• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ધાર્મિક
  • /કનકધારા સ્ત્રોત 21 શ્લોક અને અર્થ: દરિદ્રતા દૂર કરવાની દિવ્ય પ્રાર્થના અને કનકધારા યંત્રનું મહત્ત્વ!

કનકધારા સ્ત્રોત 21 શ્લોક અને અર્થ: દરિદ્રતા દૂર કરવાની દિવ્ય પ્રાર્થના અને કનકધારા યંત્રનું મહત્ત્વ!

આજે ધનતેરસનું પર્વ ઉજવવામાં આવી રહ્યું છે. ત્યારે અમે તમને દરિદ્રતા દૂર કરવા માટે દિવ્ય પ્રાર્થના અને કનકધારા યંત્રનું મહત્વ તથા આ શ્લોક ગુજરાતીમાં સમજાવીશું.

Written ByGokani Dhaval
Published: Nov 06, 2026, 02:43 PM IST|Updated: Nov 06, 2026, 02:55 PM IST
joinshare
કનકધારા સ્ત્રોત 21 શ્લોક અને અર્થ: દરિદ્રતા દૂર કરવાની દિવ્ય પ્રાર્થના અને કનકધારા યંત્રનું મહત્ત્વ!
Image Credit: AI Image

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
લો બોલો! બિમાર પતિને તરછોડીને સાસુ જમાઈ સાથે ભાગી ગઈ, 2 કિલો ચાંદી-80 ગ્રામ સોનું પણ લેતી ગઈ

લો બોલો! બિમાર પતિને તરછોડીને સાસુ જમાઈ સાથે ભાગી ગઈ, 2 કિલો ચાંદી-80 ગ્રામ સોનું પણ લેતી ગઈ

2

Amla Hair Oil: વાળ કાળા અને લાંબા થાય તેવું આમળાનું તેલ ઘરે બનાવવાની સાચી રીત જાણી લો

3

પંજાબમાં કર્મભૂમિ એક્સપ્રેસ ટ્રેનના 4 ડબ્બા ભીષણ આગમાં સપડાયા, દૂર દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા, મુસાફરોમાં ડરનો માહોલ

4

કનકધારા સ્ત્રોત 21 શ્લોક અને અર્થ: દરિદ્રતા દૂર કરવાની દિવ્ય પ્રાર્થના અને કનકધારા યંત્રનું મહત્ત્વ!

5

રાજકોટનું આ નાનકડું ગામ છે 'પેંડાનું પિયર'! અહીંના થાબડી પેંડા ખાશો તો મથુરાના પેંડા ભૂલી જશો, જાણો કેમ ખાસ છે?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

કનકધારા શ્લોક અને યંત્ર અંગે  ગુજરાતના જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે કનકધારા યંત્રએ માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા અને જીવનમાંથી ગરીબી તેમજ આર્થિક તંગી દૂર કરવા માટેનું દરિદ્રતા દૂર કરવાની દિવ્ય પ્રાર્થના! કનકધારા સ્તોત્રના ૨૧ શ્લોક અર્થ સાથેત શક્તિશાળી અને પવિત્ર યંત્ર માનવામાં આવે છે. આદિ શંકરાચાર્ય દ્વારા રચિત કનકધારા સ્તોત્ર  સાથે  આ યંત્રનો મહિમા જોડાયેલો છે.

કનકધારા સ્તોત્રના મૂળ સંસ્કૃત શ્લોકો અને તેનો ખૂબ જ સરળ ગુજરાતી ભાવાર્થ જણાવું છું સંસ્કૃત આવડવું જરૂરી નથી. ભાવાર્થ જાણવો અને વ્યક્ત કરવો એ જ જરૂરી છે

આ સ્તોત્રના કુલ ૨૧ શ્લોક છે, જેનો પાઠ કરવાથી માતા લક્ષ્મીની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે.  કનકધારા સ્તોત્રમ્ સંસ્કૃત શ્લોક ( ગુજરાતી ભાવાર્થ  સાથે ) પ્રસ્તુત છે

આપણે  લક્ષ્મીજીને આ ભાવાર્થ મુજબ પ્રાર્થના કરી પ્રસન્ન કરવાના છે શ્લોક વાંચવાની બિલકુલ જરૂર નથી. શરૂ કરતાં પહેલાં સંકલ્પ કરી કેટલી વાર કરીશું  અને ક્યારે અને શું ઉદ્દેશ હતી તેની પ્રાર્થના કરી શરૂ કરવું કનકધારા યંત્રની સામે બેસી તેની પર ધ્યાન કરી કનકધારા સ્ત્રોત કરવો.

૧. સંસ્કૃત શ્લોક :


અંગં હરેઃ પુલકભૂષણમાશ્રયંતી, ભૃંગાંગનેવ મુકુલાભરણં તમાલમ્ ।
અંગીકૃતાખિલવિભૂતિરપાંગલીલા, માંગલ્યદાસ્તુ મમ મંગળદેવતાયાઃ ॥

ગુજરાતી ભાવાર્થ : જેમ ભ્રમરી કાળા તમાલના વૃક્ષના કૂમળા ફૂલો તરફ આકર્ષાય છે, તેમ શ્રીહરિ વિષ્ણુના રોમાંચિત શરીર તરફ આકર્ષાતી અને સમગ્ર સૃષ્ટિના વૈભવને આપનારી માતા લક્ષ્મીની મંગળકારી દ્રષ્ટિ મારું કલ્યાણ કરો

૨. સંસ્કૃત શ્લોક:

મુગ્ધા મુહૂર્વિદધતી વદને મુરારેઃ, પ્રેમત્રપાપ્રણિહિતાનિ ગતાગતાનિ ।
માલા દૃશોર્મધુકરીવ મહોત્પલે યા, સા સ્રિયં દિશતુ મે સાગરસંભવાયાઃ ॥

ગુજરાતી ભાવાર્થ : જેમ ભ્રમરી મોટા કમળ પર મંડરાયા કરે છે, તેમ ભગવાન  ના મુખ પર પ્રેમ અને શરમથી વારંવાર આવતી-જતી સમુદ્રપુત્રી માતા લક્ષ્મીની કટાક્ષ દ્રષ્ટિ મને ધન-ધાન્ય પ્રદાન કરે.

૩. સંસ્કૃત શ્લોક:

વિશ્વામરેન્દ્રપદપ્રાભવદાનદક્ષમ્, આનંદહેતુરધિકં મુરવિદ્વિષોઽપિ ।
ઈષન્નિષીદતુ મયિ ક્ષણમીક્ષણાર્ધમ્, ઈન્દિરાવરોદર સહોદરમિંદિરાયાઃ ॥

ગુજરાતી ભાવાર્થ : જે દ્રષ્ટિ દેવોના રાજા ઈન્દ્રને પણ પદ અને વૈભવ આપવા સમર્થ છે, અને જે ભગવાન વિષ્ણુને પણ પરમ આનંદ આપે છે, તે લક્ષ્મીજીની અડધી મીંચાયેલી કરુણામય દ્રષ્ટિ ક્ષણભર માટે મારા પર સ્થિર થાઓ.

આ પણ વાંચોઃ વિક્રમ સંવત 2083 મેષ રાશિ માટે કેવું રહેશે? જાણો નોકરી, વેપાર, આર્થિક સ્થિતિ અને સ્વાસ્થ્યનું સંપૂર્ણ રાશિફળ

૪. સંસ્કૃત શ્લોક:

આમીલિતાક્ષમધિગમ્ય મુદા મુકુંદમ્, આનંદકંદમનિમેષમનંગતંત્રમ્ ।
આકેકરસ્થિતકનીનિકપક્ષ્મનેત્રમ્, ભૂત્યૈ ભવેન્મમ ભુજંગશયંગનાયાઃ

ગુજરાતી ભાવાર્થ : શેષનાગ પર શયન કરનારા ભગવાન વિષ્ણુના આનંદમય મુખ તરફ પ્રેમપૂર્વક જોતી માતા લક્ષ્મીની તે અર્ધ-ઉઘાડી ભક્તિમય આંખો મારી સમૃદ્ધિનું કારણ બનો.

૫. સંસ્કૃત શ્લોક:

બાહ્વંતરે મધુજિતઃ શ્રિતકૌસ્તુભે યા, હારાવલીવ હરિનીલમયી વિભાતિ । કામપ્રદા ભગવતોઽપિ કટાક્ષમાલા, કલ્યાણમાવહતુ મે કમલાલયાયાઃ ॥

ગુજરાતી ભાવાર્થ : ભગવાન વિષ્ણુના કૌસ્તુભ મણિથી શોભતા વક્ષસ્થળ પર જે દ્રષ્ટિ નીલમણિના હારની જેમ શોભે છે અને ભગવાનની કામનાઓ પૂરી કરે છે, તે કમળવાસિની લક્ષ્મીજીની કટાક્ષમાળા મારું કલ્યાણ કરો.

૬. સંસ્કૃત શ્લોક:

કાલાંબુદાલીલલિતોરસિ કૈટભારેઃ, ધારાધરે સ્ફુરતિ યા તડિદંગનેવ ।
માતુઃ સમસ્તજગતં મહનીયમૂર્તિઃ, ભદ્રાણિ મે દિશતુ ભાર્ગવનંદનાયાઃ ॥

ગુજરાતી ભાવાર્થ : કૈટભાસુરના શત્રુ ભગવાન વિષ્ણુના શ્યામ મેઘ જેવા વક્ષસ્થળ પર જે વીજળીની જેમ ચમકે છે, તે સમગ્ર જગતની માતા અને ભૃગુ ઋષિની પુત્રી લક્ષ્મીજી મને કલ્યાણ અને સૌભાગ્ય અર્પણ કરે.

kanakdhara_yantr

૭. સંસ્કૃત શ્લોક:

પ્રાપ્તં પદં પ્રથમતઃ ખલુ યત્પ્રભાવવાત્, માંગલ્યભાજિ મધુમથિનિ મન્મથેન । મય્યાપતેત્તદિહ મંથરમીક્ષણાર્ધમ્, મંદાલસં ચ મકરાલયકન્યકાયાઃ ॥

ગુજરાતી ભાવાર્થ : જેના પ્રભાવથી કામદેવે પણ મધુસૂદન વિષ્ણુના હૃદયમાં સ્થાન મેળવ્યું હતું, તે સમુદ્રપુત્રી લક્ષ્મીજીની મંથર અને કરુણાથી ભરેલી અડધી દ્રષ્ટિ મારા પર પડો.

૮. સંસ્કૃત શ્લોક:

દદ્યાદ્દયાનુપવનૌ દ્રવિણાંબુધારામ્, અસ્મિન્નકિંચન વિહંગશિશૌ વિષણ્ણે । દુષ્કર્મઘર્મમપનીય ચિરાય દૂરમ્, નારાયણપ્રણયિનીનયનાંબુવાહઃ ॥

ગુજરાતી ભાવાર્થ : હે નારાયણની પ્રિયા! મારું પાપરૂપી ઉનાળાનું કષ્ટ દૂર કરો. હું એક ગરીબ પંખી (ચાતક) ના બચ્ચા સમાન છું. આપની દયારૂપી પવનથી મારા પર ધનની વર્ષા કરો.

૯. સંસ્કૃત શ્લોક:

ઈષ્ટા વિશિષ્ટમતયોઽપિ યયા દયાર્દ્ર, દૃષ્ટ્યા ત્રિવિષ્ટપપદં સુલભં લભંતે । દૃષ્ટિઃ પ્રહૃષ્ટકમલોદરદીપ્તિરિષ્ટાં, પુષ્ટિં કૃષીષ્ટ મમ પુષ્કરવિષ્ટરાયાઃ ॥

ગુજરાતી ભાવાર્થ : જેની દયાદ્રષ્ટિથી સામાન્ય મનુષ્યો પણ સ્વર્ગનું પદ સરળતાથી મેળવે છે, તે ખીલેલા કમળના ગર્ભ જેવી કાંતિવાળા કમળાસન પર બિરાજમાન લક્ષ્મીજીની દ્રષ્ટિ મને પુષ્ટિ (સમૃદ્ધિ) અર્પણ કરે.

આ પણ વાંચોઃ Vikram Samvat 2083 રાશિફળઃ વૃષભ રાશિવાળા માટે ધનવર્ષાનું વર્ષ: જાણો કયા મહિનામાં થશે બમ્પર કમાણી અને ક્યાં રાખવી સાવચેતી!

૧૦. સંસ્કૃત શ્લોક:

ગીર્દેવતેતિ ગરુડધ્વજસુંદરીતિ, શાકંભરીતિ શશિશેખરવલ્લભેતિ ।
સૃષ્ટિસ્થિતિપ્રલયકેલિષુ સંસ્થિતાયૈ, તસ્યૈ નમસ્ત્રિભુવનૈકગુરોસ્તરૂણ્યૈ

ગુજરાતી ભાવાર્થ : જે સૃષ્ટિની ઉત્પત્તિ વખતે સરસ્વતી, પાલન વખતે લક્ષ્મી અને પ્રલય વખતે શાકંભરી કે પાર્વતી (શિવપ્રિયા) બને છે, તે ત્રિલોકના ગુરુ ભગવાન નારાયણની અર્ધાંગિનીને મારા વારંવાર પ્રણામ છે.

૧૧. શુભ કર્મફળ, શક્તિ અને સમૃદ્ધિની સ્તુતિ

સંસ્કૃત શ્લોક:

શ્રુત્યૈ નમોઽસ્તુ શુભકર્મફલપ્રસૂત્યૈ, રત્યૈ નમોઽસ્તુ રમણીયગુણાર્ણવાયૈ । શક્ત્યૈ નમોઽસ્તુ શતપત્રનિકેતનાયૈ, પુષ્ટ્યૈ નમોઽસ્તુ પુરુષોત્તમવલ્લભાયૈ ॥

ગુજરાતી ભાવાર્થ: હે માતા મહાલક્ષ્મી! વેદસ્વરૂપ અને શુભ કર્મોનું ફળ આપનારાં આપને પ્રણામ. સુંદર અને મનોહર ગુણોના સાગર સમાન રતિસ્વરૂપ આપને પ્રણામ. સો પાંખડીઓવાળા કમળમાં નિવાસ કરનારાં શક્તિસ્વરૂપ આપને પ્રણામ. ભગવાન પુરુષોત્તમ વિષ્ણુનાં અત્યંત પ્રિય અને પુષ્ટિ તથા સમૃદ્ધિ આપનારાં માતા લક્ષ્મીને મારા વારંવાર પ્રણામ છે.

૧૨. ક્ષીરસાગરમાંથી પ્રગટ થયેલાં મહાલક્ષ્મીની સ્તુતિ

સંસ્કૃત શ્લોક:

નમોઽસ્તુ નાલીકનિભાનનાયૈ, નમોઽસ્તુ દુગ્ધોદધિજન્મભૂમ્યૈ । નમોઽસ્તુ સોમામૃતસોદરાયૈ, નમોઽસ્તુ નારાયણવલ્લભાયૈ ॥

ગુજરાતી ભાવાર્થ: ખીલેલા કમળ જેવા સુંદર અને તેજસ્વી મુખવાળાં માતા લક્ષ્મીને પ્રણામ. ક્ષીરસાગરમાંથી પ્રગટ થયેલાં દેવીને નમસ્કાર. સમુદ્રમંથનમાંથી પ્રગટ થયેલા ચંદ્ર અને અમૃતનાં સહોદરી સમાન માતાને પ્રણામ. ભગવાન નારાયણનાં અત્યંત પ્રિય અર્ધાંગિની એવા મહાલક્ષ્મીને મારા વારંવાર પ્રણામ છે.

૧૩. સુવર્ણ કમળ પર બિરાજમાન જગતજનની

સંસ્કૃત શ્લોક:

નમોઽસ્તુ હેમામ્બુજપીઠિકાયૈ, નમોઽસ્તુ ભૂમણ્ડલનાયિકાયૈ । નમોઽસ્તુ દેવાદિદયાપરાયૈ, નમોઽસ્તુ શાર્ઙ્ગાયુધવલ્લભાયૈ ॥

ગુજરાતી ભાવાર્થ : સુવર્ણ કમળના આસન પર બિરાજમાન માતા લક્ષ્મીને પ્રણામ. સમગ્ર ભૂમંડળનાં અધિષ્ઠાત્રી અને સ્વામિની દેવીને પ્રણામ. દેવતાઓ સહિત સૌના પર કરુણા વરસાવનારાં દયામયી માતાને પ્રણામ. શાર્ઙ્ગ નામનું દિવ્ય ધનુષ ધારણ કરનારા ભગવાન વિષ્ણુનાં પ્રિય અર્ધાંગિનીને મારા વારંવાર પ્રણામ છે.

૧૪. ભગવાન વિષ્ણુના હૃદયમાં નિવાસ કરનારાં દેવી

સંસ્કૃત શ્લોક:

નમોઽસ્તુ ભૃગુકુળનન્દનાયૈ, નમોઽસ્તુ નારાયણવક્ષઃસ્થલાયૈ । નમોઽસ્તુ પદ્માલયાયૈ, નમોઽસ્તુ દામોદરવલ્લભાયૈ ॥

ગુજરાતી ભાવાર્થ: ભૃગુ ઋષિના કુળને આનંદ આપનારાં પુત્રીસ્વરૂપ માતા લક્ષ્મીને પ્રણામ. ભગવાન નારાયણના વક્ષઃસ્થળ પર સદાય નિવાસ કરનારાં દેવીને પ્રણામ. કમળમાં નિવાસ કરનારાં પદ્માલયા માતાને પ્રણામ. ભગવાન દામોદરનાં અત્યંત પ્રિય એવા મહાલક્ષ્મીને મારા કોટિ-કોટિ પ્રણામ છે.

૧૫. દેવતાઓ દ્વારા પૂજિત માતા લક્ષ્મીની સ્તુતિ

સંસ્કૃત શ્લોક:

નમોઽસ્તુ કાન્ત્યૈ કમલેક્ષણાયૈ, નમોઽસ્તુ ભૂત્યૈ ભુવનપ્રસૂત્યૈ । નમોઽસ્તુ દેવાદિભિરર્ચિતાયૈ, નમોઽસ્તુ નન્દાત્મજવલ્લભાયૈ ॥

ગુજરાતી ભાવાર્થ: કમળ જેવા વિશાળ અને સુંદર નેત્રો ધરાવનારાં કાંતિમયી દેવીને પ્રણામ. સમગ્ર સૃષ્ટિનાં જનની અને વૈભવ તથા સમૃદ્ધિ આપનારાં માતાને પ્રણામ. દેવતાઓ દ્વારા પૂજિત મહાલક્ષ્મીને પ્રણામ. નંદબાબાના પુત્ર ભગવાન શ્રીકૃષ્ણનાં અત્યંત પ્રિય એવા દેવીને મારા વારંવાર પ્રણામ છે.

૧૬. સંપત્તિ, ઐશ્વર્ય અને કલ્યાણ આપનારી વંદના

સંસ્કૃત શ્લોક:

સમ્પત્કરાણિ સકલેન્દ્રિયનન્દનાનિ, સામ્રાજ્યદાનવિભવાનિ સરોરુહાક્ષિ । ત્વદ્વન્દનાનિ દુરિતહરણોદ્યતાનિ, મામેવ માતરનિશં કલયન્તુ માન્યે ॥

ગુજરાતી ભાવાર્થ: હે કમળ જેવા સુંદર નેત્રોવાળાં પૂજનીય માતા! આપને કરવામાં આવતી વંદના સંપત્તિ આપનારી, તમામ ઇન્દ્રિયોને આનંદ આપનારી અને સામ્રાજ્ય સમાન મહાન વૈભવ પ્રદાન કરનારી માનવામાં આવે છે. આપની વંદના પાપ અને દુષ્કર્મો દૂર કરનારી છે. હે માતા! મને સદાય આપની આવી કલ્યાણકારી વંદના કરવાનો અવસર પ્રાપ્ત થતો રહે.

૧૭. માતા લક્ષ્મીની કૃપાદૃષ્ટિથી સર્વસંપત્તિની પ્રાર્થના

સંસ્કૃત શ્લોક:

યત્કટાક્ષસમુપાસનાવિધિઃ, સેવકસ્ય સકલાર્થસમ્પદઃ । સન્તનોતિ વચનાઙ્ગમાનસૈઃ, ત્વાં મુરારિહૃદયેશ્વરીં ભજે ॥

ગુજરાતી ભાવાર્થ: હે માતા લક્ષ્મી! આપની કરુણામય કટાક્ષદૃષ્ટિની ઉપાસના ભક્તને સર્વ પ્રકારની સંપત્તિ અને ઇચ્છિત સમૃદ્ધિ આપનારી છે. ભગવાન મુરારિ એટલે કે વિષ્ણુના હૃદયનાં સ્વામિની એવા આપનું હું વાણી, શરીર અને મનથી ભક્તિપૂર્વક ભજન કરું છું.

૧૮. ત્રણેય લોકનું કલ્યાણ કરનારાં મહાલક્ષ્મીની પ્રાર્થના

સંસ્કૃત શ્લોક:

સરસિજનિલયે સરોજહસ્તે, ધવલતરાંશુકગન્ધમાલ્યશોભે । ભગવતિ હરિવલ્લભે મનોજ્ઞે, ત્રિભુવનભૂતિકરિ પ્રસીદ મહ્યમ્ ॥

ગુજરાતી ભાવાર્થ: હે કમળમાં નિવાસ કરનારાં માતા! આપના હાથમાં સુંદર કમળ શોભી રહ્યું છે. આપ અત્યંત ઉજ્જવળ શ્વેત વસ્ત્રો, સુગંધિત દ્રવ્યો અને પુષ્પમાળાથી સુશોભિત છો. હે પરમ પૂજનીય ભગવતી! હે ભગવાન વિષ્ણુનાં પ્રિય અને મનોહર સ્વરૂપવાળાં દેવી! ત્રણેય લોકને સમૃદ્ધિ અને કલ્યાણ આપનારાં માતા મહાલક્ષ્મી, કૃપા કરીને મારા પર પ્રસન્ન થાઓ

૧૯. સુવર્ણ કળશોથી અભિષેક પામનારાં માતા લક્ષ્મી

સંસ્કૃત શ્લોક:

દિગ્ઘસ્તિભિઃ કનકકુમ્ભમુખાવસૃષ્ટ, સ્વર્વાહિનીવિમલચારુજલપ્લુતાઙ્ગીમ્ । પ્રાતર્નમામિ જગતાં જનનીમશેષ, લોકાધિનાથગૃહિણીમમૃતાબ્ધિપુત્રીમ્ ॥

ગુજરાતી ભાવાર્થ: દિશાઓના દિવ્ય હાથીઓ સુવર્ણ કળશોમાંથી સ્વર્ગગંગાનું પવિત્ર અને નિર્મળ જળ વરસાવી જેમનો અભિષેક કરે છે, તેવાં માતા મહાલક્ષ્મીને હું પ્રાતઃકાળે નમન કરું છું. સમગ્ર જગતનાં જનની, સર્વ લોકોના સ્વામી ભગવાન વિષ્ણુનાં અર્ધાંગિની અને ક્ષીરસાગરની પુત્રી એવા માતા લક્ષ્મીને મારા ભક્તિપૂર્વક પ્રણામ છે.

૨૦. દરિદ્રતા દૂર કરવા માતાની કરુણાદૃષ્ટિની પ્રાર્થના

સંસ્કૃત શ્લોક:

કમલે કમલાક્ષવલ્લભે ત્વં, કરુણાપૂરતરઙ્ગિતૈરપાઙ્ગૈઃ । અવલોકય મામકિઞ્ચનાનાં, પ્રથમં પાત્રમકૃત્રિમં દયાયાઃ ॥

ગુજરાતી ભાવાર્થ : હે કમળમાં નિવાસ કરનારાં અને કમળ જેવા નેત્રોવાળા ભગવાન વિષ્ણુનાં પ્રિય માતા લક્ષ્મી! હું ધનહીન અને અસહાય છું. આપની નિષ્કપટ અને સહજ કરુણાનો સાચો અધિકારી બની આપની શરણમાં આવ્યો છું. હે માતા! આપની કરુણાથી છલકાતી કૃપાદૃષ્ટિ મારા પર પાડો અને મારા જીવનનાં દુઃખ તથા દરિદ્રતા દૂર કરો.

૨૧. કનકધારા સ્તોત્રની ફલશ્રુતિ

સંસ્કૃત શ્લોક:

સ્તુવન્તિ યે સ્તુતિભિરમૂભિરન્વહં, ત્રયીમયીં ત્રિભુવનમાતરં રમામ્ । ગુણાધિકા ગુરુતરભાગ્યભાગિનો, ભવન્તિ તે ભુવિ બુધભાવિતાશયાઃ ॥

ગુજરાતી ભાવાર્થ: જે ભક્તો ત્રણેય વેદોના સ્વરૂપ સમાન અને ત્રણેય લોકનાં માતા એવા રમા એટલે કે મહાલક્ષ્મીજીની આ સ્તોત્ર દ્વારા દરરોજ સ્તુતિ કરે છે, તેઓ ઉત્તમ ગુણોથી સમૃદ્ધ અને મહાન સૌભાગ્યના અધિકારી બને છે. તેમના વિચારો અને વ્યક્તિત્વને વિદ્વાનો તથા જ્ઞાની પુરુષો પણ આદર આપે છે.

શુક્રવારે કનકધારા સ્તોત્રના પાઠનું વિશેષ મહત્ત્વ

જાણીતા જ્યોતિષી ચેતન પટેલના જણાવ્યા અનુસાર શુક્રવાર માતા મહાલક્ષ્મીની આરાધના માટે વિશેષ શુભ માનવામાં આવે છે. આ દિવસે માતા લક્ષ્મીની પ્રતિમા અથવા કનકધારા યંત્ર સમક્ષ ઘીનો દીવો પ્રગટાવી, પુષ્પ અર્પણ કરીને શ્રદ્ધાપૂર્વક કનકધારા સ્તોત્રનો પાઠ કરવો ઉત્તમ માનવામાં આવે છે.

ધાર્મિક માન્યતા અનુસાર દર શુક્રવારે આ ૧૧ થી ૨૧ શ્લોકનો પાઠ કરવાથી અથવા શ્રદ્ધાપૂર્વક સાંભળવાથી ઘરમાં ધન, ધાન્ય, સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે

સંસ્કૃતનો ઉચ્ચાર ન આવડતો હોય તો દરેક શ્લોકનો ગુજરાતી ભાવાર્થ વાંચીને પણ માતા મહાલક્ષ્મીની પ્રાર્થના કરી શકાય છે. ભક્તિમાં ભાષા કરતાં ભાવ અને શ્રદ્ધાનું મહત્ત્વ વિશેષ છે.

Add Zee News as a Preferred Source
TAGS:
Diwali