ડિસેમ્બરનો મહિનો શરૂ થવાની સાથે તમારા ખિસ્સા અને પૈસા સાથે જોડાયેલા બેન્કિંગ, રોકાણ, પેન્શન અને લોનના ઘણા નિયમોમાં ફેરફાર થવાનો છે. તેની અસર ક્રેડિટ કાર્ડના ઉપયોગથી લઈને શેર બજારમાં રોકાણ કરનારા અને પેન્શન મેળવનાર લોકો સુધી પડી શકે છે. તો ક્યાંક ટ્રાન્ઝેક્શન પર વધારાનો ચાર્જ આપવો પડશે, તો કોઈ જગ્યાએ વિદેશી રોકાણકારો માટે પ્રક્રિયા સરળ બનશે.
તેમાંથી કેટલાક ફેરફાર 1 ડિસેમ્બરથી લાગૂ થશે, જ્યારે કેટલાકની સમયમર્યાદા કે મહત્વની તારીખ ડિસેમ્બર દરમિયાન આવશે. તેવામાં મહિનાની શરૂઆત પહેલા આ જાણકારી તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે.
1 ડિસેમ્બરથી SBI ક્રેડિટ કાર્ડના કેટલાક મોટા ટ્રાન્સપોર્ટ અને ફ્યૂલ પેમેન્ટ પર 1 ટકા લાગશે. 30,000 રૂપિયાથી વધુના કેટલાક ટ્રાન્સપોટ્રેશન પેમેન્ટ પર આ ચાર્જ લાગૂ થશે. તો એક બિલિંગ સાયકલમાં યોગ્ય ફ્યૂલ ટ્રાન્ઝેક્શનના કુલ ખર્ચ 50000 રૂપિયાથી વધુ થવા પર સંપૂર્ણ ખર્ચ પર 1 ટકા ચાર્જ અને ટેક્સ આપવો પડશે. ઉદાહરણ તરીકે 60,000 રૂપિયાના ફ્યૂલ ખર્ચ પર 600 રૂપિયા વધારાની ફી લાગશે.
SEBI એ કોમોડિટી ડેરેવેટિવ્સમાં ટ્રેડિંગ કરતા ટ્રેડરો માટે શરૂઆતી માર્જિનનો નવો દર નક્કી કર્યો છે. 1 ડિસેમ્બરથી ઓછા ઉતાર-ચઢાવવાળી કોમોડિટી પર 6 ટકા, મધ્ય ઉતાર-ચઢાવ પર 8 ટકા અને વધુ ઉતાર-ચઢાવવાળી કોમોડિટી પર 10 ટકા ન્યૂનતમ શરૂઆતી માર્જિન જરૂર હશે. તેનાથી ટ્રેડર્સે પોતાની પોઝીશન પ્રમાણે વધુ રકમ રાખવી પડી શકે છે.
NRI, OCI અને નક્કી શરતો પૂર્ણ કરનાર વિદેશી રોકાણકાર હવે ભારત આવ્યા વગર ડિજિટલ રીતે KYC પ્રક્રિયા પૂર્ણ કરી શકશે. આ સુવિધા 3 ડિસેમ્બરથી ઉપલબ્ધ થશે. પરંતુ તે માટે નક્કી ઓળખ અને સત્યાપનની શરતો પૂરી કરવી પડશે.
UIDAI તરફથી આધાર મોબાઈલ એપ દ્વારા ઈમેલ એડ્રેસ અપડેટ કરવા પર 31 ડિસેમ્બર 2026 સુધી ફી લેવામાં આવશે નહીં. પરંતુ આ છૂટ માત્ર ઈમેલ અપડેટ માટે છે. તમામ આધાર સેવાઓ માટે નહીં.
કેન્દ્ર સરકારના પેન્શનરોને પેન્શન જારી રાખવા માટે 30 નવેમ્બર સુધી પોતાનું વાર્ષિક લાઇફ સર્ટિફિકેટ જમા કરાવવું પડશે. આવું ન કરવા પર પેન્શન મળવામાં વિલંબ કે સમસ્યા થઈ શકે છે. પરંતુ તેને ડિજિટલી જમા કરાવી શકાય છે.
RBI ની નાણાકીય નીતિ સમિતિની બેઠક 2થી 4 ડિસેમ્બર સુધી યોજાશે. તેમાં રેપો રેટ પર નિર્ણય લેવામાં આવશે. જો દરમાં ફેરફાર થાય છે તો તેની અસર હોમ લોન અને બીજી લોનના વ્યાજદર પર પડી શકે છે. પરંતુ EMI માં ફેરફાર લોનની શરતો અને બેંક તરફથી દર લાગૂ કરવા પર નિર્ભર રહેશે.