સામાન્ય રીતે ગુલાબજાંબુમાં પણ માવાનો ઉપયોગ થાય છે પરંતુ જો તમે માવા વિનાના ગુલાબજાંબુ બનાવવા ઇચ્છતા હોય તો તે પણ શક્ય છે. મોઢામાં મુકતાં જ ઓગળી જાય એવા સોફ્ટ અને સ્વાદિષ્ટ ગુલાબજાંબુ મિલ્ક પાવડરની મદદથી પણ તૈયાર કરી શકાય છે. જો તમારે માવા કે મીઠાઈની ભેળસેળની ચિંતા વિના ઘરે બનાવેલી સ્વાદિષ્ટ મીઠાઈ તહેવારમાં ખાવી હોય તો ઘરે મિલ્ક પાઉડરના ગુલાબજાંબુ બનાવી લો. મિલ્ક પાવડર, તાજી મલાઈ અને કેટલીક ઘરની વસ્તુથી ગુલાબજાંબુ કેવી રીતે બને ચાલો તેની રીત જણાવીએ.
મિલ્ક પાવડર એક કપ
મેંદો અડધો કપ
બે કપ ખાંડ
બે કપ પાણી
એલચી પાવડર
તાજી મલાઈ અડધો કપ
બેકિંગ પાવડર
દૂધ જરૂર અનુસ
તેલ અથવા ઘી ગુલાબ જાંબુ તળવા માટે
ગુલાબજાંબુ બનાવો તે પહેલા તેની ચાસણી બનાવીને સાઈડમાં રાખી દો જેથી ચાસણી ઠંડી થઈ જાય. ચાસણી બનાવવા માટે બે કપ ખાંડમાં બે કપ પાણી મિક્સ કરી મીડીયમ તાપ પર ગરમ કરવા મુકો. ચાસણીમાં એલચીનો પાવડર પણ મિક્સ કરી દો. જ્યારે ખાંડ પાણીમાં બરાબર ઓગળી જાય અને પાણી થોડું ઘટ્ટ અને ચીકણું લાગે એટલે ગેસ બંધ કરી દો. ગુલાબજાંબુની ચાસણી વધારે ઘટ્ટ કરવી નહીં.