)
ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક મેટ્રો ટ્રેન બંધ થઈ છે. મેટ્રો સેવા ખોરવાતા મુસાફરોને હાલાકી પડી રહી છે. વહેલી સવારે ઓફિસ જનારા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ટેક્નિકલ કારણોસર ટ્રેન બંધ હોવાનું મુસાફરોને કહેવાયું. મેટ્રો સેવા ફરી શરૂ કરવા કામગીરી હાથ ધરાઈ.
મહેસાણા -બહુચરાજી હાઇવે ચક્કાજામનો પ્રયાસ. દુર્ગંધથી ત્રસ્ત પાંચ ગામોના ગ્રામજનોનો ચક્કાજામ. ખાનગી કંપનીમાંથી દુર્ગંધ મારતી હોવાનો સ્થાનિક ગ્રામજનોનો આક્ષેપ છે. મરેડા,સામેત્રા,ખારા, ગોકલગઢ અને લક્ષ્મીપુરાના ગ્રામજનોનો હાઇવે ચક્કાજામ. મહેસાણા-બહુચરાજી હાઇવે ઉપર ગ્રામજનો રસ્તા ઉપર ઉતર્યા. ટ્રેક્ટરની આડાશ મૂકીને રસ્તો બંધ કરાયો. ગ્રામજનો મુખ્ય હાઇવે ઉપર એકઠા થયા. પોલીસે ચક્કાજામ ખાળવા ડાયવર્ઝન આપ્યું. GPCBએ જણાવ્યું છે કે દુર્ગંધ ઓકતી ફેક્ટરી હવે બંધ કરવામાં આવશે.
જામનગરના તિરૂપતિ પાર્ક-1 વિસ્તારમાં મોડી રાત્રે હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, નશાની હાલતમાં કાર ચાલકે બેફામ કાર હંકારી શેરીમાં રહેલા વાહનોને અડફેટે લીધા હતા. બેફામ કારની અડફેટે એક રિક્ષા, બે બાઈક, વીજપોલ તેમજ રહેણાંક મકાનને નુકસાન પહોંચ્યું છે. બનાવને પગલે સ્થાનિકોમાં અફરાતફરી મચી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ ટીમ સ્થળ પર પહોંચી હતી અને કારમાં સવાર લોકોને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
કેશોદ સિવિલ એરપોર્ટથી મુસાફરી કરતા લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. કેશોદ એરપોર્ટ પરથી હવે અઠવાડિયામાં ત્રણ દિવસને બદલે પાંચ દિવસ ફ્લાઇટ સેવા ઉપલબ્ધ બનશે. અગાઉ મંગળવાર, ગુરુવાર અને શનિવારે ચાલતી ફ્લાઇટ સેવામાં વધારો કરવામાં આવ્યો છે. સાથે જ, વચ્ચે બંધ થયેલી કેશોદથી દીવની ફ્લાઇટ સેવા પણ ફરી શરૂ કરવામાં આવી છે. એટલું જ નહીં, કેટલાક દિવસોમાં મુસાફરોને દિવસમાં બે વખત ફ્લાઇટની સુવિધા પણ મળશે. ત્યારે ફ્લાઇટની વધેલી ફ્રીક્વન્સીથી મુસાફરોને કેટલી રાહત મળશે.
અમદાવાદમાં ફરી એકવાર મહિલાઓની સુરક્ષાને લઈને ઉઠ્યા સવાલો. પૂર્વ વિસ્તારમાં રાત્રિ દરમ્યાન યુવતી પર જીવલેણ હુમલો. બે અજાણ્યા ઈસમોએ તલવારથી યુવતી પર કર્યો હુમલો. અમદાવાદના રામોલ વિસ્તારના જાહેર રસ્તા ઉપરની ઘટના. પોલીસના ડર વીના હાથમાં તલવાર લઇ યુવકોએ કર્યો હુમલો. એકટીવા ઉપર આવી રસ્તા પર ઉભેલી યુવતી અને તેની સાથે ઉભેલા યુવક ઉપર કર્યો હુમલો. 2જી ઓક્ટોબરે બનેલી ઘટનાના CCTV આવ્યા સામે. મહિલાના મોઢાના ભાગે વાગી તલવાર. આવા અસામાજિક તત્વો પર ક્યારે લાગશે લગામ તે મોટો સવાલ..
આમિર ખાને 'લલકાર' ફિલ્મની ગાથા બનાવી ક્રિકેટ ફિલ્મ જગતમાં ફરી એકવાર વાપસી કરી છે. આ ફિલ્મમાં આમિર ખાને લાલા અનામતનની ભૂમિકા ભજવી છે, જે ભારતીય ક્રિકેટના સ્થાપક હસ્તીઓમાં ગણાય છે. સિદ્ધાર્થ ગુપ્તાએ 'તીન કો઼એ' ફિલ્મના કામમાં વ્યસ્ત હોવાને કારણે આ ફિલ્મમાંથી ખસી જવાનો નિર્ણય કર્યો છે. આશુતોષ ગોવારીકર અને આમિર ખાન વચ્ચે અગાઉ 'લગાન' ફિલ્મ આવી હતી, જેને ૨૫ વર્ષ પૂરા થયા છે. આ ક્રિકેટ ડ્રામા ફિલ્મમાં આમિર ખાનની સાથે લાલા અનામતનની ટેસ્ટ સિરિઝને કેન્દ્રમાં રાખવામાં આવી છે.
બનાસકાંઠા એસટી વિભાગના 4 કર્મચારીને સસ્પેન્ડ કરાયા છે. ડીસા ડેપોમા 3.67 લાખની ગેરરીતી મામલે કડક કાર્યવાહી. ડીસા ડેપોના કંડક્ટરે 12 ઇ.બી.ટી.એમ. મશીનની કરી હતી ચોરી. બુકિંગ કરેલ મશીન દ્વારા કુલ રૂ. 3,07,344ની કરી ઉચાપત. જિલ્લા વિભાગીય નિયામક એમ. બી. રાવલને પણ બેદરકારી બદલ કરાયા સસ્પેન્ડ. હિસાબીનીશ ઇન્ચાર્જ એમ. બી. પારેખ અને વી. એસ.પટેલ ડીસા ડેપો મેનેજર સોનલ પટેલ પણ સસ્પેન્ડ. આ ગંભીર ગુનામાં સંડોવાયેલા કંડક્ટર આર. આર. રબારી સહીત 4 અધિકારી સસ્પેન્ડ. તમામ અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ સસ્પેન્શનના જારી કરાયા આદેશ. મુખ્ય મથકે રોજરોજ હાજર રહીને હાજરી પુરાવવાનો કડક આપવામાં આવ્યો આદેશ. વિભાગના વડાઓ દ્વારા યોગ્ય મોનિટરિંગ ન થવાથી આ ઉંચાપત થઇ હોવાના મામલે કાર્યવાહી.
વડોદરામાં 3 લાખથી વધુ લોકોને આજે તેમજ કાલે પાણી નહીં મળે. ગોરવા, અકોટા સહિતની 5 ટાંકીઓમાં આજે-કાલે નહીં કરાય પાણી વિતરણ. મુખ્ય લાઇનના જોડાણની કામગીરીને પગલે પાણી વિતરણ બંધ રહેશે. ગોરવા, સુભાનપુરા, વડીવાડી, અકોટા અને કલાલી વિસ્તારને થશે અસર. આજે સાંજે અને શનિવારે સવારે પાણી વિતરણ નહીં કરાય.
ગુજરાતમાં આજથી ખેલ મહાકુંભ-2026નો ભવ્ય પ્રારંભ થઈ રહ્યો છે. સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે બપોરે 4 વાગ્યે ઉદ્ઘાટન કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ખેલમહાકુંભ -2026નો પ્રારંભ. આ વર્ષે ખેલ મહાકુંભમાં 39 જેટલી વિવિધ રમતોનું આયોજન. દિવ્યાંગ ખેલાડીઓ માટે અલગથી ખેલ મહાકુંભનું કરવામાં આવ્યું આયોજન. રાજ્યભરમાં અત્યાર સુધીમાં 76.02 લાખથી વધુ ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે .
આ વર્ષે મેડિકલ પ્રવેશમાં નવો ટ્રેન્ડ જોવા મળ્યો છે જ્યાં વિદ્યાર્થીઓ મેડિકલને બદલે આયુર્વેદ તરફ વળ્યા છે. મેડિકલ-ડેન્ટલના બીજા રાઉન્ડમાં પણ આયુર્વેદમાં પ્રવેશ વધ્યા છે અને ઘણી બેઠકો ખાલી હોવા છતાં વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે. આયુર્વેદમાં મેનેજમેન્ટ ક્વોટામાં ઊંચી ફી હોવાના કારણે વિદ્યાર્થીઓએ સરકારી અને સ્ટેટ ક્વોટામાં વધુ રૂચિ દાખવી છે. હોમિયોપેથીમાં પણ આ વર્ષે સ્ટેટ ક્વોટાની ૩૧ બેઠકોમાંથી ૨૬૬ બેઠકો ફાળવાઈ છે. પ્રવેશ પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા ફી ભરી દીધા બાદ પણ હોમિયોપેથી કે આયુર્વેદના પ્રવેશમાં ફેરફાર જોવા મળ્યો છે.
ગુજરાત હાઇકોર્ટે એક ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે સાડીના પલ્લુ પર દેવી-દેવતાઓના ચિત્રો છાપવા એ ધાર્મિક લાગણી દુભાવવાનું કૃત્ય નથી. આ મામલે અદાલતે અરજદાર વેપારી સામે નોંધાયેલી ફોજદારી ફરિયાદ રદબાતલ ઠરાવી છે.
અલ નીનોની વિપરીત અસરના કારણે વર્ષ ૨૦૨૬માં પૃથ્વીની સપાટી વધુ ગરમ થઈ ગઈ છે. વિશ્વ હવામાન સંગઠન (WMO) અનુસાર ડિસેમ્બર સુધીમાં પૃથ્વીનું તાપમાન ૩.૭ ડિગ્રી સેલ્સિયસ વધવાની ચેતવણી આપવામાં આવી છે. વર્ષ ૧૯૫૦ પછીની આ સૌથી ખતરનાક ઘટના ગણવામાં આવી રહી છે, જે દુનિયાના અનેક દેશોમાં પૂર અને દુષ્કાળ સર્જી શકે છે. આ વધતી ગરમીને કારણે હીટ સ્ટ્રોક અને અન્ય ગંભીર બિમારીઓનું જોખમ પણ વધી ગયું છે. અલ નીનોની આ અસર ફેબ્રુઆરી ૨૦૨૭ સુધી ચાલુ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં મળેલી જીએસટી કાઉન્સિલની ૫૫મી બેઠકમાં મોટા નિર્ણયો લેવાયા છે. જીએસટી હેઠળ અધિકારીઓની ધરપકડ કરવાની સત્તા નાબૂદ કરવામાં આવી છે અને નાણાકીય મર્યાદા વધારીને પાંચ કરોડ કરાઈ છે. રિટર્નમાં થતી સામાન્ય ભૂલો સુધારવા માટે એક વર્ષ સુધીની છૂટ આપવામાં આવી છે. રિફંડ ક્લેમ સ્વીકારવાનો સમય ૧૫ દિવસથી ઘટાડીને ૧૦ દિવસ કરવામાં આવ્યો છે. હોટેલ બુકિંગ અને પરિવહન જેવી સેવાઓ પર ઇનપુટ ટેક્સ ક્રેડિટના નિયમો સરળ બનાવવામાં આવ્યા છે.
અલ નીનો વધુ તીવ્ર બનવાના કારણે ડિસેમ્બર સુધીમાં પૃથ્વી તપીને લાલચોળ થઈ જવાની શક્યતા છે. યુનાઈટેડ નેશન્સ અને WMO દ્વારા જણાવાયું છે કે આ વર્ષનો મોસમી ઘટનાક્રમ ૧૯૫૦ પછીનો સૌથી શક્તિશાળી છે. પ્રશાંત મહાસાગરમાં જમા થયેલી ગરમી બહાર નીકળવાથી પૃથ્વીનું તાપમાન ૩.૭ ડિગ્રી સેલ્સિયસ વધી શકે છે. હવમાન વૈજ્ઞાનિક ર્યાન માઉએ વૈશ્વિક તાપમાનનો નશો રજૂ કરી ગરમીના વધતા જોખમ વિશે માહિતી આપી છે. આ અતિશય ગરમીને કારણે વિશ્વના અનેક વિસ્તારોમાં દુષ્કાળ અને રેકોર્ડબ્રેક ગરમી નોંધાવાની સંભાવના છે.
મકરબા ઓવર બ્રિજની ડિઝાઇનમાં કોઈ પણ પ્રકારની ખામી ન હોવાનો દાવો ડેલ્ફ કન્સલ્ટન્સી દ્વારા કરવામાં આવ્યો છે. બ્રિજ બનાવતી વખતે તમામ નિયમોનું પાલન થયું છે કે નહીં તે ચકાસવા માટે મ્યુનિસિપલ વહીવટી તંત્રને સલાહ આપવામાં આવી છે. મકરબા બ્રિજ પર ટ્રાફિક હળવો કરવા માટે અમલમાં મુકાયેલા કેપ્સ્યુલ જંક્શનના ફોર્મ્યુલા અંગે પણ યોગ્ય એસેસમેન્ટ કરવા માટે જણાવાયું છે. આ મામલે મેયર અને સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ વહીવટી તંત્ર દ્વારા ખુલાસો રજૂ કરાયો હોવાની માહિતી સામે આવી છે. અગાઉના હાટકેશ્વર બ્રિજ વિવાદને ધ્યાનમાં રાખીને વર્તમાન બ્રિજના પ્રોજેક્ટ અને જવાબદારીઓ સામે સવાલો ઉઠી રહ્યા છે.
રાજકોટના ઉપલેટામાં હડકાયા શ્વાને ભારે આતંક મચાવતા વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. આ શ્વાને બજારમાં માર્ગ પરથી પસાર થતા વેપારીઓ તેમજ ગ્રાહકો પર અચાનક હુમલો કરી અનેક લોકોને ઈજા પહોંચાડી છે. શ્વાનના આતંક અને લોકોમાં ભાગદોડ મચવાના આ સમગ્ર દ્રશ્યો નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે.
નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં વ્યાજખોરોના અસહ્ય ત્રાસથી કંટાળીને ૩૧ વર્ષીય રોનિશ જૈન નામના યુવાને ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ બનાવને પગલે વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મૃતકના પરિવારે આઘાતમાં સરી પડીને વ્યાજખોરો સામે વહેલી તકે કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવાની ઉગ્ર માગ કરી છે.
ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ફરી એકવાર કરૂણ અકસ્માતની ઘટના સામે આવી છે. કાર અને બાઈક વચ્ચે સર્જાયેલા આ ભયાનક અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે જ અકાળે મોત નિપજ્યા છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચીને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી તપાસ શરૂ કરી છે.
વન વિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે આજથી સાસણગીર પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવશે. આ વર્ષે ઓછો વરસાદ અને શાળાઓના ટૂંકા વેકેશનને ધ્યાનમાં રાખીને વહેલી તકે ગીર અભયારણ્ય ખોલવાનો નિર્ણય લેવાયો છે. વન્યપ્રેમીઓ અને પ્રવાસીઓમાં આ નિર્ણયથી ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠક યોજાશે. આ બેઠકમાં રાજ્યમાં ઓછા વરસાદવાળા વિસ્તારોની સ્થિતિની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવશે. આ ઉપરાંત, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સફળ સુશાસન સંદર્ભે કેબિનેટમાં વિશેષ આભાર પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે.
Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ-વિદેશમાં અનેક મોટી ઘટનાઓ બની રહી છે, જેમાં સરકારના નિર્ણયો, રાજકીય પાર્ટીઓના નિવેદનો, દેશના લોકોને અસર કરતા મુદ્દાઓ, અકસ્માતો, હવામાનના સમાચાર અને અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓ તેમજ લેટેસ્ટ સમાચાર અને બ્રેકિંગ અપડેટ્સ માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો...