દિવાળી અને આગામી તહેવારોમાં કયા સમયે ફટાકડાં ફોડી શકાશે? જિલ્લા મેજિસ્ટ્રેટે બહાર પાડ્યું જાહેરનામું, જાણો નિયમો અને માર્ગદર્શિકા
Gandhinagar News: ગાંધીનગરમાં દિવાળીના ફટાકડા ફોડવા માટે ગાંધીનગર જિલ્લા પ્રશાસન દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ગાંધીનગરના જિલ્લા મેજિસ્ટ્રેટ રવિન્દ્ર ખાબડે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનું પાલન કરાવવા માટે આ કડક નિયમો લાગુ કર્યા છે, જેથી પર્યાવરણનું રક્ષણ થાય અને શાંતિ-સલામતી જળવાઈ રહે. તમને જણાવી દઈએ કે આગામી દિવાળી, નાતાલ અને નવા વર્ષના તહેવારોને ધ્યાનમાં રાખીને આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
Gandhinagar News: ગાંધીનગરના જિલ્લા મેજિસ્ટ્રેટે બહાર પાડેલા જાહેરનામા અનુસાર તહેવારો દરમિયાન ફટાકડા ફોડવા માટે ચોક્કસ સમય નક્કી કરવામાં આવ્યો છે. જેમાં દિવાળી દરમિયાન માત્ર રાત્રે 8 થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે. જી હા.. નાતાલ અને નવા વર્ષની ઉજવણી માટે રાત્રે 11:55થી 12:30 વાગ્યા સુધી જ ફટાકડા ફોડવાની મંજૂરી આપવામાં આવી છે.
Gujarat News Live: રાજ્ય સરકારની કેબિનેટ બેઠક, 15 દિવસની મેગા ડ્રાઈવમાં ઝડપાયા 38 બોગસ ડૉકટરો, દિવાળીના તહેવારમાં ફરી અમિત શાહ આવશે ગુજરાત
ગાંધીનગરમાં દિવાળીના ફટાકડા ફોડવા સમય મર્યાદા નક્કી કરાઈ, ગ્રીન ફટાકડા પર મૂકાયો ભાર
સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ગાંધીનગરમાં માત્ર ગ્રીન ફટાકડાના વેચાણને મંજૂરી આપવામાં આવી છે. જેમાં ઓછો અવાજ અને ઓછું પ્રદૂષણ ફેલાવતા ગ્રીન ફટાકડા જ વેચી શકાશે. આ ઉપરાંત, અવાજ અને પ્રદૂષણનું પ્રમાણ વધુ ધરાવતા જોઈન્ટ અને સીરીઝ ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
દિવાળી પહેલા ગુજરાત સરકાર કર્મચારીઓને આપશે મોટી ભેટ! કેબિનેટ બેઠકમાં થઈ શકે છે જાહેરાત
જાહેર સ્થળોએ અને પ્રતિબંધિત વિસ્તારોમાં ફટાકડા ફોડવા પર રોક
પર્યાવરણ બચાવવા અને સુરક્ષાના કારણોસર ઓનલાઈન ફટાકડાના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઈ-કોમર્સ વેબસાઈટ્સ કે અન્ય માધ્યમો દ્વારા ફટાકડા મંગાવી શકાશે નહીં. સાથે જ, જાહેર રસ્તાઓ, જાહેર સ્થળો અને પ્રતિબંધિત વિસ્તારોમાં ફટાકડા ફોડવા પર સંપૂર્ણ રોક લગાવવામાં આવી છે.
શાંત વિસ્તારોમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ
જાહેરનામા પ્રમાણે, ગાંધીનગરની હોસ્પિટલ, શાળા, ધાર્મિક સ્થળો અને કોર્ટની આસપાસ 100 મીટરના વિસ્તારમાં ફટાકડા ફોડી શકાશે નહીં. નાગરિકોની સુવિધા અને આરોગ્યને ધ્યાનમાં રાખીને શાંત વિસ્તારોમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકાયો છે. જિલ્લા પ્રશાસન દ્વારા નાગરિકોને આ જાહેરનામાના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
વડોદરામાં ધોળા દિવસે ખેલાયો ખૂની ખેલ! ખંજરના ઘા ઝીંકી યુવકને ઉતાર્યો મોતને ઘાટ
સમાચારનો સાર:-
- ગાંધીનગરમાં દિવાળીના ફટાકડા ફોડવા માટે જાહેરનામું બહાર પડાયું
- ફટાકડા ફોડવા અને વેચાણ માટે સમય મર્યાદા નક્કી
- દિવાળી દરમિયાન રાત્રે 8 થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે
- નાતાલ અને નવા વર્ષની ઉજવણીમાં રાત્રે 11.55 થી 12.30 સુધી ફટાકડા ફોડવાની મંજૂરી
- સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ ફક્ત ગ્રીન ફટાકડાના વેચાણ અને ઉપયોગને મંજૂરી
- ઓનલાઈન ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ
- જાહેર સ્થળોએ અને પ્રતિબંધિત વિસ્તારોમાં ફટાકડા ફોડવા પર રોક
- હોસ્પિટલ શાળા ધાર્મિક સ્થળો અને કોર્ટની આસપાસ 100 મીટર વિસ્તારમાં ફટાકડા ફોડી શકાશે નહીં
- જોઈન્ટ અને સીરીઝ ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ
- ગાંધીનગર જિલ્લા મેજિસ્ટ્રેટ રવિન્દ્ર ખાબડે જાહેરનામું બહાર પાડ્યું