અમેરિકા પોતાના હિતોને કારણે બીજા દેશોને મુશ્કેલીમાં મૂકતા જરાય ખચકાતું નથી. અમેરિકાએ ભારત સહિત કેટલાક દેશો પર 25 ટકા ટેરિફ ઝીંકવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. લેટેસ્ટ રિપોર્ટ્સમાં એવું કહેવાયું છે કે જો ભારતે અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરી લીધી તો આ ટેરિફ 17 ટકા હોઈ શકે છે. અમેરિકા તરફથી થોપવામાં આવેલા આ ટેરિફને પગલે ભારતના વેપારીઓ ભારે આક્રોશમાં છે. વેપારીઓ અને આંતરપ્રીન્યોર્સના એક ટોચના સંગઠન ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રી (CTI)એ આ મામલે કેન્દ્ર સરકારને પત્ર લખ્યો છે અને અમેરિકા ઉપર પણ જવાબી ટેરિફ ફટકારવાની અપીલ કરી છે.
વેપારીઓના સંગઠન CTIના અધ્યક્ષ બૃજેશ ગોયલે ગુરુવારે એક વીડિયો બહાર પાડીને કહ્યું કે ભારત સરકારે એક્સપોર્ટ માટે બીજા દેશોના વિકલ્પ શોધવા જોઈએ જેનાથી અમેરિકાના વેપારીઓને પણ નુકસાન પહોંચે. તેમણે કહ્યું કે જો અમેરિકા ભારત પર 25 ટકા ટેરિફ લગાવે તો અમેરિકાથી આયાત થતા સામાન ઉપર પણ ભારત સરકારે જવાબી 25 ટકા ટેરિફ લગાવવો જોઈએ.
#WATCH | Delhi: On US Trade Representative (USTR) proposing tariffs of up to 25 per cent on Indian goods and 17 per cent under a reciprocal trade agreement, Chamber of Trade and Industry Chairman Brijesh Goyal says, "The United States has issued a directive stating that if India enters into a trade deal with the U.S., a 17% tariff will be imposed; conversely, if India does not enter into such a deal, the U.S. will impose a 25% tariff on Indian goods. This has caused significant resentment and anger among traders in Delhi and across the country. India exports a wide range of products to the U.S. on a large scale, including textiles, pharmaceuticals, medical supplies, electronic and electrical goods, seafood, pearls, metals, leather, and auto components... Given this, the CTI is writing a letter to Prime Minister Narendra Modi today. We have urged the Prime Minister to consider imposing a reciprocal 25% tariff on U.S. goods. The U.S. exports various items to India—such as food products, beverages, minerals, and pulses—and applying a 25% reciprocal tariff would certainly make these American goods more expensive in the Indian market..." (Self made)
— ANI (@ANI) November 26, 2026
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે એક મોટી જાહેરાત કરી અને દુનિયામાં ભારે ખળભળાટ મચાવી દીધો. ટ્રમ્પ પ્રશાસને ભારત અને ચીન સહિત દુનિયાના 14 મોટા દેશો પર એક નવો ઈમ્પોર્ટ ટેક્સ લગાવવાની જાહેરાત કરી. આ યાદીમાં મોટાભાગના એશિયન દેશો સામેલ છે. આવામાં નિકાસકારોનું ટેન્શન વધ્યું છે. ભારત પર આ નવા ટેરિફનું જોખમ વધ્યું છે. જો કે અમેરિકાનું કહેવું છે કે ભારત ટ્રેડ ડીલ કરે તો 17 ટકા ટેરિફ રહેશે.
અમેરિકાના આ પ્રસ્તાવ પર સીટીઆઈના અધ્યક્ષ બૃજેશ ગોયલે પણ પ્રતિક્રિયા આપી છે અને કહ્યું કે વેપારીઓએ પીએમ મોદીને એક પત્ર લખીને માંગણી કરી છે કે જર્મની, બ્રિટન, સિંગાપુર, મલેશિયા જેવા દેશોમાં એન્જિનિયરિંગ ગુડ્સની માંગ વધી રહી છે ત્યારે આવામાં ભારતે આવા દેશોને માલ વેચવા માટે વિકલ્પ શોધવો જોઈએ. તેમણે કહ્યું કે, અમેરિકા કે કોઈ પણ દેશની આવી ધમકીથી ડરવાની કોઈ જરૂર નથી.
ગોયલનું કહેવું છે કે મિનરલ્સ, મોંઘા રત્નો, આભૂષણો, સિક્કા, મેટલ્સ, ન્યૂક્લિયર રિએક્ટર્સ, અને હવાઈ જહાજના ઉપકરણો, ઈલેક્ટ્રિકલ ઈપકરણો, ઓપ્ટિકલ ઉપકરણ, પ્લાસ્ટિક સહિત અનેક સામાન અમેરિકાથી ભારત આવે છે. ભારતે આ બધી વસ્તુઓમાં અમેરકાની નિર્ભરતા ઘટાડવી જોઈએ અને અન્ય દેશોના વિકલ્પ શોધવા જોઈએ. સીટીઆઈ ચીફનું કહેવું છે કે જો અમેરિકા ભારત પર 25 ટકા ટેરિફ લગાવે તો ભારતે પણ અમેરિકા પર 25 ટકા જવાબી ટેરિફ લગાવવો જોઈએ.
આ સાથે જ સીટીઆઈ ચીફ બૃજેશ ગોયલે કહ્યું કે અમેરિકાના 25 ટકા ટેરિફના લીધે ભારતના ટેક્સટાઈલ, લેધર, જેમ્સ એન્ડ જ્વેલરી, ઓટો કમ્પોનેન્ટ, કેમિકલ, ફાર્મા, સીફૂડ જેવા સેક્ટરો પર ખરાબ અસર પડશે. એટલું જ નહીં ઓછામાં ઓછું તેનાથી દેશમાં 5 લાખ લોકોના રોજગાર પર સંકટ પેદા થઈ શકે છે. ગોયલના જણાવ્યાં મુજબ વધેલા ટેરિફને પગલે બીજા દેશોની સરખામણીમાં ભારતીય માલસામાન અમેરિકામાં 25 ટકા સુધી મોંઘો થશે. જેના કારણે ત્યાંના ગ્રાહકો ભારતની સરખામણીએ અન્ય દેશોના સસ્તા સામાન તરફ વળશે.
બીજી બાજુ સીટીઆઈ મહાસચિવ રમેશ આહૂજા અને ગુરમીત અરોડા તથા ઉપાધ્યક્ષ રાહુલ અદલખાના જણાવ્યાં મુજબ ભારત અમેરિકાને 53 ટકા ફાર્માસ્યુટિકલ, 53 ટકા કપડા અને કાપડ, 37 ટકા રત્નો અને આભૂષણ, 28 ટકા ઓટો કમ્પોનેન્ટ, 13 ટકા કેમિકલ, 22 ટકા સીફૂડ વગેરે નિકાસ કરે છે.
આવામાં વેપારીઓને જે સૌથી મોટી કન્ફ્યૂઝન છે તે એ છે કે પહેલેથી જે કંપનીઓ ઓર્ડર લઈ ચૂકી છે કે માલ રસ્તામાં છે કે અવરજવરમાં સમય લાગી શકે છે તેમનું શું થશે. સીટીઆઈએ આંકડાના આધારે જણાવ્યું કે ભારતે 2024માં અમેરિકાને 1.7 લાખ કરોડના એન્જિનિયરિંગ ગુડ્સની નિકાસ કરી હતી. હાલ ભારતથી અમેરિકા નિકાસ થનરા સામાન પર 10 ટકા ટેરિફ લાગી શકે છે.
વેપારીઓનું કહેવું છે કે 25 ટકા ટેરિફ લાગ્યા બાદ વેપાર કરવો મુશ્કેલ બનશે. ભારતે અમેરિકાને ગત વર્ષે ઈલેક્ટ્રોનિક્સ ગુડ્સમાં 1.25 લાખ કરોડની નિકાસ કરી હતી. જેના પર હાલ 0.41 ટકા ટેરિફ લાગતો હતો. હવે નવા ટેરિફ પ્રમાણે તેનો ભાવ પણ વધશે. જેના કારણે ઈલેક્ટ્રોનિક કંપનીઓને વેપાર કરવામાં મુશ્કેલી પડશે.