• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /બોલીવુડ
  • /Ramayana: રામાયણ ફિલ્મને દિવાળી ફળી, વીકેન્ડમાં થઈ સૌથી વધુ કમાણી, બોક્સ ઓફિસ કલેકશન 500 કરોડને પાર

Ramayana: રામાયણ ફિલ્મને દિવાળી ફળી, વીકેન્ડમાં થઈ સૌથી વધુ કમાણી, બોક્સ ઓફિસ કલેકશન 500 કરોડને પાર

Ramayana Diwali Box Office Collection: બોક્સ ઓફિસ કમાણીની દ્રષ્ટિએ રામાયણ ફિલ્મને દિવાળી ફળી છે. દિવાળીના તહેવારમાં પણ રામાયણ ફિલ્મની કમાણીને બ્રેક નથી લાગી. ફિલ્મની કમાણીમાં ઉછાળો આવ્યો છે અને 4 દિવસમાં જ ફિલ્મની કમાણી 500 કરોડથી વધી ચુકી છે.

Written ByKrupa Shah
Published: Nov 09, 2026, 12:28 PM IST|Updated: Nov 09, 2026, 12:31 PM IST
joinshare
Ramayana: રામાયણ ફિલ્મને દિવાળી ફળી, વીકેન્ડમાં થઈ સૌથી વધુ કમાણી, બોક્સ ઓફિસ કલેકશન 500 કરોડને પાર

About the Author

Krupa Shah

Krupa Shah

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
Ramayana: રામાયણ ફિલ્મને દિવાળી ફળી, વીકેન્ડમાં થઈ સૌથી વધુ કમાણી, બોક્સ ઓફિસ કલેકશન 500 કરોડને પાર

Ramayana: રામાયણ ફિલ્મને દિવાળી ફળી, વીકેન્ડમાં થઈ સૌથી વધુ કમાણી, બોક્સ ઓફિસ કલેકશન 500 કરોડને પાર

2

Gold Rate Today: ધનતેરસ-દિવાળી પૂરી થતા જ સોનું-ચાંદી જબરદસ્ત ઉછળ્યા, ભાવ વધીને ક્યાં પહોંચ્યા? ફટાફટ જાણો આજનો લેટેસ્ટ રેટ

3

Vikram Samvat 2083 Rashifal: શનિની સાડાસાતી વચ્ચે મીન રાશિના જાતકો માટે ખુલશે સફળતાના નવા દ્વાર!

4

Health Tips: દિવાળી પછી ઝડપથી ફેલાય છે આ બીમારી, જાણો દિવાળી પછી સ્વસ્થ રહેવા શું કરવું ?

5

અમદાવાદને મળી દિવાળીની ભેટ, અમિત શાહે ઈસ્કોન-સાણંજ ચોકડીના ઓવરબ્રિજનું કર્યું લોકાર્પણ, લાખો વાહનચાલકોને મળશે રાહત

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Ramayana Diwali Box Office Collection: નિતેશ તિવારીની ફિલ્મ રામાયણને દિવાળી ફળી છે. 5 નવેમ્બરે રામાયણ ફિલ્મ બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ હતી. ફિલ્મ રિલીઝ થયા પછી પહેલું વીકેન્ડ દિવાળીના તહેવાર પર આવ્યું જેને લઈને અનુમાન હતું કે દિવાળીના દિવસે રામાયણ ફિલ્મની કમાણી ઓછી થઈ શકે છે. પરંતુ રામાયણ ફિલ્મને દિવાળી ફળી છે. આ ફિલ્મની કમાણીમાં વીકેન્ડમાં ઉછાળો જોવા મળ્યો.

આ પણ વાંચો: Vihaan Kaushal: કૈટરીના-વિકીએ 1 વર્ષ બાદ દેખાડ્યો દીકરાનો ચહેરો, દિવાળીના દિવસે શેર કર્યો પહેલો ફોટો

રામાયણ ફિલ્મ રિલીઝ થઈ તેને દિવાળીના દિવસે 4 દિવસ થયા. 4 દિવસે પણ ફિલ્મની પકડ મજબૂત રહી. કોઈપણ ફિલ્મ રિલીઝ થાય તેના પછી આવતો પહેલો રવિવાર ખાસ હોય છે. રામાયણ ફિલ્મ રિલીઝ થઈ ત્યારપછીના પહેલા રવિવારે દિવાળીનો પર્વ હતો. જેને લઈને લાગતું હતું કે આ દિવસે ફિલ્મની કમાણી ઘટી શકે છે. પરંતુ રવિવારે પણ મોટી સંખ્યામાં દર્શકોએ રામાયણ ફિલ્મ માણી.

4 દિવસના અંતે ફિલ્મની કમાણી 500 કરોડને પાર થઈ ચુકી છે. દિવાળી પર આવતા વીકેન્ડમાં પણ દર્શકો તરફથી ફિલ્મને સારો પ્રતિસાદ મળ્યો છે. અનુમાન છે કે હવે આગામી દિવસોમાં દિવાળીની રજાઓ દરમિયાન ફિલ્મની કમાણી વધી શકે છે. જો ફિલ્મ સિનેમાઘરોમાં આ રીતે પકડ રાખશે તો ફિલ્મની કમાણી રજનીકાંતની ફિલ્મ જેલર 2 ની કમાણીનો રેકોર્ડ તોડશે.

આ પણ વાંચો: OTT Release: જેલર 2 થી રાણાબલી ફિલ્મની ઓટીટી રિલીઝ ડેટ કંફર્મ, ચેક કરી લો ક્યાં અને ક્યારે જોઈ શકશો ફિલ્મ

રામાયણ ફિલ્મનું બોક્સ ઓફિસ કલેકશન

રામાયણ ફિલ્મની પહેલા દિવસની કમાણી 64.85 કરોડ રુપિયા હતી. બીજા દિવસે આ આંકડો ઘટીને 48.25 થયો હતો. પરંતુ ત્રીજા દિવસે એટલે કે શનિવારે ફિલ્મની કમાણીમાં વધારો થયો. ત્રીજા દિવસે ફિલ્મની કમાણી 69.80 કરોડ થઈ. ચોથા દિવસે એટલે કે દિવાળીના દિવસે ફિલ્મની કમાણી 56.15 કરોડ થઈ હતી. આ રીતે 4 દિવસમાં ફિલ્મનું ભારતમાં કલેકશન 238.85 કરોડ રુપિયા થયું. રામાયણ ફિલ્મનું ભારતમાં ગ્રોસ કલેકશન 285.20 કરોડ થયું છે.

આ પણ વાંચો: Amitabh Bachchan: અમિતાભ બચ્ચનની તબિયત ખરાબ, કેબીસીના શૂટિંગમાંથી લીધો બ્રેક

રામાયણ ફિલ્મ વર્લ્ડ વાઈડ કલેકશન

દુનિયાભરમાં રામાયણ ફિલ્મની કમાણીના આંકડા ચોંકાવનારા છે. રામાયણ ફિલ્મનો ઓવરસીઝ બિઝનેસ 214 કરોડ જેટલો છે. આ રીતે રામાયણ ફિલ્મ પહેલા વીકેન્ડ પછી 500 કરોડના આંકડા પર પહોંચી ગઈ છે. જો ફિલ્મની રફતાર આવી જ રહી તો આ વીકેન્ડ સુધીમાં રામાયણ ફિલ્મ તાજેતરમાં રિલીઝ થયેલી રજનીકાંતની ફિલ્મ જેલર 2 નો રેકોર્ડ તોડી નાખશે.
 

Add Zee News as a Preferred Source
TAGS:
bollywood news