રાજકોટનું આ નાનકડું ગામ છે 'પેંડાનું પિયર'! અહીંના થાબડી પેંડા ખાશો તો મથુરાના પેંડા ભૂલી જશો, જાણો કેમ ખાસ છે?
Rajkot Thabdi Peda: રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના છેવાડે આવેલું એક નાનકડું ગામ...પરંતુ તેની ઓળખ આજે દેશભરમાં છે. આ ગામનું નામ છે દેવકીગાલોળ...જે પોતાની આગવી ઓળખ ધરાવતા થાબડી પેંડાના કારણે જગવિખ્યાત બન્યું છે. અહીં બનતા શુદ્ધ દૂધના થાબડી પેંડાની મીઠાશ અમદાવાદ, સુરત, વડોદરા અને મુંબઈ સહિત અનેક શહેરો સુધી પહોંચે છે. વર્ષોથી પરંપરાગત પદ્ધતિથી બનતા આ પેંડાનો સ્વાદ માણવા લોકો ખાસ દેવકીગાલોળ આવે છે. ત્યારે આખરે શું છે આ પેંડાની ખાસિયત અને કેમ છે આ ગામ પેંડાના ગામ તરીકે પ્રખ્યાત?
Rajkot Thabdi Peda: પેંડાનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય... અને જો સામે સ્વાદિષ્ટ તથા તાજા પેંડા હોય તો વાત જ કંઈક અલગ હોય છે, ભારતમાં અનેક જગ્યાએ અલગ-અલગ પ્રકારના પેંડા બનાવવામાં આવે છે. પરંતુ કેટલાક પેંડા પોતાના સ્વાદ અને ગુણવત્તાના કારણે આગવી ઓળખ ઊભી કરે છે,ગુજરાતમાં પણ અનેક સ્થળોએ પેંડા બનાવવામાં આવે છે. રાજકોટ જિલ્લામાં કેસર પેંડા, દૂધના પેંડા અને માવાના પેંડાની ખૂબ માંગ રહે છે.
ભૂપેન્દ્ર પટેલ સરકારે દિવાળી પહેલા કયા 64 નાયબ સેક્શન અધિકારીઓને આપી ખુશખબરી; SO તરીકે બઢતી, જુઓ લિસ્ટ
દેશી લાકડાના ચૂલા પર તૈયાર થાય છે થાબડી પેંડા
તહેવારો અને પ્રસંગોમાં લોકો મીઠાઈની ખરીદી કરતા હોય છે. પરંતુ રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાનું દેવકીગાલોળ ગામ પોતાના ખાસ થાબડી પેંડાના કારણે પ્રખ્યાત બન્યું છે દેવકીગાલોળ ગામમાં છેલ્લા ઘણા વર્ષથી થાબડી પેંડા બનાવવાની પરંપરા જળવાઈ રહી છે, અહીંના પેંડાની સૌથી મોટી ખાસિયત છે તેની બનાવટની દેશી પદ્ધતિ અને શુદ્ધતા, વહેલી સવારથી જ પેંડાના વેપારીઓ દેશી લાકડાના ચૂલા સળગાવી તેના પર મોટા તાવડા મૂકે છે. ત્યારબાદ તેમાં શુદ્ધ ભેંસનું દૂધ નાખી કલાકો સુધી ઉકાળવામાં આવે છે અને પરંપરાગત પદ્ધતિથી તૈયાર થાય છે સ્વાદિષ્ટ થાબડી પેંડા..
પેંડા બનાવવામાં કોઈપણ પ્રકારની ભેળસેળ કરવામાં આવતી નથી
આજના સમયમાં મોટા ભાગે શહેરોમાં ગેસના ચૂલા પર મીઠાઈ બનાવવામાં આવે છે, ત્યારે દેવકીગાલોળમાં આજે પણ લાકડાની દેશી ભઠ્ઠી પર પેંડા તૈયાર કરવામાં આવે છે,આ પરંપરાગત પદ્ધતિના કારણે પેંડામાં એક અલગ જ સ્વાદ અને મીઠાશ જોવા મળે છે, પેંડા બનાવવામાં કોઈપણ પ્રકારની ભેળસેળ કરવામાં આવતી નથી અને ગ્રાહકોની નજર સામે જ પેંડા તૈયાર કરવામાં આવે છે.
પાટીલ હોય કે વિશ્વકર્મા સહકારમાં ભાજપનો 'પનો' ટૂંકો, મનમાની પર ઉતર્યા ભાજપ નેતાઓ
શુદ્ધતાની સાથે સ્વાદ અને ગુણવત્તા જાળવવી એ જ દેવકીગાલોળના પેંડાની આગવી ઓળખ
દેવકીગાલોળના પેંડાની સૌથી મોટી ખાસિયત એ છે કે તેને બનાવવા માટે માત્ર શુદ્ધ દૂધ અને ખાંડનો જ ઉપયોગ કરવામાં આવે છે,પેંડામાં કોઈપણ પ્રકારના અન્ય પદાર્થો કે ભેળસેળ કરવામાં આવતી નથી,વેપારીઓના જણાવ્યા મુજબ શુદ્ધ દૂધમાંથી બનતા આ પેંડા યોગ્ય રીતે સંગ્રહ કરવામાં આવે તો 20 દિવસ સુધી બગડતા નથી,એટલે કે લાંબા અંતરે રહેતા લોકો પણ આ પેંડા પોતાના પરિવારજનો સુધી સરળતાથી પહોંચાડી શકે છે, શુદ્ધતાની સાથે સ્વાદ અને ગુણવત્તા જાળવવી એ જ દેવકીગાલોળના પેંડાની આગવી ઓળખ બની છે.
દેવકીગાલોળમાં મીઠાઈના શોખીનો માટે અલગ-અલગ પ્રકારના પેંડા
માત્ર થાબડી પેંડા જ નહીં, પરંતુ દેવકીગાલોળમાં મીઠાઈના શોખીનો માટે અલગ-અલગ પ્રકારના પેંડા પણ ઉપલબ્ધ છે. અહીં કેસર પેંડા, વ્હાઇટ પેંડા અને પ્રખ્યાત થાબડી પેંડા સહિત ત્રણથી ચાર પ્રકારના પેંડા બનાવવામાં આવે છે, દરેક પેંડાનો સ્વાદ અને તેની બનાવટ અલગ છે,ખાસ કરીને થાબડી પેંડાની આગવી મીઠાશ અને સ્વાદના કારણે લોકોમાં તેની સૌથી વધુ લોકપ્રિયતા જોવા મળે છે.
પાથરણાવાળાથી માંડીને મોટા ઉદ્યોગો સુધી...! જાણો સોના-ચાંદી, પ્રવાસન અને પરિવહન ક્ષેત્રે ગુજરાતને ક્યા કેટલો થયો ફાયદો?
ગામમાં અંદાજે 60થી વધુ પેંડાની દુકાનો આવેલી છે..
દેવકીગાલોળના પેંડાની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે અહીંથી પેંડા અમદાવાદ, સુરત, વડોદરા અને મુંબઈ સહિત અનેક શહેરોમાં મોકલવામાં આવે છે,એટલું જ નહીં, દેશની બહાર પણ અહીંના પેંડાની મીઠાશ પહોંચે છે, ગામમાં અંદાજે 60થી વધુ પેંડાની દુકાનો આવેલી છે અને દરેક દુકાનમાં વર્ષોથી ચાલી આવતી પરંપરાગત પદ્ધતિથી પેંડા તૈયાર કરવામાં આવે છે, દૂર-દૂરથી લોકો ખાસ દેવકીગાલોળના થાબડી પેંડા ખરીદવા આવે છે અને પોતાના પરિવારજનો તથા મહેમાનો માટે સાથે લઈ જાય છે.
થાબડી પેંડાના સ્વાદના એક આગવા સરનામા તરીકે બની ગઈ
એક તરફ તહેવારો અને પ્રસંગોની તૈયારીઓ ચાલી રહી હોય ત્યારે મીઠાઈની ખરીદીમાં પણ વધારો જોવા મળતો હોય ત્યારે દેવકીગાલોળના પેંડાની માંગ પણ ખાસ જોવા મળે છે,વર્ષોથી જળવાયેલી પરંપરા, લાકડાની ભઠ્ઠી પર થતી બનાવટ અને શુદ્ધ દૂધનો ઉપયોગ આ ગામના પેંડાને અન્ય મીઠાઈઓથી અલગ બનાવે છે. જેતપુર તાલુકાનું નાનકડું દેવકીગાલોળ ગામ પોતાની વર્ષો જૂની પરંપરા, દેશી બનાવટ અને શુદ્ધ દૂધના થાબડી પેંડાના કારણે આજે દેશભરમાં મીઠી ઓળખ ધરાવે છે,સાચા અર્થમાં કહી શકાય કે દેવકીગાલોળની ઓળખ માત્ર એક ગામ તરીકે નહીં, પરંતુ થાબડી પેંડાના સ્વાદના એક આગવા સરનામા તરીકે બની ગઈ છે,
દિવાળીમાં ગુજરાત ટૂરિઝમની ‘ગોલ્ડન સીઝન’: 90 લાખ પ્રવાસીઓએ સ્થાનિક અર્થતંત્રમાં 1200 કરોડ ઠાલવ્યા
વાહ! પેંડા તો દેવકીગાલોળના જ!
જો તમે પણ હજુ સુધી દેવકીગાલોળના પ્રખ્યાત થાબડી પેંડાનો સ્વાદ ચાખ્યો ન હોય, તો એકવાર આ ગામની મુલાકાત અવશ્ય લેજો... કારણ કે અહીંના પેંડાની મીઠાશ ચાખ્યા બાદ તમારા મોઢામાંથી પણ એક જ શબ્દ નીકળશે... વાહ! પેંડા તો દેવકીગાલોળના જ!