• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /રોશનીનું પર્વ લોહીથી ખરડાયું: ફટાકડા અને જૂની અદાવતમાં 5 ચિરાગ બુઝાયા, સુરતથી સૌરાષ્ટ્ર સુધી લોહીયાળ જંગ

રોશનીનું પર્વ લોહીથી ખરડાયું: ફટાકડા અને જૂની અદાવતમાં 5 ચિરાગ બુઝાયા, સુરતથી સૌરાષ્ટ્ર સુધી લોહીયાળ જંગ

રોશનીનો ઉત્સવ...ખુશીઓનો માહોલ...ચારેય તરફ ફટાકડાના ધડાકા અને દીવડાઓનો ઝગમગાટ...આખું ગુજરાત જ્યારે દિવાળીની ઉજવણીના રંગમાં રંગાયેલું હતું, બરાબર એ જ સમયે તહેવારની કાળી રાત્રે કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવી દેતું એક એવું મોતનું તાંડવ ખેલાયું, જેણે આખા રાજ્યને હચમચાવી મૂક્યું છે.

Written ByGokani Dhaval
Published: Nov 09, 2026, 01:13 PM IST|Updated: Nov 09, 2026, 01:17 PM IST
joinshare
રોશનીનું પર્વ લોહીથી ખરડાયું: ફટાકડા અને જૂની અદાવતમાં 5 ચિરાગ બુઝાયા, સુરતથી સૌરાષ્ટ્ર સુધી લોહીયાળ જંગ

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
રોશનીનું પર્વ લોહીથી ખરડાયું: ફટાકડા અને જૂની અદાવતમાં 5 ચિરાગ બુઝાયા, સુરતથી સૌરાષ્ટ્ર સુધી લોહીયાળ જંગ

રોશનીનું પર્વ લોહીથી ખરડાયું: ફટાકડા અને જૂની અદાવતમાં 5 ચિરાગ બુઝાયા, સુરતથી સૌરાષ્ટ્ર સુધી લોહીયાળ જંગ

2

Stains Removal Hack: કાચના કપ-રકાબીમાંથી ચાના ડાઘ કાઢવાનો સરળ રસ્તો, આ સફેદ પાવડરથી 1 મિનિટમાં ડાઘ નીકળી જશે

3

પૈસા ડબલ કરવાની સરકારી સ્કીમ: 5 લાખ જમા કરશો તો મળશે 10 લાખ રૂપિયા, જાણો વિગત

4

Ramayana: રામાયણ ફિલ્મને દિવાળી ફળી, વીકેન્ડમાં થઈ સૌથી વધુ કમાણી, બોક્સ ઓફિસ કલેકશન 500 કરોડને પાર

5

Gold Rate Today: ધનતેરસ-દિવાળી પૂરી થતા જ સોનું-ચાંદી જબરદસ્ત ઉછળ્યા, ભાવ વધીને ક્યાં પહોંચ્યા? ફટાફટ જાણો આજનો લેટેસ્ટ રેટ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

સમગ્ર દેશ જ્યારે દિવાળીના પર્વે આતશબાજી અને રોશનીના ઉલ્લાસમાં ડૂબેલો હતો, ત્યારે ગુજરાતના ચાર જિલ્લાઓમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતી હત્યાની પાંચ ઘટનાઓ સામે આવી છે...ક્ષણિક આવેશ, ફટાકડા ફોડવાની સામાન્ય તકરાર અને જૂની અદાવતના કારણે તહેવારનો માહોલ પલભરમાં રક્તરંજિત બની ગયો...સુરત, અમરેલી, ભાવનગર અને સુરેન્દ્રનગરમાં અસામાજિક તત્વો અને માથાભારે શખસોએ આતંક મચાવીને પાંચ નિર્દોષ જિંદગીઓનો દીવો હંમેશા માટે બૂઝાવી દીધો છે, જેને પગલે તહેવારની ખુશીઓ માતમ અને ઘેરા શોકની કાલિમામાં ફેરવાઈ ગઈ...

પાંચ-પાંચ હત્યાથી ધ્રૂજી ઊઠ્યું ગુજરાત

આ લોહિયાળ રાતની સૌથી હૃદયદ્રાવક ઘટના ડાયમંડ સિટી સુરતમાં બની હતી, જ્યાં તહેવારની રાત્રે જ બે અલગ-અલગ વિસ્તારોમાં લોહીથી રંગાયા...ખટોદરા વિસ્તારમાં માત્ર 18 વર્ષનો પ્રસિદ્ધ સંતોષ મોરે ઉર્ફે સન્ની પોતાના ઘર આંગણે માસૂમ બાળકો સાથે ફટાકડા ફોડીને ખુશીઓ વહેંચી રહ્યો હતો, ત્યારે જ જૂની અદાવતનો ખાર રાખીને આવેલા 6 થી 7 અસામાજિક તત્વોએ તેના પર પાછળથી કાયરતાપૂર્વક હુમલો કરી દીધો હતો. હુમલાખોરોએ સન્નીની છાતીમાં છરીના એક પછી એક પાંચ ઊંડા ઘા ઝીંકી દેતાં તે લોહીલુહાણ થઈને ઢળી પડ્યો હતો અને ટૂંકી સારવાર દરમિયાન જ હોસ્પિટલમાં તેણે દમ તોડી દીધો હતો...આ ઘટનાની શાહી હજુ સૂકાઈ નહોતી ત્યાં સુરતના જ લિંબાયત વિસ્તારની વૃંદાવન નગર સોસાયટીમાં રાત્રે સાડા દસેક વાગ્યે ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલીમાં 24 વર્ષીય વિકાસ નામના યુવક પર ચપ્પુના ઘા ઝીંકી તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો.

સુરતમાં લિંબાયત અને ખટોદરા વિસ્તારમાં ફટાકડા ફોડવા બાબતે સામાન્ય બોલાચાલીમાં 2 યુવકોની હત્યા #Surat #Gujarat #BreakingNews #News https://t.co/0R97O0Ge8C

— Zee 24 Kalak (@Zee24Kalak) November 9, 2026

 ફટાકડાના ધડાકા વચ્ચે મોતનું તાંડવ!

ગુજરાતનો આ લોહીયાળ સિલસિલો અહીં જ ન અટક્યો, સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં પણ હત્યાની ઘટના બની...અમરેલી જિલ્લાના ખાંભા શહેરમાં ટ્રકના ભાડાના જૂના મનદુઃખને લઈને એક જ જ્ઞાતિના બે જૂથો લાકડીઓ અને તીક્ષ્ણ હથિયારો સાથે જાહેર રસ્તા પર સામસામે આવી જતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી... જેમાં 40 વર્ષીય સુલતાન દાઉદભાઈ સોલંકીને છરીના ગંભીર ઘા વાગતાં તેમનું કરૂણ મોત નીપજ્યું હતું...

ભાવનગરમાં યુવક પર હુમલો

જ્યારે ભાવનગરના કરચલીયાપરા વિસ્તારમાં 25 વર્ષનો શ્રમજીવી યુવાન રોહિત ઉર્ફે બટુ બારૈયા મોડી રાત્રે ભોજન લેવા નીકળ્યો ત્યારે જૂની અદાવત રાખીને બે શખ્સોએ તેને રસ્તામાં આંતરી ધારિયા અને છરી વડે ઘાતકી હુમલો કર્યો હતો.

અમદાવાદના સાયન્સ સિટી રોડ પર ટોળાના હુમલાથી બચવા રાકેશ પટેલે લાયસન્સવાળી પિસ્તોલથી કર્યું ફાયરિંગ #Ahmedabad #Gujarat #BreakingNews #News https://t.co/wPvVv5Ptec

— Zee 24 Kalak (@Zee24Kalak) November 9, 2026

 સુરેન્દ્રનગરમાં પણ હત્યા

આ તરફ સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના ઓવનગઢ ગામ નજીક આવેલા નિભણી ડેમના કાંઠે ખેડૂત યુવકની હત્યા થઈ...બે દિવસ અગાઉ થયેલી દારૂ પીવાની માથાકૂટની અદાવતમાં ડેમના કિનારે રામજી જેસીંગ ડાભી નામના ખેડૂત યુવક પર બે શખસોએ જીવલેણ હુમલો કરી દીધો હતો...ઘટનાસ્થળે લોહીના રેલા અને ઉલટીના નિશાનો વચ્ચે ગંભીર હાલતમાં મળી આવેલા રામજી ડાભીનું પણ સારવાર દરમિયાન મોત નીપજતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

આ પણ વાંચોઃ ગાંધીનગરના કાવાદાવા : ગુજરાતના રાજકારણ માટે ટર્નિંગ પોઇન્ટ સમય આવી રહ્યો છે

મહેસાણામાં ફટાકડા ફોડવા બાબતે બબાલ

ગુજરાતમાં દિવાળીની રાત્રે હત્યાઓના સિલસિલા વચ્ચે મહેસાણા પણ અસામાજિક તત્વોના આતંકથી ધ્રૂજી ઊઠ્યું છે...મહેસાણાના રાધનપુર રોડ પર આવેલા ગોલ્ડન સ્કવેર કોમ્પ્લેક્ષ પાસે દિવાળીની મોડી રાત્રે ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતમાં ભારે લોહીયાળ જંગ ખેલાયો હતો...રસ્તા પર સળગતો ફટાકડો ફેંકવા મુદ્દે એક પક્ષે ઠપકો આપતા જ મામલો બિચક્યો હતો અને જોતજોતામાં બંને જૂથના લોકો લાકડીઓ અને ધારદાર હથિયારો સાથે સામસામે આવી ગયા હતા.

તહેવારના દિવસે જ રાજ્યભરમાં બનેલી આ પાંચેય જઘન્ય હત્યાઓને પગલે સીસીટીવી ફૂટેજના આધારે ખટોદરા, લિંબાયત, ખાંભા અને સ્થાનિક એલસીબી સહિતની પોલીસ ટીમોએ ગુના નોંધી આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarat News