• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /વેપાર
  • /પૈસા ડબલ કરવાની સરકારી સ્કીમ: 5 લાખ જમા કરશો તો મળશે 10 લાખ રૂપિયા, જાણો વિગત

પૈસા ડબલ કરવાની સરકારી સ્કીમ: 5 લાખ જમા કરશો તો મળશે 10 લાખ રૂપિયા, જાણો વિગત

પોસ્ટ ઓફિસની કિસાન વિકાસ પત્ર યોજનામાં 7.5 ટકાનું વાર્ષિક વ્યાજ મળી રહ્યું ચે. તેમાં રોકાણ કરવામાં આવેલી રકમ 115 મહિના એટલે કે 9 વર્ષ 7 મહિનામાં ડબલ થાય છે. જો તમે આ યોજનામાં 5 લાખ જમા કરો છો તો મેચ્યોરિટી પર 10 લાખ મળશે.

Written ByGokani Dhaval
Published: Nov 09, 2026, 12:44 PM IST|Updated: Nov 09, 2026, 12:48 PM IST
joinshare
પૈસા ડબલ કરવાની સરકારી સ્કીમ: 5 લાખ જમા કરશો તો મળશે 10 લાખ રૂપિયા, જાણો વિગત
Image Credit: AI Generated Image

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
પૈસા ડબલ કરવાની સરકારી સ્કીમ: 5 લાખ જમા કરશો તો મળશે 10 લાખ રૂપિયા, જાણો વિગત

પૈસા ડબલ કરવાની સરકારી સ્કીમ: 5 લાખ જમા કરશો તો મળશે 10 લાખ રૂપિયા, જાણો વિગત

2

Ramayana: રામાયણ ફિલ્મને દિવાળી ફળી, વીકેન્ડમાં થઈ સૌથી વધુ કમાણી, બોક્સ ઓફિસ કલેકશન 500 કરોડને પાર

3

Gold Rate Today: ધનતેરસ-દિવાળી પૂરી થતા જ સોનું-ચાંદી જબરદસ્ત ઉછળ્યા, ભાવ વધીને ક્યાં પહોંચ્યા? ફટાફટ જાણો આજનો લેટેસ્ટ રેટ

4

Vikram Samvat 2083 Rashifal: શનિની સાડાસાતી વચ્ચે મીન રાશિના જાતકો માટે ખુલશે સફળતાના નવા દ્વાર!

5

Health Tips: દિવાળી પછી ઝડપથી ફેલાય છે આ બીમારી, જાણો દિવાળી પછી સ્વસ્થ રહેવા શું કરવું ?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

જો તમે શેર બજારના જોખમ વગર તમારા પૈસા ડબલ કરવા ઈચ્છો છો તો, પોસ્ટ ઓફિસની કિસાન વિકાસ પત્ર (Kisan Vikas Patra) સ્કીમ તમારા માટે એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. આ સરકારી સ્મોલ સેવિંગ સ્કીમમાં એક સાથે પૈસા જમા કરવાના હોય છે અને મેચ્યોરિટી પર રોકાણની રકમ ડબલ થઈ મળે છે.

ખાસ વાત છે કે આ યોજનામાં રોકાણની કોઈ મહત્તમ મર્યાદા નથી. તમે તમારી બચત પ્રમાણે તેમાં પૈસા લગાવી શકો છો. જો તમે કિસાન વિકાસ પત્રમાં 5 લાખનું રોકાણ કરો છો તો મેચ્યોરિટી પર તમને 10 લાખ મળી શકે છે.

KVP પર કેટલું મળી રહ્યું છે વ્યાજ?

ઈન્ડિયા પોસ્ટ પ્રમાણે પોસ્ટ ઓફિસની કિસાન વિકાસ પત્ર યોજનામાં હાલ 7.5 ટકાના દરે વાર્ષિક વ્યાજ મળી રહ્યું છે. આ વ્યાજની ગણના વાર્ષિક કમ્પાઉન્ડિંગના આધારે થાય છે. એટલે કે વ્યાજ પર પણ વ્યાજ મળે છે.

ઓક્ટોબરથી ડિસેમ્બર 2026ના ક્વાર્ટર માટે સરકારે KVP ના વ્યાજદરમાં કોઈ ફેરફાર કર્યો નથી. આ યોજનામાં રોકાણ કરવા પર પૈસા 115 મહિના એટલે કે 9 વર્ષ અને 7 મહિનામાં ડબલ થઈ જાય છે.

તેનો મતલબ છે કે જો તમે વર્તમાન વ્યાજદર પર KVP ખરીદો છો તો તમારા દ્વારા કરવામાં આવેલી રકમ મેચ્યોરિટી પર ડબલ થઈ જશે.

આ પણ વાંચોઃ 8 વર્ષનો રેકોર્ડ તૂટ્યો! મુહૂર્ત ટ્રેડિંગમાં લાલ નિશાન પર બંધ થયું શેરબજાર, જાણો

₹5 લાખ રોકાણ કરવા પર 10 લાખ કઈ રીતે મળશે?

જો તમે કિસાન વિકાસ પત્રમાં એક સાથે 5 લાખ રૂપિયાનું રોકાણ કરો છો.
વર્તમાન 7.5 ટકા વ્યાજદર પ્રમાણે 9 વર્ષ અને 7 મહિના બાદ તમને કુલ 10 લાખ મળશે. તેમાં તમારી મૂળ રકમ 5 લાખ હશે અને વ્યાજથી કમાણી પાંચ લાખ થશે.

જાણકારીરકમ/સમયગાળો
કુલ રોકાણ₹5,00,000
વાર્ષિક વ્યાજદર7.50%
રોકાણનો સમયગાળો9 વર્ષ 7 મહિના
મેચ્યોરિટી પર કુલ રકમ₹10,00,000
વ્યાજથી કુલ કમાણી₹5,00,000

KVP માં કેટલા વર્ષમાં કેટલા રૂપિયા બનશે?

રોકાણનો સમયગાળોઅંદાજિત રકમ
શરૂઆતમાં₹5,00,000
1 વર્ષ બાદ₹5,37,500
2 વર્ષ બાદ₹5,77,812
3 વર્ષ બાદ₹6,21,148
4 વર્ષ બાદ₹6,67,735
5 વર્ષ બાદ₹7,17,815
6 વર્ષ બાદ₹7,71,651
7 વર્ષ બાદ₹8,29,525
8 વર્ષ બાદ₹8,91,739
9 વર્ષ બાદ₹9,58,619
9 વર્ષ 7 મહિના બાદ₹10,00,000

KVP એકાઉન્ટ કોણ ખોલાવી શકે છે?

તમને જણાવી દઈએ કે કિસાન વિકાસ પત્રમાં કોઈપણ ભારતીય વયસ્ક નાગરિક રોકાણ કરી શકે છે. તેમાં સિંગલ અને જોઈન્ટ એકાઉન્ટ ખોલવાની સુવિધા છે. આ સિવાય સગીરના નામ પર વાલી પણ એકાઉન્ટ ખોલાવી શકે છે. આ સ્કીમની કેટલીક મુખ્ય વાતો નીચે પ્રમાણે છે.

  • ₹1,000થી શરૂઆત કરી શકો છો.
  • મહત્તમ રોકાણની કોઈ મર્યાદા નથી.
  • એક સાથે રકમ જમા કરાવવાની હોય છે.
  • નોમિની બનાવવાની સુવિધા ઉપલબ્ધ છે.
  • KVP સર્ટિફિકેટને નક્કી શરતો હેઠળ સિક્યોરિટીના રૂપમાં ઉપયોગ કરી શકાય છે.
  • સામાન્ય પરિસ્થિતિમાં 2 વર્ષ 6 મહિના બાદ સમય પહેલા બંધ કરાવવાની સુવિધા મળે છે.
શું KVP માં રોકાણ કરવા પર ટેક્સ છૂટ મળે છે?

KVP માં રોકાણ કરવા પર આવકવેરા વિભાગની કલમ 80C હેઠળ કોઈ ટેક્સ છૂટ મળતી નથી. આ સિવાય આ યોજનામાં મળતા વ્યાજ પર પણ ટેક્સ લાગે છે. એટલે કે વ્યાજથી થતી કમાણી પર તમારે આવકવેરાના સ્લેબ પ્રમાણે ટેક્સ આપવો પડી શકે છે.

 

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
Business News