• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /આંતરરાષ્ટ્રીય
  • /ચિપ બનાવતી દિગ્ગજ કંપનીના CEO ચીનના હનીટ્રેપમાં ફસાયા? લફરું સ્વીકારી કર્મચારીઓ, પત્ની-બાળકો પાસે માફી માંગી

ચિપ બનાવતી દિગ્ગજ કંપનીના CEO ચીનના હનીટ્રેપમાં ફસાયા? લફરું સ્વીકારી કર્મચારીઓ, પત્ની-બાળકો પાસે માફી માંગી

Nvidia CEO Jensen Huang admits relationship with Alice Huang: AI ચિપ બનાવનારી એક દિગ્ગજ કંપની Nvidiaના સીઈઓ જેનસન હુઆંગે સિંગાપુર બેસ્ડ કંપની મેગાસ્પીડના સીઈઓ અને કથિત ચીની જાસૂસ સાથે અનૈતિક સંબંધોની સ્વીકારી લેતા હડકંપ મચ્યો છે. આ મુદ્દે તેમણે કંપનીના કર્મચારીઓને એક સંદેશ મોકલ્યો જેમાં આ સ્વીકારતા પત્ની અને બાળકોની પણ માફી માંગી માંગી છે.

Written ByViral Raval
Published: Nov 09, 2026, 09:06 AM IST|Updated: Nov 09, 2026, 09:13 AM IST
joinshare
ચિપ બનાવતી દિગ્ગજ કંપનીના CEO ચીનના હનીટ્રેપમાં ફસાયા? લફરું સ્વીકારી કર્મચારીઓ, પત્ની-બાળકો પાસે માફી માંગી
Image Credit: AI Generated Image

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
આવી રહ્યો છે iPhone 18 સીરીઝનો સૌથી સસ્તો સ્માર્ટફોન: iPhone 17 કરતાં સાવ અલગ હશે

આવી રહ્યો છે iPhone 18 સીરીઝનો સૌથી સસ્તો સ્માર્ટફોન: iPhone 17 કરતાં સાવ અલગ હશે

2

Vikram Samvat 2083 Rashifal: કુંભ રાશિનું ભાગ્ય ક્યારે પલટાશે? શનિ-ગુરુના ગ્રહપરિવર્તનથી મળશે મોટી સફળતા!

3

UP: બેકાબૂ કાર ડિવાઈડર સાથે અથડાઈ, વીજળીના થાંભલે ભટકાઈને આગનો ગોળો બની, 6 લોકો જીવતા ભૂંજાયા

4

ભારત સામેની ODI સિરીઝમાં ન્યૂઝીલેન્ડને મોટો ઝટકો: બે મોટા ખેલાડી ઈજાને કારણે બહાર

5

ચિપ બનાવતી દિગ્ગજ કંપનીના CEO ચીનના હનીટ્રેપમાં ફસાયા? લફરું સ્વીકારી કર્મચારીઓ, પત્ની-બાળકો પાસે માફી માંગી

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.


એનવીડિયાના સીઈઓ જેન્સેન હુઆંગે પોતાના  કર્મચારીઓને એક ઈમેઈલ મોકલ્યો અને સ્વીકાર્યું કે તેમણે પત્ની સાથે બેવફાઈ કરી છે અને કથિત ચીની જાસૂસ સાથે અફેર હતું. કર્મચારીઓને મોકલેલા સંદેશમાં તેમણે લખ્યું કે તેમના આ પગલાં માટે કોઈ બહાનું નથી અને તેમને તેમની કરણી પર ઊંડો અફસોસ છે.  હુઆંગે પત્ની અને બાળકો પાસે પણ માફી માંગી છે. અત્રે જણાવવાનું કે એવા સમયે આ મામલો સામે આવ્યો છે કે જ્યારે ચિપ બનાવનારી કંપની એનવીડિયાએ તેમના કથિત સંબંધો અંગે સ્વતંત્ર તપાસ શરૂ કરી છે.

પાકિસ્તાનને સિંધુ જલ સંધિ અને આતંકવાદ મુદ્દે ભારત સાથે કરવી છે વાતચીત, પાક મંત્રીનું નિવેદન

હુઆંગે શું લખ્યું છે સંદેશમાં?

  • 63 વર્ષના જેન્સન હુઆંગે કર્મચારીઓને મોકલેલા સંદેશમાં લખ્યું છે કે, મે જે પણ કઈ કર્યું તેનું કોઈ બહાનું નથી. મને ખુબ અફસોસ છે. 
  • તેમણે સ્વીકાર્યું  કે તેમના આ પગલાંથી તેમની પત્ની અને બાળકોને ખુબ ઠેસ પહોંચી છે. 
  • તેમણે એ પણ સ્વીકાર્યું કે તેઓ કંપનીના કર્મચારીઓ, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને શેરધારકો પ્રત્યે પોતાની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ ગયા. 
  • હુઆંગે એમ પણ કહ્યું કે, તેમની જવાબદારી કર્મચારીઓની સેવા કરવાની અને તેમના ભરોસાને લાયક બની રહેવાનું છે. 
  • તેમણે કહ્યું કે, તેઓ આ જવાબદારીમાં પાછળ રહ્યા છે અને એનવીડિયા માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે. 
  • આ સાથે જ તેમણે પોતાના કામની પૂરેપૂરી જવાબદારી લેવાની અને ફરીથી ભરોસો મેળવવાની વાત કરી.

હુઆંગ સામે શરૂ થઈ તપાસ

જેન્સન હુઆંગે ભૂલ સ્વીકારતા જ એનવીડિયા સામે રાષ્ટ્રીય સુરક્ષા સંલગ્ન સવાલ પણ ઊભા થઈ ગયા છે. કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે કહ્યું કે તેમણે એક વિદેશી ઈન્ટેલિજન્સ અભિયાન સંલગ્ન આરોપોનો રિપોર્ટ સામે આવ્યા બાદ સ્વતંત્ર તપાસ શરૂ કરી છે. આ  તપાસની નિગરાણી કંપનીના સ્વતંત્ર ડિરેક્ટર્સની એક સમિતિ કરશે. જેમાં બહારના કાનૂની સલાહકાર પણ મદદ કરશે. હુઆંગે આ તપાસનું સમર્થન કર્યું છે અને સંપૂર્ણ રીતે સહયોગ આપવાની વાત કરી છે.

કંપની એનવીડિયાએ કહ્યું કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ રાષ્ટ્રી સુરક્ષા કે કંપનીના ગોપનીય  ડેટા સાથે સમાધાન થયું છે તેવું માનવા પાછળ કોઈ કારણ નથી. જો કે તપાસમાં ઉપલબ્ધ જાણકારીઓની સમીક્ષા થશે. કંપનીએ કહ્યું કે, અમેરિકાની રાષ્ટ્રીય અને આર્થિક સુરક્ષાની રક્ષા કરવી એ તેમની પ્રાથમિકતા છે.

黄仁勋正式承认出轨之前,网上其实还有不少人不信,觉得外媒在诬陷他,甚至有人拿Alice Huang的长相开涮,认为配不上地球富豪。 结果,现在回头看,前面的细节真不少。比如今年5月,多家媒体报道了黄和阿里巴巴关系密切,Alice Huang也突然频繁出现在黄仁勋身边;再比如黄仁勋去韩国上节目时,居然主动说自己喜欢韩星华莎。 当时一听到,就觉得有点意外。华莎在韩国并不是那种最主流、最安全牌的歌手,她的风格很鲜明,成熟张扬。像黄仁勋这种天天泡在芯片、AI和企业会议里的人,会特别注意到她,本身就挺有意思。 现在出轨消息坐实,Alice Huang的照片也满天飞。仔细看几眼,还真有一点那种成熟、张扬、带点风情的感觉。 纯八卦:不会连华莎都是“小三”给黄老板安利的?

— 王局拍案 (@wangjupaian) November 9, 2026

દિવાળીની ઉજવણી વચ્ચે અમેરિકામાં હિંદુ વિરોધી પ્રદર્શનથી બખેડો, પ્રમિલા જયપાલે કહ્યું: નફરત નહીં ચાલે!

એલિસ હુઆંગ પર શું છે આરોપો

  • અત્રે જણાવવાનું કે ગત મહિને ન્યૂયોર્ક ટાઈમ્સના એક રિપોર્ટ બાદ મામલો ગરમાયો હતો. 
  • રિપોર્ટમાં દાવો કરાયો હતો કે અમેરિકી ઈન્ટેલિજન્સ અધિકારીઓને શક હતો કે ચીની બિઝનેસ વુમન એલિસ હુઆંગ જેના જેન્સન હુઆંગ સાથે નીકટના સંબંધો હતા, તે ચીની એજન્ટ તરીકે કામ કરતી હતી. 
  • એલિસ હુઆંગ સાથે જેન્સન હુઆંગના  કોઈ કૌટુંબિક સંબંધ નથી. તે પહેલા સિંગાપુરની ડેટા સેન્ટર  કંપની મેગાસ્પીડ સાથે જોડાયેલી રહી છે. અમેરિકી અધિકારીઓએ આ કંપનીની પણ તપાસ કરી છે. 
  • અધિકારીઓને શક હતો કે કંપનીએ જેની નિકાસ પર અમેરિકાએ પ્રતિબંધ લગાવેલો છે તે એડવાન્સ એઆઈ  ચિપ્સ સુધી ચીનને પહોંચ મેળવવામાં મદદ કરી. 
  • મેગાસ્પીડ એનવીડિયાની એઆઈ ચિપ્સ ખરીદે છે. જેના કારણે અમેરિકા તરફથી ચીનની એડવાન્સ સેમીકન્ડક્ટર ટેક્નોલોજી સુધી પહોંચ સીમિત કરવાની કોશિશો વચ્ચે આ કંપની પણ તપાસના દાયરામાં આવી છે.
  • ન્યૂયોર્ક ટાઈમ્સે ઓક્ટોબરના અંતમાં રિપોર્ટ છાપ્યો હતો કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ગત વર્ષે એવી ગુપ્ત માહિતી અપાઈ હતી જેમાં દાવો હતો કે એલિસ હુઆંગ ચીન માટે જાસૂસી કરે છે. 
  • આ આરોપો બાદ અમેરિકી સાંસદોનું ધ્યાન પણ આ મામલે ગયું. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવના ટોચના રિપબ્લિક સભ્યોએ જેન્સન હુઆંગને આ મહિને કોંગ્રેસ સમક્ષ જાણકારી આપવા જણાવ્યું છે. 
  • 4 નવેમ્બરે મોકલાયેલા પત્રમાં સાંસદોએ કહ્યું કે, અમેરિકી રાષ્ટ્રીય સુરક્ષાને કોઈ જોખમ પહોંચ્યું છે કે નહીં અને શું ચીનને સંવેદનશીલ અમેરિકી ટેક્નોલોજી અને જાણકારી સુધી પહોંચ મળી? એ જાણવું કોંગ્રેસ માટે જરૂરી છે.

અત્રે જણાવવાનું કે એનવીડિયા અગાઉ કહી ચૂકી છે કે તેના સીઈઓ દર વર્ષે હજારો ગ્રાહક અધિકારીઓ સાથે વાત કરે છે. કંપનીનું કહેવું છે કે એશિયામાં તેમના ક્લાઉડ ગ્રાહકોને ફક્ત સામાન્ય કારોબારી જાણકારી મળે છે. સંવેદનશીલ વેપારી જાણકારી કે અમેરિકી રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત જાણકારી નહીં. અમેરિકાએ 2022માં એવા નિકાસ નિયંત્રણ લાગૂ કર્યા છે જેનો હેતુ ચીનની એડવાન્સ એનવીડિયા ચિપ્સ અને તેને બનાવવા માટે જરૂરી ઉપકરણો સુધી પહોંચને સિમિત કરવાનું છે.

ટ્રમ્પનો ક્રોધાગ્નિ કે ઈરાનની જીદ્દ? મિડલ ઈસ્ટમાં ફરી મોટો ધડાકો થવાના એંધાણ, ઈરાનની ૭ શરતોનું સસ્પેન્સ

ટ્રમ્પે કેમ કર્યો બચાવ

જો કે આ આરોપો બાદ પણ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જેન્સન હુઆંગનો બચાવ કર્યો. ટ્રમ્પે કહ્યું કે તપાસના સમાચાર સામે આવ્યા બાદ તેમણે એનવીડિયા સીઈઓ સાથે વાત કરી નથી. રિપોર્ટરો સાથે વાતચીતમાં ટ્રમ્પે કહ્યું કે, તેઓ હુઆંગને એક સારો માણસ ગણે છે. પરંતુ આ સાથે એમ પણ કહ્યું કે પડદા પાછળ શું ચાલે છે તે  કોઈને ખબર નથી. પણ તેમણે હુઆંગના વખાણ કરતા કહ્યું કે તેમણે અમેરિકા માટે શાનદાર કામ કર્યું છે. જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે શું તેમણે ગત વર્ષે મળેલી ગુપ્ત માહિતી પર કાર્યવાહી ન થઈ તેનો અફસોસ છે. તો તેમણે કહ્યું કે, ના મને એવું લાગતું નથી. તેમણે હુઆંગને એક સન્માનિત વ્યક્તિ ગણાવ્યા. બીજી બાજુ ચીન પહેલેથી જ એનવીડિયા સીઈઓને ટાર્ગેટ કરવાના જાસૂસી અભિયાનના આરોપોને ફગાવી  ચૂક્યું છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:
World News