રિસર્ચ અનુસાર આમળા રોગપ્રતિકારક ક્ષમતા વધારે છે અને પાચન પણ સુધારે છે..
2. આમળા અને આદુનો રસ એવા લોકો માટે પણ ફાયદાકારક છે જેમને પાચન સંબંધિત સમસ્યાઓ રહેતી હોય. જે લોકોને બ્લોટિંગ, અપચો, પેટ ફુલી જવું જેવી સમસ્યાઓ રહેતી હોય તેઓ પણ રોજ સવારે આદુ, આમળાનું પાણી પી શકે છે. આ પાણી પાચનતંત્રને મજબૂત કરી પાચન સંબંધિત સમસ્યા દુર કરવામાં મદદ કરી શકે છે.
3. આમળા, આદુ અને ગોળનું પાણી પીવાનો ત્રીજો ફાયદો એ છે કે તેનાથી શરીર ડિટોક્સ થાય છે. આમળામાં મૂત્રવર્ધક ગુણ હોય છે સવારે ખાલી પેટ આદુ, આમળા અને ગોળનો રસ પીવાથી શરીરમાં રહેલા ટોક્સિન મૂત્ર વાટે શરીરમાંથી નીકળી જાય છે. આમળાનો રસ લીવરને ડિટોક્સ કરવામાં પણ મદદરૂપ થઈ શકે છે
4. આમળા, આદુ અને ગોળનો રસ સવારે પીવાથી ચોથો ફાયદો વાળ અને સ્કીનને થાય છે.. આમળાનો રસ સ્કિનમાં કોલેજન નિર્માણને વધારવામાં મદદ કરે છે. રોજ સવારે આદુ, આમળા અને ગોળનો રસ પીવાથી સ્કિન પર યુવાન દેખાય છે
5. પાંચમો અને સૌથી મોટો ફાયદો છે કે આમળાનો રસ પીવાથી વજન ઓછું કરવામાં મદદ મળે છે. આમળાનો રસ મેટાબોલિઝમ બુસ્ટ કરવામાં મદદ કરે છે જેના કારણે શરીરમાં વધારાનું ફેટ જામતું અટકે છે. જે લોકો વજન ઘટાડવા માંગતા હોય તેમણે રોજ સવારે આમળાનો રસ આ રીતે બનાવીને પીવો જોઈએ.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)