• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /ગાંધીનગરના કાવાદાવા : ગુજરાતના રાજકારણ માટે ટર્નિંગ પોઇન્ટ સમય આવી રહ્યો છે, કોંગ્રેસની ચાલ બદલાઈ!

ગાંધીનગરના કાવાદાવા : ગુજરાતના રાજકારણ માટે ટર્નિંગ પોઇન્ટ સમય આવી રહ્યો છે, કોંગ્રેસની ચાલ બદલાઈ!

Gandhinagar Na Kavadava : ગુજરાતના રાજકારણની ગપશપ, કયા નેતાએ શું કર્યું, કોણ રાજ રમત રમી ગયું... જાણવા માટે જુઓ ‘ગાંધીનગરના કાવાદાવા’

Written ByKaran RajputEdited ByKaran Rajput
Published: Nov 09, 2026, 08:00 AM IST|Updated: Nov 09, 2026, 08:00 AM IST
joinshare
ગાંધીનગરના કાવાદાવા : ગુજરાતના રાજકારણ માટે ટર્નિંગ પોઇન્ટ સમય આવી રહ્યો છે, કોંગ્રેસની ચાલ બદલાઈ!
Image Credit: ગાંધીનગરના કાવાદાવા : ગુજરાતના રાજકારણ માટે ટર્નિંગ પોઇન્ટ સમય આવી રહ્યો છે, કોંગ્રેસની ચાલ બદલાઈ!

About the Author

Karan Rajput

Karan Rajput

કરણ રાજપૂત ગુજરાતના અગ્રણી અને પ્રતિષ્ઠિત પત્રકારો તથા ડિજિટલ મીડિયા લીડર્સમાં ગણાય છે. પત્રકારત્વ ક્ષેત્રે તેમને ૨3 વર્ષોથી વધુનો સમૃદ્ધ અને દીર્ઘ અનુભવ છે. પોતાની લાંબી અને સફળ કારકિર્દી દરમિયાન તેમણે પ્રિન્ટ અને ડિજિટલ એમ બંને માધ્યમોમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે.વર્તમાનમાં તેઓ Zee 24 Kalak માં ડિજિટલ લીડ (Digital Lead) તરીકે સેવા આપી રહ્યા છે. આ પદ પર રહીને તેઓ ડિજિટલ કન્ટેન્ટ સ્ટ્રેટેજી, ન્યૂઝરૂમના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને હાયપર-લોકલ ટ્રાફિકને નોંધપાત્ર રીતે વધારવાની રણનીતિનું સફળ નેતૃત્વ કરી રહ્યા છે. ડેટા-ડ્રિવન કન્ટેન્ટ અને આધુનિક ટેકનોલોજીના પ્રયોગો દ્વારા ન્યૂઝરૂમને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં તેમને વિશેષ મહારત છે. મર્યાદિત અને ઓછા સ્ટાફ સાથે પણ શ્રેષ્ઠ પરિણામો આપવાની તેમની ક્ષમતા તેમને એક સક્ષમ સંપાદક બનાવે છે. ગુજરાતના અગ્રણી અખબારો જેમ કે ગુજરાત સમાચાર, સંદેશ અને દિવ્ય ભાસ્કરમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે. આ સિવાય તેઓ ગુજરાત સમાચારની ચેનલ GSTVના તેઓ ડિજિટલ એડિટર રહી ચૂકયા છે.એગ્રીકલ્ચર (કૃષિ) ક્ષેત્રે ઉત્કૃષ્ટ પત્રકારત્વ માટે તેમને બે રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. પડકારોને તકમાં બદલવાની સૂઝબૂઝ, સાહસિક નિર્ણયો અને સતત નવીન કન્ટેન્ટ પ્રયોગો (Content Experiments) થકી તેમણે મીડિયા જગતમાં એક આગવી અને મજબૂત ઓળખ બનાવી છે.
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
આવી રહ્યો છે iPhone 18 સીરીઝનો સૌથી સસ્તો સ્માર્ટફોન: iPhone 17 કરતાં સાવ અલગ હશે

આવી રહ્યો છે iPhone 18 સીરીઝનો સૌથી સસ્તો સ્માર્ટફોન: iPhone 17 કરતાં સાવ અલગ હશે

2

Vikram Samvat 2083 Rashifal: કુંભ રાશિનું ભાગ્ય ક્યારે પલટાશે? શનિ-ગુરુના ગ્રહપરિવર્તનથી મળશે મોટી સફળતા!

3

UP: બેકાબૂ કાર ડિવાઈડર સાથે અથડાઈ, વીજળીના થાંભલે ભટકાઈને આગનો ગોળો બની, 6 લોકો જીવતા ભૂંજાયા

4

ભારત સામેની ODI સિરીઝમાં ન્યૂઝીલેન્ડને મોટો ઝટકો: બે મોટા ખેલાડી ઈજાને કારણે બહાર

5

ચિપ બનાવતી દિગ્ગજ કંપનીના CEO ચીનના હનીટ્રેપમાં ફસાયા? લફરું સ્વીકારી કર્મચારીઓ, પત્ની-બાળકો પાસે માફી માંગી

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Gandhinagar Na Kavadava હિતલ પારેખ/ગાંધીનગર : ગાંધીનગરની રાજકીય ગલિયારીઓમાં બનતી ચટપટી વાતો લોકોના કાન સુધી પહોંચે તે માટે ઝી 24 કલાક તમારા માટે લાવ્યું છે ખાસ કોલમ ‘ગાંધીનગરના કાવાદાવા.’ દર સોમવારે પ્રસ્તુત થનારી આ કોલમમાં તમને એ વાતો જાણવા મળશે જે રાજકારણમાં એક કાનથી બીજા કાનમાં ચૂપચાપ કે ઈશારા ઈશારામાં કહેવાઈ જતી હોય છે. હિતલ પારેખની કલમે વાંચો ગાંધીનગરના કાવાદાવા.

અધિકારી અને કર્મચારીઓને 12 મહિનામાં 3 મહિના કામ વગર મળશે પગાર 
ગુજરાત સરકારના અધિકારી અને કર્મચારીઓ માટે 2027 નું વર્ષ રજાનું વર્ષ બની રહેશે. વર્ષના ચોથા ભાગમાં એટલે ૨૫ ટકા કામ વગર જ પગાર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકાર ચૂકવશે. રાજ્ય સરકારે 2027 નું રજા કેલેન્ડર જાહેર કર્યું. આ કેલેન્ડરના આધારે અધિકારીઓ અને કર્મચારીઓને ત્રણ માસથી વધારે સમય કામકાજમાં રજા જાહેર કરવામાં આવી છે. તહેવારોની જાહેર રજા અને બીજા અને ચોથા શનિવાર તેમજ રવિવારની રજાની ગણતરી કરીએ તો, ચોંકાવનારા આંકડા સામે આવે છે. વર્ષના 365 દિવસમાંથી 271 દિવસ જ અધિકારી અને કર્મચારીઓને કામ કરવું પડશે. 94 દિવસની રજા સત્તાવાર રીતે મળશે. આ ઉપરાંત મરજિયાત રજા અને કર્મચારીના હકની રજાની ગણતરી કરીએ તો રજાનો આંકડો વધી જાય છે. કર્મચારી અધિકારીઓ ત્રણ માસ સુધી કામ નહીં કરવાનો પગાર લેશે. સરકારી કેલેન્ડર પ્રમાણે ભલે કર્મચારી અધિકારીઓને આ રજા મળે છે, પણ ગુજરાતની પ્રજા આશા ચોક્કસ રાખે કે જે દિવસે અધિકારી કર્મચારીઓને નોકરી ચાલુ હોય ત્યારે પ્રમાણિકતાથી ગુજરાતના વિકાસમાં પોતાનું યોગદાન આપે. પ્રજાના પ્રશ્નોને સરકારી તંત્રની ફાઈલ નહીં ગણી,સંવેદનાથી ઉકેલે.

વેપાર તો વાણિયાનો, નાયબ મુખ્યમંત્રીએ સંવેદના સાથે વેપાર કર્યો
આ વાત ધનતેરસના દિવસની છે. ગાંધીનગરના સેક્ટર 21 શાક માર્કેટમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વેપારી બની દીવડાનું વેચાણ કર્યું. જે હાથમાં આવ્યા તેને પ્રેમથી દિવાળીના દીવડા ખરીદવા આગ્રહ કર્યો. ભાજપના મહાનગરપાલિકાના દિગ્ગજ નેતાઓનો વારો પણ પાડ્યો. કેટલાકને રૂપિયા 100 તો રૂપિયા 5,000 અને સુખી સંપન્ન નેતાને રૂપિયા 15,000 ના દીવડા ફરજિયાત વેપારી તરીકે હર્ષ સંઘવીએ વેચ્યા. મનોદિવ્યાંગ દર્દીઓના સામાજિક ઉત્થાન અને પુનઃવસન માટેની પહેલના ભાગરૂપે નાયબ મુખ્યમંત્રી વેપારી બન્યા. અડધા જ કલાકમાં 35,000 થી વધુ દીવડા રૂપિયા 1.90 લાખનો વેપાર કર્યો. દિવાળીના તહેવારોમાં સેક્ટર 21 શાક માર્કેટના આજુબાજુના લારી ગલ્લાવાળાની મુલાકાત લઈને વેપાર વધારવામાં હર્ષ સંઘવી મદદરૂપ થયા. મૂળ વેપારી હોવાના કારણે કોના ખિસ્સા પર કેટલું ભારણ નાંખી શકાય તે આવડતનો પરિચય પણ નાયબ મુખ્યમંત્રીએ કરાવ્યો.

મુખ્યમંત્રીએ આઇસ્ક્રીમ પાર્ટી, તો કેટલાક મંત્રીઓએ ફાફડા અને ગાંઠિયા ઉતાર્યા
દિવાળીના તહેવારોમાં અગિયારસથી લઈને દિવાળી સુધી મુખ્યમંત્રીથી લઈને મંત્રીઓ અલગ અલગ રીતે ઉજવણીમાં સામેલ થયા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદમાં એકાએક પહોંચી આઈસ્ક્રીમની લિજ્જત માણી. ભૂતકાળમાં ગાંધીનગરમાં પણ મોડી રાત્રે આઈસ્ક્રીમ પાર્લર પર પહોંચી આઈસ્ક્રીમની મજા માણી હતી. થોડા દિવસ અગાઉ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી તવા ઉપર ઉભા રહી ગાંઠિયા અને ફાફડા તરતા જોવા મળ્યા હતા.  ચાય પે ચર્ચા અને ચોળાફળી સાથે ચટણીની લિજ્જત માંડી, એક મંત્રી ગરમાં ગરમ ઢોકળા ખાવા પહોંચી ગયા. ધીર અને ગંભીર ભાજપના એક નેતા દિવાળીના તહેવારો દરમિયાન પણ અલગ અલગ વર્ગ સાથે સંવાદ કરવામાં રચ્યા પચ્યા રહ્યા. એક મંત્રીએ પોતાના મતવિસ્તારમાં સાયકલ ચલાવી મતદારો સાથે મુલાકાત કરી. ભાજપના જ વરિષ્ઠ અને સિનિયર નેતા કોની અને કેટલી ભેટ સોગાદો આવી છે એ ગણતરી કરવામાં જ દિવાળી પૂરી કરી.

હવે કોંગ્રેસમાં હઈસો હઈસો નહીં ચાલે.. પદ મળ્યું છે તો કામ કરવું પડશે
રાષ્ટ્રીય કોંગ્રેસથી લઈને ગુજરાત કોંગ્રેસ છેલ્લા બે ત્રણ મહિનાથી સક્રિય કાર્યક્રમો આપી રહી છે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં આક્રમક રીતે કોંગ્રેસ આંદોલન કરી રહી છે. જો કે સૌના આશ્ચર્ય વચ્ચે કોંગ્રેસ દ્વારા 49 યુવા નેતા કાર્યકર્તાઓને દિલ્હીના આંદોલનમાં સામેલ નહીં થવા બદલ બહારનો રસ્તો બતાવી દીધો. આ ઘટનાને પગલે કોંગ્રેસમાં હવે એક જ ચર્ચા ચાલે છે કે કોંગ્રેસમાં પદ મળ્યું છે તો કામગીરી કરવી પડશે. કામ નહીં કરો કે પાર્ટીએ સોંપેલી કામગીરીમાં સામેલ નહીં થાઓ તો કોંગ્રેસમાં રહેવાનો તમને કોઈ અધિકાર નથી. આ ઘટનાના ગુજરાત કોંગ્રેસ ઉપર મોટી અસર પડી છે. પ્રદેશ નેતૃત્વની કામગીરીનું પણ રાષ્ટ્રીય કક્ષાએ મૂલ્યાંકન થઈ રહી હોવાની ચર્ચા ચાલી છે. દિવાળી બાદ ગુજરાત કોંગ્રેસ અનેક પ્રકારના આક્રમક કાર્યક્રમો આપવાની તૈયારીઓ કરી રહ્યું છે. આ કાર્યક્રમમાં જેને પણ જવાબદારી સોંપાઈ તેને ફરજિયાત તે કામગીરી કરવી પડશે તે પ્રકારનો આદેશ પણ આવી ગયો છે. પ્રદેશ કોંગ્રેસની કામગીરી ઉપર દિલ્હી નેતૃત્વ સીધી નજર રાખી રહી હોવાની જાણકારી મળી છે. ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતાઓએ પક્ષમાંથી બહાર કરવામાં આવેલા યુવા નેતાઓ અને કાર્યકરોને બચાવવાનો પણ પ્રયત્ન કર્યો હતો. જો કે તેઓને સ્પષ્ટ શબ્દોમાં કહી દેવામાં આવ્યું હોવાની જાણકારી મળી રહી છે. કોંગ્રેસમાં કામ નહીં કરે એ હવે કોંગ્રેસમાં નહીં ચાલે.

આગામી એક મહિનો ગુજરાતના રાજકારણ માટે ટર્નિંગ પોઇન્ટ બનશે
15 મી નવેમ્બર થી 15 મી ડિસેમ્બર ગુજરાતના રાજકારણમાં અનેક પ્રકારની ઘટનાઓ આકાર લેશે. નવેમ્બર મહિનાના અંત સુધીમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીની સત્તાવાર જાહેરાત થશે. 25 ડિસેમ્બર પહેલા ચૂંટણી પ્રક્રિયા પૂર્ ની દિશામાં ચૂંટણી આયોગે કામગીરી શરૂ કરી છે. દિવાળી પૂર્ણ થતાની સાથે જ ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સંગઠનને મજબૂત કરવા સ્નેહમિલન સમારંભનું આયોજન કરશે. 2027 ની વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓનો તેનાથી પ્રારંભ થશે. આદિવાસી વિસ્તારમાં આગામી માસમાં ત્રણેય રાજકીય પક્ષો રાજકીય સંમેલનો કરશે. ગુજરાતમાં પાટીદાર સમાજ ડિસેમ્બર માસમાં જ રાજકીય સંમેલન બોલાવે તો નવાઈ નહીં. પડતર માગણીઓને લઈને કર્મચારી મંડળો અને મહામંડળો આંદોલનની જાહેરાત કરશે. એટલે એવું ચોક્કસ કહી શકાય કે આગામી એક મહિનો ગુજરાતના રાજકારણમાં ગરમા ગરમ બની રહેશે.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Gandhinagar na kavadava