• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /લાઇવ બ્લોગ
  • /ગુજરાત
  • /Gujarat News Live: રાજ્ય સરકારની કેબિનેટ બેઠક, 15 દિવસની મેગા ડ્રાઈવમાં ઝડપાયા 38 બોગસ ડૉકટરો, દિવાળીના તહેવારમાં ફરી અમિત શાહ આવશે ગુજરાત
Live Now

Gujarat News Live: રાજ્ય સરકારની કેબિનેટ બેઠક, 15 દિવસની મેગા ડ્રાઈવમાં ઝડપાયા 38 બોગસ ડૉકટરો, દિવાળીના તહેવારમાં ફરી અમિત શાહ આવશે ગુજરાત

Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ અને દુનિયામાં 4 નવેમ્બરના રોજ બનતી દરેક મહત્વની ઘટનાઓની પળેપળની અપડેટ્સ મેળવવા માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો...

Written ByKinjal Patel
Published: Nov 04, 2026, 08:39 AM IST|Updated: Nov 04, 2026, 09:01 AM IST
joinshare
Gujarat News Live: રાજ્ય સરકારની કેબિનેટ બેઠક, 15 દિવસની મેગા ડ્રાઈવમાં ઝડપાયા 38 બોગસ ડૉકટરો, દિવાળીના તહેવારમાં ફરી અમિત શાહ આવશે ગુજરાત
04 Nov 2026 09:01 IST (IST)
share

Gujarat News Live: અમદાવાદ: વાયુ પ્રદૂષણ ફેલાવતી 16 કન્સ્ટ્રક્શન સાઇટો AMC દ્વારા સીલ, નિકોલની LIG સાઇટ સામે પણ કાર્યવાહી

અમદાવાદ શહેરમાં ધૂળની ડમરીઓ ઉડાડી વાયુ પ્રદૂષણ ફેલાવતી કન્સ્ટ્રક્શન સાઇટો સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નિયમોનું ઉલ્લંઘન કરનારી આવી કુલ ૧૬ કન્સ્ટ્રક્શન સાઇટોને તંત્ર દ્વારા સીલ કરી દેવાઈ છે. આ કડક ઝુંબેશ અંતર્ગત AMC દ્વારા પોતે નિકોલ ખાતે તૈયાર કરવામાં આવી રહેલી LIG આવાસ યોજનાની સાઇટ સામે પણ કાર્યવાહી કરી તેને સીલ કરી દેવામાં આવી છે.
 

04 Nov 2026 09:00 IST (IST)

Gujarat News Live: સુરત મનપા કમિશનર અધિકારીઓ પર લાલઘૂમ!

સુરત મનપા કમિશનર અધિકારીઓ પર લાલઘૂમ! કમિશનરની અધ્યક્ષતામાં યોજાઈ વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા બેઠક. અનેક વિભાગોની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરાઈ. ગુણતાની બ્રિજ પર રિપેરિંગ બાદ પણ રસ્તો ફરી તૂટી જતાં કમિશનર નારાજ. રિપેરિંગ પાછળ ખર્ચ કરવા છતાં રસ્તાની હાલત ન સુધરતાં સવાલો. રસ્તાની કામગીરીની ગુણવત્તા અને અધિકારીઓના નિરીક્ષણ સામે ઊભા થયા પ્રશ્નો. સમગ્ર મામલે તપાસ કરી તાત્કાલિક અહેવાલ રજૂ કરવા સૂચના. ગાર્ડન વિભાગની કામગીરી સામે પણ કમિશનરે અસંતોષ વ્યક્ત કર્યો. શહેરમાં બ્યુટિફિકેશનના અભાવ અંગે અધિકારીઓને ટકોર. ઠેરઠેર ગાર્ડન વેસ્ટના ઢગલા જોવા મળતાં નારાજગી. ગાર્ડન અને ઝોન વિભાગ વચ્ચે જવાબદારી ઢોળવાની વૃત્તિ સામે ટકોર. કચરો ઉપાડવાની જવાબદારી એકબીજા પર ઢોળવાને બદલે કામગીરી કરવા સૂચના. સ્ટાફ અને મશીનરીની અછત હોય તો જરૂરી માંગણી કરવા આદેશ. રોડ ડિવાઈડર અને રસ્તાઓની સફાઈમાં ઝડપ લાવવા તાકીદ. આરોગ્ય વિભાગને પણ કામગીરી ઝડપી બનાવવા સૂચના. દિવાળી પહેલાં તમામ બાકી કામો પૂર્ણ કરી શહેરને સ્વચ્છ અને સુઘડ બનાવવા કમિશનરનો આદેશ.

04 Nov 2026 09:00 IST (IST)

Gujarat News Live: દિવાળીના તહેવારો ટાણે ગોરવા પોલીસની મોટી કાર્યવાહી

દિવાળીના તહેવારો ટાણે ગોરવા પોલીસની મોટી કાર્યવાહી. પોલીસ દ્વારા ગેરકાયદે ફટાકડાના વેચાણ સામે લાલ આંખ. ફાયર સેફ્ટી અને જાહેરનામાના નિયમોનું ભંગ કરનાર 2 સ્ટોર ધારકો સામે ગુનો દાખલ. લાયસન્સ વગર ફટાકડા વેચાણ કરતા સ્ટોલ પોલીસે તાત્કાલિક બંધ કરાવ્યા. મોડી રાત સુધી ભીડભાડવાળા વિસ્તારો અને બજારોમાં ગોરવા પોલીસનું સઘન પેટ્રોલિંગ. લાઈસન્સ ધારકોને પોલીસ કમિશનરના જાહેરનામાનું ચુસ્ત પાલન કરવા અપાઈ સૂચના. નિયમોનું પાલન ન કરનારા ફટાકડા વેપારીઓમાં પોલીસ કાર્યવાહીથી ફફડાટ.

04 Nov 2026 09:00 IST (IST)

Gujarat News Live: વડોદરાના પીએમ આવાસ યોજનામાં ભાજપ નેતાના પુત્રનું વધુ એક કૌભાંડ

પીએમ આવાસ યોજનામાં દુકાન અપાવવાના નામે ભાજપ નેતાના પુત્રનું વધુ એક કૌભાંડ. મહાનગરપાલિકાના ખોટા સિક્કા-સહી કરી ભાજપ નેતાના પુત્ર અને ટોળકીએ આચરી ₹9.05 લાખની ઠગાઈ. MGVCLના આસિસ્ટન્ટ લાઇનમેન સાથે પીએમ આવાસ યોજનાની દુકાનના નામે છેતરપિંડી. સુભાનપુરાની ઝાંસી રાણી હાઉસિંગ યોજનાની દુકાન અપાવવાની લાલચ આપી ટુકડે-ટુકડે નાણાં પડાવ્યા. કશ્યપ જોષીની ઓળખ 'ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારી' તરીકે આપી આચરવામાં આવી ઠગાઈ. મહાનગરપાલિકા અને સબ રજિસ્ટ્રાર કચેરીના બોગસ સહી-સિક્કાવાળા બનાવટી દસ્તાવેજો બનાવી આપ્યા. લાંબા સમય સુધી દુકાનનો કબજો ન મળતાં અને તપાસ કરાવતાં કૌભાંડનો થયો ખુલાસો. ભાજપ નેતાના પુત્ર કશ્યપ જોષી, જીલ બારોટ, રોહન સોલંકી અને શુભમ મહાવર સામે ગોરવા પોલીસ મથકમાં ગુનો નોંધાયો.

04 Nov 2026 08:59 IST (IST)

Gujarat News Live: વડોદરામાં દીકરા સમાન ગુમ થયેલા આફ્રિકન ગ્રે પેરોટ 'લડ્ડુ'ને શોધનાર માટે 1 લાખનું ઈનામ જાહેર

વડોદરાના સેવાસી રોડ પર રહેતા પારેખ પરિવારનો વ્હાલસોયો આફ્રિકન ગ્રે પેરોટ 'લડ્ડુ' અચાનક ગુમ થઈ જતાં પરિવારજનો લડ્ડુને પક્ષી નહીં પણ પોતાના દીકરાની જેમ રાખતા હતા અને તેની સારસંભાળ માટે જેસિકાબેને પોતાની ખાનગી શાળાની નોકરી પણ છોડી દીધી હતી. પોપટની યાદમાં જેસિકાબેને છેલ્લા ૪ દિવસથી અન્નનો દાણો પણ લીધો નથી અને ખાલી પાંજરું જોઈ આખો પરિવાર રડી રહ્યો છે. સમગ્ર આસપાસના વિસ્તારમાં શોધખોળ કર્યા બાદ પણ પત્તો ન લાગતાં, પરિવારે લડ્ડુને શોધી આપનાર વ્યક્તિ માટે રૂ. ૧ લાખનું ઈનામ જાહેર કર્યું છે.

04 Nov 2026 08:59 IST (IST)

Gujarat News Live: સુરત: દિવાળી પર્વે એસ.ટી.ની ‘ઘર આંગણે બસ’ યોજના હિટ, એક્સ્ટ્રા બસો હાઉસફુલ

દિવાળીના તહેવારોમાં વતન સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત જવા માટે સુરતમાં એસ.ટી. બસનું એડવાન્સ અને ગ્રુપ બુકિંગ ફુલ થઈ ગયું છે. એસ.ટી. નિગમની ‘ઘર આંગણે બસ’ યોજનાને ભારે પ્રતિસાદ મળ્યો છે, જે અંતર્ગત ૧૯૭ બસોનું ગ્રુપ બુકિંગ અને ૧૮૫ બસોનું એડવાન્સ બુકિંગ થઈ ચૂક્યું છે. મુસાફરોના ભારે ઘસારાને પહોંચી વળવા મુકાયેલી ૮૮ એક્સ્ટ્રા બસો પણ હાઉસફુલ થઈ ગઈ છે. નિગમ દ્વારા ડેપો પર સુચારુ સંચાલન માટે વધારાનો સ્ટાફ તૈનાત કરી મોનિટરિંગ કડક બનાવી દેવામાં આવ્યું છે.

04 Nov 2026 08:59 IST (IST)

Gujarat News Live: મહેસાણાના ઝોનલ ઓબ્ઝર્વેશન હોમમાંથી ફરાર થયેલા ત્રણ કિશોરોને પોલીસે ઝડપી પાડ્યા

મહેસાણાના ઝોનલ ઓબ્ઝર્વેશન હોમ ખાતેથી કાયદાના સંઘર્ષમાં આવેલા ત્રણ બાળ કિશોરો સિક્યુરિટી ગાર્ડે દરવાજો ખોલતા જ ભાગી છૂટ્યા હતા. ઘટનાને પગલે સક્રિય થયેલી મહેસાણા પોલીસની ટીમે સીસીટીવી ફૂટેજ આધારિત સઘન શોધખોળ હાથ ધરી હતી. કલાકોની જહેમત બાદ પોલીસે ત્રણેય કિશોરોને શોધી કાઢીને સફળતાપૂર્વક ઝડપી લીધા છે.

04 Nov 2026 08:58 IST (IST)

Gujarat News Live: આજે ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક: દુષ્કાળની સ્થિતિની સમીક્ષા સાથે કર્મચારીઓના ડી.એ. પર નિર્ણય લેવાય તેવી શક્યતા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને આજે મહત્વપૂર્ણ કેબિનેટ બેઠક મળવા જઈ રહી છે. આ બેઠકમાં રાજ્યમાં પ્રવર્તતી દુષ્કાળની સ્થિતિ અને તેના નિવારણ અંગેના પગલાંની ઉચ્ચસ્તરીય સમીક્ષા કરવામાં આવશે. આ ઉપરાંત, રાજ્ય સરકારના કર્મચારીઓને ૩ ટકા મોંઘવારી ભથ્થું (DA) મંજૂર કરવા અંગે પણ કોઈ મોટો નિર્ણય લેવાય તેવી પ્રબળ સંભાવના છે.
 

04 Nov 2026 08:58 IST (IST)

Gujarat News Live: લોકોનાં આરોગ્ય સાથે ચેડાં કરતાં બોગસ ડૉકટરો સામે આરોગ્ય મંત્રી એક્શન મોડમાં, 15 દિવસની મેગા ડ્રાઇવમાં 38 બોગસ ડૉકટરો ઝડપાયા

લોકોના આરોગ્ય અને જિંદગી સાથે ચેડાં કરતા બોગસ ડૉક્ટરો સામે રાજ્યના આરોગ્ય મંત્રીએ કડક વલણ અપનાવ્યું છે. તંત્ર દ્વારા હાથ ધરાયેલી ૧૫ દિવસની વિશેષ મેગા ડ્રાઇવ દરમિયાન રાજ્યભરમાંથી ૩૮ બોગસ ડૉક્ટરોને ઝડપી પાડવામાં આવ્યા છે. નાગરિકોના સ્વાસ્થ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગેરકાયદેસર રીતે તબીબી પ્રેક્ટિસ કરતા આવા તત્વો સામે આ સમગ્ર રાજ્યવ્યાપી મેગા ડ્રાઇવ આગામી સમયમાં પણ સતત ચાલુ રહેશે.

04 Nov 2026 08:57 IST (IST)

Gujarat News Live: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દિવાળીના તહેવારમાં આવશે ગુજરાત: અમદાવાદમાં વિવિધ વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દિવાળીના તહેવાર પ્રસંગે પોતાના વતન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ ૯ નવેમ્બરે અમદાવાદમાં NHAI દ્વારા નિર્મિત એસ.જી. હાઇવે પર ઇસ્કોનથી સરખેજ સુધીના એલિવેટેડ કોરિડોર/ફ્લાયઓવરનું ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત, તેઓ જોધપુરમાં AMC દ્વારા તૈયાર કરાયેલા ‘નોલેજ હબ’ અને ગોતામાં નવા બનેલા ‘અર્બન હેલ્થ સેન્ટર’નું પણ લોકાર્પણ કરશે. સાથોસાથ, સ્ટેડિયમ વોર્ડ ખાતે યોજાનારા આવાસ યોજનાના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમમાં પણ ગૃહમંત્રી વિશેષ હાજરી આપશે.

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News
Gujarat News

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
અમેરિકામાં મિડટર્મ ચૂંટણીમાં ડેમોક્રેટ્સનો દબદબો, સેનેટ પર કબજો; ટ્રમ્પે કહ્યું- હવે 'રાજકીય પંડિત' બનીશ

અમેરિકામાં મિડટર્મ ચૂંટણીમાં ડેમોક્રેટ્સનો દબદબો, સેનેટ પર કબજો; ટ્રમ્પે કહ્યું- હવે 'રાજકીય પંડિત' બનીશ

2

દિવાળી-છઠ પૂજા પર રેલવેનો મોટો નિર્ણય: અમદાવાદ-રાજગીર વચ્ચે દોડશે અનરિઝર્વ્ડ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન, જાણો સંપૂર્ણ લિસ્ટ

3

આલિયા ભટ્ટની માતાએ કહ્યું: જો તમે કહો છો કે ફટાકડા ફોડવા યોગ્ય છે તો મારા માટે તમે રાષ્ટ્રવિરોધી છો

4

શિવા શર્મા કેસ: નબીરાઓને ફસાવવાનો કિમિયો! મોડલ શ્રદ્ધા ટોળકી સાથે હુક્કાબાર જતી, પૈસાવાળા યુવકોને ફસાવતી અને પછી....

5

‘જમીન ભૂલી જાવ, ધાબા પર દોડો’! શું આવી રીતે ગુજરાત જીતશે ઓલિમ્પિક મેડલ? ‘સ્પોર્ટ્સનું ગળું ઘોંટતો’ તઘલખી નિર્ણય

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ-વિદેશમાં અનેક મોટી ઘટનાઓ બની રહી છે, જેમાં સરકારના નિર્ણયો, રાજકીય પાર્ટીઓના નિવેદનો, દેશના લોકોને અસર કરતા મુદ્દાઓ, અકસ્માતો, હવામાનના સમાચાર અને અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓ તેમજ લેટેસ્ટ સમાચાર અને બ્રેકિંગ અપડેટ્સ માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો..