• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /લાઇવ બ્લોગ
  • /ગુજરાત
  • /Gujarat News Live: આજથી ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત, સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો કડાકો, જંગલેશ્વર ડિમોલિશનમાં મોટી ગેરરીતિ!
Live Now

Gujarat News Live: આજથી ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત, સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો કડાકો, જંગલેશ્વર ડિમોલિશનમાં મોટી ગેરરીતિ!

Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ અને દુનિયામાં 26 નવેમ્બરના રોજ બનતી દરેક મહત્વની ઘટનાઓની પળેપળની અપડેટ્સ મેળવવા માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો...

Written ByKinjal Patel
Published: Nov 26, 2026, 08:26 IST|Updated: Nov 26, 2026, 08:40 IST
joinshare
Gujarat News Live: આજથી ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત, સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો કડાકો, જંગલેશ્વર ડિમોલિશનમાં મોટી ગેરરીતિ!
26 Nov 2026 08:40 IST
share

Gujarat News Live: ગાંધીનગરના શાહપુરમાં શ્રમિક યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો: રૂમ પાર્ટનર જ નીકળ્યો હત્યારો

ગાંધીનગરના શાહપુરની સીમમાં પરપ્રાંતીય શ્રમિક યુવકની થયેલી હત્યાનો ભેદ ડભોડા પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે, જેમાં મૃતકનો રૂમ પાર્ટનર શ્યામલ બાગડી જ હત્યારો નીકળ્યો છે. પત્ની સાથે વાત કરવા માટે આરોપી મૃતકનો મોબાઈલ વાપરતો હતો અને આ જ બાબતે બંને વચ્ચે અવારનવાર તકરાર થતી હતી. ઘટનાના દિવસે ચિકન લેવા જતી વખતે થયેલી માથાકૂટ બાદ વાળ કપાવવા જવાના બહાને આરોપી યુવકને સાથે લઈ ગયો હતો અને પથ્થર જેવા બ્લોકના ઘા ઝીંકી તેની હત્યા કર્યા બાદ મોબાઈલ લઈ ફરાર થઈ ગયો હતો. PI આર.એલ. ગોયલની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

26 Nov 2026 08:40 IST

Gujarat News Live: અમદાવાદના પીર કમાલ ચાર રસ્તા પાસે કાર બેકાબૂ થતા રાહદારી મહિલાને ટક્કર

અમદાવાદના પીર કમાલ ચાર રસ્તા નજીક દૂધવાળી ચાલી પાસે ગઈકાલે સ્પીડ બ્રેકર નજીક બ્રેક ન લાગતા કાર બેકાબૂ બની હતી અને રસ્તો ક્રોસ કરી રહેલા નંદનીબેન યાદવ નામની મહિલાને અડફેટે લીધી હતી. જમાલપુરના 23 વર્ષીય યુવક મો. અસકાન શેખ મિત્રની કાર લઈ પત્ની સાથે આંટો મારવા નીકળ્યો ત્યારે આ ઘટના બની હતી. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા મહિલા હોસ્પિટલમાં આઉટડોર સારવાર લઈ ઘરે પરત ફર્યા છે, જ્યારે પરિવારજનોની જાણ બાદ પોલીસે ફરિયાદ નોંધાવવાની સમજ આપી વધુ તપાસ હાથ ધરી છે.

26 Nov 2026 08:39 IST

Gujarat News Live: સુરતના કામરેજમાં જોખમી બાઇક સ્ટંટ કરનારા 13 યુવકોની ધરપકડ, 14 બાઇક કબજે

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ગળતેશ્વર તાપી નદી કિનારે બે જૂથના યુવકોએ મોડીફાઇડ સાયલન્સરવાળી બાઇક સાથે જોખમી સ્ટંટબાજી અને ઘોંઘાટ ફેલાવી સમગ્ર વિસ્તારને બાનમાં લીધો હતો. આ મામલે કામરેજ પોલીસે કડક કાર્યવાહી કરીને કંટવા અને ટીમ્બા ગામના 13 સ્ટંટબાજ યુવકોની ધરપકડ કરી છે તેમજ 14 બાઇક કબજે કરી છે. પોલીસની કાયદેસરની કાર્યવાહી બાદ તમામ યુવકોએ કાન પકડીને માફી માંગી હતી અને ભવિષ્યમાં ફરી આવી ભૂલ નહીં કરવાની બાંહેધરી આપી હતી.

26 Nov 2026 08:39 IST

Gujarat News Live: મોરબીના વાંકાનેરમાં રેલવે બ્રિજ નીચેથી જોખમી રીતે પસાર થતા પવનચક્કીના પાંખિયા ભરેલા ટ્રકનો વીડિયો વાયરલ

મોરબી જિલ્લાના વાંકાનેરમાંથી પસાર થતા નેશનલ હાઈવે પર રેલવેના લોખંડના બ્રિજ નીચેથી પવનચક્કીના પાંખિયા ભરેલા તોતિંગ ટ્રક જોખમી રીતે પસાર થતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. કિલોમીટર અને ખર્ચ બચાવવા માટે રાત્રિના સમયે બ્રિજની સલામતી માટેના ગેજ સાથે ચેડાં કરી તથા ટ્રકના ટાયરની હવા ઓછી કરીને આ વાહનો પસાર કરવામાં આવે છે, જેમાં ઉપરથી ટ્રેન પસાર થતી હોવાનું પણ વીડિયોમાં દેખાય છે. ગંભીર દુર્ઘટના સર્જાવાની પૂરી શક્યતા હોવા છતાં રેલવે તંત્રના મૌન સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.

26 Nov 2026 08:39 IST

Gujarat News Live: 21 દિવસના દિવાળી વેકેશન બાદ અમદાવાદમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ

અમદાવાદમાં 21 દિવસના દિવાળી વેકેશન બાદ આજથી નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ છે, જેને પગલે વિદ્યાર્થીઓ ફરીથી ઉત્સાહભેર શાળાએ પહોંચ્યા છે અને નિયમિત અભ્યાસ શરૂ કર્યો છે. દિવાળી બાદ શરૂ થયેલું આ સત્ર 124 દિવસમાં માર્ચ મહિનામાં પૂર્ણ થશે, જ્યારે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ ફેબ્રુઆરી મહિનામાં લેવામાં આવશે.

26 Nov 2026 08:38 IST

Gujarat News Live: વરાછામાં મચ્છરોના ઉપદ્રવ સામે મનપાનું મેગા ઓપરેશન: ડ્રોનથી દવાનો છંટકાવ અને 12 હજારથી વધુ ઘરોનો સર્વે

સુરતના વરાછા વિસ્તારમાં મચ્છરોના વધતા ઉપદ્રવને લઈ સ્થાનિકો દ્વારા મેયર માયા માવાણીને 'ભજીયા પાર્ટી' માટે આમંત્રણ આપવાના વિવાદ બાદ સુરત મહાનગરપાલિકાએ મચ્છર નિયંત્રણ માટે મેગા ઓપરેશન હાથ ધર્યું છે. કાપોદ્રા ખાડીથી અંજની બુટભવાની સુધી ત્રણ દિવસની સઘન ઝુંબેશ અંતર્ગત 150થી વધુ કર્મચારીઓની ટીમ મેદાનમાં ઉતરી છે. આ કામગીરીમાં 136 બેલદારો દ્વારા ખાડીમાં એન્ટી લાર્વલ દવા અને 300 મીટર વિસ્તારમાં ડ્રોન મારફતે દવાનો છંટકાવ કરાયો છે, જ્યારે 57 સોસાયટીઓમાં 28 બેલદારો તથા 8 લીકો જીપ મશીનથી આઉટડોર ફોગિંગ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 30 સોસાયટીઓના 12,859 ઘરોમાં 35,927 લોકોની તપાસ દરમિયાન તાવના 14 કેસ મળી આવતા 149 બ્લડ સેમ્પલ લેવાયા છે, તેમજ તપાસાયેલા 36,387 બ્રીડિંગ સ્પોટમાંથી 92 પોઝિટિવ સ્પોટનો નાશ કરવામાં આવ્યો છે.

26 Nov 2026 08:38 IST

Gujarat News Live: સોના-ચાંદીમાં મોટો કડાકો: 10 ગ્રામ સોનું 1.18 લાખ, ચાંદી 1.36 લાખ

સોના અને ચાંદીના ભાવમાં ફરી એકવાર મોટો કડાકો નોંધાયો છે, જેમાં સોનામાં 4,000 અને ચાંદીમાં 9,000 સુધીનો ઘટાડો થયો છે. આ ભારે ઘટાડા સાથે 10 ગ્રામ સોનાનો ભાવ ₹1 લાખ 18 હજારની આસપાસ પહોંચ્યો છે, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ ગગડીને ₹1 લાખ 36 હજારના સ્તરે આવી ગયો છે. આંતરરાષ્ટ્રીય બજારના સંકેતો અને રોકાણકારોની વેચવાલી વચ્ચે કિંમતી ધાતુઓમાં આવેલા આ ઘટાડાથી ખરીદદારો અને બજારમાં ભારે ચર્ચા જાગી છે.  

26 Nov 2026 08:37 IST

Gujarat News Live: જંગલેશ્વર ડિમોલિશન ખર્ચમાં ગેરરીતિ: ત્રણ અધિકારી સામે તપાસ, એક સસ્પેન્ડ

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં હાથ ધરાયેલા ડિમોલિશન દરમિયાન થયેલા ખર્ચ મામલે ગંભીર ગેરરીતિ સામે આવી છે. આ સમગ્ર મામલે મહાનગરપાલિકાના ત્રણ અધિકારીઓ વિરુદ્ધ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ સાથે જ કાર્યવાહીના ભાગરૂપે એક અધિકારીને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો છે.
 

26 Nov 2026 08:37 IST

Gujarat News Live: અમરેલીના સાવરકુંડલામાં જૂના બસ સ્ટેશન પાસેનો નવો રોડ બન્યો જોખમી: વાહનો સ્લીપ થતા ચાલકોને ઈજા

અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં જૂના બસ સ્ટેશન પાસે બનેલો નવો રોડ વાહનચાલકો માટે જોખમી સાબિત થઈ રહ્યો છે. આ માર્ગ પર અનેક વાહનો સ્લીપ થવાની ઘટનાઓ સામે આવી છે, જેમાં ચાલકોને ઈજા પહોંચી હોવાના અહેવાલ છે. વાહનો સ્લીપ થવાની સમગ્ર ઘટનાના લાઈવ દ્રશ્યો પણ સામે આવ્યા છે, જેના પગલે સ્થાનિકો અને વાહનચાલકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
 

26 Nov 2026 08:37 IST

Gujarat News Live: આજથી રાજ્યભરમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત, સૂના પડેલા વર્ગખંડોમાં ફરી ગુંજ્યો બાળકોનો કલરવ...

દિવાળીના વેકેશન બાદ આજથી રાજ્યભરમાં નવા શૈક્ષણિક સત્રની ઉત્સાહભેર શરૂઆત થઈ છે. ઘણા દિવસોથી સૂના પડેલા વર્ગખંડોમાં ફરી એકવાર બાળકોનો મધુર કલરવ અને ચહેલપહેલ જોવા મળી રહી છે. નવા જોમ અને ઉમંગ સાથે વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો શાળાએ પહોંચ્યા છે અને ફરીથી નિયમિત અભ્યાસ તથા વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓનો માહોલ જામ્યો છે.

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
નવા ટેરિફથી ભારતીય વેપારીઓએ બાંયો ચડાવી, 5 લાખ લોકોને અસર થવાનો દાવો, અમેરિકાને સીધાદોર કરવા માટે કરી આ માંગણી

નવા ટેરિફથી ભારતીય વેપારીઓએ બાંયો ચડાવી, 5 લાખ લોકોને અસર થવાનો દાવો, અમેરિકાને સીધાદોર કરવા માટે કરી આ માંગણી

2

શાહરુખ ખાન એ કંટેંટ ક્રિએટરને ફટકારી માનહાનિ નોટિસ, ભ્રામક માહિતી ફેલાવી હોવાનો આરોપ

3

ગીઝામાં ભીષણ અકસ્માત, પેટ્રોલિયમ ટેન્કર પલટી જતા બ્લાસ્ટ, 31 લોકોના મોત 27 વાહન સળગી ગયા

4

ગજબ! એક પણ બોલ રમ્યા વિના બેટ્સમેન ક્લીન બોલ્ડ... WBBLમાં અજીબ ઘટના, VIDEO વાયરલ

5

રાજ્યના મહેસૂલ વિભાગમાં મોટાપાયે ફેરફાર, એકસાથે 86 મામલતદારોની બદલી, 3 નાયબ મામલતદારોને બઢતી

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ-વિદેશમાં અનેક મોટી ઘટનાઓ બની રહી છે, જેમાં સરકારના નિર્ણયો, રાજકીય પાર્ટીઓના નિવેદનો, દેશના લોકોને અસર કરતા મુદ્દાઓ, અકસ્માતો, હવામાનના સમાચાર અને અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓ તેમજ લેટેસ્ટ સમાચાર અને બ્રેકિંગ અપડેટ્સ માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો..