SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Stains Removal Hack: કાચના કપ-રકાબીમાંથી ચાના ડાઘ કાઢવાનો સરળ રસ્તો, આ સફેદ પાવડરથી 1 મિનિટમાં ડાઘ નીકળી જશે

Stains Removal Hack: ચા માટે જે કપ અને રકાબીનો ઉપયોગ રોજ થતો હોય તેના પર ચાના ડાઘ થવા લાગે છે. ચાના ડાઘ સૌથી વધારે કપના હેંડલ પાસે દેખાય છે. આ ડાઘને સાફ કરવાનો સૌથી સરળ રસ્તો ચાલો તમને જણાવીએ.

Written By Krupa Shah
Published: Nov 09, 2026, 12:58 PM IST | Updated: Nov 09, 2026, 01:04 PM IST
Join

Stains Removal Hack: ચા કે કોફી માટે રોજ જે મગ કે કપ-રકાબી યુઝ થયા હોય છે તેના પર થોડા સમય પછી ડાઘ થવા લાગે છે. આ ડાઘ પાણીથી સાફ કરવાથી જતા નથી. આવા ડાઘ સૌથી વધારે ચા માટેના કપ રકાબીમાં જોવા મળે છે. જો કપ રકાબી સફેદ રંગના હોય તો તેના પર ડાઘ  વધારે દેખાય છે. આવા ડાઘ નોર્મલ સફાઈથી સાફ થતા નથી. તેને સાફ કરવા માટે ખાસ ટ્રીક અપનાવવી પડે છે અને આ ટ્રિક કઈ છે ચાલો તમને જણાવીએ.

આપણા ઘરના રસોડામાં જ એવી વસ્તુઓ હોય છે જે રસોડાના સફાઈના કામમાં ઉપયોગી હોય. કાચના કપ રકાબી કે મગમાંથી ચા કે કોફીના ડાઘ કાઢવામાં ઉપયોગી એવો સફેદ પાવડર છે મીઠું અથવા બેકિંગ સોડા. દરેક ઘરના રસોડામાં આ 2 વસ્તુઓ તો હોય જ. આ બંને વસ્તુની મદદથી કાચના કપ રકાબીની સફાઈ સરળતાથી થઈ શકે છે.

આ પણ વાંચો: Amla Hair Oil: વાળ કાળા અને લાંબા થાય તેવું આમળાનું તેલ ઘરે બનાવવાની સાચી રીત જાણી લો

ચા માટે જે કપ રકાબી સૌથી વધુ યુઝ થતા હોય છે તેના તળીયામાં, હેન્ડલ પાસે કે નીચેના ભાગમાં બ્રાઉન ડાઘ પડવા લાગે છે. આ ડાઘ ધીરે ધીરે ડાર્ક થવા લાગે છે અને લાઈટ રંગના કપ રકાબી પર વધારે ખરાબ લાગે છે. આવા ડાઘને યોગ્ય વસ્તુનો ઉપયોગ કરીને સાફ કરો તો માત્ર 1 મિનિટમાં ડાઘ નીકળી શકે છે.

આ પણ વાંચો: Gulab Jamun: માવાની જરૂર જ નથી, મિલ્ક પાવડરથી બનાવો મોમાં મુકતાં જ ઓગળી જાય એવા ગુલાબજાંબુ

ચા કે કોફીના મગ પરથી ડાઘા કાઢવા માટે મીઠું યુઝ કરો. મીઠાની મદદથી કાચના કપ પરથી ડાઘ ઝડપથી અને મહેનત વિના નીકળી જાય છે. જે કપ કે મગની સફાઈ કરવી હોય તેને પાણીથી ભીનો કરી જે ભાગ પર ડાઘ હોય ત્યાં મીઠું લગાડો અને પછી નોર્મલ સ્પંજથી કપને સાફ કરો. મીઠાનો ઉપયોગ કરવાથી 1 મિનિટમાં જ બધો મેલ નીકળી જશે. મહિનાઓ જુનો મેલ પણ ફટાફટ સાફ થવા લાગશે.

આ પણ વાંચો: Lifehacks: તુલસીના માંજર ફેંકવાની ભુલ ન કરો, માંજરને સુકવી આ રીતે બનાવો સુગંધી ધુપબત્તી

કાચના કપ-રકાબી ઉપરાંત કાચની કોઈ પણ વસ્તુ પર ડાઘ હોય તો તેને સાફ કરવા માટે મીઠાનો ઉપયોગ કરી શકો છો. મીઠું યુઝ કરવાથી કાચના કપ નવા હોય તેવા ચકાચક થઈ જશે. કાચના કપ કે મગ સાફ કરવા માટે તમે બેકિંગ સોડાનો ઉપયોગ પણ કરી શકો છો. બેકિંગ સોડા પણ કાચને નુકસાન કર્યા વિના ડાઘ કાઢે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.

ZEENEWS TRENDING STORIES