• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /અમદાવાદ
  • /અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિગોની ગંભીર બેદરકારી: ઉડાનના એક કલાક પહેલાં જ નાસિકની ફ્લાઇટ રદ થતાં મુસાફરો રઝળી પડ્યા

અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિગોની ગંભીર બેદરકારી: ઉડાનના એક કલાક પહેલાં જ નાસિકની ફ્લાઇટ રદ થતાં મુસાફરો રઝળી પડ્યા

Ahmedabad Airport: અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિગોની બેદરકારી. અમદાવાદથી નાસિક જતી ફ્લાઇટ ઉડાનના એક કલાક પહેલાં જ રદ. બોર્ડિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ફ્લાઇટ કેન્સલ થતાં મુસાફરોમાં ભારે રોષ. મુસાફરોનો લગેજ જમા કરાવ્યા બાદ ફ્લાઇટ રદ કરવાની જાણ કરાઈ. નાસિકની સીધી ફ્લાઇટના બદલે મુંબઈ થઈને રોડ માર્ગે જવાનો વિકલ્પ અપાયો. મુસાફરોએ વિરોધ નોંધાવ્યો છતાં સંતોષકારક જવાબ ન મળ્યાનો આક્ષેપ. ફ્લાઇટ રદ થતાં મુસાફરોના સમય અને નાણાંનો બગાડ.

Written ByKinjal Patel
Published: Nov 12, 2026, 07:22 PM IST|Updated: Nov 12, 2026, 07:35 PM IST
joinshare
અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિગોની ગંભીર બેદરકારી: ઉડાનના એક કલાક પહેલાં જ નાસિકની ફ્લાઇટ રદ થતાં મુસાફરો રઝળી પડ્યા

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
IND vs NZ: 5મી વનડેમાં અમ્પાયરોએ કરી મોટી ભૂલ, અક્ષરને બદલે શ્રેયસે લીધી સ્ટ્રાઈક, થર્ડ અમ્પાયરે પણ ન આપ્યું ધ્યાન

IND vs NZ: 5મી વનડેમાં અમ્પાયરોએ કરી મોટી ભૂલ, અક્ષરને બદલે શ્રેયસે લીધી સ્ટ્રાઈક, થર્ડ અમ્પાયરે પણ ન આપ્યું ધ્યાન

2

Gratuity Calculation: ₹50,000ના પગાર પર 5 વર્ષ પછી તમને કેટલી મળશે ગ્રેચ્યુઇટી? સમજો ગણિત

3

UAE માર્ગ અકસ્માતમાં 14 લોકોના મોત, મૃતકોમાં 4 ભારતીય, 1 ગુજરાતનો અને 3 કેરળના, એક જ પરિવારના

4

મોદી સરકારે મેળવી લીધી બે તૃતીયાંશ બહુમતી! સંસદમાં રજૂ થવાનું છે ડિલિમિટેશન બિલ, જાણો શું છે ફોર્મ્યુલા

5

ICC Schedule: ભારતમાં 9 ઓક્ટોબરથી રમાશે વર્લ્ડ કપ, ICCએ 2028થી 2035 સુધીની 12 મેગા ટૂર્નામેન્ટની તારીખો જાહેર કરી

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Ahmedabad Airport: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇન્ડિગો એરલાઇન્સની બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદથી નાસિક જતી ઇન્ડિગોની ફ્લાઇટને ઉડાન ભરવાના માત્ર એક કલાક પહેલાં જ અચાનક રદ કરી દેવામાં આવતાં એરપોર્ટ પર ભારે હોબાળો મચી ગયો હતો. એરલાઇન્સના આ નિર્ણયને કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને તેમના સમય તથા નાણાંનો મોટો બગાડ થયો હતો.

અંબાલાલ પટેલની આગાહી: 18 નવેમ્બરે બનશે વાવાઝોડું, ગુજરાતના આ જિલ્લાઓમાં 21 થી 27 નવેમ્બર સુધી માવઠાની શક્યતા

મુસાફરોનો લગેજ જમા કરાવ્યા બાદ ફ્લાઇટ રદ કરવાની જાણ કરાઈ

આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, મુસાફરોની તમામ બોર્ડિંગ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી અને તેમનો લગેજ પણ જમા કરી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ અચાનક જ ફ્લાઇટ કેન્સલ થઈ હોવાની જાહેરાત કરવામાં આવતાં મુસાફરોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. મુસાફરોએ એરલાઇન્સના સ્ટાફ સમક્ષ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો, પરંતુ એરલાઇન્સ તરફથી કોઈ પણ પ્રકારનો સંતોષકારક જવાબ આપવામાં આવ્યો ન હોવાનો આક્ષેપ મુસાફરોએ કર્યો છે.

નાસિકની સીધી ફ્લાઇટના બદલે મુંબઈ થઈને રોડ માર્ગે જવાનો વિકલ્પ અપાયો

બોર્ડિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સીધી ફ્લાઇટ રદ કર્યા બાદ એરલાઇન્સ દ્વારા મુસાફરોને નાસિક પહોંચવા માટે મુંબઈ થઈને રોડ માર્ગે જવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો. સીધી ફ્લાઇટનો સમય બચાવવા માટે ટિકિટ બુક કરાવનાર મુસાફરો માટે આ વિકલ્પ ત્રાસદાયક સાબિત થયો હતો.

બગદાણા ગુરુ આશ્રમ ખાતે ફરી એકવાર વિરોધના સૂર ઉઠ્યા: રોજીરોટી છીનવાઈ રહી હોવાના આક્ષેપ સાથે હવે મહિલાઓ મેદાને...

કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી રાજેશ ટી. સોનીએ ઉઠાવ્યા સવાલ

આ સમગ્ર મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી રાજેશ ટી. સોનીએ ઇન્ડિગોની કામગીરી સામે આકરા સવાલો ઉઠાવ્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, માત્ર બીજા દિવસની ટિકિટ આપી દેવાથી મુસાફરોની મુશ્કેલીઓનો અંત આવી જતો નથી.

સમગ્ર ઘટનાની તપાસ કરી ફ્લાઇટ રદ થવાનું કારણ જાહેર કરવાની માંગ

રાજેશ ટી. સોનીએ આ સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરીને ફ્લાઇટ રદ થવાનું સાચું કારણ જાહેર કરવાની માંગ કરી છે. આ ઉપરાંત, એરલાઇન્સની બેદરકારીનો ભોગ બનેલા તમામ અસરગ્રસ્ત મુસાફરોને પૂરું રિફંડ અને યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી પણ ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે.

શક્તિપીઠ પાવાગઢ બન્યું આજીવિકાનું મોટું કેન્દ્ર: તહેવારો અને રજાઓમાં ભક્તોના ઘોડાપૂરથી સ્થાનિક અર્થતંત્રને મળ્યો મોટો ટેકો

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News
Gujarat News