• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /પાટીલ હોય કે વિશ્વકર્મા સહકારમાં ભાજપનો 'પનો' ટૂંકો, મનમાની પર ઉતર્યા ભાજપ નેતાઓ

પાટીલ હોય કે વિશ્વકર્મા સહકારમાં ભાજપનો 'પનો' ટૂંકો, મનમાની પર ઉતર્યા ભાજપ નેતાઓ

Cooperative Sector Politics : ગુજરાતમાં ભાજપ એ શિસ્ત બદ્ધ પાર્ટી ગણાય છે. રાજ્યમાં કરોડો કાર્યકરો ધરાવતી પાર્ટીને ચલાવવા શીસ્ત હોવી જરૂરી છે પણ પાટીલ હોય કે જગદીશ વિશ્વકર્મા સહકારમાં હંમેશાં તેમનો પનો ટૂંકો પડ્યો છે. ગાંધીનગરના કમલમથી છૂટતો મેન્ડેટનો કાગળ સ્થાનિક સહકારી નેતાઓ સામે પહોંચતા જ રદ્દી સાબિત થાય છે! ગઈકાલે આવા જ એક મેન્ડેટ પ્રકરણમાં ઉત્તર ગુજરાતની અગ્રણી ડેરી સાબર ડેરીમાં ચૂંટણી જ મોકૂફ રહી છે. પાર્ટીના મેન્ડેટ સામે એટલો વિરોધ થયો કે ભાજપના ધમપછાડા છતાં સ્થાનિક નેતાઓ ન માનતાં આખરે ચૂંટણી જ મોકૂફ રાખવી પડી. આ પહેલીવાર નથી કે સહકારમાં ભાજપના મેન્ડેટનો અનાદાર થયો હોય એક ડઝન વાર પાર્ટીના મેન્ડેટનો સહકારમાં અનાદાર થયા છતાં ગાંધીનગરથી મેન્ડેટ નીકળે છે અને ફજેતો થાય છે.

Written ByKaran Rajput
Published: Nov 06, 2026, 02:20 PM IST|Updated: Nov 06, 2026, 02:26 PM IST
joinshare
પાટીલ હોય કે વિશ્વકર્મા સહકારમાં ભાજપનો 'પનો' ટૂંકો, મનમાની પર ઉતર્યા ભાજપ નેતાઓ
Image Credit: Ai Image

About the Author

Karan Rajput

Karan Rajput

કરણ રાજપૂત ગુજરાતના અગ્રણી અને પ્રતિષ્ઠિત પત્રકારો તથા ડિજિટલ મીડિયા લીડર્સમાં ગણાય છે. પત્રકારત્વ ક્ષેત્રે તેમને ૨3 વર્ષોથી વધુનો સમૃદ્ધ અને દીર્ઘ અનુભવ છે. પોતાની લાંબી અને સફળ કારકિર્દી દરમિયાન તેમણે પ્રિન્ટ અને ડિજિટલ એમ બંને માધ્યમોમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે.વર્તમાનમાં તેઓ Zee 24 Kalak માં ડિજિટલ લીડ (Digital Lead) તરીકે સેવા આપી રહ્યા છે. આ પદ પર રહીને તેઓ ડિજિટલ કન્ટેન્ટ સ્ટ્રેટેજી, ન્યૂઝરૂમના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને હાયપર-લોકલ ટ્રાફિકને નોંધપાત્ર રીતે વધારવાની રણનીતિનું સફળ નેતૃત્વ કરી રહ્યા છે. ડેટા-ડ્રિવન કન્ટેન્ટ અને આધુનિક ટેકનોલોજીના પ્રયોગો દ્વારા ન્યૂઝરૂમને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં તેમને વિશેષ મહારત છે. મર્યાદિત અને ઓછા સ્ટાફ સાથે પણ શ્રેષ્ઠ પરિણામો આપવાની તેમની ક્ષમતા તેમને એક સક્ષમ સંપાદક બનાવે છે. ગુજરાતના અગ્રણી અખબારો જેમ કે ગુજરાત સમાચાર, સંદેશ અને દિવ્ય ભાસ્કરમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે. આ સિવાય તેઓ ગુજરાત સમાચારની ચેનલ GSTVના તેઓ ડિજિટલ એડિટર રહી ચૂકયા છે.એગ્રીકલ્ચર (કૃષિ) ક્ષેત્રે ઉત્કૃષ્ટ પત્રકારત્વ માટે તેમને બે રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. પડકારોને તકમાં બદલવાની સૂઝબૂઝ, સાહસિક નિર્ણયો અને સતત નવીન કન્ટેન્ટ પ્રયોગો (Content Experiments) થકી તેમણે મીડિયા જગતમાં એક આગવી અને મજબૂત ઓળખ બનાવી છે.
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
લો બોલો! બિમાર પતિને તરછોડીને સાસુ જમાઈ સાથે ભાગી ગઈ, 2 કિલો ચાંદી-80 ગ્રામ સોનું પણ લેતી ગઈ

લો બોલો! બિમાર પતિને તરછોડીને સાસુ જમાઈ સાથે ભાગી ગઈ, 2 કિલો ચાંદી-80 ગ્રામ સોનું પણ લેતી ગઈ

2

Amla Hair Oil: વાળ કાળા અને લાંબા થાય તેવું આમળાનું તેલ ઘરે બનાવવાની સાચી રીત જાણી લો

3

પંજાબમાં કર્મભૂમિ એક્સપ્રેસ ટ્રેનના 4 ડબ્બા ભીષણ આગમાં સપડાયા, દૂર દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા, મુસાફરોમાં ડરનો માહોલ

4

કનકધારા સ્ત્રોત 21 શ્લોક અને અર્થ: દરિદ્રતા દૂર કરવાની દિવ્ય પ્રાર્થના અને કનકધારા યંત્રનું મહત્ત્વ!

5

રાજકોટનું આ નાનકડું ગામ છે 'પેંડાનું પિયર'! અહીંના થાબડી પેંડા ખાશો તો મથુરાના પેંડા ભૂલી જશો, જાણો કેમ ખાસ છે?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

BJP Mandate Revolt : રાજકારણ અને સહકાર એ બે અલગ વિષય છે. ભલે ભાજપનું ગુજરાતમાં 30 વર્ષથી શાસન હોય પણ કોંગ્રેસનો દબદબો સહકારમાં 2010 સુધી રહ્યો છે. ગુજરાતની ડેરીઓ હોય કે કૃભકો-ઈફકો અને સ્થાનિક સહકારી બેંકોમાં પણ કોંગ્રેસે શાસન જાળવી રાખ્યું હતું. સહકારમાં કોંગ્રેસની ઈજારાશાહી હટાવવા માટે અમિત શાહે રચેલા ચક્રવ્યૂહને કારણે આજે ગુજરાત સહકારમાં ભાજપના નેતાઓનું વર્ચસ્વ છે. 

આ વર્ચસ્વ આજદીન સુધી જળવાયેલું રહ્યું છે પણ અમૂલ ડેરીથી શરૂ થયેલો મેન્ડેટનો સિલસિલો ધીમેધીમે ગુજરાતની અન્ય સહકારી સંસ્થાઓ સુધી પહોંચતાં ભાજપના મેન્ડેટ સામે એક ડઝનવાર બળવા થયા છે. સૌરાષ્ટ્રના નેતા જયેશ રાદડિયા ભલે આજે મંત્રી નથી પણ તેઓ સૌરાષ્ટ્રના ખેડૂત નેતાનું બિરુદ ગુમાવવા જરા પણ તૈયાર નથી. ભાજપના મેન્ડેટ સામે જયેશ રાદડિયાએ અનેકવાર વિરોધ દાખવી ઉમેદવારો ઉભા કર્યા છે અને જીતાડ્યા પણ છે. ઘણીવાર ભાજપના નેતાઓ અંદરો અંદર સામ સામે આવી ગયા છે.

દક્ષિણ ગુજરાતનું સુગર અને APMC મોડેલ  હોય કે સૌરાષ્ટ્રની સહકારી સંસ્થાઓ આ તમામ સંપૂર્ણપણે ખેડૂતો અને સ્થાનિક પ્રભુત્વ પર આધાર રાખે છે. સ્થાનિક નેતાઓનું માનવું છે કે ગાંધીનગરથી અપાતા મેન્ડેટથી સ્થાનિક ખેડૂત નેતાઓનું વર્ચસ્વ ઘટે છે, તેથી તેઓ પક્ષીય શિસ્ત કરતાં પોતાની સહકારી સત્તા ટકાવી રાખવા બળવો કરવાનો માર્ગ પસંદ કરે છે.  

"દૂધ ઉત્પાદક પશુપાલકોના હિતમાં સ્થાનિક નિર્ણય લેવો જરૂરી છે, ગાંધીનગરનો આદેશ નહીં."

આમ ભલે ભાજપ શિસ્તના દાવાઓ કરે છે પણ સહકારમાં નેતાઓ પક્ષના આદેશને માની રહ્યાં નથી સાબરડેરીનો ભાજપના મેન્ડેટ સામે બળવો એ પહેલીવાર નથી આ પહેલાં પણ ભાજપના મેન્ડેટનો વિરોધ થઈ ચૂક્યો છે. ભાજપના પ્રદેશ સંગઠને સાબરડેરીમાં પણ અસંતોષ શમાવવા અને શિસ્ત જાળવવા પ્રયાસો કર્યા હતા, પરંતુ સ્થાનિક દૂધ મંડળીઓના પ્રતિનિધિઓ અને ચૌધરી/પટેલ સમાજના સ્થાનિક નેતાઓ પક્ષના આદેશ સામે ઝૂક્યા નહોતા. આ બળવા વખતે નેતાઓએ એવો તર્ક આપ્યો હતો કે "દૂધ ઉત્પાદક પશુપાલકોના હિતમાં સ્થાનિક નિર્ણય લેવો જરૂરી છે, ગાંધીનગરનો આદેશ નહીં."

સાબર ડેરી અને બેંકમાં ભાજપના નેતાઓમાં યાદવાસ્થળી

સાબર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી સમયે ભાજપના મોવડીમંડળ દ્વારા ગાંધીનગરથી ચોક્કસ નામનો મેન્ડેટ મોકલવામાં આવ્યો હતો. પરંતુ, ડેરીના ચૂંટાયેલા ભાજપ સમર્થિત ડિરેક્ટરોના મોટા જૂથે આ મેન્ડેટનો સરેઆમ અનાદર કર્યો હતો. શામળજી પટેલ અને તેમના સમર્થક ડિરેક્ટરોએ પક્ષના અધિકૃત ઉમેદવાર સામે જ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ભાજપને સાબરડેરી અને બેંકમાં ચાલતી ઉથલપાથલનો અંદાજ આવી જતાં, તારીખ 04 ના રોજ રાત્રે જ તમામ ડિરેક્ટરોને તાત્કાલિક ગાંધીનગર બોલાવવામાં આવ્યા હતા. 

અરવલ્લી જિલ્લા પ્રભારી મંત્રીના બંગલે પ્રદેશ સંગઠન મહામંત્રી અને ઉત્તર ગુજરાત ઝોનના પ્રભારી સમક્ષ ડેરીના કાવા-દાવા અને આંતરિક વિવાદોથી પક્ષની છબી ખરડાઈ હોવાનું જણાવી ડિરેક્ટરોની આકરી લેવામાં આવી હતી. તેમજ પક્ષ દ્વારા જેમને પણ મેન્ડેટ અપાય તેને સર્વસંમતિથી સ્વીકારવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી. જોકે, આ માલે ઉકેલ ના આવતાં આજે બંને સંસ્થાઓમાં ચૂંટણી રદ કરી દેવાઈ હતી.

 

જયેશ રાદડિયા (રાજકોટ / સૌરાષ્ટ્ર)

સૌરાષ્ટ્રના સહકારી રાજકારણમાં ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જયેશ રાદડિયાનું ભારે વર્ચસ્વ છે. રાજકોટ લોધિકા ખરીદ-વેચાણ સંઘ અને અન્ય સહકારી ચૂંટણીઓમાં ભાજપના પ્રદેશ સંગઠન દ્વારા નક્કી કરાયેલા પક્ષીય ઉમેદવારો સામે જયેશ રાદડિયા સમર્થિત જૂથે પેનલ ઉતારીને ચૂંટણી લડી હતી અને વિજય મેળવી ભાજપના જ સત્તાવાર જૂથને પછડાટ આપી હતી. આ એકવાર નથી રાદડિયા એક ખેડૂત નેતા હોવાનો પોતાનો દબદબો સૌરાષ્ટ્રમાં ગુમાવવા માગતા નથી. ભાજપે ઘણીવાર મનાવવાનો પ્રયાસ કર્યો છે પણ ભાજપના નેતા સહકારમાં મેન્ડેટ પ્રથાના પહેલીથી ધૂર વિરોધી રહ્યાં છે.

કેતન ઇનામદાર (વડોદરા / સાવલી)

સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે સહકારી ક્ષેત્રમાં પક્ષ દ્વારા લાગુ કરાતી મેન્ડેટ પ્રથાનો ખુલ્લેઆમ વિરોધ કર્યો હતો. સાવલી APMC ની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટ વિના જ પોતાના સમર્થકો સાથે ચૂંટણી લડીને કબ્જો મેળવ્યો હતો અને કહ્યું હતું કે "સહકારી ક્ષેત્રમાં પક્ષના મેન્ડેટ ન હોવા જોઈએ". કેતન ઈનામદાર પણ ભાજપના વડોદરામાં મજબૂત નેતા છે પણ કેટલીકવાર ગાંધીનગરથી ચંચૂપાત એ સ્થાનિક નેતાઓ પોતાના વર્ચસ્વ સામે પ્રહાર કરાયો હોવાનું માને છે.

માવજી પટેલ (બનાસકાંઠા / વાવ-થરાદ)

બનાસકાંઠાના સહકારી ક્ષેત્રના અગ્રણી નેતા માવજી પટેલે પક્ષીય નિર્ણયો અને મેન્ડેટ સામે અનેક વખત બળવાત્મક વલણ અપનાવ્યું છે. સ્થાનિક સહકારી સંસ્થાઓ અને બેંકની ચૂંટણીઓમાં પક્ષની લાઇનથી અલગ જઈને ઉમેદવારી કરવા બદલ તેમને અગાઉ ભાજપમાંથી સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા. આજે ભલે તેઓ અપક્ષ ધારાસભ્ય છે પણ જોડાયેલા ભાજપ સાથે છે. ભાજપના તમામ કાર્યક્રમોમાં હાજરી આપે છે. માવજી પટેલે પણ ભાજપના મેન્ડેટ સામે પોતાનો અલગથી ચીલો ચાતર્યો છે.

૪. દિલિપ સંઘાણી સમર્થક અને વિરોધી જૂથો (અમરેલી)

NCUI અને IFFCOના ચેરમેન દિલિપ સંઘાણીના ગઢ ગણાતા અમરેલી ક્ષેત્રમાં સ્થાનિક ભાજપના જ નેતાઓ (જેવા કે પૂર્વ સાંસદ અને સ્થાનિક હોદ્દેદારો) વચ્ચે સહકારી સંસ્થાઓની સત્તા મેળવવા માટે આંતરિક બળવો અને જૂથબંધી જોવા મળી છે. દિલીપ સંઘાણી અને જયેશ રાદડિયા એ એક જ જૂથમાં છે. બંને જણા શરૂઆતથી સહકારમાં મેન્ડેટ પ્રથાનો વિરોધ કરતા આવ્યા છે.

વિનુ ઠુમ્મર અને સ્થાનિક નેતાઓ (સૌરાષ્ટ્ર APMC)

સૌરાષ્ટ્રની વિવિધ APMC (જેમ કે ગોંડલ, જેતપુર, અમરેલી) માં ભાજપના જ સ્થાનિક અગ્રણીઓએ ભાજપની સત્તાવાર પેનલ સામે પોતાના ઉમેદવારો ઊભા રાખીને અપક્ષ કે બળવાખોર પેનલથી ચૂંટણી લડી છે. અને પક્ષના મેન્ડેટનો અનાદર કર્યો છે.

સુરત સુગર (મઢી સુગર અને અન્ય મંડળીઓ)

દક્ષિણ ગુજરાતની મઢી સુગર (Madhi Sugar), ચલથાણ અને બારડોલી સુગર ફેક્ટરીઓના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીઓમાં ભાજપના જ બે જૂથો સામસામે આવી ગયા છે: ભાજપના પ્રદેશ સંગઠન દ્વારા જાહેર કરાયેલા મેન્ડેટનો સત્તાવાર વિરોધ કરીને સ્થાનિક સભાસદો/ડિરેક્ટરોએ પોતાની અલગ પેનલ બનાવીને ચૂંટણીઓ લડી અને જીતી પણ દેખાડી. નેતાઓનો ખુલ્લો તર્ક હતો કે "સુગર ફેક્ટરીઓ ખેડૂતોની સંસ્થા છે, તેમાં રાજકીય પક્ષનો મેન્ડેટ ન ચાલે." આમ છતાં કમલમ દરેક સહકારી સંસ્થાઓમાં મેન્ડેટ જાહેર કરવાનું ચૂકતું નથી. કેટલીકવાર નેતાઓ ચૂપકીદી સાધી લેશે કયાંક બળવાનું સ્વરૂપ ઉભું થાય છે..

સુરત APMC (મજૂરા/સુરત)

સુરત APMC ની ચૂંટણીમાં પ્રદેશ ભાજપ દ્વારા મેન્ડેટ જાહેર કરવામાં આવ્યા હોવા છતાં, સ્થાનિક ભાજપના જ બળવાખોર નેતાઓએ પક્ષના અધિકૃત ઉમેદવારો સામે પેનલ ઉતારી હતી. દિલિપ ઠોરટ સહિતના ભાજપના અગ્રણીઓએ મેન્ડેટની અવગણના કરીને ચૂંટણી લડી હતી, જેના કારણે પ્રદેશ ભાજપ સંગઠન દ્વારા તેમને શિસ્તભંગ બદલ પક્ષમાંથી સસ્પેન્ડ કરવાની કાર્યવાહી પણ કરવી પડી હતી.

ઈડર APMC માં પક્ષિય શિસ્ત કોરાણે મૂકાઈ હતી

ઈડર APMC માં ભાજપના મોવડીમંડળના મેન્ડેટ સામે સ્થાનિક નેતાઓએ ખુલ્લેઆમ બળવો કરીને પક્ષીય આદેશના ધજાગરા ઉડાવ્યા હતા. ગાંધીનગરથી મોકલેલા સત્તાવાર મેન્ડેટવાળા ઉમેદવાર સામે ભાજપના જ સ્થાનિક જૂથે પોતાની અલગ પેનલ ઉતારીને જીત મેળવી હતી. પ્રદેશ સંગઠનના ધમપછાડા અને શિસ્તની ધમકીઓ છતાં સ્થાનિક ભાજપના ચૂંટાયેલા ડિરેક્ટરો પક્ષના આદેશ સામે ઝૂક્યા નહોતા. આ ઘટનાએ સાબિત કર્યું કે ઈડરમાં પક્ષીય શિસ્ત કે ગાંધીનગરના મેન્ડેટ કરતાં સ્થાનિક સત્તા અને સહકારી પ્રભુત્વ વધુ ભારે પડે છે.

દક્ષિણ ગુજરાતનું સુગર અને APMC મોડેલ સંપૂર્ણપણે ખેડૂતો અને સ્થાનિક પ્રભુત્વ પર આધારિત છે. સ્થાનિક નેતાઓનું માનવું છે કે ગાંધીનગરથી અપાતા મેન્ડેટથી સ્થાનિક ખેડૂત નેતાઓનું વર્ચસ્વ ઘટે છે, તેથી તેઓ પક્ષીય શિસ્ત કરતાં પોતાની સહકારી સત્તા ટકાવી રાખવા બળવો કરવાનો માર્ગ પસંદ કરે છે. આમ પાટીલ હોય વિશ્વકર્મા પાર્ટી લેવલે હંમેશાં એમનો દબદબો રહ્યો છે પણ સહકારમાં એમનો પનો ટૂંકો પડ્યો છે એ ઉદાહરણો પણ છે.

 

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News