• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /બોલીવુડ
  • /Vihaan Kaushal: કૈટરીના-વિકીએ 1 વર્ષ બાદ દેખાડ્યો દીકરાનો ચહેરો, દિવાળીના દિવસે શેર કર્યો પહેલો ફોટો

Vihaan Kaushal: કૈટરીના-વિકીએ 1 વર્ષ બાદ દેખાડ્યો દીકરાનો ચહેરો, દિવાળીના દિવસે શેર કર્યો પહેલો ફોટો

Katrina-Vicky Son Vihaan Kaushal: દિવાળીની ઉજવણી કૈટરિના કૈફ અને વિકી કૌશલના ચાહકો માટે ખાસ બની ગઈ. કારણ કે આ દિવસે કૈટરિના કૈફ અને વિકી કૌશલ એ પહેલીવાર તેમના દીકરાનો ફોટો શેર કર્યો. વિહાન કૌશલ દિવાળીની રાતથી ઈંટરનેટ પર છવાઈ ગયો છે.

Written ByKrupa Shah
Published: Nov 09, 2026, 09:06 AM IST|Updated: Nov 09, 2026, 09:08 AM IST
joinshare
Vihaan Kaushal: કૈટરીના-વિકીએ 1 વર્ષ બાદ દેખાડ્યો દીકરાનો ચહેરો, દિવાળીના દિવસે શેર કર્યો પહેલો ફોટો

About the Author

Krupa Shah

Krupa Shah

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
આવી રહ્યો છે iPhone 18 સીરીઝનો સૌથી સસ્તો સ્માર્ટફોન: iPhone 17 કરતાં સાવ અલગ હશે

આવી રહ્યો છે iPhone 18 સીરીઝનો સૌથી સસ્તો સ્માર્ટફોન: iPhone 17 કરતાં સાવ અલગ હશે

2

Vikram Samvat 2083 Rashifal: કુંભ રાશિનું ભાગ્ય ક્યારે પલટાશે? શનિ-ગુરુના ગ્રહપરિવર્તનથી મળશે મોટી સફળતા!

3

UP: બેકાબૂ કાર ડિવાઈડર સાથે અથડાઈ, વીજળીના થાંભલે ભટકાઈને આગનો ગોળો બની, 6 લોકો જીવતા ભૂંજાયા

4

ભારત સામેની ODI સિરીઝમાં ન્યૂઝીલેન્ડને મોટો ઝટકો: બે મોટા ખેલાડી ઈજાને કારણે બહાર

5

ચિપ બનાવતી દિગ્ગજ કંપનીના CEO ચીનના હનીટ્રેપમાં ફસાયા? લફરું સ્વીકારી કર્મચારીઓ, પત્ની-બાળકો પાસે માફી માંગી

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Katrina-Vicky Son Vihaan Kaushal: બોલીવુડ પાવર કપલમાં તેમના બાળકોના ફેસ રિવીલ કરવા માટેનો નવો ટ્રેન્ડ શરૂ થયો હોય તેવું લાગે છે. ક્રિસમસ, નવરાત્રી, દિવાળી જેવા તહેવારો દરમિયાન બોલીવુડ કપલ પોતાના બાળકોના ફેસ રિવીલ કરતા જોવા મળે છે. રણવીર-દીપિકા, આલિયા-રણબીર પછી હવે કેટરીના કેફ અને વિકી કૌશલએ પણ આ ટ્રેન્ડ ફોલો કર્યો છે. દિવાળીની રાત્રે કૈટરીના કેફ અને વિકી કૌશલએ તેમના instagram એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો જેમાં પહેલી વખત તેમના દીકરા વિહાનનો ચહેરો દેખાડ્યો છે. દિવાળીની રાતથી વિહાન કૌશલ ઇન્ટરનેટ પર છવાઈ ગયો છે.

આ પણ વાંચો: Amitabh Bachchan: અમિતાભ બચ્ચનની તબિયત ખરાબ, કેબીસીના શૂટિંગમાંથી લીધો બ્રેક

બોલીવુડના પાવર કપલ એટલે કે કૈટરીના કેફ અને વિકી કૌશલ એ પોતાના ચાહકોને દિવાળી પર મોટું સરપ્રાઈઝ આપ્યું. આ કપલે દિવાળી પર પોતાના દીકરા વિહાન સાથે એક ફોટો શેર કર્યો છે. આ ફોટો ખાસ એટલા માટે છે કે તેમાં પહેલી વખત વિહાનનો ફેસ રિવીલ કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં કૈટરીના કેફ એ વિહાન સાથેના કેટલાક ફોટા શેર કર્યા છે પણ તેમાં વિહાન કૌશલનો ચહેરો જોવા ન મળતો.  

આ પણ વાંચો: OTT Release: જેલર 2 થી રાણાબલી ફિલ્મની ઓટીટી રિલીઝ ડેટ કંફર્મ, ચેક કરી લો ક્યાં અને ક્યારે જોઈ શકશો ફિલ્મ

Instagram પર વિકી કૌશલ અને કૈટરીના કેફે એ ફેમિલી ફોટો શેર કર્યો છે જેમાં વિહાન ખુશખુશાલ જોવા મળે છે. આ ફોટો શેર થયાની સાથે જ ઇન્ટરનેટ પર વાયરલ થઈ ગયો છે. લોકો વિહાનની ક્યુટનેસ પર ફિદા થઈ ગયા છે અને તેના વખાણ કરી રહ્યા છે.  વિકી કૌશલ અને કૈટરીના કેફ એ એક વર્ષ પછી પોતાના દીકરાનો ફેસ રિવીલ કર્યો છે. શેર કરેલા ફોટોમાં કેટરીના પીળા રંગના ડ્રેસમાં જોવા મળે છે જ્યારે વિકી કૌશલ એ સફેદ કુર્તો પહેર્યો છે. અને વિહાન કૌશલ સફેદ કુર્તામાં અને યેલો કોટીમાં જોવા મળે છે.

 

 

 

 

View this post on Instagram

 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by Katrina Kaif (@katrinakaif)

 

મહત્વનું છે કે કૈટરીના કૈફ અને વિકી કૌશલ એ 7 નવેમ્બર 2025 ના રોજ દીકરાના જન્મની પોસ્ટ શેર કરી હતી. ત્યાર પછી 7 જાન્યુઆરીએ કપલે તેમના દીકરાનું નામ વિહાન છે તેવી જાહેરાત કરી હતી. ત્યાર પછી વિહાન એક વર્ષનો થયો ત્યાં સુધી તેનો ફેસ રિવીલ કરવામાં ન આવ્યો. વિહાનનો ફેસ રિવીલ કરવા માટે વિકી કૌશલ અને કૈટરીના કેફે દિવાળીના તહેવારને પસંદ કર્યો.

મહત્વનું છે કે ખાસ તહેવારો પર બોલીવુડ કપલ પોતાના બાળકોના ફેસ રિવીલ કરે તેવો ટ્રેન્ડ છેલ્લા કેટલાક સમયમાં જોવા મળ્યો છે. સૌથી પહેલા રણબીર કપૂર અને આલિયા ભટ્ટે તેમની દીકરી રાહાની પહેલી ઝલક ક્રિસમસ પર દેખાડી હતી. ત્યાર પછી રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે દિવાળીના તહેવાર પર પોતાની મોટી દીકરી દુઆનો ફેસ રિવીલ કર્યો હતો. આ પાવર કપલે તેમની નાની દીકરી દેવીના નામકરણની તસવીર નવરાત્રી પર શેર કરી હતી. જ્યારે આ વર્ષે વિકી કૌશલ અને કૈટરીના કેફે દિવાળી પર પોતાના દીકરાનો ફેસ રિવીલ કરી તેની પહેલી ઝલક દેખાડી છે.
 

Add Zee News as a Preferred Source
TAGS:
bollywood news