• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /"મા ઉમિયા, મા ખોડલ અને મા અર્બુદા ત્રણેય સગી બહેનો, તો સંતાનો કેમ અલગ?", પ્રફુલ પટેલે પાટીદાર-ચૌધરી સમાજને શું કરી અપીલ?

"મા ઉમિયા, મા ખોડલ અને મા અર્બુદા ત્રણેય સગી બહેનો, તો સંતાનો કેમ અલગ?", પ્રફુલ પટેલે પાટીદાર-ચૌધરી સમાજને શું કરી અપીલ?

Praful Patel News: સાબરકાંઠા સ્થિત અર્બુદા ધામ ખાતે આયોજિત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દીવ, દમણ અને દાદરા-નગર હવેલી તથા લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ પટેલે કડવા, લેઉવા પાટીદાર અને આંજણા ચૌધરી સમાજને એક થવાની અપીલ કરી હતી. પ્રફુલ પટેલે કહ્યું કે, મા ઉમિયા, મા ખોડલ અને મા અર્બુદા ત્રણેય સગી બહેનો છે, તો તેમના સંતાનો અલગ કેમ? તેમણે કડવા અને લેઉવા પાટીદારના ભેદ ભૂલવા તેમજ ચૌધરી સમાજને પણ પાટીદાર સામાજિક ઓળખ સાથે જોડાવા અપીલ કરી હતી.

Written ByKinjal Patel
Published: Nov 26, 2026, 10:17 IST|Updated: Nov 26, 2026, 10:30 IST
joinshare
"મા ઉમિયા, મા ખોડલ અને મા અર્બુદા ત્રણેય સગી બહેનો, તો સંતાનો કેમ અલગ?", પ્રફુલ પટેલે પાટીદાર-ચૌધરી સમાજને શું કરી અપીલ?

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
ક્રિકેટનો સૌથી મોટો ચમત્કાર: ત્રેવડી સદી અને 7 વિકેટ હૉલ; વિયાન મુલ્ડરે 149 વર્ષના ટેસ્ટ ઇતિહાસમાં પ્રથમ વખત બનાવ્યો આ દુર્લભ રેકોર્ડ

ક્રિકેટનો સૌથી મોટો ચમત્કાર: ત્રેવડી સદી અને 7 વિકેટ હૉલ; વિયાન મુલ્ડરે 149 વર્ષના ટેસ્ટ ઇતિહાસમાં પ્રથમ વખત બનાવ્યો આ દુર્લભ રેકોર્ડ

2

"મા ઉમિયા, મા ખોડલ અને મા અર્બુદા ત્રણેય સગી બહેનો, તો સંતાનો કેમ અલગ?", પ્રફુલ પટેલે પાટીદાર-ચૌધરી સમાજને શું કરી અપીલ?

3

વાંકાનેરમાં મુસાફરોના જીવ સાથે ગંભીર ચેડાં: રેલવે બ્રિજ નીચેથી જોખમી રીતે પસાર કરાયો પવનચક્કીના પાંખિયા ભરેલા તોતિંગ ટ્રક, VIDEO વાયરલ

4

અમદાવાદનો ફ્લાવર શો જોવા હવે ખિસ્સું વધુ હળવું કરવું પડશે! AMCએ જાહેર કર્યા ટિકિટના ભાવ, અટલ બ્રિજ પણ પરાણે જોડાયો!

5

નવા ટેરિફથી ભારતીય વેપારીઓએ બાંયો ચડાવી, 5 લાખ લોકોને અસર થવાનો દાવો, અમેરિકાને સીધાદોર કરવા માટે કરી આ માંગણી

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Praful Patel News: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સ્થિત અર્બુદા ધામ ખાતે યોજાયેલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પાટીદારો અને ચૌધરી સમાજના અગ્રણીઓએ લોકોને મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો છે. દીવ, દમણ અને દાદરા-નગર હવેલી તથા લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ પટેલે આ મંચ પરથી  કડવા પાટીદાર, લેઉવા પાટીદાર અને આંજણા ચૌધરી સમાજને એક થવાની અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા.

 

મા ઉમિયા, મા ખોડલ અને મા અર્બુદા ત્રણેય સગી બહેનો છે, તો તેમના સંતાનો કેમ અલગ?

લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ પટેલે જણાવ્યું હતું કે, મા ઉમિયા, મા ખોડલ અને મા અર્બુદા ત્રણેય સગી બહેનો છે, તો તેમના સંતાનો કેમ અલગ? તેમણે કડવા અને લેઉવા પાટીદાર વચ્ચેના ભેદ ભૂલી જવા તેમજ આંજણા ચૌધરી સમાજને પણ પાટીદાર સામાજિક ઓળખ સાથે જોડાવા પર ભાર મૂક્યો હતો. બીજી તરફ, ઊંઝા ઉમિયાધામના પ્રમુખ એમ.એસ. પટેલે બંને સમાજો વચ્ચે રોટી-બેટીના વ્યવહાર શરૂ થવા જોઈએ તેવો મત વ્યક્ત કર્યો હતો.

12 વર્ષ પહેલાં અનામત આંદોલનનાં બીજ કઈ રીતે રોપાયાં હતાં?

હાલ ચાલી રહેલી પાટીદારોને એક થવાની વાતો વચ્ચે 12 વર્ષ પહેલાંના ઘટનાક્રમની પણ ચર્ચા થઈ રહી છે. તે સમયે પાટીદાર અને ચૌધરી સમાજ વચ્ચેની આંતરિક સ્પર્ધાને કારણે અનામત આંદોલનનાં બીજ રોપાયાં હોવાનું મનાય છે.

આંદોલનમાં હાર્દિક પટેલ સહિતના નેતાઓની મુખ્ય દલીલ એ હતી કે આંજણા ચૌધરી સમાજ શિક્ષિત, આર્થિક રીતે સંપન્ન અને રાજકીય વર્ચસ્વ ધરાવતો હોવા છતાં તેમને ઓબીસી (OBC) અનામતનો લાભ મળે છે, તો પછી પાટીદાર સમાજને પણ સરકારી નોકરીઓ માટે ઓબીસી અનામત મળવી જોઈએ.

 

રાજકીય સમીકરણો અને વોટબેંક જાળવવાની કવાયત

12 વર્ષ બાદ હવે બંને સમાજના નેતાઓ 'એક જ માતાના સંતાન' હોવાની વાત કરીને એક નેજા હેઠળ આવવાની દિશામાં આગળ વધી રહ્યા છે. આ સમગ્ર પહેલ પાછળનો મૂળ આશય ભાજપની મજબૂત વોટબેંક જાળવી રાખવાનો હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે. આગામી વિધાનસભા ચૂંટણીમાં ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજ સહિતના અન્ય કેટલાક નાના ઓબીસી સમાજો ભાજપથી નારાજ થઈને વિપરીત વલણ અપનાવે તેવી શક્યતા સેવાઈ રહી છે.

બીજી બાજુ ગત લોકસભા ચૂંટણીમાં ચૌધરી સમાજ વિરુદ્ધ અન્ય સમાજોનું ધ્રુવીકરણ થતાં ભાજપે બનાસકાંઠા બેઠક ગુમાવી પડી હતી. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ભાજપે અત્યારથી જ ઉત્તર ગુજરાતની પાટીદાર અને આંજણા ચૌધરી સમાજનો પ્રભાવ ધરાવતી 32 બેઠકો પૈકી અડધી બેઠકો પર પોતાનો દાવો મજબૂત બનાવવાની વ્યૂહરચના સાથે આગળ વધવાની શરૂઆત કરી દીધી છે.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarat News