• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /ખેડૂતોની ઊંઘ હરામ! નવસારીના આંબાવાડીઓમાં મોરને બદલે કૂંપળો ફૂટી! આ વર્ષે કેરી મીઠીને બદલે મોંઘી પડે તો નવાઈ નહીં!

ખેડૂતોની ઊંઘ હરામ! નવસારીના આંબાવાડીઓમાં મોરને બદલે કૂંપળો ફૂટી! આ વર્ષે કેરી મીઠીને બદલે મોંઘી પડે તો નવાઈ નહીં!

Navsari News: ફળોના રાજા ગણાતા હાફૂસ અને કેસર કેરીના ગઢ એવા નવસારીના આંબાવાડીના ખેડૂતો અત્યારે ભારે ચિંતામાં મુકાયા છે. દર વર્ષે નવેમ્બર મહિનામાં જે આંબાવાડીઓ આમ્રમંજરી એટલે કે મોરથી લચી પડતી હતી, ત્યાં આ વર્ષે 'અલનીનો'ની અસર અને અનિયમિત હવામાનને કારણે મોરને બદલે માત્ર નવી કૂંપળો અને પાંદડા જ દેખાઈ રહ્યા છે. વાતાવરણના આ બદલાવને કારણે કેરીની સિઝન 25 થી 30 દિવસ મોડી પડવાની પૂરેપૂરી શક્યતા છે, જેણે જગતના તાતની ઊંઘ હરામ કરી દીધી છે.

Written ByKinjal Patel
Published: Nov 26, 2026, 14:08 IST|Updated: Nov 26, 2026, 14:29 IST
joinshare
ખેડૂતોની ઊંઘ હરામ! નવસારીના આંબાવાડીઓમાં મોરને બદલે કૂંપળો ફૂટી! આ વર્ષે કેરી મીઠીને બદલે મોંઘી પડે તો નવાઈ નહીં!

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
20 સદી, 10 હજાર રન અને 175 વિકેટ... 32 વર્ષીય ભારતીય ક્રિકેટરે લીધી નિવૃત્તિ, 15 વર્ષ લાંબી કારકિર્દીનો અંત

20 સદી, 10 હજાર રન અને 175 વિકેટ... 32 વર્ષીય ભારતીય ક્રિકેટરે લીધી નિવૃત્તિ, 15 વર્ષ લાંબી કારકિર્દીનો અંત

2

બેંકથી લઈને પેન્શન અને EMI સુધી અસર, 1 ડિસેમ્બરથી બદલાશે ઘણા નિયમ

3

ખેડૂતોની ઊંઘ હરામ! નવસારીના આંબાવાડીઓમાં મોરને બદલે કૂંપળો ફૂટી! આ વર્ષે કેરી મીઠીને બદલે મોંઘી પડે તો નવાઈ નહીં!

4

હાઈ બ્લડ પ્રેશર લક્ષણ વિના પણ તમને બનાવી શકે છે શિકાર, આવા લોકો પર સૌથી વધારે જોખમ

5

IND vs NZ: ગુરનૂર કરશે ટેસ્ટ ડેબ્યૂ, સિરાજ રહેશે બહાર? ક્રાઇસ્ટચર્ચ ટેસ્ટ માટે આવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ XI

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Navsari News: નવસારી જિલ્લામાં કેરી અને ચીકુ મુખ્ય બાગાયતી પાકો છે, પરંતુ આ વર્ષે કુદરત જાણે ખેડૂતોથી રૂઠી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. જુલાઈ-ઓગસ્ટના ભારે વરસાદ બાદ વરસાદ ખેંચાયો અને સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં પણ ગરમીનો પારો 35 ડિગ્રીને પાર રહેતા આંબા પર મોર બેસવાને બદલે રોગ-જીવાતનો ઉપદ્રવ વધ્યો છે અને 80 ટકા ઝાડ પર નવી પીલવણી ફૂટી નીકળી છે.

મુદ્રા લોન ભરવામાં 2.69 લાખ ગુજરાતીઓ નિષ્ફળ: 1,500 કરોડ NPA, પણ બેન્કોમાં 16 લાખ કરોડની તગડી ડિપોઝિટ

લાચાર બનેલા ખેડૂતોને હવે આર્થિક ફટકો પડવાનો ડર

મોંઘીદાટ દવાઓના છંટકાવ છતાં કુદરત આગળ લાચાર બનેલા ખેડૂતોને હવે આર્થિક ફટકો પડવાનો ડર સતાવી રહ્યો છે. આ કપરી પરિસ્થિતિમાં ખેડૂતો સરકાર પાસે આશાભરી મીટ માંડીને બેઠા છે કે સરકાર બાગાયતી પાકોને યોગ્ય વીમા કવચ પૂરું પાડે અને નુકસાની સામે કોઈ નક્કર આર્થિક રાહત પેકેજ જાહેર કરી જગતના તાતને ઉગારી લે

મે મહિનાના અંતમાં કે જૂનમાં કેરી બજારમાં આવશે

બીજી તરફ, નવસારીના કૃષિ નિષ્ણાતોનું માનવું છે કે આંબામાં યોગ્ય ફ્લાવરિંગ માટે દિવસ અને રાત્રિના તાપમાન વચ્ચે 16 થી 18 ડિગ્રીનો તફાવત હોવો અનિવાર્ય છે. હાલ નવી પીલવણી આવી હોવાથી ડાળીઓને પરિપક્વ થતા ત્રણ મહિના લાગશે, એટલે કે જાન્યુઆરીમાં આમ્રમંજરી ફૂટશે અને જો ફેબ્રુઆરી-માર્ચમાં યોગ્ય તાપમાન જળવાઈ રહેશે તો મે મહિનાના અંતમાં કે જૂનમાં કેરી બજારમાં આવશે.

શું તમે હાઈ-વે પર જમો છો? તો આ સમાચાર ખાસ વાંચો: ગુજરાતમાં 'ઓપરેશન હેલ્થ' હેઠળ 1477 સ્થળો પર દરોડા, આરોગ્ય મંત્રીની લાલ આંખ

જમીનમાં ભેજ જાળવી રાખવા એકાદ-બે વખત હળવું પિયત આપવું જોઈએ

નિષ્ણાતોએ ખેડૂતોને સલાહ આપી છે કે વાડીનું તાપમાન નિયંત્રણમાં રાખવા ઝાડના કેનોપી વિસ્તારમાં સૂકા પાંદડા અને પ્રાકૃતિક કચરાનું 'મલચિંગ' કરવું જોઈએ, તેમજ જમીનમાં ભેજ જાળવી રાખવા એકાદ-બે વખત હળવું પિયત આપવું જોઈએ, જેથી ફળ બેઠા બાદ થતું ખરણ અટકાવી શકાય.

આ વર્ષે કેરી મીઠી લાગવાને બદલે મોંઘી અને ખાટી લાગે તો નવાઈ નહીં

કુદરતની આ કરવટ વચ્ચે જો આગામી મહિનાઓમાં પણ ગરમીનો પારો ઊંચો રહેશે, તો કેરીની આવક ઘટવાની સાથે સ્વાદના રસિયાઓને આ વર્ષે કેરી મીઠી લાગવાને બદલે મોંઘી અને ખાટી લાગે તો નવાઈ નહીં. ત્યારે હવે જોવાનું એ રહેશે કે કુદરતની થપાટ ખાઈ રહેલા નવસારીના બાગાયતી ખેડૂતોની વ્હારે સરકાર ક્યારે આવે છે.

પાવરફૂલ પાટીદારો પોલિટિક્સમાં પણ એક્કા, 75 સીટોનો છે ખેલ! ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં બદલી શકે છે ગણિતો

 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News