• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /લાઇફસ્ટાઇલ
  • /Mug Pulav Recipe: આણંદનો પ્રખ્યાત મગ પુલાવ બનાવવાની રીત, નાના-મોટા સૌ કોઈ આંગળા ચાટીને ખાશે

Mug Pulav Recipe: આણંદનો પ્રખ્યાત મગ પુલાવ બનાવવાની રીત, નાના-મોટા સૌ કોઈ આંગળા ચાટીને ખાશે

Mug Pulav Recipe: આણંદ શહેરના સ્ટ્રીટ ફુડમાં મગ પુલાવ સૌથી ફેમસ છે. આ પુલાવ તેના ચટાકેદાર સ્વાદના કારણે ગુજરાતભરમાં લોકપ્રિય છે. મગ પુલાવ વન પોટ મીલમાં બેસ્ટ ઓપ્શન છે. આણંદનો ફેમસ મગ પુલાવ ઘરે કઈ રીતે બનાવવો તમને નથી ખબર તો ચાલો તમને જણાવીએ.

Written ByKrupa Shah
Published: Nov 04, 2026, 12:36 PM IST|Updated: Nov 04, 2026, 12:40 PM IST
joinshare
Mug Pulav Recipe: આણંદનો પ્રખ્યાત મગ પુલાવ બનાવવાની રીત, નાના-મોટા સૌ કોઈ આંગળા ચાટીને ખાશે

About the Author

Krupa Shah

Krupa Shah

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
ગુજરાત સરકારના કર્મચારીઓ માટે દિવાળી પહેલા ખુશીના સમાચાર: મોંઘવારી ભથ્થાને મંજૂરી, જાણો કેટલા ટકા વધ્યું DA

ગુજરાત સરકારના કર્મચારીઓ માટે દિવાળી પહેલા ખુશીના સમાચાર: મોંઘવારી ભથ્થાને મંજૂરી, જાણો કેટલા ટકા વધ્યું DA

2

Mug Pulav Recipe: આણંદનો પ્રખ્યાત મગ પુલાવ બનાવવાની રીત, નાના-મોટા સૌ કોઈ આંગળા ચાટીને ખાશે

3

Gold Rate Today: દિવાળી પહેલા જ સોના-ચાંદીના ભાવમાં જબરદસ્ત મોટો વધારો, અમેરિકી મિડ ટર્મ ચૂંટણીની અસર! જાણો આજનો ગોલ્ડ-સિલ્વર રેટ

4

દિવાળી પહેલા અમૂલે આપ્યો મોંઘવારીનો ઝટકો, ઘી અને માખણના ભાવમાં કર્યો આટલો વધારો, જાણો નવી રેટ લિસ્ટ

5

Divorce Risk: લગ્ન પછીના આ વર્ષો સૌથી જોખમી ! લગ્નજીવનના આ સમયગાળામાં છૂટાછેડા થવાનું રિસ્ક વધારે

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Mug Pulav Recipe: ગુજરાતીઓ ખાવાપીવાના શોખીન હોય છે. અહીંના દરેક શહેરમાં સ્ટ્રીટ ફુડમાં અલગ અલગ વસ્તુ ફેમસ છે. ગુજરાતના કોઈપણ શહેરમાં ફરવા જાવ તમને ખાવાપીવામાં અઢળક વેરાયટી મળે. આવી જ એક વેરાયટી છે મગ પુલાવ. મગ પુલાવ આણંદ શહેરનું ફેમસ સ્ટ્રીટ ફુડ છે. જો કે આ પુલાવ એટલો ટેસ્ટી હોય છે કે હવે તો આ આઈટમ ગુજરાતભરમાં ફેમસ થઈ ગઈ છે.

આ પણ વાંચો: Mohanthal Recipe: મીઠાઈની દુકાને મળે એવો જ દાણેદાર અને સોફ્ટ મોહનથાળ બનાવવાની રીત

આણંદનો ફેમસ મગ પુલાવ ડિનર માટે બેસ્ટ વનપોટ મીલ છે. વનપોટ મીલ એટલે કે જમવામાં અલગ અલગ વસ્તુઓ ન બનાવવી પડે. એક જ મેઈન ડીશ હોય જેને ખાવાથી પેટ ભરાઈ જાય. દિવાળીના તહેવાર સમયે આ વનપોટ મીલ તમે પણ ટ્રાય કરી શકો છો. રાત્રે જમવામાં બસ મગ પુલાવ બનાવી લો અને દહીં અથવા છાશ સાથે સર્વ કરો. તમારી બીજી કોઈ વસ્તુ બનાવવી નહીં પડે. જો તમને નથી ખબર કે મગ પુલાવ કેવી રીતે બને તો ચાલો તમને સ્ટ્રીટ સ્ટાઈલ મગ પુલાવ બનાવવાની રીત પણ જણાવી દઈએ.

મગ પુલાવ માટેની સામગ્રી

પલાળીને બાફેલા મગ - 1 કપ
બાફેલા ભાત - 2 કપ
તેલ અને બટર - 2 ચમચી
આદુ લસણની પેસ્ટ - 2 ચમચી
ઝીણી સમારેલી ડુંગળી - 1 નંગ
ઝીણું સમારેલું ટમેટું - 1
હળદર, લાલ મરચું, ગરમ મસાલો, ધાણાજીરું, મીઠું સ્વાદ અનુસાર
ઝીણી સમારેલી કોથમીર

આ પણ વાંચો: Recipe: ઘરે બનાવો બજારમાં મળે એવી જ સાત પડવાળી પુરી, આ રીતે બધા પડ ખુલશે અને પુરી ક્રિસ્પી બનશે

મગ પુલાવ બનાવવાની રીત

  • સૌથી પહેલા એક પેનમાં બટર ગરમ કરો. તેમાં તેલ પણ ઉમેરો જેથી બટર બળે નહીં.
  • બટરમાં આદુ લસણની પેસ્ટ સાંતળી તેમાં ઝીણી સમારેલી ડુંગળી કુક કરો
  • ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય એટલે તેમાં ઝીણા સમારેલા ટમેટા ઉમેરો.  
  • ટમેટા સોફ્ટ થવા લાગે એટલે તેમાં હળદર, લાલ મરચું, ગરમ મસાલો, ધાણાજીરું, મીઠું સ્વાદ અનુસાર ઉમેરો.
  • મસાલા કુક થઈ જાય એટલે તેમાં બાફેલા મગ અને બાફેલા ભાત ઉમેરો. 
  • ભાત અને મગને મસાલા સાથે 5 થી 10 મિનિટ બરાબર કુક થવા દો. 
  • ત્યારબાદ ગરમાગરમ મગ પુલાવમાં કોથમીર ઉમેરી સર્વ કરો.

નોંધ - મગ પુલાવ માટે મગ અને ભાત બાફતી વખતે એકવાત ધ્યાનમાં રાખવી કે મગ અને ભાતને છુટ્ટા પાણીમાં બાફવા અને 90 ટકા જ બાફવા. જો મગ અને ભાત ઓવર કુક હશે તો પુલાવ સારો નહીં બને.

 

Add Zee News as a Preferred Source
TAGS:
recipe