• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /લાઇફસ્ટાઇલ
  • /Amla Hair Oil: વાળ કાળા અને લાંબા થાય તેવું આમળાનું તેલ ઘરે બનાવવાની સાચી રીત જાણી લો

Amla Hair Oil: વાળ કાળા અને લાંબા થાય તેવું આમળાનું તેલ ઘરે બનાવવાની સાચી રીત જાણી લો

Amla Hair Oil: આમળાની સીઝન આવી ગઈ છે. આ સીઝનનો ફાયદો ઉઠાવો અને ઘરે બનાવી લો વાળને કાળા અને લાંબા કરે તેવું હેર ઓઈલ. આ તેલ ઘરે કઈ રીતે બનાવવું ચાલો તેની રીત તમને જણાવીએ.

Written ByKrupa Shah
Published: Nov 06, 2026, 03:06 PM IST|Updated: Nov 06, 2026, 03:09 PM IST
joinshare
Amla Hair Oil: વાળ કાળા અને લાંબા થાય તેવું આમળાનું તેલ ઘરે બનાવવાની સાચી રીત જાણી લો

About the Author

Krupa Shah

Krupa Shah

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
લો બોલો! બિમાર પતિને તરછોડીને સાસુ જમાઈ સાથે ભાગી ગઈ, 2 કિલો ચાંદી-80 ગ્રામ સોનું પણ લેતી ગઈ

લો બોલો! બિમાર પતિને તરછોડીને સાસુ જમાઈ સાથે ભાગી ગઈ, 2 કિલો ચાંદી-80 ગ્રામ સોનું પણ લેતી ગઈ

2

Amla Hair Oil: વાળ કાળા અને લાંબા થાય તેવું આમળાનું તેલ ઘરે બનાવવાની સાચી રીત જાણી લો

3

પંજાબમાં કર્મભૂમિ એક્સપ્રેસ ટ્રેનના 4 ડબ્બા ભીષણ આગમાં સપડાયા, દૂર દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા, મુસાફરોમાં ડરનો માહોલ

4

કનકધારા સ્ત્રોત 21 શ્લોક અને અર્થ: દરિદ્રતા દૂર કરવાની દિવ્ય પ્રાર્થના અને કનકધારા યંત્રનું મહત્ત્વ!

5

રાજકોટનું આ નાનકડું ગામ છે 'પેંડાનું પિયર'! અહીંના થાબડી પેંડા ખાશો તો મથુરાના પેંડા ભૂલી જશો, જાણો કેમ ખાસ છે?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Amla Hair Oil: નાની ઉંમરમાં વાળ સફેદ થવા, વાળ વધારે પ્રમાણમાં ખરવા, વાળનો ગ્રોથ અટકી જવો, ધીરે ધીરે વાળ આછા થતા હોય આ પ્રકારની સમસ્યાથી તમે પણ પરેશાન હોય તો તમારી સમસ્યા દૂર કરવાનો સમય હવે આવી ગયો છે. શિયાળાની શરૂઆત સાથે જ માર્કેટમાં આમળા પણ મળવા લાગ્યા છે. આમળા તમારા વાળની બધી જ સમસ્યાને દૂર કરી શકે છે. વાળની લંબાઈ વધારે અને વાળને કાળા અને મજબૂત બનાવે તેવું આમળાનું  તેલ ઘરે બનાવી લો.

આ પણ વાંચો: Sesame Jaggery Benefits: શિયાળામાં તલ-ગોળ ખાવાથી થતા લાભ વિશે જાણી તમે પણ આખો શિયાળો ખાશો આ બે વસ્તુઓ

આમળાના તેલના ફાયદા

ઘરે બનાવેલા આમળાના તેલથી તમારા વાળની બધી જ સમસ્યાઓ દૂર થઈ શકે છે. માર્કેટમાં મળતા આમળા ખાવાની સાથે તેનો ઉપયોગ તેલ બનાવવામાં પણ કરી શકો છો. આમળાથી બનેલું તેલ વાળનો ગ્રોથ વધારવાથી લઈને ખરતા વાળની સમસ્યા દૂર કરવામાં મદદરૂપ થઈ શકે છે. આમળાનું તેલ વર્ષો જૂનો પારંપરિક ઘરેલુ ઉપાય પણ છે. ઘણા લોકો એવા પણ હશે જેમને ખબર નહીં હોય કે આવળાનું તેલ કઈ રીતે બનાવવું. તો ચાલો તમને જણાવીએ આમળાનું તેલ બનાવવાની રીત.

ઘરે આમળાનું તેલ બનાવવાની રીત

વાળ કાળા અને લાંબા થાય તે માટેનું તેલ બનાવવા માટે આમળા, નાળિયેરનું તેલ, મેથી દાણાની જરૂર પડશે. જો તમે ઈચ્છો તો આ તેલમાં મીઠા લીમડાના પાન પણ ઉમેરી શકો છો. આમળાનું તેલ બનાવવા માટે સૌથી પહેલા આમળાને પાણીથી સાફ કરી તેના ટુકડા કરી લો અથવા તો મિક્સરમાં પેસ્ટ બનાવી લો.

આ પણ વાંચો: Get Rid of Dark Circle: આંખ નીચેના કાળા કુંડાળા દુર કરવાનો વર્ષો જૂનો ઉપાય, 15 દિવસમાં ગાયબ થઈ જશે ડાર્ક સર્કલ

હવે લોઢાની કઢાઈમાં નાળિયેર તેલ ગરમ કરવા મુકો. નાળિયેર તેલમાં આમળાની પેસ્ટ ઉમેરો અને સાથે જ મેથી નો પાવડર કરીને ઉમેરી દો. ત્યાર પછી તેલને ધીમા તાપે ઉકળવા દો. જો તમે તેલમાં લીમડાના પાન ઉમેરવા માંગો છો તો મેથીના પાવડર સાથે લીમડાના પાન પણ ઉમેરી દેવા.

તેલ અને આમળાના મિશ્રણને ધીમા તાપે ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી આમળાનો રસ બળી અને તેલમાં ભળી જાય. જ્યારે તેલનો રંગ કાળો થઈ જાય અને તેમાં પાણીનો ભાગ ન રહે ત્યારે ગેસ બંધ કરી દો. તેલ થોડું ઠંડુ થાય પછી સુતરાઉ કપડાની મદદથી તેલને બરાબર ગાડી લો. આ તેલને કાચની બોટલમાં ભરેલો. સપ્તાહમાં બે વખત આ તેલથી વાળમાં બરાબર માલિશ કરો.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

 

Add Zee News as a Preferred Source
TAGS:
Utility News