• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /40 વટાવેલા યુવકોને વાંઢા લિસ્ટમાંથી નામ કઢાવી વાજપેયી-રાહુલની જેમ દેશ સેવા કરો; 'હવે બીજો કોઈ રસ્તો નથી'

40 વટાવેલા યુવકોને વાંઢા લિસ્ટમાંથી નામ કઢાવી વાજપેયી-રાહુલની જેમ દેશ સેવા કરો; 'હવે બીજો કોઈ રસ્તો નથી'

Mathurbhai Savani Statement On Patidar Bachelors: પાટીદાર સમાધાન પંચમાં સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ સંચાલિત સમાધાન પંચની જાહેરાત સંદર્ભે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં પદ્મશ્રી મથુર સવાણીએ પાટીદાર સમાજમાં કન્યાઓની ઘટ અને અપરિણીત યુવાનોની સમસ્યા અંગે એક નિવેદન આપ્યું છે. 40 વર્ષ કે તેથી વધુ ઉંમરના કુવારા લોકોને એક મહત્વપૂર્ણ સલાહ આપતા ચર્ચાઓનું બજાર ગરમાયું છે.

Written ByKinjal Patel
Published: Oct 09, 2026, 10:16 AM IST|Updated: Oct 09, 2026, 10:22 AM IST
joinshare
40 વટાવેલા યુવકોને વાંઢા લિસ્ટમાંથી નામ કઢાવી વાજપેયી-રાહુલની જેમ દેશ સેવા કરો; 'હવે બીજો કોઈ રસ્તો નથી'

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Navratri 2026: નવરાત્રીમાં ઘરે ઘટસ્થાપના કઈ રીતે કરવાની હોય ? ઘરમાં અખંડ દીવો કરો તો આ વાતનું રાખવું ધ્યાન

Navratri 2026: નવરાત્રીમાં ઘરે ઘટસ્થાપના કઈ રીતે કરવાની હોય ? ઘરમાં અખંડ દીવો કરો તો આ વાતનું રાખવું ધ્યાન

2

બહાદુરીને સમ્માન...મૂળ ગુજરાતી પાયલોટ સ્મિત મચ્છરને ઈઝરાયલ આપશે વીરતા પુરસ્કાર

3

40 વટાવેલા યુવકોને વાંઢા લિસ્ટમાંથી નામ કઢાવી વાજપેયી-રાહુલની જેમ દેશ સેવા કરો; 'હવે બીજો કોઈ રસ્તો નથી'

4

Rasik Dulari Case: પ્રેમાનંદ મહારાજના શિષ્ય મામલે માનવાધિકાર આયોગ એક્ટિવ, તપાસના આદેશ અપાયા, જાણો કેસમાં શું છે શંકાસ્પદ ?

5

સર્વપિતૃ અમાસ પર આ 5 વસ્તુનું દાન કરવાનું ન ભૂલતા, પિતૃઓના આશીર્વાદથી રાજા-મહારાજા જેવું સુખ ભોગવશો!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Mathurbhai Savani Statement On Patidar Bachelors: સુરત ખાતે આયોજિત પાટીદાર સમાજના 'સમાધાન પંચ'ના કાર્યક્રમમાં સામાજિક અગ્રણી મથુર સવાણીનું એક નિવેદન હાલ સમગ્ર સમાજમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે. પદ્મશ્રી મથુર સવાણીએ પાટીદાર સમાજમાં કન્યાઓની ઘટ અને અપરિણીત યુવાનોની સમસ્યા અંગે યુવાનોને એક સલાહ આપી છે. તેમણે પોતાના નિવેદનમાં લગ્નની ઉંમર વટાવી ચૂકેલા અપરિણીત યુવકોને પોતાનું નામ વાંઢાઓના લિસ્ટમાંથી કાઢીને અટલ બિહારી વાજપેયી, રાહુલ ગાંધી અને શક્તિસિંહ ગોહિલની જેમ દેશ સેવામાં જોડાઈ જવાનો સલાહ આપી છે, એના સિવાય હવે બીજો કોઈ રસ્તો ના હોવાનું જણાવ્યું છે.

Gujarat News Live: ગિફ્ટ સિટી નજીક મેટ્રો ટ્રેન બંધ, આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક, આજથી પ્રવાસીઓ માટે ખુલશે સાસણગીર

"પોતાનું નામ વાંઢાઓના લિસ્ટમાંથી કાઢીને દેશસેવા સ્વીકારો"
મથુર સવાણીએ કુવારા યુવકોને સંબોધતા જણાવ્યું હતું કે, 40 વર્ષની ઉંમર વટાવ્યા બાદ પણ લગ્નની રાહ જોઈને બેસી રહેવાને બદલે યુવાનોએ દેશ અને સમાજની સેવામાં સમર્પિત થઈ જવું જોઈએ. તેમણે ટોણો મારતા જણાવ્યું હતું કે યુવકોએ 'વાંઢા' શબ્દની ઓળખ કે લિસ્ટમાંથી બહાર નીકળીને રાષ્ટ્રનિર્માણના કાર્યો સ્વીકારવા જોઈએ. અપરિણીત રહીને પણ સમાજ અને દેશ માટે ઘણું મોટું અને શ્રેષ્ઠ યોગદાન આપી શકાય છે.

અટલ બિહારી વાજપેયી અને રાહુલ ગાંધીનું ઉદાહરણ આપીને યુવાનોને સલાહ
પોતાની વાતને મજબૂતાઈથી રજૂ કરતા મથુર સવાણીએ દેશના મહાન નેતાઓનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલબિહારી વાજપેયી અને કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, "અટલ બિહારી વાજપેયી બનો, રાહુલ ગાંધી બનો." તેમણે ભારપૂર્વક જણાવ્યું કે લગ્ન ન થાય તો નિરાશ થવાને બદલે આ નેતાઓની જેમ દેશ અને સમાજ સેવાને જ જીવનનું લક્ષ્ય બનાવી લેવું જોઈએ.

ડંકાની ચોટ પર લખી રાખજો! ચોમાસાની વિદાય વચ્ચે નવરાત્રિમાં વરસાદ પડશે કે નહીં? આગામી 7 દિવસ માટે અંબાલાલની આગાહી

સમાજમાં ઘટતો સ્ત્રી-પુરુષ જાતિ ગુણોત્તર અંગે વ્યક્ત કરી ચિંતા
પોતાના નિવેદનમાં મથુર સવાણીએ ગુજરાતમાં ઘટતા જતાં સ્ત્રી-પુરુષ જાતિ ગુણોત્તર અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે ગુજરાતમાં છોકરાઓની સરખામણીએ અંદાજે 14 લાખ જેટલી દીકરીઓ ઓછી છે. આ સામાજિક અસમતુલાના કારણે જ આજે અનેક યુવકો સમયસર લગ્ન કરી શકતા નથી અને લગ્ન કરવા માટે મોટી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.

પરિવારોને પણ પોતાનો દ્રષ્ટિકોણ બદલવા વિનંતી કરી
લગ્નના પ્રશ્નો અને સામાજિક વાસ્તવિકતાઓને ધ્યાનમાં રાખીને મથુર સવાણીએ પરિવારોને પણ પોતાનો દ્રષ્ટિકોણ બદલવા વિનંતી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે લગ્નના પ્રશ્ને માત્ર પરંપરાગત માનસિકતા પકડી રાખવાને બદલે પરિવારોએ સમય અનુસાર વ્યવહારુ અભિગમ અપનાવવો અત્યંત જરૂરી છે. મથુર સવાણીના આ નિવેદન બાદ પાટીદાર સમાજ સહિત સમગ્ર રાજ્યમાં લગ્ન વ્યવસ્થા, સામાજિક અસમતુલા અને અપરિણીત યુવકોના ભવિષ્ય અંગે ચર્ચાઓનો નવી ચર્ચાઓ શરૂ થઈ છે.

નવરાત્રિમાં ગ્લો અને એનર્જી માટે યુવાઓમાં નવો ટ્રેન્ડ, IV ડ્રિપ થેરાપી બની ચર્ચાનો વિષય

 

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News