• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /શું તમે હાઈ-વે પર જમો છો? તો આ સમાચાર ખાસ વાંચો: ગુજરાતમાં 'ઓપરેશન હેલ્થ' હેઠળ 1477 સ્થળો પર દરોડા, આરોગ્ય મંત્રીની લાલ આંખ

શું તમે હાઈ-વે પર જમો છો? તો આ સમાચાર ખાસ વાંચો: ગુજરાતમાં 'ઓપરેશન હેલ્થ' હેઠળ 1477 સ્થળો પર દરોડા, આરોગ્ય મંત્રીની લાલ આંખ

Gandhinagar News:આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શનમાં ‘ઓપરેશન હેલ્થ’ અંતર્ગત ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની રાજ્યવ્યાપી ઝુંબેશ ચલાવવામાં આવી છે, જેમાં ૧,૪૭૭ સ્થળો પર સઘન તપાસ હાથ ધરાઈ છે. રાજ્યની ૬૯૧ મુખ્ય હાઈવે હોટેલોમાં તપાસ ચાલી રહી છે, જ્યાં ગંદકી અને અનહાઈજીનિક ફૂડ બદલ ૧૭૫ હોટેલોને નોટિસ આપવામાં આવી છે. રાજ્યમાં આઈસ્ક્રીમના નામે ફ્રોઝન ડેઝર્ટ વેચનારાઓ સામે આરોગ્ય મંત્રીની લાલ આંખ કરી છે. રાજ્યમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બનશે તો હોટેલ સંચાલકની સીધી જવાબદારી રહેશે.

Written ByKinjal Patel
Published: Nov 26, 2026, 10:37 IST|Updated: Nov 26, 2026, 10:54 IST
joinshare
શું તમે હાઈ-વે પર જમો છો? તો આ સમાચાર ખાસ વાંચો: ગુજરાતમાં 'ઓપરેશન હેલ્થ' હેઠળ 1477 સ્થળો પર દરોડા, આરોગ્ય મંત્રીની લાલ આંખ

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
એક નહીં આ 2 OTT પર રિલીઝ થશે હનુમાન અંશ, ગુજરાતી સહિત 5 ભાષામાં જોઈ શકાશે ફિલ્મ

એક નહીં આ 2 OTT પર રિલીઝ થશે હનુમાન અંશ, ગુજરાતી સહિત 5 ભાષામાં જોઈ શકાશે ફિલ્મ

2

શું તમે હાઈ-વે પર જમો છો? તો આ સમાચાર ખાસ વાંચો: ગુજરાતમાં 'ઓપરેશન હેલ્થ' હેઠળ 1477 સ્થળો પર દરોડા, આરોગ્ય મંત્રીની લાલ આંખ

3

ક્રિકેટનો સૌથી મોટો ચમત્કાર: ત્રેવડી સદી અને 7 વિકેટ હૉલ; વિયાન મુલ્ડરે 149 વર્ષના ટેસ્ટ ઇતિહાસમાં પ્રથમ વખત બનાવ્યો આ દુર્લભ રેકોર્ડ

4

"મા ઉમિયા, મા ખોડલ અને મા અર્બુદા ત્રણેય સગી બહેનો, તો સંતાનો કેમ અલગ?", પ્રફુલ પટેલે પાટીદાર-ચૌધરી સમાજને શું કરી અપીલ?

5

વાંકાનેરમાં મુસાફરોના જીવ સાથે ગંભીર ચેડાં: રેલવે બ્રિજ નીચેથી જોખમી રીતે પસાર કરાયો પવનચક્કીના પાંખિયા ભરેલા તોતિંગ ટ્રક, VIDEO વાયરલ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Gandhinagar News: રાજ્યના નાગરિકોને શુદ્ધ અને આરોગ્યપ્રદ ખોરાક મળી રહે તે માટે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગના ફૂડ એન્ડ ડ્રગ્સ તંત્ર દ્વારા ‘ઓપરેશન હેલ્થ’ હેઠળ રાજ્યવ્યાપી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ વિશેષ અભિયાન અંતર્ગત આઈસ્ક્રીમ-ફ્રોઝન ડેઝર્ટના એકમો તથા મુખ્ય હાઈવે હોટેલો મળીને રાજ્યભરમાં કુલ 1,477 સ્થળોએ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

અમદાવાદનો ફ્લાવર શો જોવા હવે ખિસ્સું વધુ હળવું કરવું પડશે! AMCએ જાહેર કર્યા ટિકિટના ભાવ, અટલ બ્રિજ પણ પરાણે જોડાયો!

‘ઓપરેશન હેલ્થ’ અંતર્ગત ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની રાજ્યવ્યાપી ઝુંબેશ: 1477 સ્થળો પર સઘન તપાસ

આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટની કામગીરી ઝુંબેશ અંગે વધુ માહિતી આપતા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટની તપાસ હેઠળના કુલ 786 એકમો પૈકી 590 એકમોમાં માત્ર આઈસ્ક્રીમ, 32 એકમોમાં ફક્ત ફ્રોઝન ડેઝર્ટ અને 164 એકમોમાં બંનેનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું હતું. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના નિર્દેશ બાદ ગ્રાહક હિતના રક્ષણ અને સ્પષ્ટ જાણકારી માટે સંબંધિત આઈસ્ક્રીમના એકમોમાં ફરજિયાત બોર્ડ લગાવવાની કામગીરી શરૂ કરાઈ છે, જેથી આઈસ્ક્રીમના નામે ફ્રોઝન ડેઝર્ટ આપીને ગ્રાહકોને ગેરમાર્ગે દોરી ન શકાય.

 રાજ્યની 691 મુખ્ય હાઈવે હોટેલોમાં તપાસ, ગંદકી અને અનહાઈજીનિક ફૂડ બદલ 175 હોટેલોને નોટિસ

વધુમાં, મંત્રી પાનશેરીયાએ જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્ય હાઈવે પરની કુલ 691 હોટેલોની તપાસમાં 175 હોટેલોમાં રસોડાની અસ્વચ્છતા, ગંદકી અને બિનઆરોગ્યપ્રદ રીતે ખોરાક પીરસાતો હોવાનું સામે આવ્યું હતું. આ તમામ એકમોને નોટિસ ફટકારાતા સંચાલકોએ સ્વયંભૂ બંધ રાખીને સફાઈ કરી  ફૂડ સેફ્ટીના કાયદામાં જણાવ્યા મુજબ સુધારા કર્યા હતા, જ્યારે સંતોષકારક સ્થિતિ ધરાવતી અન્ય 516 હોટેલોને પણ વધુ સુધારા માટે સૂચના અપાઈ હતી.

વાંકાનેરમાં મુસાફરોના જીવ સાથે ગંભીર ચેડાં: રેલવે બ્રિજ નીચેથી જોખમી રીતે પસાર કરાયો પવનચક્કીના પાંખિયા ભરેલા તોતિંગ ટ્રક, VIDEO વાયરલ

રાજ્યમાં આઈસ્ક્રીમના નામે ફ્રોઝન ડેઝર્ટ વેચનારાઓ સામે આરોગ્ય મંત્રીની લાલ આંખ

વધુમાં, તપાસ દરમિયાન 14 હોટેલોમાંથી શંકાસ્પદ અને બિનઆરોગ્યપ્રદ ખાદ્ય જથ્થો મળી આવતા તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે અને તેના નમૂના લઈને લેબોરેટરીમાં પૃથક્કરણ અર્થે મોકલી આપવામાં આવ્યા છે. જો પૃથક્કરણ રિપોર્ટમાં નમૂના નિષ્ફળ જશે કે કોઈ ગંભીર ખામી જણાશે, તો સંબંધિત હોટેલ સંચાલકો સામે નામદાર કોર્ટમાં કેસ દાખલ કરવાની તેમજ એકમને કાયમી ધોરણે સીલ કરવા સુધીની કડક કાર્યવાહી કરવા અધિકારીઓને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સ્પષ્ટ સૂચના આપી છે.

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ કડક શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે, મહાનગરપાલિકા વિસ્તાર હોય કે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ હેઠળનો વિસ્તાર, દરેક હોટેલ, રેસ્ટોરન્ટ તેમજ વિદ્યાર્થીઓની હોસ્ટેલના રસોડામાં સ્વચ્છતા જાળવવી અનિવાર્ય છે. ખાણીપીણીના એકમોના સ્ટાફ અને વેઈટર્સે ફરજિયાતપણે હેન્ડ ગ્લોવ્ઝ, માથા પર કેપ પહેરવા જ પડશે અને સ્વચ્છતા અંગેની તમામ જોગવાઇઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

Gujarat News Live: ગુજરાતમાં ‘ઓપરેશન હેલ્થ’ની મેગા કાર્યવાહી, સુરત ભાજપના વોર્ડ-27 વોટ્સએપ ચેટકાંડમાં નવો વળાંક, આજથી નવા શૈક્ષણિક સત્રની શરૂઆત

રાજ્યમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બનશે તો હોટેલ સંચાલકની સીધી જવાબદારી રહેશે

મંત્રીએ નાગરિકોને જાગૃત રહેવા અપીલ કરતા વધુમાં ઉમેર્યું હતું કે, શુદ્ધ અને સાત્વિક ખોરાક મેળવવો એ દરેક ગ્રાહકનો મૂળભૂત અધિકાર છે. રાજ્યમાં શરૂ કરાયેલું ‘ઓપરેશન હેલ્થ’ અભિયાન આગામી સમયમાં પણ નિરંતર ચાલુ રહેશે. હવે પછી જો કોઈ હોટેલ કે એકમમાં બિનઆરોગ્યપ્રદ ખોરાક પીરસાશે કે ફૂડ પોઈઝનિંગ જેવી ઘટના બનશે, તો તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત સંચાલકની રહેશે.

નાગરિકો પણ જાગૃત બનીને હોટેલના રસોડાની સ્વચ્છતા અને ખુલ્લા ખોરાક અંગે સવાલ ઉઠાવે. જો ક્યાંય પણ ગંદકી કે બેદરકારી જણાય તો તુરંત આરોગ્ય વિભાગ હસ્તકના ખોરાક અને ઔષધ નિયમન તંત્રની જિલ્લા કચેરીને ફરિયાદ કરે, તંત્ર દ્વારા તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવામાં આવશે. 

"મા ઉમિયા, મા ખોડલ અને મા અર્બુદા ત્રણેય સગી બહેનો, તો સંતાનો કેમ અલગ?", પ્રફુલ પટેલે પાટીદાર-ચૌધરી સમાજને શું કરી અપીલ?

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News