લખનઉના ચકચારી શિવ શર્મા હત્યા કેસમાં ધરપકડ કરાયેલી મોડલ શ્રદ્ધા દુબે, તેની બહેન રશ્મી અને નજીકના સાથીઓ મળીને પૈસાવાળા ઘરના છોકરાઓને ટાર્ગેટ કરતા હતા. રિપોર્ટ મુજબ પોલીસે જણાવ્યું કે શ્રદ્ધા, તેની બહેન અને નજીકના સાથીઓએ નબીરાઓને ફસાવવા માટે એક કિમિયો શોધી કાઢ્યો હતો. તેઓ રોજ રાતે ટોળકી સાથે વિભૂતિખંડ પાસે આવેલા કિસાન બજારના એક કેફેમાં જતા હતા. ત્યાં હુક્કાપાણી દરમિયાન અમીર પરિવારના છોકરાઓ સાથે મિત્રતા કરીને તેમને પોતાની જાળમાં ફસાવતા હતા.
પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે શિવા શર્મા અને શ્રદ્ધા દુબેની પહેલી મુલાકાત પણ આ કેફેમાં થઈ હતી. ધીરે ધીરે નીકટતા વધી અને શિવા શ્રદ્ધાના પ્રભાવમાં આવી ગયો હતો. પોલીસનો દાવો છે કે શ્રદ્ધા શિવાનો ઉપયોગ કરી રહી હતી અને તેને સંપૂર્ણ રીતે પોતાના કાબૂમાં રાખતી હતી. તે તેની પાસે પોતાના પગ પણ દબાવતી હતી. એવો પણ આરોપ છે કે શ્રદ્ધાએ શિવાના અનેક આપત્તિજનક વીડિયો પણ બનાવી રાખ્યા હતા. જેના દ્વારા તેને બ્લેકમેલ કરાતો હતો.