• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ધાર્મિક
  • /Navratri 2026: નવરાત્રીમાં ઘરે ઘટસ્થાપના કઈ રીતે કરવાની હોય ? ઘરમાં અખંડ દીવો કરો તો આ વાતનું રાખવું ધ્યાન

Navratri 2026: નવરાત્રીમાં ઘરે ઘટસ્થાપના કઈ રીતે કરવાની હોય ? ઘરમાં અખંડ દીવો કરો તો આ વાતનું રાખવું ધ્યાન

Navratri 2026: 11 ઓક્ટોબર 2026 અને રવિવારથી નવરાત્રીની શરુઆત થવા જઈ રહી છે. નવરાત્રીમાં ઘરમાં ઘટસ્થાપના કરવામાં આવે છે અને અખંડ દીવો કરવામાં આવે છે. ઘરમાં ઘટસ્થાપના કેવી રીતે કરવી અને અખંડ દીવો કરવાનો નિયમ શું છે ચાલો તમને જણાવીએ.

Written ByKrupa Shah
Published: Oct 09, 2026, 11:07 AM IST|Updated: Oct 09, 2026, 11:11 AM IST
joinshare
Navratri 2026: નવરાત્રીમાં ઘરે ઘટસ્થાપના કઈ રીતે કરવાની હોય ? ઘરમાં અખંડ દીવો કરો તો આ વાતનું રાખવું ધ્યાન

About the Author

    Krupa Shah

    Krupa Shah

    Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.
    Read More

    Trending

    • News
    • Photos
    • Videos
    Nana Patekar Web Series: નાના પાટેકરની છેલ્લી વેબ સીરીઝ છે સંકલ્પ, નાનાની દમદાર એક્ટિંગ પર થઈ જશો ફીદા

    Nana Patekar Web Series: નાના પાટેકરની છેલ્લી વેબ સીરીઝ છે સંકલ્પ, નાનાની દમદાર એક્ટિંગ પર થઈ જશો ફીદા

    2

    CJPની સાથે સાથે કોંગ્રેસ સહિતના વિપક્ષી દળોની ભીંસમાં લેવાની રણનીતિનો ભાજપ પાસે શું છે તોડ?

    3

    Navratri 2026: નવરાત્રીમાં ઘરે ઘટસ્થાપના કઈ રીતે કરવાની હોય ? ઘરમાં અખંડ દીવો કરો તો આ વાતનું રાખવું ધ્યાન

    4

    બહાદુરીને સમ્માન...મૂળ ગુજરાતી પાયલોટ સ્મિત મચ્છરને ઈઝરાયલ આપશે વીરતા પુરસ્કાર

    5

    40 વટાવેલા યુવકોને વાંઢા લિસ્ટમાંથી નામ કઢાવી વાજપેયી-રાહુલની જેમ દેશ સેવા કરો; 'હવે બીજો કોઈ રસ્તો નથી'

    logo
    • contact us
    • privacy policy
    • legal
    • investor info
    • advertise with us
    • careers
    © 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

    Navratri 2026: રવિવાર અને 11 ઓક્ટોબરથી નવરાત્રી શરુ થવા જઈ રહી છે. રવિવારથી ઘરમાં ઘટસ્થાપના થાય છે અને માતાજી સામે અખંડ દીવો કરવાનો હોય છે. માતાજીનો અખંડ દીવો કરવાની અને ઘટસ્થાપના કરવાની વિધિ શું હોય ચાલો તમને જણાવીએ. નવરાત્રીના પહેલા દિવસની પૂજાની તૈયારી અત્યારથી કરી લેશો તો રવિવારે શુભ મુહૂર્તમાં પૂજા સંપન્ન કરવી સરળ રહેશે.

    રવિવારે ઘટસ્થાપનાનું શુભ મુહૂર્ત

    આ વર્ષે નવરાત્રીના પહેલા દિવસે ઘટસ્થાપના કરવાના 2 શુભ મુહૂર્ત છે. જેમાં પહેલું મુહૂર્ત રવિવારે સવારે 6.19 મિનિટે શરુ થશે. સવારનું મુહૂર્ત 10.12 મિનિટ સુધી ચાલશે. ત્યારબાદ અભિજીત મુહૂર્ત સવારે 11.44 મિનિટે શરુ થશે જે 12.13 સુધી રહેશે.

    ઘરમાં ગરબાની સ્થાપનાની વિધિ

    - ઘરના ઈશાન ખૂણાને ઘટસ્થાપના માટે સાફ કરો. જો ઈશાન ખૂણામાં સ્થાપના થાય તેવું ન હોય તો ઘરની ઉત્તર કે પૂર્વ દિશામાં સ્થાપના કરી શકો છો. ઘટસ્થાપના માટે લાકડાનું બાજોઠ રાખી તેના પર લાલ વસ્ત્ર પાથરવું. તેના પર માટીનું મોટું કોડીયું રાખી તેમાં માટી ભરી તેમાં જવ છાંટવા. જવ ઉપર થોડી માટી છાંટી તેમાં પાણી ઉમેરવું. ત્યારબાદ માટીના પાત્ર ઉપર તાંબા કે પિત્તળનો કળશ રાખો. કળશ પર કંકુ ચોખા કરી તેના પર નાળાછડી બાંધવી અને તેમાં શુદ્ધ જળ ભરવું. કળશમાં 5 આંબાના પાન રાખી તેના પર જટાવાળા નાળિયેરમાં લાલ ચુંદડી બાંધી રાખવું. ત્યારબાદ હાથમાં ચોખા લઈ ગણેશજી અને માં દુર્ગાનું સ્મરણ કરી નવરાત્રીની પૂજાનો સંકલ્પ કરો.

    ઘરમાં માટીના ગરબાની સ્થાપના

    જો તમે નવરાત્રીમાં ઘરમાં માટીના ગરબાની સ્થાપના કરો છો તો ઘરના મંદિરને સાફ કરી મંદિરમાં એક ઈંઢોણી મુકી તેના પર માટીનો ગરબો પધરાવી શકો છો. માટીના ગરબામાં કોઈપણ અનાજ ભરવું સાથે તેમાં સોપારી અને સિક્કો મુકવો. ગરબાની અંદર કોડીયામાં ઘીનો દીવો પ્રજ્વલિત કરવાનો હોય છે.

    નવરાત્રીનો અખંડ દીવો કરવાની વિધિ

    અખંડ દીવા માટે મોટું પાત્ર પસંદ કરવું. અખંડ દીવામાં ઊભી વાટનો ઉપયોગ કરવો. દીવો મુકતા પહેલા આખા ચોખા રાખવા અને તેના પર કોડીયું રાખી તેમાં દીવો પ્રજ્વલિત કરવો. દીવાને પવન ન લાગે તે માટેની વ્યવસ્થા કરવી. ઘરમાં જો અખંડ દીવો કરો તો પછી ઘર ખાલી ન રહે તે વાતનું ધ્યાન રાખવું જરૂરી છે. ઘરમાં કોઈને કોઈ હોય તે જરૂરી હોય છે. અખંડ દીવો તેલ કે ઘી કોઈપણનો કરી શકો છો. અખંડ દીવામાં લાલ દોરાની વાટ કરવી શુભ ગણાય છે.


    (Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

    Add Zee News as a Preferred Source
    TAGS:
    Spiritual