• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /સ્પોર્ટ્સ
  • /ભારત સામેની ODI સિરીઝમાં ન્યૂઝીલેન્ડને મોટો ઝટકો: બે મોટા ખેલાડી ઈજાને કારણે બહાર

ભારત સામેની ODI સિરીઝમાં ન્યૂઝીલેન્ડને મોટો ઝટકો: બે મોટા ખેલાડી ઈજાને કારણે બહાર

ભારત સામે વનડે સિરીઝમાં ન્યૂઝીલેન્ડની ટીમ ખેલાડીઓની ઈજાને કારણે સતત પરેશાન છે. હવે અંતિમ બે વનડે માટે લોકી ફર્ગ્યુસન બહાર થઈ ગયો છે, જ્યારે બ્લેયર ટિકનર વેલિંગટન વનડેમાં હેલમેટ પર થયેલી ઈજાને કારણે સાત દિવસ માટે બહાર રહેશે.

Written ByGokani Dhaval
Published: Nov 09, 2026, 09:32 AM IST|Updated: Nov 09, 2026, 09:33 AM IST
joinshare
ભારત સામેની ODI સિરીઝમાં ન્યૂઝીલેન્ડને મોટો ઝટકો: બે મોટા ખેલાડી ઈજાને કારણે બહાર

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
આવી રહ્યો છે iPhone 18 સીરીઝનો સૌથી સસ્તો સ્માર્ટફોન: iPhone 17 કરતાં સાવ અલગ હશે

આવી રહ્યો છે iPhone 18 સીરીઝનો સૌથી સસ્તો સ્માર્ટફોન: iPhone 17 કરતાં સાવ અલગ હશે

2

Vikram Samvat 2083 Rashifal: કુંભ રાશિનું ભાગ્ય ક્યારે પલટાશે? શનિ-ગુરુના ગ્રહપરિવર્તનથી મળશે મોટી સફળતા!

3

UP: બેકાબૂ કાર ડિવાઈડર સાથે અથડાઈ, વીજળીના થાંભલે ભટકાઈને આગનો ગોળો બની, 6 લોકો જીવતા ભૂંજાયા

4

ભારત સામેની ODI સિરીઝમાં ન્યૂઝીલેન્ડને મોટો ઝટકો: બે મોટા ખેલાડી ઈજાને કારણે બહાર

5

ચિપ બનાવતી દિગ્ગજ કંપનીના CEO ચીનના હનીટ્રેપમાં ફસાયા? લફરું સ્વીકારી કર્મચારીઓ, પત્ની-બાળકો પાસે માફી માંગી

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

ભારત વિરુદ્ધ વનડે સિરીઝમાં ન્યૂઝીલેન્ડને મોટો ઝટકો લાગ્યો છે. બે સ્ટાર ખેલાડી ઈજાને કારણે બહાર થઈ ગયા છે. ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસન ઈજાને કારણે અંતિમ બે વનડે મેચમાંથી બહાર થયો છે, જ્યારે બ્લેયર ટિકનર વેલિંગટન વનડેમાં હેલમેટ પર ઈજા થયા બાદ સાત દિવસ માટે બહાર રહેશે. બોલિંગ ઓલરાઉન્ડર ક્રિસ્ટિયન ક્લાર્કને ત્રીજી વનડે પહેલા ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જ્યારે મેટ હેનરી ચોથી વનડેમાં વાપસી કરી શકે છે.

ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે કરી જાહેરાત

ન્યૂઝીલેન્ડ ક્રિકેટે સોમવારે જણાવ્યું કે ફર્ગ્યુસન ટી20 સિરીઝ દરમિયાન થયેલી ઈજામાંથી સાજો થઈ શક્યો નથી. આ વચ્ચે ટિકનર સાવચેતીના ભાગરૂપે આગામી એક સપ્તાહ સુધી બહાર રહેશે. બોલિંગ ઓલરાઉન્ડર ક્રિસ્ટિયન ક્લાર્કને હેમિલ્ટનમાં ત્રીજી વનડે પહેલા ટિકનરના કવર તરીકે બોલાવવામાં આવ્યો છે. તે અંતિમ બે વનડે મેચ માટે ટીમમાં સામેલ હતો, પરંતુ હવે તે પહેલા ટીમ સાથે જોડાશે. ફાસ્ટ બોલર મેટ હેનરીને ચોથી વનડે માટે ટીમમાં સામેલ કરવાની સલાહ આપવામાં આવી છે.

હેનરી અને કાઇલ જેમિસન પહેલા ત્રીજી વનડે બાદ વેલિંગટનમાં ટેસ્ટ ટેમ્પમાં સામેલ થવાના હતા, પરંતુ હવે તે ચોથી વનડે માટે ટીમ સાથે રહેશે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટે તે પણ કન્ફર્મ કર્યું કે અંતિમ બે મેચ માટે ટીમમાં બે અન્ય ખેલાડીને સામેલ કરવામાં આવશે. ન્યૂઝીલેન્ડના પાંચ ખેલાડી ટોમ લાથમ, ડેરિલ મિચેલ, હેનરી નિકોલ્સ, ગ્લેન ફિલિપ્સ અને નાથન સ્મિથ ત્રીજી વનડેના એક દિવસ બાદ બુધવારે ટેસ્ટ સિરીઝની તૈયારીઓ માટે વેલિંગટન જશે.

આ પણ વાંચોઃ એશિયા કપ માટે ભારતીય ટીમમાં મોટો ફેરફાર... રજત પાટીદાર બહાર, આ ધુરંધરની એન્ટ્રી

મહત્વનું છે કે ન્યૂઝીલેન્ડની ટીમ પાંચ મેચની વનડે સિરીઝમાં 0-2થી પાછળ છે અને તેના ખેલાડીઓનો ઈજાનો સિલસિલો યથાવત છે. યજમાન ટીમ ઈજાને કારણે પરેશાન છે, જેમાં કન્કશનને કારણે કોનવે પણ બહાર થઈ ગયો હતો. રચિન રવીન્દ્ર અને માર્ક ચેપમેન પણ ઈજાને કારણે વનડે સિરીઝ માટે ઉપલબ્ધ નથી. નોંધનીય છે કે ટી20 સિરીઝમાં પણ ન્યૂઝીલેન્ડે 3-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. તેવામાં હવે કીવી ટીમની નજર ત્રીજી વનડે પર છે.

ત્રીજી વનડે માટે ન્યૂઝીલેન્ડ ટીમ

મિચેલ સેન્ટનર, માઇકલ બ્રેસવેલ, ક્રિસ્યિયન ક્લાર્ક, જેકબ ડફી, મેટ ફિશર, કાઇલ જેમિસન, નિક કેલી, ટોમ લાથમ, ડેરિલ મિચેલ, હેનરી નિકોલ્સ, ગ્લેન ફિલિપ્સ, ટિમ સેઇફર્ટ, નાથન સ્મિથ અને વિલ યંગ.

ચોથી વનડે માટે ન્યૂઝીલેન્ડની ટીમ

મિચેલ સેન્ટનર, ફિન એલન, માઇકલ બ્રેસવેલ, ક્રિસ્ટિયન ક્લાર્ક, જેકબ ડફી, મેટ ફિશર, ડીન ફોક્સક્રોફ્ટ, મિચેલ હે, મેટ હેનરી, કાઇલ જેમિસન, નિક કેલી, ટિમ સેઇફર્ટ, વિલ યંગ.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Sports News