• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /આંતરરાષ્ટ્રીય
  • /અમેરિકામાં મિડટર્મ ચૂંટણીમાં ડેમોક્રેટ્સનો દબદબો, સેનેટ પર કબજો; ટ્રમ્પે કહ્યું- હવે 'રાજકીય પંડિત' બનીશ

અમેરિકામાં મિડટર્મ ચૂંટણીમાં ડેમોક્રેટ્સનો દબદબો, સેનેટ પર કબજો; ટ્રમ્પે કહ્યું- હવે 'રાજકીય પંડિત' બનીશ

US Mid Term Election Result: અમેરિકામાં મિડ ટર્મ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટીની ભૂંડી હાર જોવા મળી રહી છે. હાઉસ અને સેનેટ બંને ગૃહો પર ડેમોક્રેટ્સનો કબજો જોવા મળી રહ્યો છે. ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ પણ ભારે ગુસ્સામાં જોવા મળી રહ્યા છે. પાર્ટીના શરમજનક પ્રદર્શન પર તેમણે પોતાની પહેલી પ્રતિક્રિયા પણ આપી છે.

Written ByViral Raval
Published: Nov 04, 2026, 10:56 AM IST|Updated: Nov 04, 2026, 11:08 AM IST
joinshare
અમેરિકામાં મિડટર્મ ચૂંટણીમાં ડેમોક્રેટ્સનો દબદબો, સેનેટ પર કબજો; ટ્રમ્પે કહ્યું- હવે 'રાજકીય પંડિત' બનીશ
Image Credit: AI Generated Image

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
દિવાળી પહેલા અમૂલે આપ્યો મોંઘવારીનો ઝટકો, ઘી અને માખણના ભાવમાં કર્યો આટલો વધારો, જાણો નવી રેટ લિસ્ટ

દિવાળી પહેલા અમૂલે આપ્યો મોંઘવારીનો ઝટકો, ઘી અને માખણના ભાવમાં કર્યો આટલો વધારો, જાણો નવી રેટ લિસ્ટ

2

Divorce Risk: લગ્ન પછીના આ વર્ષો સૌથી જોખમી ! લગ્નજીવનના આ સમયગાળામાં છૂટાછેડા થવાનું રિસ્ક વધારે

3

અમદાવાદના જાણીતા બિલ્ડરની દાદાગીરી! રિ-ડેવલપમેન્ટ કરાર રદ થતા પૂર્વ મહિલા કોર્પોરેટર સહિત સોસાયટીની મહિલાઓને ધમકી

4

Ramayana First Review: રણબીર અને યશની દમદાર એક્ટિંગ, જટાયુ-રાવણનું યુદ્ધ જોઈ આંસુ આવી ગયા, અભિનેતાએ કહ્યું: નાની-નાની ખામીઓ છે

5

Jailer 2 OTT: જેલર 2 ઓટીટી પર જોવાની રાહ જોતા લોકો માટે ખુશખબર, ઓટીટી પર જોઈ શકશો અનકટ વર્ઝન

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

અમેરિકાની મિડ ટર્મ ચૂંટણીમાં પ્રતિનિધિ સભાની તમામ 435 સીટો, સેનેટની 35 સીટો અને 36 રાજ્યોના ગવર્નર માટે પડેલા મત બાદ હવે ગણતરી થઈ રહી છે. આ ચૂંટણીમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. વિપક્ષી ડેમોક્રેટ્સે સેનેટમાં બહુમત મેળવી લીધુ છે.

ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિક્રિયા

પાર્ટીના ખરાબ પ્રદર્શન પર ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે જો તેમણે ચૂંટણી લડી હોત તો તેની રિપબ્લિકન પાર્ટીને એકતરફ જીત મળત. આ સાથે જ  તેમણે કહ્યું કે તેઓ અમેરિકી જનતાનો જનાદેશ સ્વીકારવા માટે તૈયાર છે. અત્રે જણાવવાનું કે અમેરિકામાં તમામ 435 હાઉસ સીટો જેમાં100માંથી 35 સેનેટ સીટો માટે ચૂંટણી થઈ હતી. જ્યારે 36 રાજ્યોના ગવર્નરની પણ ચૂંટણી થઈ હતી. ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટીના હાથમાંથી બંને સદનનો કંટ્રોલ જતો જોવા મળી રહ્યો છે. જ્યારે ડેમોક્રેટ્સની શાનદાર વાપસી જોવા મળી રહી છે.

#USMidtermElections | President of the United States Donald Trump posts on Truth Social; "I wasn’t on the Ballot and if I was, we would have won in a landslide..." https://t.co/8xkCPTPKPM

— ANI (@ANI) November 4, 2026

ટ્રમ્પે પોતાના ટ્રુથ સોશિયલ પર લખ્યું છે કે "હું બેલેટ પર નહતો, અને જો હોતત તો અમે ભારે બહુમતીથી જીતી ગયા હોત. આ મામલા પર ધ્યાન આપવા બદલ આભાર. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ જે. ટ્રમ્પ". ટ્રમ્પે આ સાથે એમ પણ કહ્યું કે તેઓ મિડ ટર્મ ચૂંટણીના પરિણામોને સ્વીકારશે. તેમણે ધ ન્યૂયોર્ક ટાઈમ્સને કહ્યું કે, હું પરિણામો સ્વીકારવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છું. અમે ડેમોક્રેટ્સ સાથે મળીને કામ કરીશું અને તેમની સાથે કામ કરવા અંગે ઉત્સુક છીએ. અમે કદાચ કોઈને કોઈ રસ્તો કાઢી જ લઈશું.

અમેરિકામાં મિડટર્મ ચૂંટણીનું મતદાન પૂર્ણ, શરૂઆતના પરિણામોમાં ટ્રમ્પને ઝટકો, આપવા લાગ્યા ધમકી

રાજકીય પંડિત બનીશ

#USMidtermElections | President of the United States Donald Trump posts on Truth Social; "I’m going to become a Political Pundit, both good and bad, on the reasons these Candidates won and lost." https://t.co/GIldOjJKpb

— ANI (@ANI) November 4, 2026

 ડેમોક્રેટ્સના ભવ્ય પ્રદર્શન બાદ ટ્રમ્પની જે પ્રતિક્રિયા સામે આવી છે તેમાં તેમણે કહ્યું કે, તેઓ હવે 'રાજકીય પંડિત' બનશે અને ચૂંટણીમાં ઉમેદવારોની જીત અને હારના કારણો પર પોતાનો અભિપ્રાય રજૂ કરશે.

જનતામાં આક્રોશ, દેખાયો બેલેટ પેપર પર!

અત્રે જણાવવાનું કે આ ચૂંટણી ટ્રમ્પના વિવાદોથી ઘેરાયેલા બીજા રાષ્ટ્રપતિ કાર્યકાળ પર એક તરફી જનાદેશ મનાઈ રહ્યો છે. અમેરિકામાં જીવન નિર્વાહના વધતા ખર્ચા, ટેરિફ અને ઈરાન વિરુદ્ધ અમેરિકાના યુદ્ધને કારણે લોકોમાં ભારે અસંતોષ હતો. આ જંગના કારણે ઓઈલ અને ગેસના ભાવ ખુબ વધી ગયા અને તેની અસર રિપબ્લિકન પાર્ટીના ઉમેદવારો પર પડી. બીજી બાજુ ટ્રમ્પનું અપ્રુવલ રેટિંગ પણ રેકોર્ડ નિચલા સ્તરે પહોંચ્યું છે.

સંસદમાં વધશે મુશ્કેલીઓ?

અમેરિકામાં મિડ ટર્મ ચૂંટણી રાષ્ટ્રપતિ ચૂંટણીના બે વર્ષ બાદ થતી હોય છે. જેમાં પ્રતિનિધિ સભાની તમામ 435 સીટો અને સેનેટની લગભગ એક તૃતિયાંશ સીટો માટે થાય છે. આ પરિણામોથી એ નક્કી થાય છે કે સંસદના બંને સદનોમાં કઈ પાર્ટીનું બહુમત રહેશે.

જો ડેમોક્રેટ્સ પ્રતિનિધિ સભામાં બહુમત મેળવે તો તેઓ અનેક સંસદીય સમિતિનું નિયંત્રણ સંભાળશે. આ સમિતિઓ દ્વારા ટ્રમ્પ સરકારના નિર્ણયો પર સવાલ પણ ઉઠાવી શકાશે. અધિકારીને પૂછપરછ માટે બોલાવી શકાશે. દસ્તાવેજ માંગી શકાશે. જરૂર પડ્યે સમન પણ પાઠવી શકાશે. આ ચૂંટણી પરિણામ વર્ષ 2028ની રાષ્ટ્રપતિ ચૂંટણીની દિશા પણ નક્કી કરી શકે છે.

દોસ્ત દોસ્ત ના રહા ! દર વર્ષે ઇઝરાયલને મળતી 4 અરબ ડોલરની મદદ બંધ કરવાની ટ્રંપની ઘોષણા

ચૂંટણીના પરિણામોનો ટ્રેન્ડ

હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ

હાઉસમાં કુલ 435 સીટો છે. જેના પર મિડ ટર્મ ચૂંટણી હેઠળ મત પડ્યા. અત્યાર સુધીના ટ્રેન્ડ મુજબ ડેમોક્રેટિક્સ પાર્ટી 187 બેઠક પર આગળ છે. જ્યારે ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી 101 સીટ પર આગળ છે.

સેનેટ

મિડ ટર્મ ચૂંટણી દરમિયાન સેનેટની 100માંથી 35 સીટો માટે મતદાન થયું હતું. મતદાન બાદ મતગણતરી ચાલુ છે. શરૂઆતી ટ્રેન્ડમાં 23 સીટોના પરિણામ જોવા મળી રહ્યા છે. જેમાં ડેમોક્રેટિક પાર્ટી 15 અને રિપબ્લિક પાર્ટીએ 8 જીતી. ટ્રમ્પ માટે આ એક કપરી ઘડી ગણાઈ રહી છે.

અત્રે જણાવવાનું કે આ પરિણામો મળીને સેનેટમાં ડેમોક્રેટિક પાર્ટી પાસે હાલ 51 અને રિપબ્લિકન પાર્ટી પાસે 39 સીટનો આંકડો પહોંચ્યો છે. સેનેટમાં બહુમત માટે 51 સીટોનો આંકડો  જોઈએ. આવામાં ડેમોક્રેટ્સે બહુમતનો આંકડો મેળવી લીધો છે. અન્ય સીટો માટે હજુ ગણતરી ચાલુ છે.

રાજ્યોના ગવર્નરોના પરિણામ

અમેરિકામાં કુલ 36 રાજ્યોમાંથી 14 રાજ્યોના પરિણામો સામે આવ્યા છે. જે મુજબ 10 સીટો પર ડેમોક્રેટ્સ અને 4 સીટો પર રિપબ્લિકનનો કબજો થયો છે. અમેરિકાના અન્ય રાજ્યોમાં મતગણતરી ચાલુ છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:
World News