કોકરોચ જનતા પાર્ટીની સાથે સાથે કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓ પણ એસઆઈઆરના મુદ્દે ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર સામે મોરચો માંડી બેઠા છે. જેને પગલે 10મી ઓક્ટોબરે દિલ્હીના જંતર મંતર પર કોકરોચ જનતા પાર્ટીએ મોટું વિરોધ પ્રદર્શન યોજ્યું છે અને દેશભરમાંથી લોકોને આહ્વાન કર્યું છે કે તેમાં ભાગ લે. ત્યારે કેન્દ્રમાં ભાજપના નેતૃત્વવાળું એનડીએ સત્તા પર છે અને ભાજપ પાસે વિપક્ષી દળો અને કોકરોચ જનતા પાર્ટીને કાઉન્ટર કરવા માટે શું કોઈ રણનીતિ ઘડાઈ છે?
સોશિયલ મીડિયા પર પ્રભાવી કેમ્પેઈન
આ મુદ્દે સોશિયલ મીડિયા દ્વારા બનનારા સંભવિત નકારાત્મક પ્રભાવને ડામવા માટે એનડીએ સામાજિક અને પ્રાદેશિક સમીકરણોને સાધી રહ્યું છે. સંસદના ચોમાસું સત્રથી લઈને અત્યાર સુધી વિપક્ષ સતત સત્તાધારી ગઠબંધનને લપેટામાં લેવાની કોશિશ કરી રહ્યું છે. પહેલા વિદ્યાર્થી આંદોલન અને ત્યારબાદ ઝેન ઝીની આકરી પ્રતિક્રિયાનો લઈને સરકારે હવે મોટું પગલું ભરતા આંદોલનકારીઓની માંગણી સ્વીકારી અને મામલો રફેદફે કર્યો.
જો કે સરકારનું એવું માનવું છે કે વિપક્ષ જે મનસૂબા લઈને બેઠો હતો તે પૂરા થઈ ન શક્યા. ત્યારે હવે વિપક્ષ SIR મુદ્દે ચૂંટણી પંચ અને જ્ઞાનેશકુમારને ટાર્ગેટ પર લીધા છે. દિલ્હીમાં છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસ સહિતના વિપક્ષી દળો રસ્તાઓ પર મોરચો માંડીને બેઠા છે. બીજી બાજુ કોકરોચ જનતા પાર્ટી પણ 10મી ઓક્ટોબરથી મોરચો જંતરમંતર પર મોરચો ખોલશે. ભાજપ તેને અરાજકતા ફેલાવવાના પ્રયત્નો ગણાવી રહ્યો છે. ભાજપે પણ સ્થિતિને કાબૂમાં રાખવા માટે પ્રવક્તાઓ અને દિગ્ગજ નેતાઓની ફોજ કામે લગાડી છે. જે વિપક્ષી દળોના આરોપોના પલટવાર કરી જવાબ આપી રહ્યા છે.
ભાજપની રણનીતિ!
અવ્યવસ્થા ફેલાવવાનો પ્રયત્ન- ભાજપ
હવે આવનારા સમયમાં એ જોવાનું રહેશે કે વિપક્ષી દળો અને કોકરોચ જનતા પાર્ટીના સરકાર, ચૂંટણી પંચ, મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર વિરુદ્ધના આંદોલનો અને વિરોધ પ્રદર્શનો જનતાની નસ પકડી શકે છે કે નહીં.